માર્ચ અને એપ્રિલનો મહિનો વિદ્યાર્થીઓ માટે ઉપવાસ જેવો હોય છે. જેમાં તેનો રાત-દિવસનો અભ્યાસ, થોડુંક ખાવું, થોડુંક સોવું, શારીરિક સંતુલન અને માનસિક તણાવો વગેરેથી ઝૂઝતા-ઝૂઝતા તેને પરીક્ષાની સારી તૈયારીઓ કરવાની હોય છે અન ેજે પણ તૈયારી કરી હોય તેને લેખિત સ્વરૃપમાં પરીક્ષા ખંડમાં બેસીને આપવાની હોય છે. આ ઉપવાસ જેવી તપસ્યાથી નીકળીને વિદ્યાર્થીઓને ઈદ જેવો તહેવાર નજરે જોવા મળે તે સ્વાભવિક છે. પરંતુ આ ઈદ તેમના માટે એક દિવસની હોતી નથી. પણ એક મહિનો કે તેથી પણ વધુ સમયની હોય છે.
ઈદ એટલે તેમના માટે ઉનાળઆની રજાઓ એવું થાય. આ રજાઓ વિદ્યાર્થીઓના જીવનની અનમોલ ક્ષણો હોય છે. તેઓ પોતાની નાની, મામા,માસી જેવા રિશ્તેદારોનાં સંબંધને સમજવાની અને મહસૂસ કરવાની કોશિશ કરે છે. તેમનાથી એક ઘેરો લગાવ થઈ જાય છે. તેનામાં પ્રેમ અને વ્યવહારોમાં રોશની અને સંબંધોને સમજવાની પરિપક્વતા આવે છે. આ સંબંધોેની સમજની સાથે જ રજાઓ વિદ્યાર્થીઓમાં સામાજિક લગાવની સાથે જ તેમને શહેર, સમાજ, દેશ અને સ્વંય પોતાના જીવનને લઈને કેટલીક જવાબદારીઓના અહેસાસ માટે પણ હોવી જોઈએ. આ જવાબદારીઓને રજાઓ સુધી સીમિત કરવું સારૃં નથી બલ્કે આ તો સદંતર અને હંમેશ માટે કરવાવાળી પ્રવૃૃત્તિ છે. પરંતુ દરેક મોટા કામને અથવા મિશનને માટે Orientation તો આપવું પડે છે. અથવા કોઈ ચળવળ ચલાવી જોઈએ.
આ ઉનાળાની રજાઓને તમે આ ચળવળથી જોડીને જોઈ શકો છો.
આઝાદી પછીથી જ આપણે એક ગુલામ એવી માનસિકતા પેદા કરવાવાળી શિક્ષણ પદ્ધતિથી પ્રભાવિત થયા છીએ. તેથી આપણે આપણા સમાજ, દેશ અને જીવનના ઉદ્દેશ્યને લઈને મુક્ત વિચાર-વિમર્શની આવશ્યક્તા છે. કેમ કે આપણએ કુંઠિત અને ગુલામ માનસિકતા અથવા ઇતિહાસના શિકાર થયા છીએ અને થઈ રહ્યા છીએ.
આ જોતાં આપણે આ વિચારધારાને સમજવાવાળા કામોની આવશ્યકતા અનેક ગણી વધી જાય છે. આપણા જીવનના ઉદ્દેશ્યને ઓળખવા, સમાજથી આપણો જોડાણ તેના પ્રતિ આપણી જવાબદારીઓ, અન્ય નાગરિકોના અધિકાર તેના માટે સંઘર્ષ અને સમાજને એક સારૃ સમાજમાં પરિવર્તીત કરવા માટેનું Action Plan આ બધું રજાઓમાં કરવા માટેનું એક ઉત્તમ કાર્ય છે. જેમાં આપણને ઘણું ફ્રી સમય પણ મળે છે.
આ બધા માટે કરવામાં આવતો ફિલ્ડવર્ક, બધા સુધી શિક્ષણને પહોંચાડવું તેના માટે ગરીબ અને આર્થિક રીતે નબળાવર્ગના મહોલ્લા, વસ્તીમાં સર્વે અને રિસર્ચના આ બધા કામો જોવામાં નાના લાગે છે. પરંતુ સોશ્યલ વર્કના નામે થતું લીપાપોતીના કાર્યોથી વધુ અસરદાર અને મજબૂત કાર્ય આ છે.
આની સાથે નાની-નાની ડોક્યુમેન્ટ્રી, નાટક, સ્ક્રિપ્ટ અને આર્ટિકલ વગેરે જેવાં અસંખ્ય કામો છે. જે સમાજ અને દેશના નિર્માણ અને કલ્યાણ માટે મીલના પત્થરો જેવાં સાબિત થાય છે.
આ પ્રકારના કામો કરવાથી જે મોટા ફાયદા થાય છે તે આપણા પોતાના જ વ્યક્તિગત વિકાસ, જેના પર લોકો Personality Developmentના નામ પર હજારો રૃપિયાનો ખર્ચ કરે છે. તેમને તેમાં પણ કૃત્રિમ રીતો શિખવવામાં આવે છે. જ્યારે ઉપરના કામો કરવાથી પ્રાકૃતિક રીતે આપણું પોતાનું વિકાસ થાય છે. અને સાથે જ સમાજમાં રહેવા માટેના રીત રીવાજો સામાજિક મૂલ્યો અંગે જાણકારી પ્રાપ્ત થાય છે. જે જીવનમાં પૈસાથી શીખવા મળતી નથી. આની સાથેે જ આ કામ જીવન અને શિક્ષણના ઉદ્દેશ્યો પર રોશની નાંખવા માટે ઉપયોગી થાય છે અને એને કરતાં પહેલા કદાચ આપણે તે પરમ ઉદ્દેશ્ય ને સમજી શકીએ. જે ઇશ્વરે આપણને આપ્યું છે.