Sunday, December 22, 2024
Homeઓપન સ્પેસકુરઆનનો સદગુણી પુરૃષ

કુરઆનનો સદગુણી પુરૃષ

સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયાના અખિલ ભારતીય ચૂંટણી સભા દ્વારા આદેશ મળ્યો કે “કુઆર્નમજીદમાં મો’મિનોના લક્ષણો” વિષય ઉપર પ્રવચન આપવાનું છે. વિષય ઉપર મંથન કરવાનું શરૃ કર્યું તો એક નવા અર્થ સુધી પહોંચ્યો “કુરઆનનો સદગુણી પુરૃષ”. શક્ય છે કે કોઈના માટે આ એક જૂની વાત હોય પરંતુ મારા માટે આ એક તાજેતરની શોધ છે. આ અર્થઘટનના ઉપકારથી ઘણા બધા વિચારોને દિમાગમાં આવવાનો રાસ્તો મળ્યો અને આ વિષય ઉપર લખવાનું મન થવા લાગ્યું. અમુક વિચારો પ્રવચનમાં રજૂ કર્યા અને અમુક વિચારો વાંચકોના માટે રજૂ કરી રહ્યો છું.

કુઆર્નમાં ઈમાનવાળાઓના ગુણો વારંવાર દર્શાવવામાં આવ્યા છે. જેવા કે, સદાચારી, સત્યવાદી, ધર્મનિષ્ઠ, નીતિમાન,  પ્રમાણિક, પરોપકારી, બુદ્ધિજીવી અને ઘણાબધા બીજા ગુણો છે કે કુઆર્નમજીદનો મૂળ ધ્યેય ઈમાનવાળાઓને સદ્ગુણી બનાવવાનો છે. આ ગુણો એવા છે કે આમાં જેટલો ગંભીરતાપૂર્વક વિચાર કરીએ તો ખરેખર વધતો જાય છે કે કુઆર્નનો સદ્ગુણી પુરૃષ સૃષ્ટિનું સૌથી ઉદાર, ઉપયોગી અને અત્યંત શક્તિશાળી સર્જન છે. આ સુદ્ગુણી પુરૃષને ન કોઈ ફિલસૂફીની યુનિવર્સિટી તૈયાર કરી શકે છે ન કોઈ સૂફીનો વિહાર જ બનાવી શકે છે, તે ફકત કુઆર્નમજીદના પડછાયામાં તૈયાર થઈ શકે છે, કારણ કે આનો ઢાંચો અને નમૂનો ફકત કુઆર્નમજીદ પાસે છે.

વ્યક્તિત્વનો વિકાસ કુઆર્નમજીદની તિલાવત અને શિક્ષણનો મૂળભૂત હેતુ છે અને વ્યક્તિત્વનો વિકાસ આના સિવાય કંઇ નથી કે મો’મિન ઉચ્ચ કોટીના ચારિત્ર્યથી પોતાની જાતને શણગારી લે. આ ઉચ્ચ ગુણોનો ઉલ્લેખ કુઆર્નમાં દર્શાવેલ છે. વૈચારિકતા હોય, આચરણ હોય અથવા પરાક્રમ કે સિદ્ધી હોય, કુઆર્નમજીદ આ બધા પ્રકરણમાં ઉચ્ચતમ ગુણ તરફ નિર્દેશ કરે છે. જે જેટલો કુઆર્ની ગુણ અપનાવતો જાય છે તેટલો આત્મશુદ્ધિના નિર્દિષ્ટ સ્થાને નિશ્ચિત થતો જાય છે.

વ્યતીત કરનારા દીની જીવનને પણ અલગ-અલગ રીતે વ્યતીત કરે છે, એક જીવનમાં ફકત ઈમાનનો દાવો હોય છે, એક જીવનમાં ઈમાનની સાથે અમુક સારાં-નરસાં કૃત્યો પણ હોય છે, એક જીવન ઈમાનના પ્રકાશથી ભભકતો, ઉત્તમ સુકર્મોથી સુસજ્જ અને ઉત્તમ ગુણોથી અલંકૃત હોય છે. આ જ તે જીવન છે જેના ગુણવિશેષ કુઆર્નમાં દર્શાવવામાં આવ્યા છે.

સુકર્મો વ્યર્થ થઈ જાય છે, જ્યારે તે અનાદરના દ્રશ્યોમાં છુપાઈ જાય છે, અથવા આદતની ભીડમાં ગુમ થઈ જાય છે. સારાં-નરસાં કૃત્યોના આ લક્ષણ હોય છે કે તે દરેક સમય તાજગીભર્યા રહે છે, અને સુકર્મોની પરાકાષ્ટા આ છે કે તે વ્યક્તિત્વની ગુણધર્મ બની જાય. કૃત્યો સદ્ગુણો ત્યારે બને છે જ્યારે તેનાથી પ્રચંડ મહોબ્બત થઈ જાય છે. મહોબ્બત માટે પ્રેરક જરૂરી હોય છે. કુઆર્નમજીદનો પરફેકશન આ છે કે તે દિલમાં મહોબ્બતની પ્રેરણા જગાડી દે છે. અને આ પણ કુઆર્નમજીદનો પરફેકશન છે કે તે આ મહોબ્બત પેદા કરવાવાળા પ્રેરકોને પણ ગુણ બનાવી દે છે અને આ રીતે તેનાથી ગતિ મેળવનાર કૃત્યો વ્યક્તિત્વથી જુદા નહીં થનારા ગુણો બની જાય છે. આ ગુણો મો’મિનના જીવનની સૌથી કિંમતી મિલકત હોય છે. તેનાથી તે ક્યારેય છૂટકારો મેળવવાનું પસંદ નથી કરતો.

એક સાચા કલાકાર પોતાની દરેક રચનાને હાર્ડ વર્ક, સમર્પણ, આકર્ષણ અને રૃચિ સાથે એક કૃતિ બનાવવાનો પ્રયત્ન કરે છે. તે ક્યારેય પોતાની રચનાનું અપમાન સહન નથી કરતોે. આ જ રીતે કુઆર્નના સદ્ગુણી પુરૃષના જીવન એક અજોડ આર્ટ ગેલેરી હોય છે, જેમાં તે ઉત્તમ સુકર્મો અને સદ્ગુણોની સુંદર આકૃતિઓ સજાવતો રહે છે. એક સાચા કલાકારની જેમ સદ્ગુણી પુરૃષ પણ પોતાના કોઈ કર્મની ગુણવત્તાને પડવા નહીં દેતો. તેને દરેક સમયે પોતાના ગુણોની મહાનતાનો વિચાર રહે છે. ઈબાદતને પાબંદી અને અનિચ્છાથી તે લોકો બજાવે છે, જેના માટે ઇબાદત એક ટેવ, એક આદત, એક કર્તવ્ય, અથવા એક મોસમી પ્રવૃત્તિ થાય છે, પરંતુ જીવનનું ગૌરવ અને આદર્શ ગુણ નથી હોતો.

કુઆર્નમજીદમાં ઈમાનવાળાઓ માટે ઘણા બધા ગુણો બયાન કરવામાં આવ્યા છે, અને તેમાં દરેક ગુણ એવા અર્થપૂર્ણ અને પરમ સુખમય મહેસૂસ થાય છે, જાણે તે એકલું સફળતાનો જામીન છે. જો કે, અલ્લાહથી ડરનારા (સંયમિત) અને પરોપકારી આ બે ગુણો કુઆર્નમજીદમાં મહાન ગુણો તરીકે વધુ આયોજન સાથે વર્ણવામાં આવ્યા છે. આ તે ગુણો છે જે અનુસરણના શરીરમાં આત્મા નાંખી દે છે. સંયમિત અને પરોપકારીની નમાઝ, રોજા, હજ અને કુર્બાની આત્મા વગર નથી હોતી, તેમાં જીવનની સંપૂર્ણ ગરમી હોય છે. આ તે ગુણો છે જે જીવનના બધા મામલાઓ અને નિર્ણયોને પણ અત્યંત સુંદર બનાવી દે છે, સંયમિત અને પરોપકારી લોકોના નિકાહ પણ સુંદર અને પ્રિયદર્શન હોય છે અને તલાકની પણ અલગ જ પ્રતિષ્ઠા હોય છે.

કુઆર્નમજીદથી સંબંધનો મૂળભૂત હક આ છે કે તેની તિલાવત અને તેનું અધ્યયન કુઆર્નના સદ્ગુણી પુરૃષથી પરિચિત થવા અને તે જ બની જવાના આશયથી કરવામાં આવે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments