Monday, November 25, 2024
Homeઓપન સ્પેસનરેન્દ્ર મોદીના રાજ્યસભા ભાષણ ઉપર અભિસાર શર્માનો ખુલ્લો પત્ર #AbhisarSharma

નરેન્દ્ર મોદીના રાજ્યસભા ભાષણ ઉપર અભિસાર શર્માનો ખુલ્લો પત્ર #AbhisarSharma

જયહિંદ મોદીજી!

સૌથી પહેલા કામની વાત. આપને તરત જ આપના ભાષણના તથ્યો ઉપલબ્ધ કરાવનારા વ્યક્તિને સહન કરવો જોઈએ. હદ છે એટલે! ‘જો પટેલ પ્રથમ વડાપ્રધાન હોત તો સમગ્ર કાશ્મીર ભારતનું હોત?’ શું તમે જાણો છો કે પટેલ જુનાગઢ અને હૈદ્રાબાદના બદલે સંપૂર્ણ કાશ્મીર પાકિસ્તાનને આપવા તૈયાર હતા? પટેલના કહેવા અનુસાર અને અહીં હું એમને quote કરવા ઇચ્છીશ, આ વાત તેમણે પાકિસ્તાની વડાપ્રધાન લિયાકત અલી ખાનને કહી હતી, –

“તમે જુનાગઢ અને કાશ્મીરની વાત કેમ કરો છો? હૈદ્રાબાદની વાત કરો તો કાશ્મીર ઉપર ચર્ચા કરી શકાય છે.”

૧૧ નવેમ્બર, ૧૯૪૭એ પટેલે કહ્યું હતું કે, “અમે કાશ્મીર ઉપર માની શકીએ શરત એ કે તેઓ હૈદ્રાબાદ ઉપર સંમતિ બતાવે.”

નહેરૃની જેમ પટેલ પણ માનતા હતા કે કાશ્મીરનું વિભાજન એક કાયમી સમાધાન હોઈ શકે છે જોકે પાકિસ્તાને આને ન સ્વીકાર્યું.

મોદીજી,પટેલે સમગ્ર દેશને જોડવાનું કાર્ય કર્યું. મોદીજી, તે કોઇ પણ પ્રકારે સંઘના Mascot અથવા આદર્શ નથી હોઈ શકતા, કેમકે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ ઉપર અંકુશ લગાવવાનું સૌથી મોટું પગલું જે વ્યક્તિએ ઉઠાવ્યું હતું તેમનું નામ સરદાર પટેલ હતું. તે હીરો કઈ રીતે થઈ શકે? આ તમારી નિરાશા છે કે દેશના સ્વતંત્રતા સેનાનીઓને વિભાજિત કરીને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ માટે જમીન શોધવામાં આવે જોકે અસંભવ છે.

કોંગ્રેસને વિભાજનનો દોષી માનવો આ માટે યોગ્ય નથી કેમકે જિન્ના પહેલા Two Nation Theoryની વાત સૌથી પહેલા સાવરકે કરી હતી. તો તમે કેમ તે સમયની કોંગ્રેસને ખલયાનક કેમ ગણી રહ્યા છો ?

જો વર્તમાન કોંગ્રેસ, ગાંધી પરિવાર અથવા સોનિયા ગાંધીની ભક્તિમાં લાગી છે, તો તે વિષય તો બિલ્કુલ ભિન્ન છે. બંને વાતને કેમ જોડી રહ્યા છો?

આપે ચૂંટણી ભાષણ તરીકે વટ તો પાડી દીધો, પરંતુ એક વડાપ્રધાન તરીકે મને તેમાં ઘણી સમસ્યાઓ દેખાય છે. આપે અહીં સુધી કહી દીધું કે શિમલા કરાર ઇન્દિરા ગાંધી અને બેનઝીર ભટ્ઠો વચ્ચે થયો?  બેનઝીર તો તે સમય ઘણી નાની હતી. શિમલામાં તો તેમના પિતા ઝુલ્ફિખાર અલી ભટ્ટો હતા.

એમ બની શકે કે આ વાત ભુલથી આપના મુખેથી નીકળી ગઇ હોય, પરંતુ એક દેશના વડાપ્રધાન જ્યારે બોલે છે તો તેનો એક-એક શબ્દ અર્થ રાખે છે. કાં તો તમે નર્વસ હતા અથવા દબાણમાં! આ બેધ્યાને નીકળી ગયું હોય.

આપના ભાષણની સૌથી આશ્ચર્યજનક વાત તે હતી જેમાં તમે દાવો કર્યો કે Non Performing Assets માટે યુ.પી.એ. સરકાર જવાબદાર હતી. આપ આગળ કહો છો કે આ વાત વિચારવા લાયક છે કે કોંગ્રેસ સરકારે ૮૨ ટકાની જગ્યાએ ૩૬ ટકા NPA ઘોષિત કર્યું. આપે કહ્યું કે ૨૦૧૪માં જ્યારે અમે સત્તામાં આવ્યા તો NPAની કુલ લાગત ૫૨ લાખ કરોડ હતી.

હવે જ્યારે ઉપરોક્ત નિવેદનથી  આપની પોતાની પાર્ટી ફરી રહી છે, કારણકે તેમણે આપના આ નિવેદનને ટ્વીટરથી ડિલીટ કરી નાંખી છે. અને નિવેદન આપ્યા પછી આપે પણ એ વાતને ભુલ સમજી રહ્યા છો. અને આ વાત ઉપર વિચારજો, રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા અનુસાર વર્ષ ૨૦૧૪માં NPAની ટકાવારી ફકત ૩૧૮ ટકા હતી અને PSUs એટલે પબ્લિક સેકટર અંડર ટેકિંગ બેંકને લગભગ ૫૨ લાખ કરોડ આપવામાં આવ્યા હતા. તો શું આપ PSUsને આપવામાં આવેલા પૈસાની વાત કરી રહ્યા હતા? તો મોદીજી આપે તેને NPAની કુલ લાગત કેમ બતાવી? મોદીજી અહીં આપ એડવાન્સને NPAની કુલ લાગત બતાવી બેઠા છો જે ચોકાંવનારી વાત છે.

આપના  આ નિવેદનને ભાજપના ટ્વિટર હેંડલે તો ડિલીટ કરી દીધું, પરંતુ આપનું નિવેદન જે સંસદમાં રેકોર્ડ થયું છે, તેને કેવી રીતે ડિલીટ કરશો? મે Screenshot નીચે આપ્યો છે. જોઈ લો!

કોંગ્રેસ નેતા રેણુકા ચોધરીને આપે રાવણ બતાવ્યા? દંગ કરી દે એવી વાત છે! હું જાણું છું કે તે બેકાબુ થઈને હસતી હતી, પરંતુ જ્યારે આપ વડાપ્રધાન થઈને એવા શબ્દોનો ઉપયોગ કરો છો, તો આપના ભક્તો વધારે નિમ્ન સ્તરની ભાષાનો ઉપયોગ કરવા લાગે છે. મને આનું પ્રમાણ આપને આપવાની જરૃર નથી.!

એક ચૂંટણી સંબોધન તરીકે, આપના ભાષણમાં સંપૂર્ણ નાટક હતું, તે દમદાર હતું, પરંતુ એક વડાપ્રધાન તરીકે મને આપની શૈલી થોડી વિચિત્ર લાગી અને આપની વાતોએ મને આશ્ચર્યચકિત કરી દીધો. કારણ કે સત્યના ધોરણે આપના સંબોધનમાં ઘણી ખામીઓ હતી.

બેવડા ધોરણો યોગ્ય નથી. કારણકે આ જ બેવડા ધોરણો અમે બાકી તમામ ક્ષેત્રોમાં જોઈ રહ્યા છીએ. હવે છેલ્લું વર્ષ છે. આશા છે આપ દેશને જોડવામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવશો.

આપનો

અભિસાર શર્મા.

સાભારઃhttp://www.shabdankan.com/2018/02/pm-modi-speech-in-lok-sabha.html

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments