આચારસંહિતા પહેલા એક સો રેલીઓ કરવા નીકળેલા પ્રધાનમંત્રીની પાસે બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓને સંબોધિત કરવા માટે સમય છે. એક સ્ટેડિયમ બૂક થયું, ૨૦૦૦ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા અને દેશભરની શાળાઓમાં નોટિસ મોકલવામા આવી કે કાર્યક્રમનુ જીવંત પ્રસારણ કરવું. આથી બાળકોને શાળાના ઓડિયો વિઝયુઅલ રૂમમાં લઈ જવામાં આવ્યા અને તેમણે આ કાર્યક્રમ નિહાળ્યો. ઘણી શાળાઓમાં આના કારણે અભ્યાસ બંધ રહ્યો. પ્રધાનમંત્રી એ જે કહ્યું તેમાં નવું શું હતું કે એવું શું હતું જે શાળાઓમાં પ્રિન્સીપાલ અને કાઉન્સિલર તેમને સમજાવતા ન હોય.
આપણે આ જ જાણ્યું છે કે પ્રધાનમંત્રીની એક એક ક્ષણ અમૂલ્ય હોય છે. પરંતુ વર્ષ શરૂ થતાં વીસથી વધુ કાર્યદિવસ સમાન સમય તે સો રેલીઓ પૂર્ણ કરવામાં લગાવે છે. પછી બીજેપી કાર્યકર્તાઓથી વિડિયો કોન્ફરન્સીંગ કરે છે. જે કામ બીજેપી અધ્યક્ષે કરવું જોઈએ તે પણ પ્રધાનમંત્રીને કરવું પડે છે. પછી તમે પોતે વિચારો કે શું પ્રધાનમંત્રી પાસે આટલો વધારાનો સમય છે કે તે સતત જનસંપર્કમાં જ રહે છે. શું પ્રધાનમંત્રીનો સમય એટલો વ્યર્થ થઈ ગયો છે કે ઉપદેશકની ભૂમિકામાં બાળકોને સંબોધિત કરી રહ્યા છે?
પહેલી નજરમાં તો ખૂબ જ સરસ લાગે છે કે પ્રધાનમંત્રી પરીક્ષા પર ચર્ચા કરી રહ્યા છે. શું પ્રધાનમંત્રી નથી જાણતા કે તણાવ બોર્ડની પરીક્ષાને લીધે નહિ બલ્કે બોર્ડના પછીના શિક્ષણની હાલતના કારણે છે? બારમાં ધોરણ પછી ભારતમાં એવી વીસ કોલેજો પણ નથી કે જ્યાં વિદ્યાર્થી વિચાર્યા વગર એડમિશન લઈ લે. બધાને દિલ્હી યુનિવર્સિટી આવવું છે, જ્યાં ૯૬ ટકાથી ઓછા માર્ક્સ પર શ્રેષ્ઠ કોલેજમાં એડમિશન નથી થતું. શું પ્રધાનમંત્રીએ તે વિશે કશું કહ્યું?
પ્રધાનમંત્રીને પણ ખબર છે કે ભારત નકામી કોલેજોનો મહાસાગર છે. શિક્ષણને લઈને મૂળ પ્રશ્નનો ન તો જવાબ આપી શકે છે અને ન ચર્ચા કરી શકે છે. એટલા માટે સફળતા-અસફળતાના ભાવાર્થ પર ધ્યાન શિફ્ટ કરી દો. જે કામ શિવ ખેડા જેવા કોર્પોરેટ ઉપદેશક કરી રહ્યા છે, તેને પ્રધાનમંત્રીએ શા માટે કરવું પડે છે? તેમાં પણ વિરોધાભાસ છે. પોતે સો રેલીઓ કરે છે, શા માટે? શું તે અસફળતાના ભય અને તણાવના કારણે આ બધું નથી કરી રહ્યા?
શું તેમને આ પાંચ વર્ષોમાં શિક્ષણ પર ચર્ચા કરી? બતાડ્યું કે જ્યાં તે ૧૨ વર્ષ મુખ્યમંત્રી રહ્યા તથા તેમની પાર્ટીની સરકારો જ્યાં ૧૫ વર્ષ સત્તામાં રહી ત્યાં પણ કોઈ વ્યવસ્થિત કોલેજ ન બનાવી શક્યા ! અન્યો પણ ન બનાવી શક્યા, ભલે તે નીતીશ હોય કે મમતા હોય કે બાદલ હોય કે અન્ય. બોર્ડની પરીક્ષાનો તણાવ અને દબાણ એટલા માટે પણ વધે છે કેમ કે ૧૨મા સુધી આવતાં આવતાં વિદ્યાર્થીઓનું બધું દાંવ પર લાગી જાય છે. એ તો જણાવો કે પ્રધાનમંત્રી બન્યા પછી તેમણે શું કર્યું છે, જેનાથી આગળ કોઈને તણાવ નહી થાય !
ધ પ્રિંટના સમાચાર હતાં કે પ્રાઇવેટ યુનિવર્સિટી પર ઇન્ટેલિજન્સ બ્યુરો રિપોર્ટ તૈયાર કરે છે, ત્યાં મોદી સરકારના વખાણ થાય છે કે આલોચના. શું કોઈ પણ સરકારે આ રિપોર્ટ બનાવવો જોઈએ કે ક્લાસ રૂમમાં સરકારના વખાણ થાય છે કે આલોચના. તો પછી પરીક્ષા પર ચર્ચામાં બોલવું જોઈતું હતું કે અમે એવી સિસ્ટમ બનાવી છે કે આગળ જ્યારે તમે કોલેજમાં જશો તો ત્યાં તમારે મારા નામનો જાપ કરવો પડશે, તણાવ હશે જ નહી. શું આ રીતે આપણે પ્રાઇવેટ યુનિવર્સિટી ઊભી કરીશું, સરકારી યુનિ. બરબાદ કર્યા પછી?
પરિક્ષા પર ચર્ચા જનસંપર્કનો અતિવાદ છે. એક પ્રકારનો સ્તરીય કાર્યક્રમ છે. આ કાર્ય ભારતના માનવ સંસાધન મંત્રીથી પણ થઈ શકે છે. જો માનવ સંસાધન મંત્રી હોવાં છતાં વિદ્યાર્થીઓના વચ્ચે તે આટલી જગ્યા ન બનાવી શક્યા તો પછી પ્રધાનમંત્રીને પ્રકાશ જાવડેકર થી પણ બ્લોગ લખાવવા જોઈએ. ગયા વર્ષે મુંબઈ યુનિવર્સિટીને લઈને ઘણા મહિનાઓ સુધી આંદોલન ચાલ્યું. વિદ્યાર્થીઓનું જીવન અટકી રહ્યું. ત્યારે કોઈ મંત્રી આશ્વાસન આપતાં દેખાયા નહીં.
દેશની સરકારી શાળાઓમાં ૧૦ લાખ જેટલા પણ શિક્ષકો નથી. કોલેજોમાં એક લાખથી વધુ શિક્ષકની ઘટ વર્તાઈ રહી છે. સરકારી શાળાઓમાં આઠમાં ધોરણનાં બાળકો ત્રીજા ધોરણનુ પુસ્તક વાંચી નથી શકતા. જાહેર છે કે તે તણાવમાં ગરક થઈ જવાનાં જ છે. કેમ કે તેના જવાબદાર બાળકો નહી, તે સિસ્ટમ છે જેમને ભણાવવાનું કામ આપવામાં આવ્યું છે. સરકારી નોકરીઓની પરીક્ષા ચાર ચાર વર્ષમાં પૂરી થતી નથી. ખુદ રેલવે એક પરીક્ષા એક વર્ષમાં નથી કરી શકતી.
પ્રધાનમંત્રીએ રેલવેની પરીક્ષા આપવા જઈ રહેલા ૨.૫ કરોડ પરીક્ષાર્થીઓની સાથે પરીક્ષા પર ચર્ચા કરવી જોઈતી હતી. એમનાથી પૂછવું જોઈતું હતું કે તમારા લોકોમાંથી જે ગરીબ વિદ્યાર્થી છે તેમને ચાર ચાર દિવસનો ખર્ચ કઈ રીતે પરવડશે? એમને પૂછવું જોઈતું હતું કે ૮૦ લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓની પરીક્ષા કેમ ચૂકાઇ ગઈ? સરકારી આયોગોની પરીક્ષાઓના વિદ્યાર્થી ચાર ચાર વર્ષથી પરીણામ ની રાહ જોઈ રહ્યાં છે. શું એમને આ ઉપદેશ આપી શકાય છે કે તણાવમાં ન રહે.
શું પ્રધાનમંત્રીએ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ અને સરકારી નોકરીઓની પરીક્ષા પર કશું કહ્યું? આખરે તે ક્યાં સુધી ઈમેજ બનાવવાનું જ વિચારતા રહેશે? આ પરીક્ષા પર ચર્ચાથી શું પ્રાપ્ત થયું? એક જાગૃત નાગરિક તરીકે પ્રધાનમંત્રીના કાર્યક્રમોની પ્રાસંગિકતાનો પણ હિસાબ રાખો. ઈમેજ બનાવવાની ધૂનની પણ એક મર્યાદા હોવી જોઈએ.