Friday, December 27, 2024
Homeઓપન સ્પેસમુહમ્મદ મુરસી: રાષ્ટ્રપતિથી શહાદત સુધી

મુહમ્મદ મુરસી: રાષ્ટ્રપતિથી શહાદત સુધી

૧૭મી જૂન ૨૦૧૯ના રોજ ડા. મુહમ્મદ મુરસી ટ્રાયલ કોર્ટમાં પોતાની રજૂઆત કરતા કરતા ઢળી પડ્યા. તબીબી તપાસ પછી તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા. તેમને જાનારાઓ કહે છે કે તેઓ ડાયાબિટિક પેશેન્ટ હતા અને બીજી ઘણી બીમારીઓથી પીડિત હતા. તેમને જરૂરી તબીબી સહાય આપવામાં ન હોતી આવી. અને કોર્ટમાં ઢળી પડ્યા પછીના ત્રણ કલાક સુધી તેમને કોઈ સારવાર આપવામાં આવી ન હતી. ડા. મુહમ્મદ મુરસી ઇજિપ્તના પાંચમા રાષ્ટ્રપતિ તેમજ ઇજિપ્તના પાંચ વર્ષના ઇતિહાસમાં એકમાત્ર ચૂંટાયેલા રાષ્ટ્રપતિ હતા.!

૨૦૧૦માં શરૂ થયેલ આરબ સ્પ્રીંગની અસરો ઇજિપ્ત પણ પહોંચી હતી. ત્યાંની જનતા હોસની મુબારકના ૩૦ વર્ષના ‘નામુબારક’ સમય ગાળા દરમ્યાન ભ્રષ્ટાચાર, પોલીસ દમન, બેરોજગારી, ગરીબી અને ફુગાવાથી ત્રસ્ત હતી. (આમ જાવા જઈએ તો આખું અરબ જગત સરમુખ્ત્યારોથી ભરેલું છે. ત્યાં ઇલેકશન થતાં નથી પણ રાજાના વંશજામાંથી કાં તો સેનામાંથી કોઈને પ્રજા પર ઠોકી બેસાડવામાં આવે છે. અને પછી તેઓ જનતાને પોતાની મરજી મુજબ જીવન જીવવા મજબૂર કરે છે.) તેહરીર સ્ક્વેર પર લાખો લોકોના ધરણાં સફળ થયા અને હોસની મુબારકના દોરનો અંત આવ્યો.

લોકોએ લોકશાહી ઢબે ચૂંટણીની માંગ કરી જેમાં ઇખ્વાનુલ મુસ્લિમીને ફ્રિડમ એન્ડ જસ્ટીસ પાર્ટીની રચના કરી અને તેના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ડા. મુહમ્મદ મુરસીને પ્રોજેક્ટ કર્યા. ડા. મુહમ્મદ મુરસીની સ્પષ્ટ અને ઈમાનદાર છબીથી લોકો પ્રભાવિત હતા. તેથી તેમણે ડા. મુરસીને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટી કાઢ્યા. ડા. મુરસી ઇસ્લામી શરીઅત કાનૂનના પ્રખર હિમાયતી હોઈ તેમણે ઇઝરાયલના ગાઝા પર થતા અત્યાચાર અને જમીનની ઉછાપતનો ખુલ્લો વિરોધ કર્યો. તેમણે તેને સસ્તા દરે પૂરૂં પાડવામાં આવતા બળતણની પણ પૂરી કીંમત વસૂલ કરી હતી અને ઇસ્લામી શરીઅતના કાયદા અનુસાર બંધારણનો નવો મુસદ્દો પણ તૈયાર કરાવ્યો હતો. તેમણે જર્મની, ઈરાન, પાકિસ્તાન, ભારત, ઇથોપિયા વિ. દેશોની મુલાકાત કરી દેશને Âસ્થર કરવાના અનેક પ્રયત્નો કર્યા હતા. તેમણે દેશની આર્થિક Âસ્થતિને સુધારવા માટે ઉદ્યોગોને પ્રોત્સાહન રૂપે સુએેઝ કેનાલ નજીક ઇન્ડસ્ટ્રીયલ હબનો વિકાસ કરવાનું આયોજન કર્યું હતું. જે માટે તેમણે યુરોપિયન બેંક તરફથી એક બિલિયન યૂરોની સહાય તેમજ કતરથી આઠ બિલિયન ડોલરની સહાય મેળવી હતી. તેમણે પેલેસ્ટીનથી ઇજિપ્ત વચ્ચેના અવરોધો દૂર કર્યા હતા. અને મફત સારવાર આપવાનો પ્રસ્તાવ પણ કર્યો હતો.

દુનિયા સાક્ષી રહી છે કે શાંતિ, ન્યાય અને સુખાકારીની સ્થાપના કરવાની રાહ પર લૂંટારાઓ અને અત્યાચારીઓ રોડા જરૂર બને છે. મુહમ્મદ મુરસીની તત્ત્વદર્શિતા અને પારદર્શિતાને ઇઝરાયલ-અમેરિકા પચાવી ન શક્યા. તેથી તેમણે મુરસી સામે પૈસાના જારે લોકો ભેગા કર્યા, પેઇડ મીડિયાનો ઉપયોગ કરી મુરસી શાસનને હચમચાવવાનો પ્રયત્ન કર્યો. અમેરિકા-ઇઝરાયલની સાથે સાથે સઊદી પણ ભયભિત હતો કે લોકશાહીની ચળવળ તેમના ઘર સુધી આવી ન જાય અને તેમના કિલ્લાઓ ધરાશાયી ન થઈ જાય. તેથી તેમણે મુરસી સરકારને ઉથલાવવા  અને લોકજુવાળ ઊભું કરવા માટે દસ મીલિયન ડોલર અમેરિકા-ઇઝરાયલને ઇજિપ્તમાં આપ્યા હતા.

છેવટે મુરસી કેબિનેટનો ડિફેન્સ મિનિસ્ટર અબ્દુલ ફત્તાહ અલ-સીસી મુરસી સરકાર ઉથલાવવામાં સફળ થયો. ૩ જુલાઈ ૨૦૧૩માં દુનિયાએ આ દૃશ્ય પણ જાયું કે સેનાએ બિલ્કુલ ગેરબંધારણીય રીતે, લોકશાહી ઢબે ચૂંટાયેલ સરકારને વેર-વિખેર કરી નાંખી અને મુરસી સહિત જેટલા પણ ઇસ્લામ અને ન્યાય પસંદ લોકો હતા તેમને જેલમાં પૂરી દીધા.

૩ જુલાઈ ૨૦૧૩ થી ૧૬ જૂન ૨૦૧૯ સુધીના સમયગાળા દરમ્યાન સેંકડો ઇખ્વાનીઓને જેલ ભેગા કરવામાં આવ્યા અને કેટલાકને ફાંસીના માંચડે ચઢાવવામાં આવ્યા. મુરસીના અકાળ મૃત્યુને તેમની હત્યાથી સરખાવવામાં આવી રહ્યું છે. તુર્કીના રાષ્ટ્રપતિએ ખબર સાંભળતાં જ મુરસીને શહીદ તરીકે સંબોધિત કર્યા હતા અને સેનાને વખોડી કાઢી હતી. આમ મુરસી અલ્લાહના જવારે રહેમતમાં પહોંચી ગયા. તેમના દીકરા અહમદે ખબર સાંભળતાં જ કહ્યું કે, અબ્બા! આપથી જન્નતમાં મુલાકાત થશે. ઇન્શાઅલ્લાહ. તેમની નમાઝે જનાઝા અને તદફીન ફકત તેમના બે દીકરા અને તેમના વકીલ સમક્ષ કરવામાં આવી. તેમનો જનાઝો તેમના ઘરવાળાઓને સોંપવામાં નહોતો આવ્યો. તેમની પત્ની નજલા મુરસીએ કહ્યું કે, “હું મારા પતિનું શવ લેવા માટે આ જાલિમોથી ભીખ નહીં માંગું.”

મુરસી હાફિઝે કુરઆન પણ હતા અને મેટાલર્જીક એન્જીનિયર પણ હતા. તેમણે ૧૯૮૦માં નાસાને સ્પેસ એન્જીન બનાવવામાં પણ મદદ કરી હતી. આવા મુહમ્મદ મુરસી કે જે દેશ અને દેશના નાગરિકોને ઇજ્જત સંમાન અપાવવા માટે કાર્યરત્‌ હતા તેમની હત્યા કરી, સેનાએ એક મહ¥વના માનવીયની પાક અને દુર્લભ સેવાઓથી વંચિત કરી દીધા.

આવા અત્યાચાર વર્ષોથી ઇજિપ્તના હોદ્દેદારો સાથે કરવામાં આવી રહ્યા છે. હસનુલ બન્ના શહીદ, સૈયદ કુત્બ શહીદ, અબ્દુલ કાદર ઉદા શહીદ અને મુહમ્મદ મુરસી શહીદ, આ લિસ્ટ ખૂબ લાંબું છે અને આ લિસ્ટમાં પોતાનો ઉમેરો કરવા માટે ઇસ્લામનો પ્રભુત્વ પૂરી દુનિયામાં ફેલાઈ જાય તે માટે પ્રયત્નશીલ રહેશે. દુનિયાના દરેક ખૂણે જ્યાં ઇસ્લામને કાયમ કરવા માટે લોકો કાર્યરત્‌ છે તેમને જુદી જુદી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે અને જરૂર પડે તેમનો જીવ પણ લેવાથી બાતિલ ખચકાટ અનુભવતો નથી. આ કુર્બાની અને આ સંઘર્ષ ઇસ્લામી પ્રભુત્વની પૂર્વ શરત છે. અલ્લાહને રાજી કરવા માટે તેના બંદાઓ કાર્યરત્‌ છે અને રહેશે. તેમને આ રીતે શહીદ કરી દેવાથી તેઓ ડરશે નહીં અને પાછળ રહેશે નહીં.

અલ્લાહ.. સેના અને સેના પાછળના લોકો કે જેઓ ઇસ્લામ દુશ્મનીમાં છડેચોક માનવ હક્કો અને મૂલ્યોનો ઉલંઘન કરી રહ્યા છે તેમનો સખત હિસાબ કરે અને ઇસ્લામના સંઘર્ષમાં પૂરી દુનિયામાં જે લોકો જ્યાં પણ પ્રયત્નશીલ છે તેમની મદદ કરે અને આસાનીઓ પેદા કરે. –•–

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments