ઈદનો તહેવાર વર્ષમાં એક વાર આવે છે, પરંતુ તે પોતાની સાથે ઘણો સુખ લાવે છે. આ પણ ઇસ્લામનું યોગદાન છે કે પોતાના અનુયાયીઓ માટે એવી વ્યવસ્થા કરી દીધી છે કે આ દિવસે અમીર-ગરીબ બધાના ચહેરા અને ઘરોમાં એક સમાન સુખના ભાવો જોવામાં આવે છે. અમીર જ્યારે અલ્લાહે આપેલ સંપત્તિ દ્વારા ખુશી વ્યક્ત કરે છે, સારામાં સારા વસ્ત્રો પહેરે છે અને સારામાં સારા આહાર લે છે, ત્યાં જ ગરીબો, નબળા અને નિઃસહાયો માટે અલ્લાહ તઆલાએ ‘સદ્કાએ ફિત્ર’ના સ્વરૃપમાં સારી વ્યવસ્થા કરી આપી છે.
આનંદ માણવાની આ ઇશ્વરીય વ્યવસ્થા પોતાની જગ્યા છે. પ્રશ્ન ફકત આનંદ માણવાનો નથી, આ સત્ય છે કે ઈદનો અર્થ જ ખુશી મનાવવાનો થાય છે, પરંતુ ઇસ્લામ અને અન્ય ધર્મોમાં એક મૂળભૂત અંતર આ છે કે ઇસ્લામમાં દરેક કાર્ય એક ઇબાદત છે, જ્યારે અન્ય ધર્મોમાં ઇબાદત માત્ર કેટલાક રિવાજોનું નામ થઈ ગયું છે.
ઈદ જ્યારે આનંદ માણવાનો દિવસ છે, એ જ રીતે અલ્લાહનો આભાર વ્યક્ત કરવાનો દિવસ છે, પરંતુ અફસોસ છે કે અન્ય ધર્મોના રિવાજોથી પ્રભાવિત થઈ ઘણા મુસ્લિમોએ ઈદને આભાર વ્યક્ત કરવાનું માધ્યમ બનાવવાના બદલે માત્ર આનંદ માણવાનો દિવસ બનાવી દીધા છે. ઈદની નમાઝને છોડી દેવામાં આવે, તો દૂર દૂર સુધી આપણી કાર્યશેલી અને વ્યસ્તતાઓથી ઈબાદત જાહેર નથી થતી. જ્યારે કોઈ કાર્યનો મૌલિક ઉદ્દેશ્ય જ સમાપ્ત થઈ જાય, તેથી નિઃશંક આ વાત અત્યંત ચિંતાજનક છે અને આના ઉપર ગંભીરતાથી ધ્યાનકેન્દ્રિત કરવાની જરૂરત છે, કારણ કે ધીમે-ધીમે ઇસ્લામી તહેવારોમાં અસંગત વાતો શામેલ થઈ રહી છે, જે તેની આત્માને સમાપ્ત કરી રહી છે.
ઇસ્લામ પ્રાકૃતિક-ધર્મનું બીજું નામ છે. આમાં જ્યાં પોતાના અનુયાયીઓ માટે ઈદૂલ ફિત્ર અને ઈદૂલ અઝ્હાના સ્વરૃપમાં જે મહાન તહેવાર બનાવ્યા, જે એકતા, સૌહાર્દ, મૈત્રીપૂર્ણ વાતાવરણ, પ્રેમ-મુહબ્બત અને ત્યાગના એવા ઉદાહરણ પ્રસ્તુત કરે છે કે અન્ય ધર્મોના લોકો પણ આને શ્રેષ્ઠ સમજે છે, પરંતુ બીજી બાજુ આપણી પરિસ્થિતિ આ છે કે આવા મહાન તહેવારોને પણ અસંગત-વ્યર્થ કાર્યોમાં વ્યતીત કરી રહ્યા છીએ. આની તૈયારીમાં તો કોઈ કસર નથી છોડતા, પરંતુ આપણા ઘણા મુસ્લિમ ભાઈઓને આ તક નથી હોતી કે જેટલી તૈયારી આપણે આનંદ માણવા માટે કરી રહ્યા છીએ, થોડી તૈયારી તહેવારના પ્રારંભમાં ઈબાદતોને સારી રીતે અદા કરવા માટે કરી લઈએ. આ કેવી અફસોસની વાત છે કે ઘણા મુસ્લિમોે ઈદની નમાઝની રીતથી પણ વાકેફ નથી હોતા.
ઈમામ સાહબ દર વર્ષે નમાઝ પહેલા બે-ત્રણ વાર નમાઝની રીત, જે સામાન્ય નમાઝોથી થોડી અલગ હોય છે, બતાવે છે. ઘોંઘાટમાં ઘણા લોકો કાં તો ઈમામ સાહેબનો અવાજ સાંભળી નથી શકતા અથવા સાંભળે પણ છે તો તેને નજરઅંદાજ કરી દે છે. આવી રીતે દરેક વાર ઈદૂલ ફિત્ર અને ઈદૂલ અઝ્હામાં એ જ ભૂલ દોહરાવે છે, જેના સુધાર તરફ દરેક વખતે ધ્યાન દોરવામાં આવે છે. એક બીજાને જોઈ જોઈ બે રક્ત નમાઝ અદા કરે છે. અહીં એક બુરાઈ અને ઉણપ જોવામાં આવે છે કે ઘણા લોકો બે રકઅત નમાઝ પછી એવી રીતે ઈદગાહ અથવા મસ્જિદથી છટકી જાય છે, જાણે ખુત્બો સાંભળવો એમના માટે બેકારનું કાર્ય છે. આવું કરીને એક તો તે પાપના ભાગીદાર બને છે, બીજા વચ્ચેથી ઉઠીને સફોમાં બેઠેલા અન્ય લોકોને ખુત્બો સાંભળવામાં પણ અડચણરૃપ બને છે.
શરીઅતથી અજાણ નવી પેઢીમાં ખોટો સંદેશ જાય છે. તે પણ સમજવા લાગે છે કે ખુત્બા સાંભળવા જરૂરી નથી. પછી ઈદગાહથી બહાર જવા માટે નાસભાગ મચે છે, આમાં ઘણા એવા મુસલમાન ભાઈઓ પણ શામેલ થઈ જાય છે, જેઓે સંપૂર્ણ નમાઝ અદા કરવાના ઇરાદા સાથે આવ્યા હોય છે.
આનંદ માણવાની રીતોની ચિંતા અને ઈબાદતની પદ્ધતિથી બેદરકારી સ્પષ્ટ કરે છે કે આપણે ઈદના વાસ્તવિક આત્મા અને તેના મૂળ સંદેશથી કેટલા દૂર જઈ રહ્યા છીએ. આજકાલ ઈદૂલ ફિત્ર અને ઈદૂલ અઝ્હામાં નવા-નવા ગૈર-શરઈ વસ્ત્રો પહેરવાની એક નવી ફેશન ચાલી રહી છે. સારા સ્વાદીષ્ટ ખાવા-પીવા અને પહેરવા ઉપર વધુ ધ્યાન આપવામાં આવે છે અને અનહદ ખોટી વસ્તુઓ આ તહેવારોમાં શામેલ થઈ ગઇ છે. કેટલાક તો જરૂરી સમજીને આ પાસાથી વિચારવા માટે તૈયાર નથી કે આનંદના આ દિવસને પણ નેકી અને પુણ્યનો સ્ત્રોત કેવી રીતે બનાવીએ.
નેકી અને બરકતવંતો મહિનો રમઝાનુલ મુબારક પછી ઈદૂલ ફિત્રનું આવવું પોતે જ એક મોટું ઈનામ છે. જ્યારે આપણે રમઝાનના આખા મહિનાને ઈબાદત અને અલ્લાહની પ્રસન્નતા હાંસલ કરવામાં ગુજારી શકીએ છીએ, તો આ મહિનાના સમાપ્ત થવાની સાથે અચાનક ઇબાદત અને અલ્લાહની ખુશનુદી અને પ્રસન્નતાથી આટલા લાપરવાહ કેમ થઈ જઇએ છીએ. ઇસ્લામ આનંદ માણવાથી નથી રોકતો, પરંતુ તે આનંદ એવો ન હોય, જે પોતાના ‘કર્તવ્યો’, ઈબાદતો અને પરલોક (આખિરત)થી ગાફેલ કરી દે. થવું તો આ જોઈએ કે ઈદના દિવસે આપણે જેટલી ખુશી મનાવીએ છીએ, તેનાથી વધુ રમઝાન જેવા મહાન પુરસ્કાર પર અલ્લાહનો આભાર વ્યક્ત કરીએ. ખોટા કાર્યોથી બચીએ, તોબા અને અલ્લાહની ક્ષમાયાચના કરીએ, નહિંતર તહેવાર મનાવવાના મામલામાં આપણા અને અન્ય ધર્મોના અનુયાયીઓમાં અંતર શું હશે.
આપણને આ પાસાથી વિચારવું જોઈએ કે ઇસ્લામમાં તહેવારનો ઉદ્દેશ્ય માત્ર આનંદ માણવા, વિવિધ પ્રકારની ખોટી વ્યર્થ કામો કરવા, સમય અને પૈસાની બરબાદી જ નથી હોતો. સાદગી જ્યારે ઇસ્લામી તહેવારની મુખ્ય વિશેષતા હોય છે, ત્યાં આમાં ત્યાગ અને કુર્બાની જોવા મળે છે. ઇબાદત અલ્લાહની પ્રસન્નતા અને કૃતજ્ઞાતા જાહેર કરવા ઇસ્લામી તહેવારોના સ્ત્રોત હોય છે. તો પછી ઈદૂલ ફિત્ર અને ઈદૂલ અઝ્હા જેનો આરંભ જ ઇબાદત અને કૃતજ્ઞાતા જાહેર કરવાથી થાય છે. માત્ર બે રકઅત નમાઝ પછી આખા દિવસ માટે ઈબાદતનો ઉદ્દેશ્ય કેવી રીતે સમાપ્ત થઈ શકે છે? આમાં કોઈ શંકા નથી કે તહેવાર પોતાની સાથે ઘણો બધો સુખ લાવે છે, જેનો આનંદ લેવો જોઈએ, પરંતુ આનો અર્થ આ નથી કે મનુષ્ય આ સુખોમાં એટલો વ્યસ્ત થઈ જાય કે તહેવારની પૃષ્ઠભૂમિ, અલ્લાહની બંદગી, ભાઈચારો, ત્યાગ અને કુર્બાનીની ભાવનાને ભૂલી ન જાય.