આ પણા શરીરમાં દરેક ક્ષણે નવા કોષો બને છે અને જૂના મૃત પામતા હોય છે, ભ્રુણઅવસ્થાથી લઇને મૃતઅવસ્થા સુધી શરીરમાં થતા ફેરફારો તેની સાબિતી માટે પૂર્તિ છે. ખેતરનો સ્વભાવ ઉત્પન્ન કરવાનો છે જા કોઈ વાવણી કરવામાં ન આવે તો નકામા રોપા થઈ જાય છે અથવા ધીમે ધીમે ફળદ્રુપતા ખોઈ બેસે છે. પરંતુ જા સારૂં આયોજન કરવામાં આવે, બીજ વાવવામાં આવે, સિંચન કરવામાં આવે તો એ જ જમીન સારા ફળ-ફૂલ આપે છે. જમીન એક સ્થિતિમાં રહેતી નથી. માનવ જીવન પણ એક સ્થિતિમાં રહતું નથી. જાે તેમાં સારા સંસ્કારોનું સિંચન કરવામાં ન આવે તો તે દુરાચારી બની જાય છે. દૂષણો આપ મેળે પેદા થઈ જાય છે, તેના માટે મહેનત કરવી પડતી નથી. પરંતુ સારા લક્ષણો પેદા કરવા માટે સતત પ્રયત્ન કરવા પડે છે.
આજે સામાજિક અને રાજનૈતિક સ્તરે જે સમસ્યાઓ અને નૈતિક બૂરાઈઓ દેખાઈ રહી છે, તેનું એક કારણ માનવની પોતાની ચારિત્રિક નિર્બળતાઓ છે. એ નિર્બળતાઓ અને ખામીઓનો પ્રભાવ વ્યક્તિ જેટલો ઊંચો પદ પ્રતિષ્ઠા ધરાવતી હોય છે એટલી ભયંકર અને નુકસાનકારક હોય છે. પરિવારના મોભીની નૈતિક બૂરાઈઓ પરિવાર માટે તો દેશના મંત્રીઓના દૂષણો દેશ માટે હાનિકારક હોય છે. તેથી સૌથી વધારે વ્યક્તિના અંતરમાં સકારાત્મક પરિવર્તન માટે કાર્યરત્ થવાની જરૂર છે. કેમકે કોઈ પણ ક્રાંતિનું મૂળ વ્યÂક્ત છે. સાથે જ જીવનના બીજા ક્ષેત્રોમાં પણ શક્ય સીમા સુધી બદલાવ માટે સક્રિય થવાની જરૂર છે.
“હકીકત એ છે કે અલ્લાહ કોઈ કોમની હાલત ત્યાં સુધી બદલતો નથી જ્યાં સુધી તે સ્વયં પોતાના લક્ષણો બદલતી નથી.” (સૂરઃ રઅ્દ-૧૧)
નૈતિક દૂષણોમાં એક છે સ્વાર્થીપણું. આ માનસિકતા બે ભાઈઓ વચ્ચે પણ તિરાડ ઉત્પન્ન કરે છે. આ જ માનસિકતા પડોશીઓ દરમ્યાન સમસ્યાનું કારણ બને છે. આ જ માનસિકતા વિકાસ પામીને રાવણની જેમ વિવિધ રૂપ ધારણ કરે છે. જાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદ, રંગભેદ, કોમવાદ અને રાષ્ટ્રવાદના જડમૂળમાં આ જ ગુણ જાવા મળે છે. દેખીતી રીતે આ સ્વાર્થીપણાના આવા વિવિધ રૂપોમાં કોઈ ખામી કે સમસ્યા દેખાતી નથી. પરંતુ આ માનસિકતાના મૂળમાં બીજા લોકો માટે નકારાત્મકતા અને પોતાની શ્રેષ્ઠતાનો ભાવ છે. તેથી બધા જ ભૌતિક ફાયદા માટે તે પોતાની જાત, વંશ, રાજ્ય કે દેશને અગ્ર હરોળમાં રાખે છે. આ ગુણના પ્રાંગણમાંથી બીજી વ્યક્તિ ‘સામે વાળી’ થઈ જાય છે. નજીકના સંબંધીઓ વચ્ચેનો વિખવાદ હોય કે દેશો વચ્ચેના ઘમાસાણ, તે આ જ માનસિકતાના ફળ છે. દા.ત. આરક્ષણની લડાઈના મૂળમાં સ્વાર્થની જ ભાવના રહેલી છે. તેથી જ અવાર-નવાર વિવિધ સમુદાયો ચક્કા જામ કરે છે, પ્રદર્શનો કરે છે, અહીં સુધી કે હિંસા પણ આચરે છે. મારો વિચાર છે કે ધાર્મિક અને સામાજિક સમાનતા હોય તો આરક્ષણની કોઈ જરૂર નથી પરંતુ જન્મજાત જાતિ આધારિત અસમાનતા હોય તો આરક્ષણ પણ જાતિ આધારિત હોવું જોઈએ. આપણે ઘરમાં પણ જાઈએ છીએ કે જે બાળક વધુ કમજાર હોય છે માતા-પિતાને તેનાથી વધુ પ્રેમ હોય છે અને તેના પ્રત્યે વિશેષ ધ્યાન આપવામાં આવે છે.
બીજાને પ્રધાનતા આપવી, લોકોની સેવા કરવી, ઓછામાં ખુશ રહેવું, બીજાને વધુ આપવું, આ ઉચ્ચ ગુણો ત્યાં સુધી શક્ય જ નથી કે જ્યાં સુધી દૃષ્ટિ સમગ્ર માનવતા સુધી લંબાવવામાં ન આવે. જયારે માનવી બીજાના દુઃખને વધુ અને પોતાની તકલીફને ઓછી સમજે છે ત્યારે સમાજમાં આનંદ અને ઉલ્લાસ ફેલાય છે. આ ગુણ માનવીથી પ્રેમ વગર શક્ય નથી. ‘સર્વજન હિતાય સર્વજન સુખાય’ની ભાવનાથી જ સક્રિય થઈશું તો સો ટકા પરિવર્તન આવશે.
હવે, બીજું પગલું ભરીએ, એ છે સામાજિક પરિવર્તન. આપણા સમાજમાં નશાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. (પ્રતિબંધ હોવા છતાં). યુવાનો સટ્ટા-ખોરી, જુગાર અનેખોટા કામોના રવાડે ચઢી રહ્યા છે. વેશ્યાવૃત્તિના અડ્ડા છૂટથી ચાલી રહ્યા છે. આપણી મા-બહનોની આબરૂ સલામત નથી. હવે તો LGBT સંબંધોને કાયદેસરતા મળી જતાં નવી પેઢી ઉપર નૈતિક પતનના વાદળો ઘેરાઈ રહ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડની વેબસાઈટ જાેઈ લો જે આપણા સમાજમાં સદંતર વધી રહેલા ક્રાઈમ્સની સાબિતી આપી રહી છે. વંશીય, જાતીય અને ધાર્મિક ભેદભાવ આપણી રક્તવાહિનીઓમાં ખૂન બનીને દોડી રહ્યો છે. ભેદભાવની પરિસ્થિતિ આ છે કે એક વિશેષ જાતિથી સંબંધ ધરાવતી ઉચ્ચ શિક્ષિત વ્યક્તિ ભલે ગમે તેટલા માટા પદ સુધી પહોચી જાય પરંતુ તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે. અને એક ખાસ વર્ણમાં જન્મેલી વ્યક્તિ ભલે અભણ અને અસભ્ય હોય પરંતુ તેને માન-મરતબો આપવામાં આવે છે. આપણી જ ગંદકીના ઢગલા આપણા માટે જ જાખમ બની ગયા છે. સાફ-સફાઈ પ્રત્યે વિશેષ સભાનતા દેખાતી નથી. બીજી વ્યÂક્તને દગો આપવો, ઓછું માપવું, નકામી કે નુકસાની વસ્તુ સારા ભાવે વેચી મારવી, મિલ્કત પચાવી પાડવી, અર્થોપાર્જનના ખોટા રસ્તા અપનાવવા, ફેક ચિત્રો અને વિડીઓ બનાવવી વગેરે એક કળા બની ગઈ છે. હવે તો ઇતિહાસનું પણ ફેક વર્ઝન તૈયાર થઈ ગયું છે.
અંગ્રેજા સામે આપણે ભલે સફળ થયા હોઈએ પરંતુ કોમવાદ અને સાંપ્રદાયિકતા સામે આપણે ઘૂંટણિયે પડી ગયા છીએ. બે ધર્મ કે કોમના લોકો સાથે સફર કરે, ભણે, વેપાર કરે પરંતુ દિલમાં એક બીજા પ્રત્યે પક્ષપાત કે નફરત રાખે છે.
આપણી વિધાનસભા અને લોકસભામાં પણ બહુમતી તો ગુનેગારોની છે. કાલે ગુંડાત¥વના આધારે નેતાઓ સત્તા સુધી પહોચતા હતા, હવે અસામાજિક ત¥વો પોતે ચૂંટણી લડી રહ્યા છે અને મોટા ભાગે વિજયી પણ બની રહ્યા છે. દેશનું બંધારણ અને બંધારણનું લોકશાહી માળખું તથા લોકશાહીના નાગરિક મૂલ્યો અસુરક્ષિત છે. ન્યાયના મંદિરોની ગરિમા ખોરવાઈ રહી છે. જે ટ્રસ્ટો અને સંસ્થાઓ અને એમના થકી થઈ રહેલા કલ્યાણના કાર્યો પણ વ્યવસાયિક રૂપ ધારણ કરી રહ્યા છે. આવી સંસ્થાઓ ક્યાંક તો પેઢી બની ગઈ છે, તો ક્યાંક સેવાની ભાવના ઓછી થતી દેખાઈ રહી છે. ધર્મ માનવમાં પ્રેમ અને સેવાના સંસ્કારોનું સીંચન કરે છે પરંતુ મોટા ભાગે ધાર્મિક સ્થળોમાં અઢળક ધન છે અને તેમની નાક નીચે માનવી દયનીય પરિÂસ્થતિમાં જીવન વ્યતીત કરી રહ્યો છે, ઘણા બધા સાધુ-સંતો ફાઈવ સ્ટાર સન્યાસની મજા માણી રહ્યા છે.
આવી પરિસ્થિતિ પ્રભાવિત થઈ નવી પેઢી પરિવર્તન માટે સ્વપ્ન જાઈ રહી છે. પરંતુ જા આ પેઢી પોતાની અંદર ચારિત્રિક પરિવર્તન લાવવામાં નિષ્ફળ રહી તો બીજા પરિવર્તન પણ શક્ય બનશે નહિ. જે યુવાનોને વર્તમાન પરિસ્થિતિની સમજ નથી અથવા દીર્ધદૃષ્ટિ નથી તેમને પણ સાવધાન થઈ જવાની જરૂર છે. ઘણા યુવામિત્રો દેશની હાલતથી ચિંતિત છે પરંતુ મેદાનમાં કશું કરી રહ્યા નથી, થોડું ઘણું વર્ચ્યુઅલ એક્ટીવીઝમ દેખાય છે, જે બદલાવ માટે પૂરતું નથી.
સારી ઉમ્ર ઇસી સોચમેં ગંવા દી
કિ ઝિંદગી જા મિલી હૈ તો કોઈ કામ કરૂ
મિત્રો, કોઈ પણ બદલાવ માત્ર સારી ઇચ્છાથી શક્ય નથી. તેના માટે જરૂર છે અતૂટ સંકલ્પની, ઇરાદાની એવી દૃઢતા કે જે કોઈ પણ લોભ, લાલચ, સ્વાર્થ, ધમકીના તોફાન સામે હિમાલયની જેમ ઊભો રહી જાય. આપણે જેમને ખોટા કહીએ છીએ તેઓ ખૂબ જ વ્યવસ્થિત અને સંગઠિત રીતે પ્રગતિ પામી રહ્યા છે. જા આપણે દેશનું સાચે જ ભલું ઇચ્છતા હોઈએ તો તેમનાથી વધુ ઝડપથી કામ કરવું પડશે. તેના માટે બુદ્ધિની તલવાર તે જ કરવી પડશે, સમય અને કુશળતાને જનહિત માટે કુર્બાન કરવા પડશે.
આજકાલ યુવાનો જાગૃત થઈ રહ્યા છે. નાના- મોટા સ્થળે તેઓ સંગઠિત કે અસંગઠિત રીતે વિવિધ પ્રકારના કાર્યોમાં જાડાઈ રહ્યા છે. મારી તેમને સલાહ છે કે આપણે શું પરિવર્તન લાવવા માગીએ છીએ તે ઉદ્દેશ્ય બિલકુલ સ્પષ્ટ રાખો. કોઈ દંભ કે ગુપ્ત એજન્ડા સાથે કામ કરશો તો બાવળના સ્થાને કેક્ટસ જેવી પરિસ્થિતિ થશે. જાવામાં પરિસ્થિતિ કદાચ જુદી લાગે પરંતુ વાસ્તવિકતાની રૂએ એની એ જ. વિશેષ મારી મુસ્લિમ યુવાનોને સલાહ છે કે તમારો હેતુ નક્કી કરો. તમે ઇસ્લામની સેવા કરવા માગો છો કે મુસ્લિમ સમાજનું કલ્યાણ ઇચ્છો છો? અથવા નેતાગીરી કરવા માગો છે? સ્પષ્ટ ધ્યેય સાથે કામની શરૂઆત કરો. ત્રણેય હેતુઓ પોતાના જુદા માર્ગ, જુદો સ્વભાવ, જુદો સમય અને જુદું પરિણામ રાખે છે. મંઝિલ જુદી હોય અને નજર બીજે હોય તો ક્યારેય સફળતા મળી શકતી નથી. દંભી પોતાની જાતને બુદ્ધિમાન સમજે છે, પરંતુ છેલ્લે તેના ભાગમાં નામોશી સિવાય કશું આવતું નથી. જા તમે ઇસ્લામની સેવા કરવા માગતા હોવ તો તેના મુજબ કાર્ય કરવું પડશે, ઇસ્લામના પુનઃજીવનમાં દેશ અને દેશવાસીઓ બંનેની ભલાઈ છે. કેમકે ઇસ્લામ માનવને સંબોધિત કરે છે. તેને જીવનની સાર્થકતા અને ઉદ્દેશ્ય સમજાવે છે. પ્રેમ, ભાઈચારા, સમાનતા, ન્યાય માટે આહ્વાન આપે છે. આ કાર્ય માટે માનવી સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને સક્રિય થવું પડશે, આ માર્ગ ખૂબ જ લાંબું છે અને ધેર્ય માંગે છે. પરંતુ પરિણામની દૃષ્ટિએ સૌથી શ્રેષ્ઠ છે. તેમાં મુસ્લિમ સમાજ સહિત સૌનો વિકાસ અને પ્રગતિ સમાયેલી છે.
તમે મુસ્લિમ સમાજનો ઉદ્ધાર કરવા માંગતા હોવ તો વિવિધ ક્ષેત્રો જેમકે શૈક્ષણિક, આર્થિક, સામાજિક, રાજકીય વગેરેમાં ખંતપૂર્વક કામ કરો. જેઓ આ કામ નિખાલસ ભાવે કરી રહ્યા છે તેમને સહકાર આપો, જે કરવા માંગે છે તેમને માર્ગદર્શન આપો. મુસલમાનોની સુધારણા,તેમની ઉન્નતિ, તેમની એકતા, તેમનામાં ઇસ્લામી જાગૃતિ જેવા મેદાનોમાં આગળ વધીશું તો મિલ્લતનું પુનઃજીવન થશે. પરંતુ આ માનસિકતા તમારી અંદર કોમવાદની ભાવના પેદા કરી શકે છે. અથવા બીજા સમૂદાયો અને તેમના દુઃખ-દર્દને સમજવાથી દૂર કરી શકે છે, જેનાથી સાવધાન રહેવાની જરૂર છે.
નેતાગીરી કરવા માંગતા લોકો પાસે પાર્ટીઓની કમી નથી. આ લોકો તકવાદી હોય છે, જેઓ પોતાના લાભ માટે ગમે તે સ્તર સુધી જઈ શકે છે, આવા લોકોનું વ્યક્તિગત લાભ આગળ હોય છે અને દેશ,ધર્મ અને સમાજ પાછળ રહે છે. અને જા તમે માત્ર નેતાગીરી કરવા માંગતા હોવ તો મુસલમાનોના અધિકાર માટે નહીં મુસલમાનોના નાગરિક અધિકાર માટે સંઘર્ષ કરો. રાજકીય રીતે એવી કોઈ નીતિ ન અપનાવો કે જેથી વિખવાદ, અશાંતિ કે સાંપ્રદાયિકતા ફેલાય. લોકશાહી અને બંધારણીય મૂલ્યોની બહાલી માટે પ્રયત્ન કરો. સદ્ભાવના મંચ, શાંતિ સમિતિ વગેરેની રચના કરો. વિવિધ ધર્મ અને સંપ્રદાયના લોકોને એક મંચ પર લાવવા અને તેમના વચ્ચેનો સેતુ બનવાનો પ્રયતન કરો. કોઈ લાભ પ્રાપ્ત કરવા માટે બ્રોકર્સ ક્યારેય ન બનશો. પોતાને મુસ્લિમ સમાજના હિતેચ્છુ જાહેર કરવા માંગતા હોવ તો ભલે કરો પરંતુ ઇસ્લામ અને મુસલમાનોની ઓળખ ભૂંસવવાનો પ્રયત્ન ન કરશો.
જે કરો કાયમી સ્વભાવે કરો. પાણીમાં આવતી ભરતીની જેમ નહીં, દરિયામાં ઉછળતા મોજાંની જેમ સતત કામ કરશો તો પરિણામ જરૂર મળશે. હઝરત મુહમ્મદ સ.અ.વ.એ ફરમાવ્યું જેનો ભાવાર્થ છે કે અલ્લાહને એ વ્યક્તિ વધુ પ્રિય છે જે ભલે ઓછું કામ કરે પરંતુ સતત કરે. પડકારો ઘણા છે એટલે ઘણા લોકોની કામ કરવાની હિમત થતી નથી. પરંતુ એ હકીકત છે કે દરેક સારૂં કામ શરૂઆતમાં અસંભવ જ દેખાય છે. પરંતુ કામનું સાતત્ય જળવાઈ રહે તો મંઝિલ મળી જાય છે. આપણને સમય વેડફવાની જરૂર નથી, કેમકે જે વ્યક્તિને એ બીક હોય કે સવાર સુધી નિશ્ચિત સ્થાને નહીં પહોંચી શકે તે ઊંઘતો નથી, રાત્રે જ યાત્રા શરૂ કરી દે છે.
યે સદાએં આ રહી હૈં આબશારોં સે
ચટ્ટાને ચૂર હો જાએં જા હો અઝમે સફર પેદા