તમે ‘ચીનની દીવાલ’ વિશે સાંભળ્યું જ હશે. જે દુનિયાની સાત અજાયબીઓ એક અજાયબી છે. પરંતુ શું તેની ખબર છે કે આ દીવાલ કોઈ એક દીવાલ નથી જે અમુક વર્ષોમાં તૈયાર થઈ ગઈ હોય. બલ્કે તે લગભગ ૨ હજાર વર્ષોમાં તૈયાર થઈ છે અને તેની ખાસીયત એ છે કે જે દીવાલોના જૂથનો એક સંગ્રહ છે જે વર્ષોથી ચીનની સેવા આપી રહી છે.
ચીનની દીવાલને કેટલાક લોકો સ્ટોન ડ્રેગન એટલે કે પથ્થરનું ડ્રેગનનો નામથી ઓળખે છે. કેટલાકનો દાવો છે કે ચાંદથી નજર આવતી આ દીવાલ એકલા માણસથી બનેલી છે. પરંતુ આ વાતને લઈને ઘણા મતમતાંતર છે.
ચીનની દીવાલના સંબંધમાં વારંવાર મનમાં આ ત્રણ સવાલો આવતા રહે છે. (૧) તેના બાંધકામનો હેતુ શું છે? (૨) તેનું બાંધકામ કેટલા સમયમાં પુર્ણ થયું? (૩) તેની લંબાઈ કેટલી છે?
ચીનની દીવાલ બનાવવાનો સૌથી મહત્ત્વનો આશય એ હતો કે ઉત્તર તરફથી આવનાર હુમલાખોરોથી બચાવ શક્ય થઈ શકે જેઓ વારંવાર ખોરાકની શોધમાં ચીનની વસ્તીઓ હુમલો કરી લૂટ અને ફસાદ કરતા હતા.
ઇસ્વી પૂર્વે ત્રીજી સદીથી લઈને ઇ.સ. ૧૮ સુધી અલગ-અલગ રાજાઓએ ચીનની દીવાલનું બાંધકામ કરાવ્યું. તેનો બાંધકામની શરૃઆત જેના શીરે જાય છે એ ‘હોન ખાનદાન’ છે. જેણે ચીનમાં ઘણા વિશાળ સામ્રાજ્ય પર રાજ કર્યું. તે સમયે કાંકર, માટી અને લાકડીની મદદથી લગભગ હજાર માઈલ લાંબી દીવાલ જે ચીનના ઉત્તરી પૂર્વ વિસ્તારમાં તેનું બાંધકામ કર્યું જેની નીશાનીઓ હાલ પણ ‘ગોબી રણ’માં મળી આવે છે.
‘હોન સામ્રાજ્ય’ બાદ બીજા સામ્રાજ્યના લોકોએ પણ તેના પ્રત્યે થોડી ઘણી કાળજી લીધી. જોકે ૧૪મી સદીમાં બનેલી ‘મૂંગ ખાનદાન’ના સામ્રાજ્યએ આ કામ પ્રત્યે સૌથી વધારે પોતાની દીલચસ્પી બતાવી. ૧૬મી સદીની શરૃઆતમાં ‘મૂંગ પરિવાર’એ માટીની મદદથી ચીનની દીવાલનું બાંધકામ કર્યું પરંતુ થોડા જ વર્ષો બાદ ઈંટ અને પથ્થરના ઉપયોગ થવા લાગ્યો. ઈંટ અને પથ્થરનો ઉપયોગથી લગભગ ૧૨૦૦ કી.મી. લાંબી દીવાલ તૈયાર થઈ. જેને તમે ઘણા ચિત્રોમાં નીહાળી હશે. ચીની દીવાલનો આ ભાગ જ પ્રવાસીઓ માટે કેન્દ્રનું સ્થાન છે. જે ચીનના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલું છે. અહીંથી ચીનની રાજધાની બેજીંગ પણ નજદીક છે.
ચીનની દીવાલના આ ભાગના બાંધકામ પછી દીવાલના બાંધકામની પરંપરા બંધ થઈ. જોકે ચીની પ્રજા પ્રશંસાને કાબેલ છે જેમણે યુદ્ધ અને લડાઈથી બચવા માટે લગભગ આઠ હજાર આઠસો પચાસ (૮૮૫૦) કી.મી. લાંબી દીવાલનું બાંધકામ કરી આખી દુનિયાને પોતાની સુરક્ષા કેવી રીતે કરવી તેનો અજોડ નમૂનો બતાવ્યો.
આપણે જાણીએ છીએ કે આવી જ એક દીવાલ ઝુલકરનૈન અલૈ. એ એક મઝલૂમ કોમની ઝાલીમ અને ક્રૂર કોમ યાજૂજ માજૂજથી હીફાઝત માટે બનાવી હતી. જોકે આ એક એવું સાહસ હતું જે મનુષ્ય જાતની જાન અને માલની સુરક્ષા માટે લીધું હતું. જે અલ્લાહને ખૂબજ પસંદ આવ્યું અને અલ્લાહે તેનું વર્ણન કુઆર્ન પાકમાં પણ કર્યું છે.