‘બેટા સુહૈલ ! તમને કેટલીવાર કહ્યું છે કે સાયકલ ઓછી ચલાવ્યા કરો. પરંતુ તમે એ પછી પણ કામ વિના પણ સાયકલ ચલાવ્યા કરો છો . શું તમે થાકતા નથી ?’ સુહૈલીની અમ્મીએ સુહૈલને સમજાવતા કહ્યું.
‘થાકી તો જાઉં છું અમ્મીજાન… પરંતુ શું બતાઉં, સાયકલ ચલાવતાં બહુ મજા આવે છે…’ સુહૈલે કહ્યું.
‘હું તમને હવે સખ્તીથી કહું છું કે, સાયકલ ઓછી ચલાવ્યા કરો.’ સુહૈલની અમ્મીએ ફરીથી કહ્યું.
‘સારું અમ્મી જાન.’ આ કહેતા સુહૈલ બહાર ગલીમાં ચાલ્યો ગયો.
સુહૈલ ૬ઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી હતો. તેને સાયકલ ચલાવવાનો બહુ શોખો હતો. ખૂબજ આગ્રહ અને જિદ કરવાથી સુહૈલના અબ્બુએ તેને સાયકલ ખરીદી આપી હતી. બસ એ જ દિવસથી સુહૈલ તો સાયકલ પાછળ ગાંડો થઈ ગયો હતો, અને આખો દિવસ સાયકલ ચલાવતો રહેતો હતો.’
‘બેટા સુહૈલ ! જલ્દીથી બજાર જઈ શાકભાજી લઈ આવ.’ સુહૈલની અમ્મીએ તેને પૈસા આપતાં કહ્યું. સુહૈલે તરત જ સાયકલ કાઢી અને શાકભાઈ લેવા બજાર ચાલ્યો ગયો. જલ્દીમાં ને જલ્દીમાં સુહૈલ શાકભાજી રાખવા માટેની થેલીલેવાનું ભૂલી ગયો હતો. આથી શાકભાજીવાળાએ સુહૈલને એક પ્લાસ્ટીકની થેલીમાં શાકભાજી મૂકી આપી. સુહૈલે એ થેલી સાયકલના હેન્ડલ ઉપર લટકાવી ઘર તરફ ચાલી નીકળ્યો. હજી સુહૈલે થોડીક જ દૂર ગયો હતો કે શાકભાજી ભરેલ પ્લાસ્ટીકની એ થેલી ફાટી ગઈ અને બધી શાકભાજી પડીને વિખેરાઈ ગઈ. સુહૈલ ખાલી હાથ ઘરે આવ્યો તો તેની અમ્મીએ નવાઈ પામીને પૂછયું, ‘શું થયું બેટા ! શાકભાજી કયાં છે ?’
‘અમ્મીજાન એ તો થેલી ફાટી ગઈ અને બધી શાકભાજી પડી ગઈ.’ સુહૈલે કહ્યું.
‘તમે ઘરેથી શાકભાજી લાવવા માટેની કપડાની થેલી કેમ લઈ ગયા ન હતા…. અને સાયકલ ઉપર તો આમેય પ્લાસ્ટીકની થેલી ફાટી જાય છે, તેમ છતાં તમે બેદરકારી કરી ?’ તેની અમ્મીએ કહ્યું.
‘ભૂલ થઈ ગઈ અમ્મી જાન ! હવે પછીથી ધ્યાન રાખી ઘરેથી થેલી લઈને જઈશ.’ સુહૈલે પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું. તેની અમ્મીએ તેને ફરીથી શાકભાજી લાવવા માટે પૈસા આપ્યા, અને તે થેલી લઈને બજાર તરફ ચાલતો થયો.
થોડાક દિવસો બાદ એકવાર સુહૈલની સાયકલમાં પંકચર પડયો તો તેણે અમ્મી પાસેથી પૈસા લઈ પંકચર બનાવડાવ્યું. થોડાક જ સમય બાદ ફરીવાર સુહૈલે તેની અમ્મી પાસેથી પંકચરના પૈસા માગ્યો તો તેની અમ્મીએ કહ્યું કે, ‘બેટા સુહૈલ ! કેટલીવાર પંકચર બનાવડચાવશો ? આ તો સાયકલ શું થઈ, અમારા માટે મુસીબત જ બની ગઈ છે ! નથી બનાવવું પંકચર. આમ જ મૂકી દો સાયકલ.’
હવે સાયકલ વગર સુહૈલનું મન લાગતું ન હતું. એક દિવસે તેની -અમીએ તેનાથી બજારથી સોદો મંગાવ્યો તો સુહૈલે સોદામાંથી થોડાક પૈસા બચાવી લીધા અને અમ્મીને જૂઠ કહ્યું કે, સોદો મોંઘો આવ્યો છે. સુહૈલે એમાં જે પૈસા બચાવ્યા હતા તેમાંથી સાકયલનું પંકચર બનાવડાવી લીધું. પંકચર બનાવડાવ્યા બાદ સુહૈલે ખુશી ખેશી ઘર તરફ આવી રહ્યો હતો કે અચાનક જ સુહૈલ ગલીના નાકે એક વળાંક લેતી વખતે સાયકલ પરથી પડી ગયો. પડતાં જ તેના માથામાં વાગતાં ત્યાંથી લોહી નીકળવા લાગ્યું. વધુ લોહી વહી જતાંતે બેભાન થઈ ગયો. જેવો જ તે ભાનમાં આવ્યો તો તેણે પોતાને એક હોસ્પિટલમાં જોયો. ભાનમાં આવતાં જ તેને પોતાની ભૂલ સમજાઈ અને પોતાની અમ્મીથી આના માટે માફી માગવા લાગ્યો. અને હવે પછી આવું નહીં કરવા કહ્યું.