અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે
તો શું આ લોકો ઊંટોને નથી જોતા કે કેવા બનાવવામાં આવ્યા ? આકાશને નથી જોતા કે કેવું ઊંચું ઉઠાવવામાં આવ્યું ? પર્વતોને નથી જોતા કે કેવા જમાવવામાં આવ્યા? અને ધરતીને નથી જોતા કે કેવી પાથરવામાં આવી ? (સૂરઃ ગાશિયહ – ૧૭–૨૦)
વીસમી સદીના પહેલા વિજ્ઞાન એમ સમજતું હતું કે જે વસ્તુ દૃશ્યમાન છે તે જ હોય છે અને જે દૃશ્યમાન નથી તે હોતી જ નથી. વીસમી સદીમાં જ્યારે Atom (એ નાનામાં નાનો પદાર્થ જેનું તોડવું અશક્ય છે)ને તોડીને પરમાણું ઊર્જા બનાવવામાં આવી તો માની લેવામાં આવ્યું કે જે પદાર્થ નજર આવે છે તે હોય છે અને જે દૃશ્યમાન નથી તે પણ હોય છે જેમ કે ઊર્જા (Energy) તથા તાપમાન (Temprature).
માનવી પોતાના જીવનમાં દૃશ્યમાન પદાર્થની સામે અદૃશ્યમાન પદાર્થ ઉપર વધારે ભરોસો કરે છે. માનવી અદૃશ્યમાન વાતો/ વસ્તુઓને માને છે, તોલે છે અને તેનો ઉપયોગ કરે છે. માં એ કહ્યું ઃ આ બાપ છે, બાળકે માની લીધું. ડોક્ટરે કહ્યું ઃ આ દવા છે, દર્દીએ માની લીધું. શિક્ષકે કહ્યું ઃ આ સત્ય છે, વિદ્યાર્થીઓએ માની લીધું. માનવીના તાપમાન અને ઊર્જાને તોલવું. માનવીના રીમોટ, મોબાઇલ ફોન, ઓવેન અને રેઝનો ઉપયોગ કરવું.
કોઇ પદાર્થની અસરોનું સામે આવવું પદાર્થ હોવાની સાબિતી હોય છે. ઠંઠી અથવા ગરમીનું લાગવું, હવા હોવા ન હોવાની સાબિતી છે. સફરજનનું ઝાડથી પડવું ગુરૃત્વાકર્ષણની સાબિતી છે. ફોટોગ્રાફનું હોવું, એક્સ-રે હોવાની સાબિતી છે. સૃષ્ટિનું હોવું, સૃષ્ટાના હોવાની સાબિતી છે. ડિઝાઇનનું હોવું ડિઝાઇનરના હોવાની સાબિતી છે. આ વિશ્વમાં યોજનાનું હોવું આયોજકના હોવાની સાબિતી છે. આજ રીતે વિશ્વમાં સંતુલનનું હોવું, કંટ્રોલનું હોવુ અને હરકતનું હોવું એક જબરદસ્ત સૃષ્ટાના હાજર હોવાની સાબિતી છે.
આ વિશ્વની શરૃઆત, એની એકરૃપતા, એનો સાચો હિસ્સો, તેનું સંતુલન, આ બધુ એક અલ્લાહના હોવાનું સાબિત કરે છે.
માનવી અને વૃક્ષનો સંબંધ આ જમીનની જબરજસ્ત એકરૃપતાને બતાવે છે. માનવી પ્રાણવાયુ લે છે અને અંગારવાયુ બહાર કાઢે છે. જ્યારે કે વૃક્ષ અંગારવાયુ લે છે અને પ્રાણવાયુ બહાર કાઢે છે.
આ વિશ્વની અંદર ચોક્કસ ગોઠવણ છે જે બીલકુલ જરૃરિયાત મુજબ છે. સુરજ અને જમીનનું અંતર ૯,૩૦,૦૦,૦૦૦ (નવ કરોડ ત્રીસ લાખ) માઇલ છે. જો આ અંતર બમણું હોતુ તો જમીન એટલી ઠંડી થઇ જતી કે અહિંનો દરેક પદાર્થ જામી જતો. અને જો આ અંતર અડધુ હોતુ તો આ જમીન એટલી ગરમ થઇ જતી કે અહિંનો દરેક પદાર્થ સળગી જાતો. આ અંતરમાં જરા પણ ફેરફાર સૃષ્ટિ પરના જીવનને નષ્ટ કરી શકે છે.
જો જમીનનું ક્ષેત્રફળ હયાત ક્ષેત્રફળથી બમણું હોતુ તો ગુરૃત્વાકર્ષણ બળ એટલુ વધી જતું કે દરેક વ્યક્તિ વામન બની જતો અને જો આ જમીનનું કદ હયાત કદથી અડધુ થઇ જતુ તો જમીન ઉપરનું ગુરૃત્વાકર્ષણ બળ એટલુ ઓછુ થઇ જતુ કે દરેક માનવી એક દમ લાંબો થઇ જતો.
આ વિશ્વમાં જબરૃ સંતુલન છે. દરેક જંતુને અમર્યાદ વધવાની શક્તિ નથી. જો જંતુને વધવા માટે છોડી દીધુ હોત તો પૃથ્વી પર માનવીને રહેવા માટે જગ્યા જ ન બચતી. પરંતુ ઇશ્વરે એવી વ્યવસ્થા ગોઠવી છે કે આ જંતુની શ્વાસનળીને વધવાની કોઇ શક્તિ નથી રાખી. વિશ્વની આ સુચારૃ વ્યવસ્થા એક મોટી સાબિતી છે સૃષ્ટા હોવાની. કેટલાક લોકો એમ સમજે છે કે આ વિશ્વ અકસ્માતના કારણે અસ્તિત્વમાં આવ્યું. આ ખોટું છે, કારણ કે અકસ્માત વારંવાર થાય છે નહી કે ફકત એકવાર. હકીકતમાં માનવીનું આ જમીન પર હોવું ઇશ્વરના હોવાની સાબિતી છે. જો ઇશ્વર ન હોતતો પછી માનવી પણ નહોત.