ચાંદની રાત હતી, હુ ખાટલા પર સૂતો હતો. હજી ગાઢ નિદ્રા છવાઈ ન હતી, કે એવામાં આસપાસ કંઈક ગુસપુસ થતી સંભળાઈ. ધ્યાન આપ્યું તો જણાયું કે મારા જ હાથ, પગ, આંખો અને કાનો વચ્ચે કંઈક વાતચીત થઈ રહી હતી. વચ્ચે મિયાં પેટ પણ બેસેલા હતા, હાથ સૌને કહી રહ્યો હતોઃ
“દોસ્તો! આ મારો માલિક, આ જ અહેમદ સઈદ જેનો હું હાથ કહેવાઉં છું, જુઓ તો હજી છે કેટલો, પરંતુ ખૂબ જ બે-મુરવ્વત અને બેઈમાન છે. અલ્લાહ મિયાંએ જે નાની સરખી સત્તા તેને શું આપી દીધી કે પોતાની મરજીથી પણ કંઈ કરી શકે છે, તો તે અંકુશમાં ન રહ્યો. ખુદાને ભૂલી ગયો, ઘમંડ કરવા લાગ્યો. અલ્લાહ મિયાંએ મને તેના વશમાં કરી દીધો. હોવું તો આ જોઈતું હતું કે મારા વડે ખૈરાત કરતો. પરંતુ તે કરે આ છે કે લોકોના પૈસા ઝૂંટવે છે. પોતાનાથી કમજોર બાળકોને લાફા મારે છે, મારપીટ કરે છે. જુઓ તો શાળાએ જવામાં ગેરહાજર પણ રહે છે. વાંચે કંઈ છે, લખે કંઈ છે. એક દિવસે એક કાગળ ઉપર ગાળો લખીને શૌકતને આપી. ગંદા ગીતો લખી લખીને દરરોજ જ વ્હેંચે છે. તૌબા તૌબા! કેટલો ખરાબ છે મારો આ માલિક અહેમદ સઈદ! હું તો આનાથી પરેશાન થઈ ગયો છું.”
ચાંદની રાત હતી, હુ ખાટલા પર સૂતો હતો. હજી ગાઢ નિદ્રા છવાઈ ન હતી, કે એવામાં આસપાસ કંઈક ગુસપુસ થતી સંભળાઈ. ધ્યાન આપ્યું તો જણાયું કે મારા જ હાથ, પગ, આંખો અને કાનો વચ્ચે કંઈક વાતચીત થઈ રહી હતી. વચ્ચે મિયાં પેટ પણ બેસેલા હતા, હાથ સૌને કહી રહ્યો હતોઃ
“દોસ્તો! આ મારો માલિક, આ જ અહેમદ સઈદ જેનો હું હાથ કહેવાઉં છું, જુઓ તો હજી છે કેટલો, પરંતુ ખૂબ જ બે-મુરવ્વત અને બેઈમાન છે. અલ્લાહ મિયાંએ જે નાની સરખી સત્તા તેને શું આપી દીધી કે પોતાની મરજીથી પણ કંઈ કરી શકે છે, તો તે અંકુશમાં ન રહ્યો. ખુદાને ભૂલી ગયો, ઘમંડ કરવા લાગ્યો. અલ્લાહ મિયાંએ મને તેના વશમાં કરી દીધો. હોવું તો આ જોઈતું હતું કે મારા વડે ખૈરાત કરતો. પરંતુ તે કરે આ છે કે લોકોના પૈસા ઝૂંટવે છે. પોતાનાથી કમજોર બાળકોને લાફા મારે છે, મારપીટ કરે છે. જુઓ તો શાળાએ જવામાં ગેરહાજર પણ રહે છે. વાંચે કંઈ છે, લખે કંઈ છે. એક દિવસે એક કાગળ ઉપર ગાળો લખીને શૌકતને આપી. ગંદા ગીતો લખી લખીને દરરોજ જ વ્હેંચે છે. તૌબા તૌબા! કેટલો ખરાબ છે મારો આ માલિક અહેમદ સઈદ! હું તો આનાથી પરેશાન થઈ ગયો છું.”
હાથ ચુપ થયો તો પગ બોલ્યોઃ “હા યાર! આ આવો જ છે. મને જ જોઈ લો. કેવો હેરાન-પરેશાન કરે છે, અલ્લાહ મિયાંએ મને પણ તેના વશમાં કરી દીધો છે. તેણે મસ્જિદ તરફ જવું જોઈતું હતું, અલ્લાહની મરજી મુજબ કાર્યોમાં દોડભાગ કરવી જોઈતી હતી, પરંતુ તે કરે છે શું? આમ-તેમ ભટકે છે, રખડે છે.
તમે સમજયા? અરે ભાઈ, તે વ્યર્થમાં આમ-તેમ બૂરા કામો માટે ચક્કર લગાવે છે. લડાઈ-ઝઘડા તરફ દોડે છે. બૂરા કે ખરાબ રમતો તરફ દોડે છે. બીજા છોકરાઓને આંટી લગાવી તેમને પાડી દે છે. ઠોકરો મારે છે. ભાઈ હાથ! તમે તદ્દન ખરૃં કહ્યું. આપણો આ અહેમદ સઈદ ખૂબ જ ખરાબ છે. હું પણ પરેશાન છું તેનાથી.”
પગ ચુપ થયો તો આંખ ફડકીને બોલીઃ “જી હા, તે આવો જ છે. જુઓને! અલ્લાહમિયાંએ મને તેના ચહેરા ઉપર કેટલું સરસ સ્થાન આપ્યું છે. મારા કારણે કેટલી સુંદરતા આવી ગઈ છે તેના ચહેરામાં. ભાઈ હાથ અને પગ! તમે બન્નેએ તદ્દન યોગ્ય જ કહ્યું કે અલ્લાહ મિયાંએ તેને આપણી ઉપર થોડી-ઘણી સત્તા શું આપી દીધી કે તે અંકુશમાં ન રહ્યો. ઇતરાતો ફરે છે. તેણે આપણી પાસે અલ્લાહ મિયાંની મરજી મુજબ કામ લેવું જોઈતું હતું, કુઆર્નનું અધ્યયન કરવું જોઈતું હતું, હદીસ વાંચવી જોઈતી હતી, સારા સારા પુસ્તકો જોવા જોઈતા હતા. પરંતુ આના બદલે તે મારી પાસે પણ ઊંધા કામો જ કરાવતો રહ્યો. નિર્લજ્જતાથી મને મટ-મટાવે છે. નૃત્ય જુએ છે, ખરાબ પુસ્તકો વાંચે છે. તમે લોકો તદ્દન ખરૃં કહો છો કે અમારો આ માલિક અહેમદ સઈદ ખૂબ જ શેતાન છે. સમજાતું નથી કે આનાથી કેવી રીતે છુટકારો મળે.”
હજી આંખ કોણ જાણે કેટલીવાર સુધી ફડકી ફડકીને ફરિયાદ કરતી કે એટલામાં કાન બોલી ઊઠયોઃ “સાથીઓ! બિલ્કુલ ઠીક, મારી હાલત પણ તદ્દન તમારા જેવી જ છે. જ્યારે આ જુએ છે કે સારી વાતો મારી અંદર આવી રહી છે, તો તે ભાગી જાય છે. મારામાં આંગળીઓ ઠૂંસી દે છે. બૂરી વાતો, ગાળો, ગીબતની વાતો સાંભળવી તેને ખૂબ જ ગમે છે.”
કાન હજી આટલું જ કહી શકયો હતો કે મિયાં પેટ “ઉફ અલ્લાહ, ઉફ અલ્લાહ” કરીને બોલ્યોઃ “ભાઈઓ! જરા મારી તરફ જુઓ. હું તો તમારા સૌ કરતાં વધુ સઈદથી ઘભરાઉં છું. રાત-દિવસ અંગારાઓથી મને ભરતો રહે છે. હરામ-હલાલની તેને પરવા જ નથી. ચોરીના લાડુ હોય, ઝૂંટવેલી રેવડીઓ હોય, ધોકો આપીને લાવેલી ટોફી હોય, કે બીજું કંઈ, તેને આ વાતની ચિંતા જ નથી હોતી કે આવી આવકથી અલ્લાહમિયાં નારાજ થાય છે. ન તો તેને આની પરવા હોય છે કે આવા કાર્યોથી ઇસ્લામ બદનામ થાય છે. બસ મને ભરવાથી જ તેને મતલબ હોય છે. ભાઈઓ! મારાથી તો હવે તેનું કહેલુંં માનવું મુશ્કેલ છે. પરંતુ શું કરૃં? એકલો છું. એકલો ચણો ભાડ કેવી રીતે ફોડી શકે છે?”
મિયાં પેટ આ રીતે છંછેડાઈને ખામોશ થયા તો દિલ અને દિમાગે આ જ પ્રકારની વાતો કરી અને પછી રૃંવે-રૃંવો આ જ રોદણા રોવા લાગ્યો. જીભ અત્યાર સુધી ચુપ હતી. સૌથી છેલ્લે તે રહેકી તો આ કેઃ “અરે! તો પછી આ રીતે રોવા-ધોવાથી શું થવાનું છે. કરી નાંખોને કોઈ નિર્ણય. અને હા, મિયાં દિલ અને દિમાગ સાહેબ! અમારામાં તો તમે જ બન્ને આગેવાન છો. પરસ્પર સલાહ-મસ્લત કરીને જણાવો કે આપણે શું કરવું જોઈએ!”
જીભ આ રીતે ખુલી તો દિલે દિમાગની તરફ જોયું અને દિમાગે દિલની તરફ, અને પછી જીભની તરફ ઇશારો કર્યો અને જીભ પોકારી ઊઠીઃ “બહિષ્કાર, હડતાળ!”
“બહુ સરસ, પરંતુ આપણી માગણીઓ શું હશે?” હાથ, પગ, આંખ, કાન અને નાક વિ. સૌએ પૂછયું.
“આપણી માગણીઓે?” જીભે દિલની તરફ જોયું. દિલે દિમાગથી સલાહ-મસ્લત કરી. પછી દિમાગે દિલને કહ્યું. દિલે જીભને ટેલિફોન કરી દીધો અને જીભે એલાન કર્યુંઃ “આપણી માગણીઓે માત્ર આ છે કે અમારાથી એ જ કામ લેવામાં આવે કે જેનાથી આપણે સહુનો સર્જનહાર રાજી થાય.”
જીભે આ એલાન કર્યું તો એકદમ સન્નાટો છવાઈ ગયો અને એ સન્નાટા સાથે મારી નજરો સમક્ષ અંધકાર છવાઈ ગયો. હવે હું ચાહું છું કે કંઈક જોઉં, ખૂબ જ આંખો પહોળી કરી કરીને પ્રયત્ન કરૃં છું, પરંતુ કંઈ જ દેખાતું નથી. એવું લાગ્યું કે જાણે આંખો નિસ્તેજ થઈ ગઈ હોય.
આંખની આ હાલત જોઈ તો મેં ઇચ્છયું કે હાથનો ટેકો લઈ ઊઠું. અરે ભાઈ! હું ઊઠતો જ કેવી રીતે. મારો હાથ જ ઊઠી ન શકયો. તાકાત લગાવતો હતો પરંતુ જાણે કે સૂઈ જાય છે ને! જાણે કે સૂનો પડી જાય છે ને! તેનાથી પણ ખરાબ હાલત થઈ ગઈ તેની.
હવે મેં ઇચ્છયું કે પગ સમેટું. તો એવું લાગ્યું કે જાણે જીવ નીકળી ગયો હોય. મેં ઇચ્છયું કે અબ્બા જાનને પોકારૃં. પરંતુ જીભ છે કે એકદમ ચુપ, મારાથી ચલાવાઈ જ નહીં. મેં વિચાર્યું કે નાકથી જોરજોરથી શ્વાસ લઉં, તો કદાચ અબ્બાજાન સાંભળે તો મને ઉઠાવે. પરંતુ હવે શ્વાસ પણ લેવાયો નહીં. અને આ રીતે એક એક કરીને મારા રૃંવે-રૃંવા બેકાર થઈ ગયા. અંતે મારામાં વિચારવાની શક્તિ પણ ન રહી.
પછી મને એવું લાગ્યું કે જાણે મારી આંખ ખુલી ગઈ હોય. મેં ખુદાનો આભાર માન્યો કે આ બધું સ્વપ્નમાં થઈ રહ્યું હતું. જ્યારે હું જાગ્યો તો વિચારવા લાગ્યો કે જો અલ્લાહ તઆલા ખરેખર મારા હાથ, પગ, આંખ, કાન, દિલ તથા દિમાગ વિ.ને આ સત્તાઓ આપી દેત કે તે આ જ રીતે હડતાળ કરી દેતા, જેમકે મેં ઊંઘમાં જોયું હતું, તો મારી હાલત શું થાત!
ઉફ અલ્લાહ! હું કંઈ પણ ન કરી ન શકત. આ વિચારતાં વિચારતાં મેં પોતાના રૃંવે રૃંવાને જોયો. ખુદાનો આભાર છે. હવે હું જાગી રહ્યો હતો, અને મારા હાથ પગ વિ. તમામ અવયવો-અંગો પોતપોતાના કાર્યો કરી રહ્યા હતા. હું ઘણો ખુશ થયો પરંતુ હૃદયે અવાજ દીધોઃ “મિયાં સઈદ! અંકુશમાં રહો. આટલા વધુ ખુશ ન થાવ. એટલા ફૂલી ન જાવ કે પેટ ફાટી જાય. આજે તમે અમારા સૌના પર માલિક બનાવી દેવાયા છો, તો શું થયું. એક દિવસ એવો જરૃર આવશે કે જ્યારે તમને અલ્લાહ મિયાંની હજૂરમાં ઊભા કરવામાં આવશે. તમે અહીં જે કાંઈ પણ કર્યું છે, એ વખતે તમારા એક એક કામ વિષે પૂછપરછ કરવામાં આવશે. અને એ સમયે અમો (શરીરના તમામ અંગો) તમારી વિરુદ્ધ સાક્ષી આપીશું.
મિયાં સઈદ! અમને જુઓ. અલ્લાહ મિયાંએ અમો સૌને તમારા તાબેદાર (તાબા હેઠળ) બનાવ્યા છે, જ્યાં સુધી અલ્લાહની મરજી છે, અમો સૌ તમારો હુકમ માનીશું. તમે જે કંઈ કહેશો તેવું જ અમે કરીશું, તમે આજે જે ચાહો, અમારાથી કામ લઈ લો, પરંતુ એ દિવસને યાદ કરી લો કે જ્યારે કોઈ તમારો સાથ આપનાર નહીં હોય. તમારા અબ્બાજાન પણ તમારો સાથ નહીં આપે તમારી મા તો તમારાથી દૂર ભાગશે. વિચારો! એ દિવસે તમે શું કરી શકશો? તૌબા કરો, મારા આ સમગ્ર સૃષ્ટિના માલિકથી . અને આખિરતની ચિંતા કરો.”
હૃદયે મને આ રીતે કહ્યું તો હું ધ્રૂજ્વા લાગ્યો. હું પરસેવે રેઝઝેબ થઈ ગયો. પછી એકાએક ચીસો પાડી પાડીને રડવા લાગ્યો. ઘરવાળાઓ હેરતમાં પડી ગયા કે સઈદને શું થઈ ગયું છે. સૌ પૂછવા લાગ્યાઃ “શું થયું? શું થયું?”
મેં કોઈની વાતનો ઉત્તર ન આપ્યો. હું સિજદામાં પડી ગયો અને તૌબા તૌબા કરવા લાગ્યો. પછી સિજદામાંથી માથું ઉઠાવ્યું. અમ્મીજાન અને અબ્બાજાનને આખી આપવીતિ સંભળાવી. સૌની આંખોમાં અશ્રુઓ તરવા લાગ્યા. એ દિવસ છે અને આજનો દિવસ; હું આ કોશિશમાં છું કે જે કાર્ય કરૃં એ અલ્લાહની મરજી મુજબ જ કરૃં!!! *