Friday, November 22, 2024
Homeપયગામકોમી સંવાદિતાનું વાતાવરણ ઉભુ કરવા આપણી સહિયારી જવાબદારી

કોમી સંવાદિતાનું વાતાવરણ ઉભુ કરવા આપણી સહિયારી જવાબદારી

“મુસલમાનોને કહા રમઝાન કે મહીનેમેં વો મંદિરસે હિંદુ ધર્મકા ભજન આરતી નહીં સુન સકતે. મિયાં અખિલેશને તુરંત આદેશકા પાલન કરતે હુએ મંદિરસે લાઉડસ્પિકર હટવાને ચાલુભી કર દિયે. એક સવાલ મુસલમાનો સે ઔર મિયાં અખિલેશસે અગર નવરાત્રીકે દિનોંમેં હિંદુ યે કહે કે વો ઇન પવિત્ર દિનોંમેં મસ્જિદોં સે આતી હુએ અઝાન નહીં સુન સક્તે તો ક્યા ઇતની ફૂરતી સે લાઉડસ્પિકર હઠાએ જાએંગે…. અકેલે મંદિર પર હી માઇક લગાને કી પાબંદી ક્યંુ હૈ આજ પતા ચલેગા કિતને હિંદુ એક હો ગયે. જિસને ભી અપની માં કા દુધ પિયા હૈ વો ઇસ મેસેજ કો જરૃર શેયર કરે.” (જતિન સાવલિયા આર.એસ.એસ.)

“અગર બચના ચાહતે હો તો એક એક હિંદુ કો દસ દસ બેટે પૈદા કરને ચાહીયે… ભગવાન શ્રી કૃષ્ણને આઠ વિવાહ કિયે કે નહીં? દશરથ મહારાજને તીન વિવાહ કિયે કે નહીં? કશ્યપ મહારાજને અનેક વિવાહ કિયે કે નહીં?.. અરે હમારે ગણપતી બપ્પા મોરીયા જો હૈં કિતની પત્નીયાં હૈં ઉનકી? દો પત્નિયાં હૈ ના…” અગર અહિંસક ક્રાંતિ કરના ચાહતી હો તો દેવીયોં યે એક બલિદાન કરો અપને ભાઇયોં કો અપને પૈત્રોકો ઇસ બાત કે લીયે તૈયાર કરો કે એક અપને કુલ કી કન્યા સે ઔર એક દેશદ્રોહીયોં કે કુલ કી કન્યા સે વિવાહ કરેં ઔર દો દો પત્નિયોં સે દસ દસ બેટે પૈદા કરેં… યદિ ભારત માતા કો બચાના હૈ… મેં જાનતા હું તુમ સે યે કામ હોને વાલા નહીં હૈ યે કામ મુસલમાન હી કર સક્તે હૈં. પાંચ પાંચ બીવીયોં સે પચીસ પચીસ મચ્છર ખટમલ વહી પૈદા કર સક્તે હૈં… એક કામ કરો ગૌૈભક્ષકો સે કીસીભી પ્રકાર કા સામાજિક વ્યવહાર કરના બંધ કરો. ઔર સરકાર કો વિવિશ કીજીયે કે દેશદ્રોહ ઔર દેશભક્તિ કો પરિભાષિત કરે ઔર દેશ દ્રોહીયોં કો ફાંસી કી સજા હો. (આચાર્ય ધર્મેન્દ્ર)

આ માત્ર બે દૃષ્ટાંત છે જે વોટસ્અપ પર કોઇએ શેયર કર્યા હતા આવા અનેક લેખો, ઓડીયો/વિડીયો ક્લીપો ‘ઘર વાપસી’,’લવ જિહાદ’, ‘બહુ લાઓ બેટી બચાવો’, વગેરે અભિયાનો હેઠળ સોશ્યલ મિડીયા અને વેબસાઇટ ઉપર સમય અંતરે વહેતી મુકવામાં આવે છે. જેના ઉપરથી અનુમાન લગાવી શકાયે કે ધર્મના કહેવાતા ઠેકેદારો કઇ રીતે દેશમાં કોમી વૈમનસ્ય અને ઘૃણાનો વેપાર કરી રહ્યા છે. છડેચોક આવા પ્રવચનો આપવામાં આવે છે છતા સમજુ અને ધાર્મિક લોકો તથા સરકાર તરફથી યોગ્ય પગલા લેવામાં આવતા નથી. ઉપરના બંને દાખલાઓ ઉપર અહીં વિસ્તૃત ચર્ચા કરવાનો સમય નથી પરંતુ એક વાત સ્પષ્ટ છે કે કોમવાદી માનસિક્તા ધરાવતા લોકો તરફથી એક વિશેષ સમુદાય વિશે ગેરસમજો અને ઘૃણા જાણી જોઇને ફેલાવવામાં આવી રહી છે. જ્યારે કે આપણી ભારતીય સંસ્કૃતિનો પરિચય એક ગીતમાં આ રીતે કરાવવામાં આવ્યું છે

“હે રીત જહાં કી પ્રીત સદા મેં ગીત વહાં કે ગાતા હું,
ભારતકા રહેને વાલા હું ભારતકી બાત બતાતા હું”

ભારત જેવા ધર્મનિરપેક્ષ અને ધર્મપ્રધાન દેશ માટે આ વસ્તુ ખુબજ નુકશાનકારક છે હોઇ શકે છે. આવી માનસિક્તા બે કોમો વચ્ચે દિવાળ ઉભી કરે છે, ઘૃણા અને ઝનૂન પૈદા કરે છે. આ મારી અને તમારા જેવા જવાબદાર નાગરીકોની ફરજ બને છે કે આવી વિચારધારાને ફેલાતા અટકાવીએ કે જેથી ભારતનું કોમી વિભાજન ન થાય. પ્રેમ,ભાઇચારા અને સહિષ્ણુતા જ એવા ગુણો છે જેના થકી બહુસાંસ્કૃતિક સમાજમાં શાંતિ અને સુખેથી રહી શકાય. ભારતને બાહ્ય શત્રુથી ભયભીત થવાની જરૃર નથી તે આપણું કશું બગાડી શકતું નથી. પરંતુ ઘૃણા, વિભાજન, ધર્મ તથા જ્ઞાતિની રાજનીતિ કરનારા લોકો ભારતના આંતરીક દુશ્મન સમાન છે. જે આપણા માટે મોટો પડકાર છે. જેનો મુકાબલો કરવા સામાજિક તથા ધાર્મિક આગેવાનોએ હળીમળીને યોગ્ય આયોજન કરવું પડશે નહિંતર દેશ નબળો થઇ જશે.

દલિત અને હિંદુ ભાઇઓએ મુસલમાનોથી ડરવાની જરૃર નથી ના જ મુસલમાનોને બીજી કોમોથી ડરાવવાની જરૃર છે. કેહવાતા નેતાઓ તથા પંડિતો પોતાનો જેટલો સમય, કુશળતા અને શક્તિ દ્વેષ તથા નફરત ફૈલાવવા ઉપયોગ કરે છે એટલી મહેનત અને સંઘર્ષ પ્રેમ અને ભાઇચારાના દીપ પ્રગટાવવા કરે તો ભારતનું વાતાવરણ બદલાઇ શકે છે.

દેશ દ્રોહીઓને ફાંસીના માંચળે ચઢાવવામાં આવે તેમાં કદાચ કોઈ બે-મત ન હોય. મારા ખ્યાલમાં દુનિયાના તમામ દેશોમાં દેશદ્રોહની આવી સજા હશે અને હોવી પણ જોઈએ. પરંતુ દેશદ્રોહના નામે એક વિશેષ સમુદાયને નિશાન બનાવવું જુલ્મ અને અતિરેક છે. આપણા દેશમાં આજે હજારો નિર્દોષ મુસ્લિમ નવજવાનોની જેલના સળીયા પાછળ યુવાનીઓ બરબાદ થઈ રહી છે. ઘણી માતાઓ એન્કાઉન્ટરમાં પોતાના લાડકા ગુમાવી ચુકી છે. સ્ત્રીઓ પોતાના વ્હાલા પતિ ખોઈ ચુકી છે. ઘણા એવા શિક્ષિત યુવાનો છે જેમને ઇન્ટરવ્યુ આપતી વખતે પક્ષપાતનો સામનો કરવો પડે છે વગેરે.

સરકારી અમલદારોએ કે ધાર્મિક આગેવાનો, સામાજીક કાર્યકરો હોય કે રાજનેતાઓ બધાને ઈમાનદારીથી વિચારવું પડશે કે ભારતને જો વાસ્તવમાં શક્તિશાળી, પ્રગતિમય, સમૃદ્ધ અને વિકસિત બનાવવું હોય તો કઇ દિશામાં આગળ વધવું પડશે. જ્યાં સુધી ભારત આંતરિક રીતે સશકત નહીં થાય ત્યાં સુધી માત્ર આર્થિક પ્રગતિથી વિકસિત થઈ શકશે નહીં. આપણે બધાએ વિભાજનની રાજનીતિ કરનારા લોકોથી સાવચેત રહેવુ જોઈએ બલ્કે તેમનો જાહેરમાં હુરિયો બોલાવવો જોઈએ. અને એકમેકના હાથમાં હાથ પરોવી કહેવું જોઈએ.

“સાથ ચલો મિલકે ચલો આગે બઢોરે
ફિરસે મિલો દિલસે મિલો એક બનો રે”

લોર્ડ મેકોલેએ આપેલી શિક્ષણ વ્યવસ્થાનો વિરોધ કરનારા ‘દેશભક્તો’ રાજનીતિમાં તેમની “ડિવાઈડ એન્ડ રૃલ”ની પોલીસી પર છુટથી અમલ કરે છે. આ બેવડો માપદંડ કેમ? આપણી દેશની સંસ્કૃતિ તો “Unity in Diversity”ની છે. આપણે બધાએ વિચારવું જોઈએ કે આ લોકો વાસ્તવમાં ધાર્મિક છે? વિવિધતામાં એક્તા કે પછી ધર્મની આડમાં આપણી ધાર્મિક ભાવનાનો ઉપયોગ કરી માત્ર સત્તા ભોગવા માગે છે. જે લોકો રાજસત્તા પ્રાપ્ત કરવા ધર્મનો ઉપયોગ કરે છે. તેઓ ધર્મ અને જ્ઞાતીની રમત રમે છે, ઘૃણા ફેલાવે છે. વાસ્તવમાં આ લોકો જ દેશ માટે ખતરારૃપ છે. હા, જો સાચા ધાર્મિક લોકો ધાર્મિક અને નૈતિક મૂલ્યો તથા ન્યાય આધારિત શાસનની વાત કરતા હોય તો તે આવકારદાયક છે. તેમના ઉપર વિચાર કરવું જોઈએ. ગોરાઓ ભારતને લૂંટીને જતા રહ્યા પરંતુ અંગ્રેજોએ ૧૫૦ વર્ષોમાં ભારતને જે નુકસાન પહોંચાડ્યું હશે ભારતનો ‘ખિદમત ગુજારો’એ ૬૫ વર્ષોમાં તેનાથી વધુ નુકસાન પહોંચાડી દીધું છે. અંગ્રેજોએ તો ભારતની ચુંદડી જ લુંટી હતી, આપણા નેતાઓએ તો વસ્ત્રો જ હરણ કરી લીધા. અંગ્રેજો હિન્દુ-મુસ્લિમ રમખાણ ભડકાવવા જેટલો પ્રયત્નો કરતા હતા કદાચ તેનાથી વધુ ષડયંત્રો આપણા ‘લોકલાડિલા સેવકો’ કરી રહ્યા છે. સમસ્યા વિદેશીઓના જવાથી કે સ્વદેશીઓના આવવાથી ઉકેલાઈ નથી, સમસ્યા ત્યારે જ હલ થઈ શકે છે જ્યારે સજ્જન લોકો સત્તા પર આવે અને ખોટા તથા દુર્જન લોકોના બોલ નીચા થાય. સૈદ્ધાંતિક રીતે તો આપ સહમત હશો પરંતુ અમલની દુનિયામાં આવા વિચારને તરતો મુકવાની અને મજબુત કરવાની જરૃર છે. સજ્જન વ્યક્તિઓ દંગા ઇચ્છતા નથી, રમખાણો કરાવતા નથી, ઘૃણા ફેલાવતા નથી. આવી વ્યક્તિઓના નિર્માણ કરવાની અને તેમને આગળ વધવા વાતાવરણને સાનુકુળ બનાવવાની જવાબદારી આપણા બધાની છે. સત્તાનું ભ્રષ્ટાચાર દૂર થશે તો જ વિવિધ કોમો વચ્ચે રહેલી દુરીઓ ખતમ થઈ શકે છે. દેશ અને સમાજમાં સુંદર પરિવર્તન આવી શકે છે.

આપણે શું કરીએ?

અત્યાર સુધી આપણે સૈદ્ધાંતિક વાતો કરતા હતા. વ્યક્તિગત રીતે દેશમાં કોમી સંવાદિતાનું વાતાવરણ ઉભું કરવા આપણે પણ કંઇક કરવું પડશે. મારી દાદી કહેતી હતી કે અમારા જમાનામાં હિંદુ મુસ્લિમો અડોશ-પડોશમાં રહેતા હતા તેમને વચ્ચે કોઈ દ્વેષ ન હતો. કોઈને બહાર જવાનું થતું તો તેની યુવાન દિકરીને દેખભાળ માટે પાડોશીને કહી જતો હતો. પરંતુ આજે ‘લવજિહાદ’નું દુષ્પ્રચાર એટલો વધ્યો છે કે બે કોમોના છોકરા-છોકરીઓ ભાઈ-બહેન તરીકેના સંબંધ પણ રાખી શકતા નથી. વિશ્વાસ નામની વસ્તુ મૃતશૈયા પર અંતિમ ક્ષણો ગણી રહી છે. આવા સમયમાં આપણ એક બીજા પર વિશ્વાસ કેળવવો અને પારિવારિક સંબંધો બનાવવાની જરૃર છે. મુસલમાનોની એક “દાઈ” તરીકે પણ આ જવાબદારી છે કે તેઓ બિનમુસ્લિમ ભાઈઓથી કૌટુંબિક સંબંધ રાખે અને ઇસ્લામની સાચી છબી તેમના સામે રજુ કરે.
અત્યારે એક દાખલો આપવો યોગ્ય લાગે છે. ઈદ મિલનના એક કાર્યક્રમમાં મને જવાનું થયું. ત્યાં એક ભાઈથી મુલાકાત થઈ. તેણે કરેલા નાના પણ બહુમુલ્ય કાર્યનું વર્ણન અહીં કરીશ. તેના દીકરાના માનસમાં ઇસ્લામ તથા મુસલમાનો વિશે ઘણી ગેરસમજો હતી. પ્રયત્નો છતાં તેઓ દૂર થઈ નહીં. આ ભાઈના ઘણા મુસ્લિમ મિત્રો હતા અને તેમનાથી સારી રીતે વાકિફ હતા. ઈદના અવસરે તે પોતાના દીકરાને લઈ ઈદ મળવાના બહાને દસ મુસ્લિમ મિત્રોને ત્યાં ગયો. આખો દિવસ પિતા સાથે ફર્યો અને બધું જોયું. મુસલમાનોની રહેણી-કરણી, તેમના ઘરો અને વિસ્તારને નજીકથી જોવાનો તેનો પ્રથમ અવસર હતો. બધુ જોઇને તેના પુત્રનું આખું દૃષ્ટિકોણ બદલાઈ ગયું. એટલે જ કહું છુ,

નજદીકીયોં સે મિલતી હૈં ખુશીયા
ફાસલોં સે બઢતી હૈં દુરીયાં

જાણો સમજો અને અમલ કરો

બીજી વાત આ છે કે આપણે ધર્મો કે સમુદાય વિશે મીડિયા વડે જે કંઇ સાંભળીએ અને જોઈએ છીએ તેને આંખો મીંડી માની લેવાની જરૃર નથી. તટસ્થ રહી પોતાની તર્કબુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. જો બીજા સમુદાયના લોકોને મળવાનો સમય ન હોય તો ઓછામાં ઓછું તેમના ધર્મોનું અધ્યયન તો કરવું જ જોઈએ. જે તે ધર્મોના મહાન વિભુતિઓના જીવન વાંચો, ધર્મોના મૂળ સંદેશ અને તેમની માન-મર્યાદાને જાણો અને તમે તમારી બુદ્ધિથી જે કંઇ સમજો તેના ઉપર અમલ કરો. પોતાના ઉપર વિશ્વાસ ન કરવું એ મોટી ખામી છે. દા.ત. એક ભાઈએ મને પુછ્યું મુસલમાનો કેમ પાંચ પત્નીઓ રાખે અને ૨૫ બાળકો પેદા કરે છે. હું મલકાયો અને વળતો પ્રશ્ન કર્યું તમારા મુસ્લિમ મિત્રો છે? તેમણે કીધું હાં, ઘણા બધા છે. તેમની કેટલી પત્નીઓ છે, મેંું પુછ્યું. તેમણે તરત જ કહ્યું, એક જ. મે કીધું, તમને પોતાના ઉપર વિશ્વાસ નથી અને બીજાથી સાંભળેલી વસ્તુઓને માનો છો. આ યોગ્ય વર્ણતુક નથી. તે વાત સમજી ગયો. આવા પ્રોપાગન્ડા અને દુષ્પ્રચારના ફુગ્ગાની હવા એક જ નાનકડા કાર્યથી નીકળી શકે છે અને તે છે, “દુરિયાં મીટાવો”.

ચરિત્ર બનાવો, ધ્યેય અપનાવો

અનુભવ પરથી આ વાત કહી શકાય કે સ્વાર્થવૃત્તિના કારણે પણ સમાજમાં ઘૃણા, દ્વેષ, ઇર્ષ્યા, અહંકાર,જુલ્મ, અત્યાચાર, ગમે તે ભોગે લાભ લેવાની માનસિકતા, લાગણીહિનતા, કઠોર હૃદયતા વગેરે જેવા દુર્ગુણો વ્યક્તિના ચરિત્રની ઓળખ બની જાય છે. આવી વ્યક્તિ પોતાની દુનિયામાં મસ્ત રહે છે. સ્વકેન્દ્રી જીવન તેને બીજા લોકોથી કાપી નાંખે છે. અહીં સુધી કે પોતાના આપણા માટે પણ સમય કાઢી શક્યો નથી. નજીક રહેવા છતાં તેઓ એકબીજાથી દૂર રહે છે. જેના કુ-પરિણામો ભોગવવા પડે છે. પતિ-પત્ની વચ્ચે ઝઘડા અને છુટાછેડાની નોબત આવી જાય છે. સ્વાર્થી અને સ્વકેન્દ્રી જીવનથી ઘરમાંની શાંતિ ડહોળી જતી હોય તો પછી આવા ગુણો ધરાવતા સમાજમાં શાંતિ અને પ્રેમ કઇ રીતે પ્રગતિ પામી શકે છે.!!!

મુહબ્બતે ખેરાતમેં નહીં મિલતી
તાલ્લુકાત દાના બનાએ જાતે હૈં

વિચાર બદલો જીવન બદલાશે

ક્યારે વિચાર્યું છે બ્રહ્માંડમાં કેમ સવઘર્ષણ દેખાતો નથી? કેમ સર્વે શાંતિ સ્થાપાયેલી છે? કેમ ગ્રહો કે ઉપગ્રહો એક બીજાથી ટકરાતા નથી? તમે એમજ કહેશો કે બ્રહ્માંડના આ બધા સદસ્યોને કોઇ એક બળ નિયંત્રિત કરી રહ્યું છે અથવા બધા જ કોઈ એકના આદેશનું પાલન કરી રહ્યા છે. ઇશ્વરનો આદેશ પાલનથી જો આટલા મોટા બ્રહ્માંડમાં શાંતિ સ્થાપિત થઇ શકતી હોય તો પૃથ્વી જેવા નાનકડા ગ્રહો પર માનવો વચ્ચે કેમ શક્ય નહીં? શક્ય છે, અને આ રીતે શક્ય છે કે માનવ પોતાના સર્જનહારની ઓળખ મેળવી સંબંધ કેળવે. તેમની આજ્ઞાનો પાલન કરે. આ જ વસ્તુ મન-મસ્તિષ્કમાં સુખ-શાંતિ પેદા કરનારી છે. આ જ વિચાર તમામ માનવો પ્રત્યે માનવને સેવાભાવી અને પ્રેમ કરનારો બનાવે છે. દિલમાં શાંતિની સ્થાપના થશે તો જ સમાજમાં શાંતિના દર્શન થશે.

“… ખબરદાર રહો, અલ્લાહનું સ્મરણ જ એ વસ્તુ છે જેનાથી હૃદયોને સંતોષ પ્રાપ્ત થતો હોય છે.”
(સૂરઃ રઅ્દ-૨૮)

અંતે

સુખ અને શાંતિ માનવીની હાર્દિક અને અંતિમ ઇચ્છા છે. તે જે કંઇક કરી રહ્યો છે. તેનો એક માત્ર હેતુ આલોક અને પરલોકમાં શાંતિ મેળવવાનો જ છે. પરંતુ આપણે તેના માટે ગંભીર નથી. અંધકાર દૂર કરવા માટે આપણે ગોળાને પ્રજવલિત કરીએ છીએ તેના થકી જ પ્રકાશ ફેલાય છે. કરંટ આપ્યા કે સ્વિચ ઓન કર્યા વગર તે શક્ય નથી. શાંતિ, પ્રેમ, ભાઇચારા તથા ન્યાય માટે પ્રયત્નશીલ થઇશું અને તેના માટે બીજા માનવો અને પોતાના પાલનહારથી પ્રેમપુર્વકનું સંબંધ કેળવીશું તો આપણી આ મનેચ્છા જરૃર પુરી થશે. કોઈ ખોટું કરે તો તેની સુધારણા કરો, તેને ક્ષતા આપો,બુરાઇને ભાઇથી દૂર કરો કેમકે અગ્નિથી અગ્નિ ઓલવી શકાતી નથી.

“આ હાલતમાં તેઓે ધીરજ રાખે (કે ન રાખે) આગ જ તેમનું ઠેકાણું હશે, અને જો પાછા વળીને સ્વીકારવાની તક માગતા હશે તો તેમને કોઈ તક આપવામાં નહીં આવે.” (સૂરઃ હા-મીમ અસ્-સજદહ-૨૪)

આવો સંકલ્પ કરીએ,

“અબ એક બનેંગે હમ ઔર નેક બનેંગે હમ
ફિતના ન બનેંગે હમ, રખના ન બનેંગે હમ”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments