સંશોધક: મુનવ્વર હુસૈન – ઇબ્રાહીમ શેઠ
હાલના સમયે ગુજરાતની પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થા ૨૦૧૩ અને તેના પહેલાંની વ્યવસ્થાથી જુદી છે. જ્યારથી પ્રાથમિક શિક્ષણમાં સેમેસ્ટર પ્રથાને પરિચિત કરાવવામાં આવીં છે, ત્યારથી ઘણાં નફાકારક અને હાનિકારક પાસાંઓ બહાર આવ્યા છે. અત્યાર સુધી વિદ્યાર્થીઓની પરિક્ષાઓના પરિણામો અને શાળાઓના વિશ્લેષણથી આ સ્પષ્ટ થયું છે કે સેમેસ્ટર સિસ્ટમ શાળાઓ માટે નફાકારક ઓછું અને હાનિકારક વધારે છે. સાથે જ સરકારી અને ખાનગી શાળાઓ બંને રીતની શાળાઓમાં પ્રશિક્ષિત શિક્ષકોની ભારે અછત પણ જાવા મળે છે. RTE ધોરણ આઠ સુધી વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરવાની સાથે સાથે શિક્ષણના સરળતાના બીજા પાસાઓ ઉપર વિચાર-વિમર્શ કરવામાં નથી આવતું, જેથી ધોરણ નવ અને દસમાં શાળા છોડી રહેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારે વધારો થયો છે. ગુજરાતની પ્રાથમિક શાળાઓના અભ્યાસક્રમમાં સામેલ પાઠ્યપુસ્તકોમાં વિષયવસ્તુની પણ અછત જાવા મળે છે. સાથે જ પુસ્તકોમાં મોજૂદ કોઈ પણ વિષયવસ્તુના કોઈ પ્રમાણિક સ્રોત નથી. સ્પષ્ટ રૂપથી જાવા મળે છે કે પુસ્તકના ઐતિહાસિક વિભાગ પર હિંદુત્વની વિચારધારાનું વર્ચસ્વ છે અને બીજા સમુદાયોની અવગણના કરવામાં આવી છે. પુસ્તકમાં ઘણાં સ્થળોએ NCF ૨૦૦૫ની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. સેંટર ફાર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (CERT)એ ગુજરાતના ધોરણ ૬ અને ૭માં સામેલ અભ્યાસક્રમોનું વિશ્લેષણ કર્યું જેમાં અમને એવી ઘણી બાબતો પ્રાપ્ત થઈ જે NCF ૨૦૦૫ની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરે છે.
ધોરણ ૬ના સામાજિક વિજ્ઞાન પુસ્તકના એક પ્રકરણમાં એક સામાન્ય ભારતીય ગામડાનો નકશો બતાવવામાં આવ્યો છે જેમાં બે મંદિરોને જાઈ શકાય છે પરંતુ વિચારવાલાયક બાબત આ છે કે તેમાં એક મંદિર નકશાની બહાર સુધી બતાવવામાં આવ્યું છે. આ જ પ્રકરણમાં ભારતના પ્રાચીન ઇતિહાસને વૈદિક કાળથી પ્રારંભ કરવામાં આવ્યું છે જેમાં આર્ય સમાજનું વર્ણન છે. પુસ્તક અનુસાર સમાજને ચાર વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યો છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. બતાવવામાં આવ્યું છે કે નિમ્ન સ્તરનું કાર્ય કરવાવાળાને શૂદ્ર કહેવામાં આવે છે. વેદોના સર્જક આર્ય હતા. ત્રીજા પ્રકરણમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે આદર્શ ભારતીય નાગરિકની ફરજા શું છે? જ્યારે પ્રકરણમાં ફરજા સંબંધે ફકત એક વાક્ય જ લખવામાં આવ્યો છે. એક ભારતીય નાગરિકને પોતાના દેશથી પ્રેમ છે અને તે પોતાના ભારતીય હોવાનો ગર્વ પણ કરે છે. ભારતીય નાગરિકતા લીધા પછી અમુક માપદંડ અને શરતોનો ઉલ્લેખ છે. ઉદાહરણ તરીકે, લખવામાં આવ્યું છે કે શેખ નદીમ અને તેમનો પુત્ર અમેરિકામાં વસે છે. નદીમનો જન્મ અમેરિકામાં થયો પરંતુ તેની પાસે ભારતની નાગરિકતા પણ છે. પ્રશ્ન કરવામાં આવ્યો છે કે નદીમને ડ્યુઅલ નાગરિકતા કેવી રીતે મળી? અન્ય ઉદાહરણોમાં એક ઈસાઈ મહિલાનો ઉલ્લેખ છે જે ગુજરાતના પ્રોફેસર જાનીથી લગ્ન કરીને ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરી લે છે. એક કાયમી ભારતીય નાગરિકતાના રૂપમાં પાંડે નીલેષકુમારનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. સ્પષ્ટ છે કે કેવી રીતે વિદ્યાર્થીઓના મગજમાં એક વિશેષ ધર્મની વિરુદ્ધ ઝેર ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગળના પ્રકરણમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ઇબ્રાહીમના ઘરની બહાર કચરાનો ઢગલો લાગેલો છે, તો તેનો જવાબદાર કોણ છે? પ્રશ્નથી સ્પષ્ટ થાય છે કે મુસ્લિમો વિરુદ્ધ તિરસ્કારને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યો છે અને મુસ્લિમોને ગંદા બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ધોરણ ૬ના જ પુસ્તકમાં મોટે ભાગનો ઇતિહાસ ઈસામસીહના જન્મથી પહેલાંનો છે જેમાં મહાજનપદો અને ગુપ્ત કાળને ભારતનો સ્વર્ણિમ કાળ બતાવવામાં આવ્યો છે.
જ્યારે ધોરણ ૭ના પુસ્તકનું વિશ્લેષણ કર્યું તો અમને જાણવા મળ્યું કે પ્રથમ પ્રકરણમાં હર્ષવર્ધનનું હસ્તલેખન આપવામાં આવ્યું છે જે સંસ્કૃતમાં છે. તેમની રાત-દિવસની કામગીરીનું પણ વર્ણન છે જે ત્રણ ભાગોમાં વિભાજિત છે – વહીવટી પ્રવૃત્તિઓ, સામાજિક કલ્યાણ માટેની પ્રવૃત્તિઓ અને ધાર્મિક પ્રવૃત્તિઓ. આ પ્રકરણમાં હર્ષવર્ધનને એક હિન્દુ શાસક તરીકે દર્શાવવામાં આવ્યો છે. લખવામાં આવ્યું છે કે તે જાહેર કલ્યાણ માટે ઘણાં સારા કાર્યો કર્યા છે. મુસાફર ખાના, કુવા, નહેરો, મંદિરો, મઠોનું બાંધકામ કરાવ્યું અને પશુ હત્યાને પ્રતિબંધિત ઠેરવી. તે બૌદ્ધ ધર્મના લોકોથી દરેક વર્ષે મળતો હતો. આ જ પ્રકરણના અંતિમ શીર્ષક ‘સામાજિક જીવન’નો અંત આ લખીને કરવામાં આવ્યો છે કે લોકો હિંદુત્વ, બૌદ્ધમત અને જૈનમતનું પાલન કરે છે તથા બીજા ધર્મો પ્રતિ સહનશીલ છે. સ્પષ્ટ છે કે બીજા ધર્મોને છોડીને ફકત હિંદુત્વ, બૌદ્ધ અને જૈન ધર્મોને લોકો માટે સારા બનાવીને પ્રસ્તુત કરવામાં આવ્યું છે. આ જ રીતે એક અન્ય પ્રકરણના અંતમાં લખાયેલ છે કે સુલતાન શહાબુદ્દીન ગૌરીએ ભારત ઉપર આક્રમણ કરીને રાજપૂત વંશ ઉપર કબ્જા મેળવી લીધો. દિલ્હીના શાસન અને સમાજમાં મોટા પરિવર્તનો કર્યા. વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યુ છે કે વિચારો કે આ પરિવર્તન કેવા હતા અને કેમ થયા. લખવામાં આવ્યું છે કે બહાદુરી અને પરાક્રમ બતાવવા કરતાં લોકો એક બીજાના વિરુદ્ધ ષડ્યંત્ર કરવા લાગ્યા જેનાથી દિલ્હીની ગાદી લોહીના દાગોથી ખરડાઇ ગઈ. આ જ પુસ્તકમાં પ્રકરણ આઠમાં રઝિયા સુલતાના વિશે લખવામાં આવ્યું છે કે રઝિયા એક કુશળ શાસક હતી. તે પુરુષોની જેમ વસ્ત્રો ધારણ કરતી હતી અને પોતાના ભાઈઓ કરતાં ઘણી વધારે કુશળ હતી પરંતુ એક મહિલા હોવાના કારણે તેને શાસકના રૂપમાં સ્વીકાર કરવામાં ન આવી. આ જ રીતની જાણકારીઓ વિદ્યાર્થીઓના અંદર મુસ્લિમ સમુદાય પ્રતિ તિરસ્કારને જન્મ આપે છે અને ઇસ્લામને એક ક્રૂર ધર્મ બનાવીને રજૂ કરે છે.
ધોરણ ૭ના આગળના સેમેસ્ટરના એક પુસ્તકના પ્રથમ પ્રકરણમાં રાજપૂત કુળ અને તેના શાસકોના વિષયમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે જેઓએ ૫૦૦ વર્ષ સુધી ગુજરાત ઉપર શાસન કર્યું હતું. આ જ પ્રકરણમાં મુસ્લિમ શાસકો વિષય ઉપર ફકત એક ફકરો આપવામાં આવ્યો છે જેઓ લગભગ ૩૦૦ વર્ષ સુધી ત્યાં શાસક રહ્યા હતા. તે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે લેખકોએ પાઠ્યપુસ્તકોમાં પૂર્વગ્રહયુક્ત વલણ બતાવ્યું છે. જાકે આ એનસીએફની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન છે. •
સ્રોત ઃ
૧. ધો. ૬, સેમેસ્ટર ૧, પ્રકરણ ૨, પૃષ્ઠ ક્રમાંક ૯
૨. ધો. ૬, સેમેસ્ટર ૧, પ્રકરણ ૨
૩. ધો. ૬, સેમેસ્ટર ૧, પ્રકરણ ૩, પૃષ્ઠ ક્રમાંક ૧૫
૪. ધો. ૬, સેમેસ્ટર ૧, પ્રકરણ ૧૧, પ્રશ્ન ૬
૫. ધો. ૭, સેમેસ્ટર ૧, પ્રકરણ ૧
૬. ધો. ૭, સેમેસ્ટર ૧, પ્રકરણ ૬
૭. ધો. ૭, સેમેસ્ટર ૧, પ્રકરણ ૮
૮. ધો. ૭, સેમેસ્ટર ૨, પ્રકરણ ૧