જ્યારે પણ ખેડૂતો આંદોલન કરે છે, ત્યારે તેમના પાક પર મળતુ ઓછુ વળતર પર ધ્યાન ઓછુ હોય છે, શહેરોમાં ફળ, શાકભાજી તથા દૂધના ભાવ વધવા પર વધારે હોય છે. તમે જો ટીવી જોશો તો અમે રિપોર્ટર-એન્કર લોકો ખેડૂતોની વચ્ચે ઓછા જોવા મળે છે, બજારમાં જ ભાવ પુછતા જ વધારે દેખાય છેે. એના ઘણા કારણો છે એના ઉપર હાલ ચર્ચા કરવાનો સમય નથી. નવેમ્બર ૨૦૦૯ની એક ઘટનાનું વર્ણન કરીશ કે, પશ્ચિમ ઉત્તર પ્રદેશથી મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી આવ્યા. બીજા દીવસે દિલ્હીના સમાચાર પત્રોમાં જે શિર્ષક બાંધવામાં આવ્યું હતું એ અદભૂદ હતુ.
હિન્દીના એક સમાચાર પત્રની હેડલાઈન હતી “કિસાનો ને ઝુકાદી હુકૂમત”. અંગ્રેજીના એક સામાચાર પત્રની હેડલાઈન હતી મ્ૈં્ઈઇ ઁછઇફઈજી્, ્ઁઈરૃ ઁઇર્ં્ઈજી્ઈડ્ઢ, ડ્ઢઇછદ્ગદ્ભ, ફછદ્ગડ્ઢછન્ૈંજીઈડ્ઢ છદ્ગડ્ઢ ઁઈઈડ્ઢ. અર્થ એ થયો કે ખરાબ પાક, તેમણે વિરોધ કર્યો, દારૃ પીધો, તોડ ફોડ કરી અને પેશાબ કરી. ત્યારથી લઈને અત્યાર સુધી મિડીયાના મોટા ભાગમાં ખેડૂતોને લઈને તેમનો દૃષ્ટિકોણ નથી બદલાયો. મધ્યપ્રદેશમાં દેખાવ કરી રહેલા ૬ ખેડૂતોને મારી નાખવામાં આવ્યા. આ એ જ દેશમાં થઈ શકે છે કે જ્યાં રાજ્યનો ગૃહપ્રધાન કહી દે કે ત્યાં રહેલા પોલીસ કે સી.આર.પી.એફમાંથી કોઈએ પણ ગોળી નથી છોડી. પરંતુ ખેડૂતોનું મૃત્યુંતો ગોળી થી જ થયું છે. ૨૪ કલાક પછી આઈ.જી. પોલીસ પોતાના કથનમાં કહે છે ગોળી પોલીસે છોડી હતી પરંતુ એ એમ નથી કહેતા ૬ ખેડૂતો મૃત્યું પામ્યા છે તે પોલીસની ગોળીથી મૃત્યું પામ્યા છે.
મંગળવાર સુધી ગૃહપ્રધાન કહેતા રહ્યા કે મધ્યપ્રદેશમાં બે જિલ્લાઓને છોડીને કોઈ પણ જગ્યાએ ખેડૂતોની તરફથી કોઈ વિરોધ કે દેખાવો નોંધાયા નથી. બુધવારે આઈ.જી. પોતાના કથનમાં કહે છે કે દિલ્હીથી સી.આર.પી.એફની દસ કમ્પનીયોં માંગવામાં આવી છે. ગૃહપ્રધાનની વાતો પર વિશ્વાસ કરી લેતા તો વડાપ્રધાન ખેડૂતોની હાલત પર દિલ્હીમાં ચર્ચા ના કરતા અને ન તો કૃષિ પ્રધાન રાધામોહન સંઘે નક્કી કરેલ પ્રેસ કોન્ફરન્સ રદ કરતા. આમ પણ કૃષિ પ્રધાન સ્વછતા પખવાડા પર પ્રેસકોન્ફરન્સ કરવાના હતા, ખેડૂતો માટે નહીં.
બુધવારે ઇન્દોર, ઉજ્જૈન, દેવાસમાં ઘણી જગ્યાએ હિંસાની ઘટનાઓ બની છે. કેટલીક જગ્યાએ કર્ફયુ નાખવામાં આવ્યું છે, તો કેટલીક જગ્યાએ મોબાઈલ તથા ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. તેથી ઘણી જગ્યાઓ પર થી ફોટો કે વિડીયો નથી આવી શકી રહ્યા. ક્યાંક બસ સળગાવી દેવામાં આવી છે, તો ક્યાં દુકાનોને તોડવામાં આવી છે. મંદસોરમાં ૬ ખેડૂતોના મૃત્યું પછી જિલ્લા મેજીસ્ટ્રેટ સાથે ધક્કા મુક્કી કરવામાં આવી. એમની પર હુમલો કરવામાં આવ્યો. રતલામ, નિમચ લાઈન પર રેલગાડીના પાટાને નુકશાન પહોંચાડવામાં આવ્યું, એ રૃટ પર જે ટ્રેન જ્યાં હતી ત્યાં જ રોકી દેવામાં આવી. દેવાસમાં ઉસ્કેરાયેલા લોકોએ હાટપીપલીયા થાનાની સામે દેખાવો કર્યા અને સંકુલમાં મુકેલા વાહનોમાં આગ ચાંપી દેવામાં આવી. સોનકચમાં દેખાવકારોએ એક ચાર્ટર્ડ બસ પર પોતનો ગુસ્સો ઠાલવ્યો એના પર પથ્થરમારો કર્યો, તે સમયે કેટલાયે મુસાફરો પોતાનો જીવ બચાવીને ભાગ્યા અને કેટલાકતો બસમાં જ ફસાઈ ગયા. થોડી વાર પછી બસને ખાલી કરાવીને દેખાવકારોએ એમાં પણ આગ ચાંપી દીધી. દેખાવો થઈ રહ્યા છે પરંતુ ઇન્ટરનેટ બંધ છે.
દેખાવો કરતી વખતે ખેડૂતોએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે હિંસા ની ઘટના ના ઘટે. તેના લીધે અસલ મુદ્દાઓ પરથી ધ્યાન હટી જાય છે. બધુ ધ્યાન એ વાત પર કેન્દ્રીત થઈ જાય છે કે શાંતી કેવી રીતે જાળવવામાં આવે. એનો લાભ લઈને તેમના લીડરો તથા મુખ્યમંત્રી તથા અન્ય મંત્રીઓ ફોટો પડાવીને આ ચળવળના અંતનો એલાન કરી દેે છે. રાજ્યમાં ઘણી જગ્યાએ ઇન્ટરનેટ સેવાઓ બંધ છે, પરંતુ મુખ્યમંત્રી ટ્વીટ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તે પોતે એક ખેડૂત છે અને ખેડૂતોની સમસ્યા સમઝે છે. સરકાર તમારી બધી વાતો પર કાર્ય કરશે. જો કે મધ્યપ્રદેશ કેબિનેટે કેટલાક ફેસલા લીધા છે. જેમ કે….
– પાકનું વેચાણ અને તેનો દર નક્કી કરવા માટે કમિશન
– ૫૦૨૦ રૃા. ક્વિન્ટલ તુવેરદાળની ખરીદ કીમત
– ૫૦૨૦ રૃા. ક્વિન્ટલ મગદાળની ખરીદ કીમત
– ૨૦ જૂનની આસપાસમાં ખરીદી અને ખેડૂતોને તુરતજ ચુકવણી
– ચલણી નોટો માટે નાણા મંત્રાલય સાથે વાતચીત
– બેંન્ક દ્વારા જેટલુ શક્ય હોય તેટલી ચલણી નોટો, અથવા આર.ટી.જી.એસ
– ચલણી નોટો હશે તો એમા ચુકવણી
તમે જોયુ કે આમા ચલણી નોટો પર વધારે જોર આપવામાં આવ્યું છે, શું નોટબંદીના લીધે પણ ખેડૂતો પાસે ચલણી નોટો ઓછી હોવાથી આ પરિસ્થિતીનું સર્જન થયું છે? શું આ માત્ર એક સંજોગ હશે કે બુધવારની સવારે દિલ્હીના બધા સમાચાર પત્રોના પ્રથમ પાને ૬ ખેડૂતોના મૃત્યુંના સમાચાર હતા?એ જ સમાચાર પત્રોની અંદરના પાને બે બે પાનાની જાહેરાતો જોવા મળી. માત્ર પુછવા માટે?
આ જાહેરાતોને વાંચીને એવુ લાગ્યું કે કૃષિના મેદાનમાં સરકારે એટલી સફળતા મેળવી લીધી છે કે બે પાનાથી ઓછામાં તેને સમાવવું મુશ્કેલ છે. કાશ દેશના બધા ખેડૂતો આ જાહેરાતોને વાંચી લેતા તો એ આ બધુ છોડી સફળતાની ઉજવણી કરી રહ્યા હોત. મેં બંને પાના પર અંડરલાઈન કરીને વાંચ્યું છે કે તેમાં ૨૦૨૨ સુધી ખેડૂતોની આય બમણી કરવાના વાયદા કરવામાં આવ્યા છે. કૃષિ શિક્ષાનું બજટ ૪૭% થી પણ વધારે કરી દેવામાં આવ્યું છે. આમ જોવા જઈએ તો મધ્યપ્રદેશના કેબિનેટના ફેસલાઓના સંદર્ભમાં આ જાહેરાતોને જોવું થોડુ અચંભિત કરી દે તેવું છે. એવુ લાગશે કે ખેડુતો કંઈક બીજુ માંગી રહ્યા છે અને સરકાર કંઈક બીજુ આપી રહી છે. આ જાહેરાતમાં વડાપ્રધાન પાકના ઇન્શ્યોરન્સ ની પ્લાનીંગ પર એક સંપુર્ણ રાઈટઅપ છે કે કઈ રીતે એક મોટી સંખ્યામાં ખેડુતોએ ઇન્શ્યોરન્સ લેવાનું ચાલુ કરી દીધુ છે. ઇન્શ્યોરન્સ લેવાથી શું ઇન્શ્યોરન્સ મળી જાય છે.
આ વર્ષે ૭ એપ્રિલે રાજ્યસભામાં કૃષિરાજ્ય પ્રધાને કપીલ સિબ્બલના પ્રશ્નના જવાબમાં કહ્યું કે ૨૦૧૬ના ખરીદ સીઝનમાં ખેડૂતોએ ૪૨૭૦ કરોડનું ઇન્શ્યોરન્સનો દાવો કર્યો હતો, પરંતુ એમને મળ્યું માત્ર ૭૧૪ કરોડ. આ ૭ એપ્રિલ ૨૦૧૭ સુધીના આંકડા છે. તમે સમઝી શકો છો કે ઇન્શ્યોરન્સ ખરીદવુ સરળ છે, પરંતુ ઇન્શ્યોરન્સ લેવુ સરળ નથી. આ જ કારણ છે કે જાહેરાતમાં કંઈક જુદુ છે અને જમીની હકીકત કંઈ ક જુદી છે. તમે આ જવાબ રાજ્યસભાની વેબસાઈટ પર જઈને ચેક કરી શકો છો.
૨૦૧૪માં બી.જે.પી એ વાયદો કર્યો હતો કે જો તે સરકાર બનાવશે તો ખર્ચમાં ૫૦% નફો ઉમેરીને તેનું વળતર આપશે. સરકારે સુપ્રિમ કોર્ટમાં કહ્યું કે નથી આપી શકતા. ૨૮ મે ના દિવસે બી.જે.પી.ના અધ્યક્ષ અમીત શાહ આ સંદર્ભમાં બે વાતો કહે છે. પ્રથમ એ કે ખર્ચમાં જમીનના ખર્ચ ઉમેરી કોઈ પણ સરકાર સ્વામીનાથ ફોર્મ્યુલાને લાગુ નથી કરી શકતી.
પછી તે પોતાની ગણતરી કરે છે, જમીનનો ખર્ચ ઓછું કરીને કુલ ખર્ચને ઓછું કરી નાખે છે અને કહે છે કે સરકારે કુલ ખર્ચથી ઓછામાં ઓછું ૪૩% વધુ ભાવ આપ્યું છે.
આ બધી પાક ની વાત કરે છે કે કોઈ એક ની, એવું ચોખ્ખું વર્ણન નથી. પરંતુ ૪૩% વધુ કિંમત ની વાતને મિડીયાએ હેડલાઈનમાં આપી હતી.
મંગળવારના પ્રાઈમટાઈમ માં જ દેવેન્દ્ર શર્મા એ કહ્યું કે જો આવુ હોત તો સરકાર દરેક જાહેરાત અને પ્રેસકોન્ફરન્સમાં દાવો કરી રહી હોત. અમે આ બે પાનાની જાહેરાતમાં બહું શોધ્યું, કે જેનો દાવો અમીતશાહે ૨૮ મે ના દિવસે કર્યો હતો. આપ વિશ્વાસ નહી કરો એ બે પાનાની જાહેરાતમાં ક્યાંય પણ ઓછા માં ઓછું ૪૩% નો ભાવ આપ્યો છે, એવું વર્ણન નથી. તો શું જે વાત અમીતશાહ ને ખબર છે એ વાત કૃષિ પ્રધાનને એ વાત ખબર નથી.
આમ તો ૨૦૦૬માં એમ.એસ.સ્વામીનાથને ખેડૂત કમિશનના ચેરમેન તરીકે આ ભલામણ કરી હતી. એવુ નથી કે સરકાર એમ. એસ. સ્વામીનાથન ને ભુલી ચુકી છે. આ જ ૧૯ મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ એમ.એસ.સોમનાથનની એક પુસ્તક સમર્પિત કરી હતી. એ સમયે વડાપ્રધાને કહ્યું હતું કે ડોક્ટર સોમનાનથની ખાસિયત એ છે કે એમનું કામ સત્ય પર આધારીત હોય છે.
અમીતશાહ કહે છે કે જમીનની કીમત નો ઉમેરો કરી કોઈ પણ સરકાર ખર્ચનો ૫૦% ભાવ નથી આપી શકતી. ઓછા માં ઓછો આધાર ભાવ બધા જ ખેડૂતોને ઓછામાં ઓછું આધાર ભાવ નથી મળી જતુ. આજ મહિનામાં કૃષિ વિજ્ઞાનિકો દરમ્યાન ભારતના મહાન આર્થિક સલાહકાર અરવિંદ સુપ્રમણિયમે કહ્યું કે સરકારે ઓછા માં ઓછા આધાર ભાવ પર દાળ ખરીદવાના પ્રયત્નો કર્યા. પરંતુ ૬૦% ખેડૂતોને આધાર કિંમત થી ઓછામાં પોતાની દાળ વેચવી પડી. ૪૦% ખેડુતો ને સરકાર ઓછામાં ઓછું આધાર કિંમત જ આપી શકી. ભારતના સેન્ટ્રલ આર્થિક સલાહકારનો કહેવું છે કે ભારતનો ખેડૂત મહિનાનો ૧૬૦૦ રૃા કમાય છે. મંગળવાર અને બુધવારે ૩ ખેડૂતો એ આત્મહત્યા કરી છે. /