Wednesday, January 15, 2025
Homeમાર્ગદર્શનકુર્આન...સમસ્ત જગતવાસીઓ માટે એક ઉપદેશ છે

…સમસ્ત જગતવાસીઓ માટે એક ઉપદેશ છે

અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

જ્યારે સૂર્ય લપેટી દેવામાં આવશે, અને જ્યારે તારાઓ વિખેરાઇ જશે, અને જ્યારે પર્વતો ચલાવવામાં આવશે, અને જ્યારે દસ મહિનાની ગાભણી ઊંટણીઓ પોતાના હાલ પર છોડી દેવામાં આવશે, અને જ્યારે જંગલી પશુઓ સમેટીને એકત્ર કરી દેવામાં આવશે, અને જ્યારે સમુદ્રો સળગાવી દેવામાં આવશે, અને જ્યારે આત્માઓ (શરીરોથી) જોડી દેવામાં આવશે, અને જ્યારે જીવતી દાટવામાં આવેલી બાળકીને પૂછવામાં આવશે કે તે ક્યા અપરાધ માટે મારી નાખવામાં આવી ? અને જ્યારે કર્મનોંધો ખોલવામાં આવશે, અને જ્યારે આકાશનું આવરણ હટાવી દેવામાં આવશે, અને જ્યારે જહન્નમ (નર્ક) ધગધગાવવામાં આવશે, અને જન્નત (સ્વર્ગ) નજીક લઇ આવવામાં આવશે, તે સમયે દરેક મનુષ્યને ખબર પડી જશે કે તે શું લઇને આવ્યો છે. તો નહીં, હું સોંગદ ખાઉં છું પલટનારા અને છૂપાઇ જનારા તારાઓના ! અને રાત્રિના જ્યારે કે તે વિદાય થઇ અને પ્રભાતના જ્યારે તેણે શ્વાસ લીધો, વાસ્તવમાં આ એક પ્રતિષ્ઠિત સંદેશવાહકના બોલ છે જે ખૂબ શક્તિશાળી છે, અર્શવાળા (સિહાસનના માલિક)ના ત્યાં ઉચ્ચ પદવાળો છે, ત્યાં તેને આજ્ઞાને માનવામાં આવે છે, તે ભરોસાપાત્ર છે. અને (હે મક્કાવાસીઓ !) તમારો સાથી ઉન્માદી નથી, તેણે તે સંદેશવાહકને સ્પષ્ટ અને સાફ ક્ષિતિજ પર જોયો છે. અને તે પરોક્ષ (ના આજ્ઞાનને લોકો સુધી પહોંચાડવા)ની બાબતમાં કંજૂસ નથી. અને આ કોઇ હડધૂત શેતાનના બોલ નથી. પછી તમે લોકો કઇ તરફ જઇ રહ્યા છો ? આ તો સમસ્ત જગતવાસીઓ માટે એક ઉપદેશ છે, તમારામાંથી તે દરેક વ્યક્તિ માટે જે સન્માર્ગ પર ચાલવા ઇચ્છતો હોય. અને તમારા ઇચ્છવાથી કંઇ થતું નથી જ્યાં સુધી સમગ્ર સૃષ્ટિનો રબ (માલિક અને પાલનહાર) અલ્લાહ ન ઇચ્છે.

(સૂરઃઅત્-તકવીર)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments