Wednesday, January 15, 2025
Homeમનોમથંનબરમા મુસલમાનોનો ઇતિહાસ, સમસ્યા અને કરવાના કામ

બરમા મુસલમાનોનો ઇતિહાસ, સમસ્યા અને કરવાના કામ

કુદરતી રીતે દરેક વ્યક્તિ ને ઇચ્છા હોય છે કે તે શાંતિ અને સંતોષવાળુ જીવન પસાર કરે. તેમ છતાં પણ દરેક કાળ અને સમયમાં દરેક સ્થાને સમાજમાં એવા અસામાજીક લોકો હોય છે જે વ્યક્તિની કુદરતી ઇચ્છાઓ વિરૂદ્ધ કાર્યરત રહે છે. એનું એક કારણ તો હિંસક વિચારો તથા સિદ્ધાંતો હોય છે અને બીજુ કારણ સત્તાની હવસ હોય છે. તેથી તે કોઈ ને કોઈ બહાનાથી અમન અને શાંતી ને નુકશાન પહોંચાડવાના પ્રયત્નો કરતા રહે છે. શાંતિ અને સંતોષ લોકોને મળે તેના વિરૂદ્ધ તેઓ કાર્યરત રહે છે અને સાથે સાથે પોતાની ઇચ્છાઓને પુર્ણ કરવા જુઠ, ધોકો, દમન અને અત્યાચારનો ઉપયોગ કરે છે. દુનિયામાં દરેક વિસ્તાર અને સમયમાં આ પ્રકારના દૃશ્યોથી ઇતિહાસના પુસ્તકો ભરાયેલા પડયા છે. પરંતુ આપણને ઇતિહાસમાં કોઈ રસનથી અને જે થોડો રસ છે તો એ માત્ર એક વિષય તરીકે વંચાય છે. જેથી ઇતિહાસમાં ઘટેલી ઘટનાઓથી આપણે કોઈ પણ પ્રકારે પાઠ ભણવા તૈયાર નથી.

આ જ કારણ છે કે બધુ જ આપણી આંખોની સામે થતુ હોવા છતા આપણે આંધણા, ગુંગા અને બહેરા બની પોતાના જીવનમાં આરામ, શાંતિ અને સુખ મેળવવાના પ્રયત્નોમાં લાગેલા છીએ અને વૈભવશાળી જીવનની ઇચ્છા ધરાવતા દેકાઈએ છીએે. પરંતુ યાદ રાખો એવા માણસો જે માત્ર પોતાના માટે જીવન વિતાવે છે ન તો એ દુનિયાને ફાયદો પહોંચાડે છે અને ન તો માનવીને જન્મ આપનાર તેમને પસંદ કરે છે. આજે  આ પ્રકારની પરિસ્થિતીથી આપણે પણ પસાર થઈ રહ્યા છીએ. હવે એ જરૂરી બન્યુ છે કે આવા વ્યવહાર પર હું અને તમે પણ એક વાર ફરી વિચાર કરીએ અને દિવસ-રાતની પ્રવૃત્તિમાં બદલાવ લાવીએ.

આજના સમયમાં દુનિયાના આંતકવાદીઓ મુસલમાનોની દરમ્યાન બહુ ઝડપથી સમસ્યાઓ મુકી રહ્યા છે. એનુ એક કારણ તો એ હોઈ શકે છે કે મુસલમાનોની સામે એટલી બધી સમસ્યાઓ ખડકી દેવામાં આવે કે તેઓ તેમાંજ પિરોવાયેલા રહે, અને કશુ વિચારવા, સમઝવા અને કરવાનો મોકો જ ના મળે અને બીજુ કારણ જે દેખાય છે એ કે મુસલમાનોને દરેક સ્તર પર નબળા બનાવી દેવાનું યોજનાપૂર્વક કાવતરૃ  છે. આ બંને પરિસ્થિતીમાં મુસ્લમાનોનો એક વર્ગ આવી સમસ્યાઓ સાથે સીધે સીધો જોડાયેલો હશે. કેટલાક પરોક્ષ રીતે અસરમાં હશે. કેટલાક માનસિક રીતે પરેશાન હશે અને એક મોટો વર્ગ ભયનું જીવન પસાર કરવા પર મજબુર હશે. પરિણામ સ્વરૃપ એ લક્ષ પ્રાપ્ત થઈ જશે જે ઇચ્છિત છે. આજે અને કાલે, આ મહિનો અને પાછલા મહિનામાં અને પાછલા કેટલાક વર્ષોથી આ પ્રકારની સમસ્યાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

હાલમાં જે મહત્ત્વની સમસ્યા કે જેને દુનિયા એ પણ મહત્ત્વતા આપીને તેની પર ધ્યાન દોરવામાં આવે તેવુ ઇચ્છે છે, થોડાક વાક્યોના બાદશાહો એ પણ આ સમસ્યાને મહત્ત્વતા આપતા બે વાક્યોના રૃપમાં જ ભલે પણ થોડુંક દેખાઈ રહ્યા  છે, એ સમસ્યા કે જે આજના સમયમાં મુસલમાનો માટે એક ઉમ્મતની રીતે અત્યંત ગંભીર આકાર લઈ રહી છે. આ સમસ્યા બરમાના મુસલમાનોની સમસ્યા છે જેમને રોહિન્ગીયાના નામ થી પણ ઓળખવામાં આવે છે. મ્યાનમારમાં સૈનિકો, બૌદ્ધ ધર્મના માર્ગદર્શકો, સામાન્ય જનતા તથા હિંસક સંસ્થાઓ વચ્ચે આ બર્મી મુસલમાનો મૃત્યુ અને જીવન વચ્ચે લડી રહ્યા છે. ચારે દિશામાં આ નિર્દોષ અને દબાવેલ લોકોની લાશો વિખેરાયેલી પડી છે, તેની વાસ ફેલાયેલી છે. પોતાનું જીવન બચાવવા માટે તેઓ દેશ છોડી રહ્યા છે. આગળ અને પાછળથી તેમની ઉપર હુમલાઓ થઈ રહ્યા છે. ત્યાંજ થોડાક દેશો તેમને આસરો પણ આપી રહ્યા છે. આ સમયે પ્રશ્ન એ નથી આવી પરિસ્થિતી કેવી રીતે પેદા થઈ ? પરંતુ પ્રશ્ન એ છે કે તેમની મદદ કેવી રીતે કરવામાં આવે? પરંતુ વિશ્વમાં દરેક દેશની બાઉન્ડ્રી લાઈન હોય છે તે બાઉન્ડ્રી લાઈન ક્રોસ કરવી તે દેશની મરજી વિરૂદ્ધ શક્ય નથી.

બૌદ્ધમતના અનુયાયિઓનું કહેવુ છે કે મુસલમાનો બર્મામાં બહારથી આવ્યા છે એમને બર્માથી એવી રીતે ખત્મ કરી દઈશું જેવી રીતે સ્પેનમાંથી ઇસાઈઓએ મુસલમાનોને ખત્મ કરી દીધા. પરંતુ એ જાણમાં હોવુ જોઈએ કે બર્માનો પ્રાંત અરાકાન એ જગ્યા છે કે જ્યાં ખલીફા હારૃન રશીદ ના સમય કાળમાં મુસલમાન વેપારીઓ દ્વારા ઇસ્લામ પહોંચ્યો હતો. એ સમયે મુસલમાનો માત્ર વેપાર માટે આવ્યા હતા અને ઇસ્લામનો પ્રચાર શરૃ કર્યો હતો. ઇસ્લામ જો કે નેચરલ ધર્મ છે અને નેચરથી જોડાયેલો છે જેથી ત્યાંની એક મોટી વસ્તી એ ઇસ્લામ ની શિક્ષાઓથી પ્રેરીત થઈ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો. અને ૧૪૩૦ ઇ. માં મુસ્લિમ શાસનનો પાયો નાખ્યો. અરાકાનમાં ૩૫૦ વર્ષ સુધી મુસ્લિમોનું શાસન રહ્યું. મસ્જિદો બનાવવામાં આવી,  કુઆર્ન શીખવા માટેની વ્યવસ્થા કરવામાં આવી. શિક્ષા અને શાળાઓની વ્યવસ્થા કરવામાં આવી. અમન અને શાંતિ તથા ઇન્સાફ જાળવવાના પ્રયત્નો કર્યા.

આજે બર્મા જેને મ્યાનમાર કહેવામાં આવે છે બૌદ્ધના માનવાવાળાઓનો દેશ છે. અરાકાન તેનો એક પ્રાંત છે જે ૨૦ હાજાર ચોરસ માઇલ પર આધારીત છે. એમાં લગભગ ૩૦ લાખથી વધુ મુસલમાનો વસે છે. અરાકાન હકીકતમાં ઐતિહાસીક મહત્ત્વતા ધરાવતો વિસ્તાર એક સમયમાં મુસલમાનોની સત્તાની શરૃઆત ઈ.સ. ૧૪૨૦ માં થઈ. આરાકાનની બાજુમાં બર્મા હતુ જેની પર બૌદ્ધ ધર્મના લોકોની સત્તા હતી. મુસ્લિમ રાજાઓ બોદ્ધોને ગમતા ન હતા. અને ૧૭૮૪માં આરાકાન પર તેમણે હુમલો કરી દીધો. લડાઈ થઈ અને આખરે અરાકાનની હાર થઈ. એને બર્મામાં શામેલ કરી લેવામાં આવ્યો. અને એનુ નામ બદલીને મ્યાનમાર કરી દેવામાં આવ્યું. ૧૮૨૪માં બર્મા ઇંગ્લેન્ડની ગુલામીમાં આવી ગયું. ૧૦૦ વર્ષથી વધારે ગુલામીનું જીવન પસાર કર્યા બાદ ૧૯૪૮માં તેમને આઝાદી મળી. બ્રિચનથી આઝાદી મળ્યાના થોડાક સમય બાદ મ્યાનમારમાં યુનિયન સિટીઝન એક્ટ પાસ કરવામાં આવ્યું જેમાં દરેક લોકોનું નામ શામેલ કરવામાં આવ્યું જેમને મ્યાનમારની નાગરિક્તાનો હક હતો તેમા આ મુસલમાનોને શામેલ કરવામાં આવ્યા નહી. પરંતુ આ એક્ટ દ્વારા એ લોકોને પણ નાગરીક્તા આપવામાં આવી જેમના પરિવાર બે પેઢીઓથી અહી રહે છે. આમ આ એક્ટ દ્વારા ઘણા બધા મુસલમાનોને કામચલાઉ નાગરિક્તા આપી દેવામાં આવી. સાથે આઝાદી પછી સૌ પ્રથમ બુદ્ધિસ્ટોએ મુસ્લિમોની ઓળખ ખતમ કરવા અને તેમને ઘર છોડવા પર મજબુર કરી દીધા. જેથી કરીને ૫ લાખ મુસલમાનો બર્મા છોડવા પર મજબુર થયા. સાઉદી અરબ, પાકિસ્તાન, બંગ્લાદેશ, મલેશિયા, અમેરિકા અને અન્ય દેશોમાં તેઓ શરણાર્થીઓ જેવું જીવન વિતાવી રહ્યા છે.

૧૯૬૨ની સૈન્ય સત્તા પછી મ્યાનમારમાં રોહિન્ગીયા મુસ્લમાનો માટે બધી પરિસ્થિતીઓ નાટકીય રીતે બદલાતી ગઈ. દરેક નાગરીક માટે નેશનલ રજીસ્ટ્રેશન કાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યા, અને રોહિન્ગીયા મુસલમાનો ને દેશ બહારના ગણી તેમને દેશ બહારના ઓળખ પત્રો આપવામાં આવ્યા. જેના લીધે તેમના માટે નોકરીઓ, શિક્ષાઓ, તથા અન્ય સવલતો માટેના દરવાજા બંધ થઈ ગયા. ૧૯૮૨માં ફરી એક કાનુન પાસ કરવામાં આવ્યો જેના અંતર્ગત રોહિન્ગીયા મુસલમાનો મ્યાન્મારમાં રહેતા કોઈ પણ વર્ગ સાથે સંબંધ ધરાવતા નથી. એ સિવાય નાગરીકતા માટે ત્રણ સ્ટેપનું ચલણ કરવામાં આવ્યું. જેમાં ઓછામાં ઓછી શર્ત એ હતી કે નાગરિક્તા લેવા વાળા પાસે એ વાત નો પૂરાવો હોય કે તે અથવા તેનો પરિવાર ૧૯૪૮ પહેલાથી અહીંયા રહે છે. લખાણ ન હોવાથી એક મોટી વસ્તીની નાગરીક્તા છીનવી લેવામાં આવી. અને મુસલમાનો પર શિક્ષા, નોકરી, ધાર્મિક રિવાજો, અને અન્ય મૂળભૂત સવલતો પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યા. જે અત્યાર સુધી ચાલુ છે. આ લોકો ન તો વોટ આપી શકે છે, ન તો મેડિકલ અથવા કાનુન ક્ષેત્રોમાં જઈ શકે છે અને ન તો કોઈ પોતાના ધંધો રોજગાર કરી શકે છે.

અંતમાં આ પરિસ્થિતિમાં એક ભારતીય મુસ્લિમ તરીકે આપણે શું કરવું જોઈએ? અહીં એ ચોક્કસ રહેવુ જોઈએ કે આ સમસ્યા માત્ર મુસલમાનોની નથી, આ સમસ્યા માનવીના હક્કોની છે, જે દરેક વ્યક્તિ અને દરેક સત્તા સાથે સંબંધ ધરાવે છે. પ્રથમ ચરણમાં માનવી પ્રત્યે સહાનુભૂતી હોવાને લીધે સરકારે પોતાના કડક વલણથી દુર રહેવું જોઈએ, દરેક ભારતીય એ અને ખાસ કરીને મુસલમાનોએ કાયદાકીય મર્યાદામાં રહીને જેમની પર અત્યાચાર થયા છે તેમની મદદ કરવી જોઈએ. બીજી બાજુ દેશબંધુઓ સાથે આપણા સંબંધો સહાનુભૂતીવાળા રહે તેના પ્રયત્નો કરવા જોઈએ. એમના દુઃખમાં શામેલ થઈએ, એમની મદદ કરીએ, અને સાથે સાથે ઇસ્લામની શિક્ષા તેમના સુધી પણ પહોંચાડીએ. આ બધા કાર્યોમાં આપણે ભારતીય મુસ્લિમોએ તુરતજ કાર્યરત થઈ જવુ જોઈએ. એટલા માટે નહીં કે આપણે અત્યારે કે ભવિષ્યના કોઈ ભય થી આવુ કરીએ છીએ બલ્કે અલ્લાહ તરફથી એક મુસલમાનને આવું કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. યાદ રાખજો જે આલ્લાહના આદેશો મુજબ પોતાનું જીવન વ્યતિત કરે છે તે જ દુનિયા અને આખિરતમાં સફળતા મેળવે છે. /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments