બરકતવાળો મહિનો રમઝાનથીઔ લાભાન્વિત થતા હશો અનેઔ પોતાની અંદર તક્વાનો ગુણ વિકસાવવાનો પ્રયત્ન કરી રહ્યા હશો. આપણા માટે આ દુર્ભાગ્યની બાબત છે કે રમઝાનના રોઝાની બંદગી આપણા સમાજમાં એક ઇબાદતના બદલે પ્રથા બનીને રહી ગઇ છે. તેથી આ માસ દરમિયાન વ્યક્તિના વ્યક્તિત્વ અને મુસ્લિમ સમાજમાં જે જોઇતું પરિવર્તન જોવા મળવું જોઇએ તે દેખાતું નથી અને રમઝાન પછી પણ તેની અસરો જીવનમાં જોવા મળતી નથી.
રમઝાન નિર્ધારિત સમય માટે માત્ર ભુખ્યા પ્યાસા રહેવાનો અને કામેચ્છાથી રોકાઇ જવાનો મહિનો નથી. આ સબ્ર (ધૈર્ય)નો મહિનો છે અને હદીસમાં તેને મસાવાત (હમદર્દી) નો મહીનો પણ કહેવામાં આવ્યું છે. રોઝા વ્યક્તિનું સર્વાંગી વિકાસ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે વ્યક્તિનું આધ્યાત્મિક અને શારીરિક ચારિત્ર્ય ઘડતરની સાથે સામાજિક સંવેદનશીલતા પેદા કરે છે. નેકી કરવાની શક્તિને બળવાન બનાવે છે અને બુરાઇ કરવાની ઇચ્છાને નિર્બળ કરે છે. રમઝાન દિલ ને જ નહિ પરંતુ દુનિયાને બદલવાની શક્તિ ધરાવે છે. રમઝાન એક મુસ્લિમને સૈનિકની જેમ પ્રશિક્ષિત કરે છે, તેની અંદર ગજબનું અનુશાસન અને શિસ્ત ભાવના પેદા થાય છે. અલ્લાહની આજ્ઞાાકારીતાની ભાવનાને પ્રબળ બનાવે છે. દુષ્કૃત્યો ને નાથવાની તાકાત અને શેતાની કામોથી બચવાની હિંમત પુરી પાડે છે. વ્યક્તિ જ્યારે નમ્રતા અને વિનય સાથે અલ્લાહ સાથે દૃઢ સંબંધ સ્થાપિત કરે છે ત્યારે એમાં એવી રૃહાની શક્તિનો સંચય થાય છે કે જેના પરિણામે તે બુરાઇઓના તુફાનોથી ટકરાઇ જવામાં કોઇ ખચકાટ અનુભવતો નથી. રમઝાનના રોઝાનું આશય આ જ છે કે એક વ્યક્તિમાં તકવાનો ગુણ એટલો વૃદ્ધી પામે કે તે અલ્લાહનો પ્રિય બંદો બની જાય છે. અલ્લાહની પ્રસન્નતા માટે ગમે તેટલો ભૌતિક અને દુનિયાવી ફાયદો હોય. આ મહિનો વાસ્તવમાં શેતાન સામે યુદ્ધની ઘોષણા છે.
આજે સમાજને પશ્ચિમી સંસ્કૃતિએ પોતાના સકંજામાં લઇ લીધું છે. અશ્લિલતા અને નગ્નતા નવા નવા સ્વરૃપમાં આપણા નવયુવાનોને દિશાહીન બનાવી રહી છે.જનન્દ્રીયોની ગુલામીએ હ્યુમન Trafficing ની સમસ્યા ઉભી કરી છે, સેક્સ વર્કર્સની સમસ્યા ઉભી કરી છે, સેક્સ વર્કર્સની ઇન્ડસ્ટ્રી ઉભી કરી છે. પોર્ન વ્યવસ્થા ને પ્રોત્સાહન અપાવ્યું છે. બળાત્કાર અને વ્યભિચારોના ગુનાઓએ માઝા મુકી છે. જાહેરાત કંપનીઓએ સ્ત્રીને એક વસ્તુ બનાવીને મુકી દીધી છે. આપણા અર્થતંત્રની કરોડરજ્જુ સુધી આ જ પ્રણાલી છે. જે વ્યક્તિને એટલો લાગણીહીન બનાવી દે છે કે તેમાં માનવતાના ગુણો કુંઠિત થઇને રહી જાય છે.ગરીબી અને લાચારી તેના માટે રૃપિયા ભેગા કરવાની સોનેરી તક હોય છે. અને વંચિતોના ખૂન તેના માટે ‘રૃહઅફઝા’ જેવો હોય છે. દેશ દુનિયાની આર્થિક નીતી એટલી અન્યાયી છે કે એક બહોળો વર્ગ બે ટંકનું રળવા અસમર્થ છે. યુવાન અને આબરૃદાર છોકરીઓ શરીર વેચવા તૈયાર થઇ જાય છે. ભુખમરી દેશમાં વધી રહી છે વધુમાં વધુ ભૌતિકવાદી મનોવૃત્તિ એ માણસને માનવીના સ્થાનેથી પાડી પ્રણીઓથી વધારે નિમ્ન કક્ષાનું બનાવી દીધું છે. કેમકે હમદર્દી, પ્રેમ, અને બીજા માટે ત્યાગ ભાવના કઇંક અંશે પશુઓમાં પણ જોવા મળે છે.
જનેન્દ્રિયો અને આરામની પ્રાકૃતિક ઇચ્છા જ્યારે સીમા તોડીન બહાર આવે છે ત્યારે સમગ્ર સમાજમાં અરાજક્તા, હિંસા અને અત્યાચારની બોલબાલા થાય છે. આ ત્રણે વસ્તુઓ નિયંત્રણમાં રહે તો માનવ સમાજ સંતુલિત માર્ગે પ્રગતિ કરી શકે છે.દરેક વસ્તુનો એક હેતુ હોય છે અને રોઝાનો હેતુ આ જ છે કે વ્યક્તિમાં સંયમ પેદા થાય.
વ્યક્તિ આખા દિવસ હાડમારી કરે છે જેમ તેનો ઉદ્દેશ્ય સાજ થતા માત્ર મજદુરી (વળતર) લેવાનો હોય છે. તે રીતે રમઝાનના રોઝા એક પ્રકારની મહેનત છે જેમાં વ્યક્તિ દિવસભર અલ્લાહનો તકવા (પ્રેમ અને સંયમ) પામવા પ્રયત્નશીલ રહે છે. અને મહિનાના અંતે તેને મઝદુરી પેટે ઇદ આપવામાં આવે છે. કેટલો અભાગી હશે એ વ્યક્તિ જે મઝદુરીના પેસાને દારૃ જુગારમાં વેડફી નાખે. એ જ રીતે એ વ્યક્તિ પણ દુર્ભાગી કહેવાશે જે ઇદના દિવસે અલ્લાહની નાફરમાની અને ગુનાહોના કામમાં વ્યસ્ત રહે.
મારા યુવાન મિત્રો ઇદનો પર્વ એ બીજા પર્વોની જેમ સામાન્ય નથી. શૈતાનથી જંગ અને અલ્લહનો આંજ્ઞાાકિત બંદો બનવાના સંકલ્પની ઉજવણી છે. યુવાનોને અલ્લાહે જોશ અને શક્તિ પુરી પાડી છે કે તેઓ મોટામાં મોટા પડકારનો સામનો કરી શકે છે. શેતાન મનુષ્યને સત્ય માર્ગથી વિચલિત કરશે એ જ મહેતલ લઇને આવ્યો હતો. હવે આપણે આ પડકારને ઝીલી પોતાના જીવનને શણગારવાનો છે. ચાલો ઇદના પવિત્ર પર્વે આપણે દૃઢ સંકલ્પ કરીએ કે આપણે નફ્સ (મન)ના ઘોડાને લગામ કસીશું. જીવનના દરેક ક્ષેત્રમાં અલ્લાહના આદેશોને આધીન રહીશું. માનવો પ્રત્યે દયા, કરૃણા પ્રેમ અને લાગણી રાખીશું વાણીમાં મીઠાસ અને આચરણમાં નિખાલસતા પેદા કરીશું. નૈતિક્તાની પાબંદી કરીશું અને વંચિતોના અધિકારો માટે લડીશું સત્યાની સ્થાપના કાજે જિહાદ (સતત સંઘર્ષ) કરીશું. *