Friday, January 3, 2025
Homeબાળજગતમુસીબતમાં કામ આવવું

મુસીબતમાં કામ આવવું

સફેદ મરઘીને પોતાની સાથીઓની નિર્દયતા ઉપર ખૂબજ ક્રોધ આવ્યો અને તે સૌને એ બતક ઉપર શિકારી દ્વારા કરાયેલ જુલમ અટકાવવા ખૂબજ વિનવણી સાથે બોલી, ‘બહેનો ! આનો જીવ જોખમમાં છે. હાલમાં આપણે મોટી સંખ્યામાં છીએ અને બહુ સહેલાઈથી તેના પ્રાણ બચાવી શકીએ છીએ.’

આ સાંભળી બીજી મરઘીઓએ કહ્યું, ‘અરે…… આ ન તો આપણી જ્ઞાાતિ કે જાત-બિરાદરીની છે અને ન જ અન્ય… ભલા આની મદદ કરીને આપણને શું મળશે ?’ સફેદ મરઘીએ આ સાંભળી જવાબમાં ગુસ્સેથી કહ્યું, ‘ઠીક છે, આ આપણી જ્ઞાાતિ કે જાત-બિરદરીની નથી, પરંતુ આપણી જેમ જ ખુદાની મખ્લૂક (સર્જન) ઔતો છને ?’

સફેદ મરઘીની ખરી-ખરી વાતો સાંભળીને સૌના મોઢા બંધ થઈ ગયા, અને તે બધી ચાલી ગઈ. તેમને જતી જોઈને તે દોડતી દોડતી બતક પાસે આવી, તેને દિલાસો કે સાંત્વના આપી. સાથે જ જલ્દી જલ્દીપોતાની ચાંચ તથા પંજા વડે તેને મુકત કરવા પ્રયત્ન કરવા લાગી. આ પ્રયત્નમાં તે પોતે પણ ખરાબ રીતે જખ્મી થઈ ગઈ, પરંતુ તે હિંમત હારી નહીં અને તેને મુકત કરાવવામાં સફળ થઈ ગઈ. બતકે પહેલા ખુદાનો અને પછી મરઘીનો આભાર વ્યકત કર્યો.

આ ઘટનાના થોડાક દિવસો બાદ એ જ ગામમાં પૂર આવ્યો, અને આખા ગામમાં અંધાધૂંધી મચી ગઈ. જેમાં એ બધી ઘમંડી મરઘીઓ અને તેમની સાથે એ સફેદ મરઘી પણ સામેલ હતી, જીવ બચાવવાનો કોઈ રસ્તો સૂઝતો કે સમજમાં આવતો ન હોવાથી તેઓ પાંખો ફફડાવીને એક ઝાડ ઉપર પહોંચી ગઈ. નાનકડા જીવ ચારે બાજુ પાણી જ પાણી જોઈને ગભરાઈ ગઈ હતી. તેમને પાણીમાં ચારે બાજુ પોતાનું મોત ભમતું દેખાઈ રહ્યું હતું.

થોડાક જ સમય વીત્યો હશે કે એ જ બતક તરતી તરતી સફેદ મરઘી નજીક આવી અને તેની ખૈરિયત પૂછી. ત્યારબાદ બાકીની ઘમંડી મરઘીઓને પણ કહ્યું કે, ‘બહેનો ! ગભરાવ નહીં. હું તમારી શકય એટલી તમામ સહાય કરીશ.’ ત્યાર પછી એ બતકે પોતાની સાથી સહેલી બતકોને બોલાવી એ તમામ બતકોએ બધી મરઘીઓને પોતપોતાની પીઠો ઉપર બેસાડીને કોરી જમીન ઉપર પહોંચાડી દીધી. કોરી જમીન પર પહોંચતા જ બધી મરઘીઓએ અલ્લાહનો આભાર માન્યો અને સાથે જ બતક સામે લજ્જિત કે શર્િંમદા થઈ માથું નીચું કરી પોતાના અગાઉના એ દુર્વ્યવહાર બદલ માફી માગવા લાગી.

મરઘીઓના જીવ બચાવવાના પ્રયત્નોમાં બતકોને ખૂબજબ શ્વાસ ચઢી ગયો હતો. તેમને ખૂબજ થાક અને દુઃખાવો થઈ રહ્યો હતો. એ બતકે ખૂબજ પ્રેમપૂર્વક કહ્યું, ‘બહેનો ! મારાથી માફી માગી મને શર્િંમદા કે લજ્જિત ન કરો. પોતાની ભૂલનો અહેસાસ થઈ જવો જ સૌથી મોટી સજા અને માફી છે. બસ હવે પછી આટલું યાદ રાખજો કે મુસીબત સમયે કોઈ મજબૂર તથા લાચાર કે વિવશના કામમાં આવવું સૌથી મોટી ખિદમત/ સેવા તથા ઇબાદત છે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments