કોંગ્રેસ પાર્ટીના સર્વોચ્ચ નેતા સોનિયા ગાંધીનો અહેસાસ છે કે ભાજપે તેમની પાર્ટીને મુસ્લિમ પાર્ટી તરીકે રજૂ કરવામાં સફળતા મેળવી છે, તે જનતાને હંમેશા બતાવતી આવી છે કે કોંગ્રેસ મુસ્લિમ-નવાઝ પાર્ટી છે, ફકત મુસ્લિમોના ફાયદાઓની વાત કરે છે, તેથી જનતા છેતરાઈ ગઈ અને ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને હાર મળી હતી. ૯ માર્ચે ‘ઈન્ડિયા ટુડે’ના એક પ્રોગ્રામમાં સોનિયા ગાંધીએ આ પણ કહ્યું કે હું બધા જ ધર્મોનું સન્માન કરૃં છું, અમારી પાર્ટીમાં હિંદુ હંમેશાં બહુમતીમાં હોય છે, નિઃશંક મુસ્લિમો પણ મોટી સંખ્યા છે. તેમણે સ્વીકાર્યું કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ કેટલાક મંદિરોની મુલાકાત ભાજપે ફેલાવેલ ગેરસમજને દૂર કરવા માટે કરી હતી. કોંગ્રેસના નેતાએ આ નિર્ધાર પણ વ્યક્ત કર્યો કે ૨૦૧૯માં કોંગ્રેસ ભાજપના કોઈ પણ પ્રોપેગન્ડાને સફળ થવા નહીં દે અને અમારી પાર્ટી એકવાર ફરીથી સત્તા ઉપર આવશે. તેમણે કહ્યું કે, ભાજપના સારા દિવસોના સૂત્રની હાલત ઇન્ડિયા શાઇનિંગના સૂત્રની જેમ થશે જ્યારે ભાજપને હાર અને કોંગ્રેસને સફળતા મળી હતી. આ પણ કહ્યું કે લોકસભાની આવનારી ચૂંટણીમાં તેઓ રાયબરેલીથી જ ચૂંટણી લડશે, તથા તેમની પુત્રી પ્રિયંકા ગાંધી પણ ચૂંટણી લક્ષી રાજનીતિમાં ભાગ લેશે.
આ વિચાર યોગ્ય નથી
કોંગ્રેસની મહિલા નેતાની આ વાત તો અત્યંત યોગ્ય છે કે તેની પ્રતિસ્પર્ધી પાર્ટી ભાજપ તેની પાર્ટી વિરુદ્ધ ઘૃણાસ્પદ પ્રોપેગન્ડા ચલાવી રહી છે, તેને નીચું દેખાડવા માટે દરેક યુક્તિનો ઉપયોગ કરી રહી છે, અને આજે પણ કરી રહી છે કે પ્રતિકૂળ પ્રચાર અને ચારિત્ર્યહનનની કળામાં આ પાર્ટી ઘણી નિષ્ણાત છે. પરંતુ આ સમજવું કે કોંગ્રેસ આ કારણે હારી છે એ વિચાર યોગ્ય નથી. જો સોનિયા ગાંધીની વાતને સત્ય સમજી લેવામાં આવે તો આનો અર્થ આ થયો કે ભારતીય મતદારોની બહુમતી આટલી મૂર્ખ છે કે વાસ્તવિકતા અને પ્રોપેગન્ડાની વચ્ચેનો તફાવત બિલ્કુલ જાણતી નથી, અથવા આ કે બહુમતી પૂરી રીતે મુસ્લિમ વિરોધી છે, જ્યારે આ વાત બિલકુલ નથી. અહીંની બહુમતી ન તો મુસ્લિમ વિરોધી છે અને ન જ ઇસ્લામની વિરુદ્ધ છે. તેનો અંદાજો બે-ત્રણ કાર્યક્રમોમાં દેશબાંધવોની હાજરીથી સારી રીતે થઈ શકે છે. જે સંગઠનો અને લોકો દેશમાં ઇસ્લામનો સંદેશ પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છે, તેમનાથી પુછો. તેઓ બતાવશે કે તેમના કાર્યક્રમોમાં દેશ-બાંધવો કેટલી શ્રદ્ધા સાથે સામેલ થાય છે, કુઆર્નના અનુવાદો અને ઇસ્લામી સાહિત્યો કેટલા આદર સાથે સ્વીકારે છે. હકીકતમાં ભાજપ અને તેની નિરીક્ષક આરએસએસના પણ પ્રોપેગન્ડાની યુક્તિ છે કે મુસ્લિમોના મનમાં આ બેસાડી દેવામાં આવે કે બધા લોકો તેમની વિરુદ્ધ છે. નિઃશંક આરએસએસ અને ભાજપનો મુસ્લિમ વિરોધી પ્રોપેગન્ડા ખૂબ વધારે પ્રમાણમાં ચાલી રહ્યો છે પરંતુ તેની અસરોનો અદ્રશ્ય અંદાજો લગાવવો યોગ્ય નથી.
અને કોંગ્રેસની આ મુસ્લિમ નવાઝી
અને જ્યાં સુધી કોંગ્રેસના ‘મુસ્લિમ નવાઝી’નું પ્રશ્ન છે, છેલ્લા ૭૦ વર્ષોમાં જોવાઈ ગયું છે કે તે કઈ રીતની મુસ્લિમ નવાઝી છે. હકીકત આ છે કે આરએસએસથી સૌથી વધારે ફાયદો કોંગ્રેસે ઉઠાવ્યો છે. તેણે મુસ્લિમોને હંમેશાં સંઘથી ભયભીત રાખ્યા છે અને તેના મતને પ્રાપ્ત કર્યા છે. આ પણ થયું છે કે જનસંઘ અથવા ભાજપ ફકત માંગ કરતું હતું અને કોંગ્રેસ અમલ કરતી હતી. આ મુસ્લિમ નવાઝીનો જ પ્રોપેગન્ડા છે કે જેના પરિણામે કોંગ્રેસે સાચર કમિટીની રચના કરી અને જે ખૂબ જ શાણપણથી સરકારી કર્મચારીઓની સમીક્ષા કરીને સંઘને સંતોષ આપ્યું કે ચિંતાની આવશ્યકતા નથી; કેમકે સરકારી નોકરીઓમાં મુસ્લિમોની સંખ્યા ઓછી છે. કમિટીનો ઉદ્દેશ્ય આનાથી વધારે ન હતો. ઈ.સ.૧૯૭૭માં હારી ગયા પછી ઇન્દિરા ગાંધી સમગ્ર રીતે એક હિંદુ-નવાઝ નેતાની જેમ ઊભરી આવ્યા હતા. ૧૯૮૦ના દાયકાની શરૃઆતમાં જ્યારે વિશ્વ હિંદુ પરિષદે મીનાક્ષીપુરમની ઘટનાઓના સંદર્ભમાં તેમને કહ્યું કે ધર્મ પરિવર્તન ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ; તો ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું કે, “તમે આના માટે વાતાવરણ ઊભા કરો.” સત્ય આ છે કે મુસ્લિમ નાગરિકોને આ સ્થિતિ સુધી અને આરએસએસને સત્તા ઉપર પહોંચાડવામાં કોંગ્રેસે ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ભાજપ એમ જ કોંગ્રેસને ગાળ આપી રહી છે. ઈ.સ.૨૦૧૯માં મુસ્લિમ નેતાગીરીએ નક્કી કરવું પડશે કે શું કરવામાં આવે.