” જેઓ ગુસ્સાને પી જાય છે અને બીજાઓની ભૂલોને માફ કરી દે છે – આવા નેક (સદાચારી) લોકો અલ્લાહને ખૂબ પ્રિય છે.” (સૂરઃ આલે ઇમરાન-૧૩૪)
જેમ વિવિધ પ્રકારના ફૂલોથી કોઈ બગીચો સુંદર લાગે છે. આ ફૂલોને વિશેષ રીતે કોઈ વાસણમાં મુકવાથી એની સુંદરતા વધી જાય છે. પરંતુ એ જ ફૂલને કચડી દેવામાં આવે તો એની વિશેષતા કરમાઈ જાય છે. માનવ સમાજને આદર્શ સમાજ બનાવવા વિવિધ પ્રકારના સ્વભાવની જરૃર હોય છે. દરેક વ્યક્તિનો પોતાનો એક સ્વભાવ હોય છે અને ઘણા ગુણો તેની અંદર સંજોગવશાત દૃશ્યમાન થાય છે. આ બધા સ્વભાવ કે લક્ષણો સમાજમાં ન્યાય સ્થાપિત કરવા, લોકો વચ્ચે પ્રેમની સુગંધ ફેલાવવા, દુષણોને નાબૂદ કરવા, સત્યનો બોલ ઊંચા કરવામાં ખૂબ જ મહત્વના હોય છે. જરૂરી તેમની યોગ્ય સમયે યોગ્ય રીતે દર્શાવવાની છે. વ્યક્તિના આ લક્ષણો પોઝીટીવ પણ હોઈ શકે અને નેગેટીવ પણ. આ જ લક્ષણોમાંનો એક લક્ષણ ગુસ્સો કરવાનો છે.
વ્યક્તિને ઘણા કારણોસર ગુસ્સો આવે છે. કોઈ તેની વાત ન સમજતો હોય, કોઈ હઠધર્મી કરતો હોય, કોઈ જૂઠ બોલતો હોય, કોઈ ગેરવ્યાજબી માંગણીઓ કરતો હોય, કોઈ દૂષણો ફેલાવવાનો કામ કરતો હોય, કોઈ જુલ્મ કરતો હોય, વગેરે. ગુસ્સો એક અગ્નિ જવાળ છે જે એક શક્તિનું નામ છે જે યોગ્ય રીતે કાઢવામાં આવે તો પ્રગતિ અને બનાવના ઘણા કાર્યો કરી શકાય. પરંતુ જો તેનો દુરૃપયોગ થાય તો બધાને બાળી નાખે. જેમ છરીથી શાક કાપરવાનો કામ પણ લઈ શકાય અને પોતાની કે બીજાની જાતને નુકસાન પણ કરી શકાય. સામાન્ય રીતે ગુસ્સાને નકારાત્મક ગુણ સમજવામાં આવે છે પરંતુ તે બે ધરી તલવાર જેવું છે. એટલે આ વાત ખૂબ જ ધ્યાન રાખવા જેવી છે કે ગુસ્સો ક્યાં કરી શકાય અને ક્યાં ન કરી શકાય. કુઆર્ને આ બાબતે સ્પષ્ટ શિક્ષણ આપ્યું છે.
કોઈ વ્યક્તિને ગુસ્સો જ નથી આવતો આ કોઈ વિશેષતા નથી. વિશેષતા આ છે કે વ્યક્તિ ગુસ્સા પર નિયંત્રણ રાખે. જ્યારે કોઈ મામલો વ્યક્તિનો પોતાની સાથે જોડાયેલો હોય તો તેણે ગુસ્સો પી જવું જોઈએ. કોઈ તેને ગાળો આપે. કોઈ તેનું ખોટું ઠેરવે. કોઈ તેને બે ઇઝ્ઝત કરે. કોઈ તેના ઉપર જુલ્મ કે અત્યાચાર કરે. તેની વાતને કોઈ સમજી ન શકે. કોઈ નિરર્થક વાદ વિવાદ કરે આવા સમયે તેને ધૈર્ય રાખવું જોઈએ. કેમ કે જે અગ્નિ જવાળ તેના મનમાં ઉઠે છે તે સામેવાળાને બોલતા પહેલા તેની જાતને દહન કરી દે છે. પછી આવી વ્યક્તિ ન્યાય પર કાયમ રહી શકતી નથી. એટલે કુઆર્ન હિદાયત ફરમાવી કે જેઓ ગુસ્સાને પી જાય છે અને બીજાઓની ભૂલોને માફ કરી દે છે – આવા નેક (સદાચારી ) લોકો અલ્લાહને ખૂબ પ્રિય છે અને બીજી જગ્યા કહ્યું જો ગુસ્સો ચઢે તો માફ કરી દે છે. આ ચારિત્ર્યની ઉત્કૃષ્ઠા છે. હઝરત મુહમ્મદ સ.અ.વ.નું સમગ્ર જીવન તેનું દૃષ્ટાંત છે કે આપે કેવા કેવા લોકોને માફ કર્યું ને ક્યારેય કોઈના ઉપર પોતાનો ગુસ્સો ન ઠાલવ્યો.
આપ સ.અ.વ.એ ફરમાવ્યું, તાકતવર વ્યક્તિ એ છે કે ગુસ્સાના સમયે પોતાના પર કાબૂ રાખે. (બુખારી) અને ફરમાવ્યું જે પોતાના ગુસ્સાને રોકે રાખશે. ક્યામતના દિવસે અલ્લાહ તેના પરથી અઝાબને હટાવી દેશે. આ ગુસ્સા પર કાબૂ મેળવવા ઉપાય આપતા આપે ફરમાવ્યું, ગુસ્સો શેતાની અસરનું કારણ છે અને શૈતાન અગ્નિથી બનાવવામાં આવ્યો છે અને આગ પાણીથી બુઝાય છે એટલે જ્યારે કોઈને ગુસ્સે આવે તો તેને જોઈએ કે તે વુઝુ કરે.
વ્યક્તિની સામે હરામકારી થતી હોય. કોઈ સ્ત્રીની આબરૃ પાયમાલ થતી હોય. કોઈ વ્યક્તિ કે સમુદાય ઉપર અત્યાચાર થતા હોય. અલ્લાહના આદેશોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોય તો આવી પરિસ્થિતિમાં વ્યક્તિએ ગુસ્સો આવવું જોઈએ અને તેને યોગ્ય રીતે જાહેર પણ કરવો જોઈએ. આવી પરિસ્થિતિમાં ગુસ્સો ન આવો એ માનવીની ચારિત્રિક નિર્બળતા છે. /