કેટલું સારું હોત જો એક તિરંગા યાત્રા પ્રાથમિક શિક્ષણની દુર્દશા ઉપર પણ કાઢવામાં આવતી કે જ્યાં શિક્ષણથી લઈને મૂળભૂત સગવડોની અછત છે. જ્યાં સૌથી વધારે દેશમાં ગરીબ, ખેડૂત, મજૂર અને લઘુમતિ સમુદાયના બાળકો ભણે છે.
એક તિરંગા યાત્રા મહિલાઓની અસુરક્ષા ઉપર પણ કાઢવામાં આવતી તો કેટલુ ંસારુ હોત, જેમની સાથે છેડતી અને જાતીય ભેદભાવની ઘટનાઓ સામાન્ય બની ચુકી છે.
એક તિરંગા યાત્રા તે મૂડીવાદીઓના વિરુદ્ધ કાઢવામાં આવે જે અનાજને ગોડાઉનોમાં ભરીને તેની કિંમત વધારે છે અને તેને પેદા કરનારા ખેડૂતો આત્મહત્યા કરવા માટે મજબૂર હોય છે.
એક તિરંગા યાત્રા મોબલિંચિંગના કાવત્રાખોરો ગુંડાઓ વિરુદ્ધ પણ કાઢવામાં આવે તો કેટલું સારું હોત જે રાષ્ટ્રવાદના નામે રાષ્ટ્રીય એકતાને નુકસાન પહંચાડી રહ્યા છે.
એક તિરંગા યાત્રા તે કન્યાઓ માટે પણ હોવી જોઈએ જે માતાના ગર્ભાશયમાં હત્યાથી તો બચી જાય છે પરંતુ દેશના કહેવાતા સજ્જનોની ગંદી નજરોથી રોજેરોજ મરી રહી છે.
એક તિરંગા યાત્રા તે વિદ્યાર્થીઓ માટે પણ હોવી જોઈએ જે ગામથી શહેર આવીને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે અસમર્થ છે કેમકે તેઓ પાસે યાતાયાત ના ઉચિત સાધન ઉપલબ્ધ નથી. પુત્રી બચી તો જાય છે પરંતુ પુત્રી ભણી નથી શકતી.
આમ જો દેશની દરેક સમસ્યાઓ માટે તિરંગા યાત્રાઓ થવા લાગે તો આખો દેશ યાત્રાઓના ફળસ્વરૃપ તિરંગામય બની જશે જેનાથી લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પણ જાગૃત થશે અને સમસ્યાઓનું નિદાન પણ થઈ જશે.
(જો તમે સાચા અર્થમાં રાષ્ટ્રવાદી છો તો યાત્રાઓના ટેન્ડર લેનારાઓ સુધી આ સંદેશ પહોંચાડી દેજો.)