Wednesday, January 22, 2025
Homeઓપન સ્પેસભારતીય મુસ્લિમ યુવાનોને ખુલ્લો પત્ર

ભારતીય મુસ્લિમ યુવાનોને ખુલ્લો પત્ર

દરરોજ મીડિયામાં કોઈ ને કોઈ એવા સમાચાર જરૃર હોય છે જેમાં મુસ્લિમોને ડાયરેક્ટલી ટાર્ગેટ કરવામાં આવે છે. આ બધાંની પાછળ એક તંત્ર કાર્ય કરી રહ્યુ છે જે દેશની સૌથી મોટી લઘુમતી સમુદાયની છબીને વર્ણનાત્મક રીતે બગાડવા માંગે છે, જ્યારે તે સમુદાયે સ્વતંત્રતાની લડાઈમાં ભાગ લીધો, સરહદની આ તરફમાં રહેવાનું નક્કી કર્યું અને આ રાષ્ટ્રના વિકાસમાં હંમેશા યોગદાન આપતો રહ્યો.

અમે આ નથી કહી રહ્યા કે દરેક બહુમતી લોકો આજના આ રાજકીય પ્રોપેગંડામાં ભાગીદાર છે, તેમ છતાં તો પણ આનો ઇન્કાર કરી શકાય નહીં કે પાછલા ત્રણ વર્ષોમાં મોટા પ્રમાણમાં એક મોટો ઉન્માદ ઊભો કરવામાં આવ્યો જે દરેક શક્ય કારણોના આધાર પર મુસ્લિમોને પોતાના તિરસ્કારનો ભોગ બનાવે છે.

દુષ્પ્રચારના વ્યાપક તંત્રના ઉદ્દેશ્ય મુખ્યત્વે ત્રણ છે :

૧. દેશનું ધ્યાન જનતાના સામાન્ય મુદ્દોઓથી વિચલિત કરવા કે જેથી લોકો વિકાસ, આર્થિક વૃદ્ધિ, નોકરી, પીડીએસ કૌભાંડ, વ્યાપમ કૌભાંડ અને સત્તા ઉપર મૂડીવાદીઓના આધિપત્ય જેવા મુદ્દાઓ ઉપર ન વિચારી શકે અને પ્રશ્નો ન પૂછી શકે.

૨. મુસ્લિમ યુવાનોને બિનઉપયોગી ચર્ચાઓમાં ગૂંચવી દેવા અને અસલ મુદ્દાઓથી દૂર રાખવા. ટ્રિપલ તલાક, હલાલા, યૂસીસી, મદ્રસાઓમાં બળજબરી રાષ્ટ્રગાન, ગૌરક્ષાના નામે મુસ્લિમોને મારી નાખવા અથવા લવ જિહાદ જેવા મુદ્દાઓ તેમના આ જ ઉદ્દેશ્યનો ભાગ છે. આવી રીતે મુસ્લિમ સમુદાયને આ મુદ્દાઓમાં ગૂંચવી પછાતપણામાં ધકેલવાના પ્રયત્નો હોય છે.

આનો અંદાજો લગાવવો ઘણો મુશ્કેલ છે કે આપણા સમુદાયનો કેટલો સમય અને સામૂહિક ક્ષમતાઓ આ બધા મુદ્દાઓ ઉપર પ્રતિઉત્તર આપવામાં બગાડ થઈ રહ્યો છે.

આ સ્થિતિ અવિશ્વસનીય રીતે આપણા સમુદાય અને રાષ્ટ્ર માટે હાનિકારક છે.

૩. ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિને અનુસરી લાંબા સમય સુધી તેનો રાજકીય લાભ મેળવવો.

આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી મુસ્લિમો અને ખાસ કરીને યુવાનો શું કરવું જોઈએ, એ અંગે મારા કેટલાક સૂચનો છે, જે અંગે હું સમજૂં છું કે આપણે આ સ્થિતિમાં બહાર આવી શકીશું અને રાજનીતિના આ ગંદા ખેલને હરાવવામાં તેનાથી મદદ મળી શકે છે.

* પ્રથમ અને મહત્ત્વપૂર્ણ વાત આ છે કે તમે પોતાના જીવનમાં શિક્ષણ, કારકિર્દી – વ્યવસાય, સામાજિક કાર્યથી સંબંધિત અથવા જે પણ તમે કરી રહ્યા છો તેના ઉદ્દેશ્ય ઉપર તમારૃં ધ્યાન કેન્દ્રિત કરો.  મીડિયા અને એવી ઘટનાઓ ઉપર વધારે ધ્યાન ન આપો જેે તમારા જીવનના ઉદ્દેશ્યથી તમને  ભટકાવે અને બિનઉપયોગી ચર્ચામાં તમારો સમય બરબાદ કરે.

* રિયાલિસ્ટિક (વાસ્તવ-વાદી) બનો અને લાગણીઓના પ્રવાહમાં ન વહી જાઓ જેમ કે આપણે આપણા ઇતિહાસમાં કરી ચૂકયા છીએ. મીડિયામાં આવતા કોઈ પણ સમાચાર ઉપર અતિપ્રતિક્રિયાથી બચવું.

* યાદ રાખો કે, સત્તામાં કોણ છે એ જોયા  વિના આપણી ઉપર રાષ્ટ્ર સુધારણાનું કાર્ય કરવાની ફરજ છે. રાષ્ટ્ર અને સત્તા પક્ષ બન્ને જુદા છે. રાષ્ટ્રને પોતાની ક્ષમતા અનુસાર યોગદાન આપતા રહો. રાજકીય પક્ષો આવે છે અને જાય છે પરંતુ રાષ્ટ્રથી આપણો સંબંધ ક્યારેય બદલાતો નથી.

* રચનાત્મક ડિસ્કશનમાં ભાગ લો અને નકારાત્મકતાથી બચો. અમુક કાર્યક્ષમ લોકો છે જે આ બધાને સારી રીતે મેનેજ કરી શકે છે તો આ કાર્યો તેમને જ કરવા દો, કારણ કે કોઈ આ મુદ્દા ઉપર ચર્ચા માટે કુશળ નથી. આના માટે પોતાની ઊર્જા બરબાદ કરવાના બદલે જો તમે સારા કાર્યો કરી શકો છો તો તેના ઉપર વધારે ધ્યાન આપો.

* સત્યની શોધ કરી તેને જાણવાના પ્રયત્નો કરો, કારણ કે જ્યાં સુધી તમે સ્વયં પોતે ન જાણી લો તો બીજાને કેવી રીતે પ્રસ્તુત કરશો. યાદ રાખો કે અલ્લાહ જ છે જે સર્વશક્તિમાન અને તમારો આધાર છે.

* આટલું જ નહીં બલ્કે આ પ્રાર્થના પણ કરતા રહો કે આપણા સુંદર દેશમાં શાંતિ અને સદ્ભાવના હંમેશા પ્રચલિત રહે.

અંતમાં મારા બધા મિત્રોથી નિવેદન છે કે ભારતની અસલ અવધારણાના રક્ષણ માટે અવાજ ઉઠાવો અને પોતાનું યોગદાન આપો. /

(લેખક, સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક  ઑર્ગેનાઇઝેશન ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને ક્વિલ ફાઉન્ડેશનના સ્થાપક છે.)

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments