Sunday, December 22, 2024
Homeબાળજગતટીવીની ફરિયાદ

ટીવીની ફરિયાદ

વ્હાલા મિત્રો,

અસ્સલામુ અલયકુમ વ.વ.

આજે હું ખૂબજ થાકી ગયો છું. સવારની કોલેજ, કોલેજ પછી કાદમપુરીમાં નવયુવાનોના એક કાર્યક્રમમાં પ્રવચન, પછી ત્યાંથી ઝડપથી પરત આવીને મારા મિત્ર રીઝવાનના કુટુંબને સ્ટેશન ઉપર મુકવા ગયો. આ બધા જ કાર્યો પછી હવે પરત આવ્યો છું. કોલોનીમાં આજકાલ ચોરીઓ ખૂબ થઈ રહી છે. એટલા માટે રીઝવાને તેના ઘરની ચાવી મને આપી છે. આજે રાત્રે મારે અહીં જ રોકાવવાનું છે.
દિવસભરની ભાગદોડ પછી સોફા ઉપર બેસતા જ થોડીક શાંતિ થઈ. મેં તરત મારી બેગમાં હાથ નાખ્યો પણ જાણ થઈ કે મૌલાના મોદૂદીના જે પુસ્તકનું હું અધ્યયન કરી રહ્યો હતો તે ગાયબ હતી. સારૃં યાદ આવ્યું તે તો મેં અકરમને આપી દીધું છે. હવે શું કરૃં? સમય પસાર કરવાનું કોઈ સાધન ન હોવાથી ટી.વી. ઑન કરી દીધું.

ટી.વી. ચાલુ થતા જ ચાં-ચું-ચાં-ચું.નો અવાજ થવા લાગ્યો. મેં ગભરાઈને તેને બંધ કરી દીધું. બે ત્રણ સેકન્ડ રોકાઈને ફરી ચાલુ કર્યું અત્યારે પણ અવાજ થઈ રહ્યો હતો પરંતુ ઓછો હતો. મેં રીમોટ દ્વારા અવાજને વધારે ઓછો કર્યો અને એક ન્યૂઝ ચેનલ લગાવી દીધી. અવાજો અત્યારે પણ આવી રહ્યા હતા. તાજા સમાચાર હતા કે કેટલાક માથા ફરેલા વકીલોએ અદાલતની બહાર કોઈ અપરાધીને ભેગા થઈને ઝુડી નાંખ્યો હતો. સમાચારના સાથે સાથે કોઈના રોવાનો અવાજ પણ આવી રહ્યો હતો. મેં રીમોટથી અવાજ બંધ કર્યો અત્યારે પણ એવું લાગી રહ્યું હતું કે જાણે કે કોઈ રડી-રડીને પોતાના અશ્રુઓ ઉપર કાબુ મેળવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યો છે. મેં ગભરાઈને પુછ્યું, કોણ છે અહીં? કોણ રડી રહ્યો છે? ડૂસકા સાથે અવાજ આવ્યો… “સામે જ તો છું.” પરંતુ તે પહેલાં કે મને ભુતો ઉપર વિશ્વાસ થઈ જતો અવાજ ફરી આવ્યો… “હું ટી.વી. છું”.

તું આમ કેમ રડી રહ્યા છે, મેં ટી.વી.થી પૂછ્યું? “હું વર્ષોથી રજાની રાહ જોઈ રહ્યો હતો અને આજે જ્યારે તે મળી તો તમે ફરી ચાલુ કરી દીધું,” ટી.વી.એ જવાબ આપ્યો. “મતલબ?” ટી.વી.ની વાત મારી સમજમાં ન આવી. તેણે મને સમજાવ્યું, હું દિવસભર સવારથી સાંજ સુધી ચાલતો રહું છું. શું તમને નથી લાગતું કે મને થોડો આરામ મળવો જોઈએ?

ટી.વી.ની બકવાસ સાંભળીને મને ગુસ્સો આવ્યો. મે કહ્યું, આળસું માનવીઓ તો ઘણાં જોયા છે આળસુ ટી.વી. પહેલી વાર જોઈ રહ્યો છું. કરો આરામ!! હું ટી.વી. બંધ કરવાને માટે ઊભો થયો. “ભાઈ તમે તો નારાજ થઈ ગયા. નથી કરવો મને આરામ. સેવા કરવી મારૃં કાર્ય છે. બોલો શું જોશો? કોણ જાણે કેમ મેંે કેવી રીતે વિચારી લીધું કે નિર્દય મનુષ્ય પણ મારી પીડાને સમજી શકે છે.” ટી.વી.ના અવાજમાં પીડા હતી. મારૃં આળસું કહેવું પણ કદાચ તેને ખોટું લાગ્યું હતું. થોડોક અવાજ થયા પછી ટી.વી.માં આવતો ઘોંઘાટ દૂર થઈ ગયો. ચેનલ બદલાવવા લાગ્યો “તમારે શું જોવું છે?” ટી.વી.ની આ બેચેની મને સારી નહોતી લાગી રહી. સમજમાં આવી રહ્યું ન હતું કે શું કરૃં? કોઈ ટી.વી.થી જીવનમાં પહેલી વખત વાત કરી રહ્યું હતું. અંતે મે પુછ્યું, “કદાચ તમે કંઇક કહેવા માંગો છો?” તમે સાંભળશો? ટી.વી.એ ચેનલ બદલવું બંધ કરી દીધું અને આનંદ અને જિજ્ઞાસાની ભાવના સાથે પુછ્યું… “હા, કેમ નહીં?” મેં પણ હસીંને જવાબ આપ્યો.
“હંું સવાર-સાંજ ચાલુ જ રહું છું.” ટીવી.એ પોતાની વાત શરૃ કરી, “ક્યારે આરામ નથી કરતો. સવારે-સવારે રીઝવાન સાહેબ મને ચાલુ કરે છે અને સમાચાર જૂવે છે. તેમનાથી મને કોઈ ફરીયાદ નથી, તે તો ઓફિસ જતા રહે છે. તેમના ગયા પછી મારી ઉપર આપત્તિ આવી પડે છે. રેહાના, નાની ઝકરીયાને મારી સામે બેસાડી દે છે. અહીં હું બુમો પાડું છું અને ત્યાં તે બુમો પાડે છે અને રેહાના કીચનમાં લાગી રહે છે. ઝકરીયા ક્યારેક ક્યારેક રડતો રડતો ઊંઘી પણ જાય છે પરંતુ હું ચાલતો જ રહો છું. આ ચાર-પાંચ કલાક મને વ્યર્થ જ ચલાવવામાં આવે છે.” ટી.વી.એ રોકાઈને થોડોક ખોંખારો ખાઈને પોતાની વાત ચાલુ રાખી. “રસોડાનું કામ પુરૃં થતાં થતાં તાહિર અને નાએમા સ્કૂલથી આવી જાય છે. યુનિફોર્મ બદલતા પહેલા લડાઈ થાય છે રીમોટ માટે. નાએમા ડોરેમોન કાર્ટુન જોવા ઇચ્છે છે અને તાહિર નિન્જા હથોડીવાળો. એક દિવસે લડાઈ એટલી વધી ગઈ કે તાહિરે નાએમાને સોફા ઉપરથી ધક્કો મારી દીધો. બીચારીના માથામાંથી લોહી નીકળવા લાગ્યું. તે દિવસથી બંનેનો વારો નક્કી થઈ ગયો. એક દિવસ રીમોર્ટ નાએમાના હાથમાં હોય છે અને એક દિવસ તાહિરના.” આટલું કહીંને ટી.વી. કાંઇક વિચારવા લાગી.

“અને?” મેં પૂછ્યું. તેણે વાત આગળ વધારી. “ભોજન કરીને જ્યારે તાહિર – નાએમા અને ઝકરીયા બધા ઊંઘી જાય છે ત્યારે રીમોર્ટ રેહાનાના હાથમાં આવે છે. તે મારાથી ખુબજ ખરાબ સિરીયલ જૂવે છે. જેમાં સાસુ-વહુ રોજ એકબીજાની વિરુદ્ધ ષડયંત્ર કરતા રહે છે. આ ક્રમ ચાલતો રહે છે. ક્યારેક ક્યારેક તે સીરીયલ જોતા જોતા રડે પણ છે, મને હસવુ આવે છે. ખરાબ વાત આ છે કે સિરીયલના ચક્કરમાં શ્રીમતી અસર અને ક્યારેક ક્યારેક મગરિબની નમાઝમાં મોડું કરી દે છે. કેટલીક વાર તો નમાઝ કઝા પણ થઈ જાય છે. ત્યાર પછી બાળકોનું હોમવર્ક ન હોય તો રીમોટને માટે ફરી યુદ્ધ થાય છે અને હું પણ ક્યારેક તાહિર ક્યારેક નાએમાના પસંદગીના કાર્ટુન ચલાવવાને માટે લાચાર થઈ જાવ છું. તમે સાંભળી રહ્યા છોને?” હા હા હું સાંભળી રહ્યો છું? મેં ટી.વી.ને વિશ્વાસ અપાવ્યો.

“રીઝવાન સાહેબ ઓફિસને આવીને થોડાક ન્યુઝ જુવે છે. ખાસ ખાસ દિવસોએ તેમના મિત્રો આવે છે અને આઠ-આઠ દસ-દસ કલાક સુધી ક્રિકેટ મેચ જુવે છે. કયારે કુશ્તીના પ્રોગ્રોમો પણ ચાલે છે…”

“રાત્રે તો તમે આરામ કરતા હશો” મે થોડુંક વિચારીને પુછ્યું. “રાત્રીના ચાર પાંચ કલાક આરામના મળી જતા હતાં. પરંતુ ગયા મહિને થયું એવું કે રીઝવાન સાહેબના ગામથી તેમના સંબંધી આવી ગયા. તે કમબખ્ત રાતના એક-દોઢ વાગ્યા સુધી ફુટબોલ, હોકી અથવા ક્રિકેટ કંઇ પણ લગાવી દેતો અને જ્યારે વિશ્વાસ થઇ જતો કે બધા ઉંઘી ગયા છે તો એવી ગંદી ગંદી ફિલ્મો જોતો હતો કે હું શું કહું? “હવે મારા ધીરજની કસોટી ખુટી ગઈ છે.”

થોડી વાર ઓરડામાં શાંતિ છવાઈ ગઈ. ટી.વી.ની આપવીતી સાંભળીને હું વિચારમાં ખોવાઈ ગયો હતો. વિચારી રહ્યો હતો કે શું આ ટી.વી. એકલો છે કે દરેક ઘરમાં ટી.વી.ની સાથે આવો જ અત્યાચાર થઈ રહ્યો છે?

“શું તમે મારી ઉપર એક ઉપકાર કરશો?” ટી.વી.એ મને દુઃખદાયક શૈલીમાં પુછ્યું. “હા, બિલકુલ કહો” મને લાગ્યું કે તે મને સ્વંયને આરામ આપવા માટે કહેશે અને હું તરતજ ટી.વી. બંધ કરી દઈશ. પરંતુ ટી.વી.એ જે કહ્યું તેને સાંભળીને મારા હોંશ ઉડી ગયા. તેણે કહ્યું, “જુઓ તમારી સામે પેપરવેઇટ પડેલું છે. તેને જરા જોરથી ખેંચીને મારી ઉપર મારી દો. આવા જીવનથી મૃત્યુ સારૃં. હું કંટાળી ગયો છું. એક તો આટલી મહેનત અને મારા દ્વારા લોકો પાપ કમાય છે, સમયનો બગાડ કરે છે, નમાઝો છોડે છે, અશ્લીલ જુવે છે, લડાઈઓ કરે છે, પુસ્તકો નથી વાંચતા … હવે તમે જ મને આ જીવનથી છુટકારો અપાવી દો.!”

મારી આંખોમાં આસું આવી ગયા. આપણે મનુષ્યોના કારણે બિચારાને કેટલી તકલીફો થાય છે. મેં ઘણી મુશ્કેલીથી ટી.વી.ને સમજાવ્યું કેઃ “તમે હિંમત ન ગુમાવો. હું રીઝવાનથી આના વિશે વાત કરીશ. તમને ન્યાય અપાવીશ.” ટી.વી.એ છેલ્લે મારી વાત માની લીધી પરંતુ એક શરત સાથે. “શું તમે મારું એક કામ કરશો?” તેમણે પુછ્યંુ. “હવે શું?” “શું તમે દુનિયાને મારી આ દુઃખદાયક વાર્તા સંભળાવશો? કદાચ કોઈને બોધ પ્રાપ્ત થઇ જાય.” મેં ટી.વી.ને વચન આપ્યું કે તેની આત્મકથા યુવાસાથી- એટલે સત્યના સારથિના વાંચકોને જરૃર સંભળાવીશ અને જો તેઓ કોઈ પીડિત ટી.વી.ને જાણતા હશે તો તેના માલિકને આ વાર્તા જરૃર પહોંચાડશે. *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments