Friday, November 22, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપપ્રવર્તમાન બેંકીંગ અને વ્યાજમૂક્ત અર્થવ્યવસ્થા ...

પ્રવર્તમાન બેંકીંગ અને વ્યાજમૂક્ત અર્થવ્યવસ્થા …

વર્તમાન વ્યવસ્થાનું વર્તુળ

ભારતનો વર્તમાન બેંકીંગ વ્યાપાર વ્યાજ આધારિત છે. આ માળખામાં બેંકીંગ સેકટર તેમજ આર્થિક બજારના નિયમનની સત્તા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને છે.આર્થિક બજાર એ એવી તમામ સંસ્થાઓનો સમૂહ છે કે જે ટૂંકી મુદ્દત માટે મૂડી પૂરી પાડે છે. પોતાના વ્યવસ્થાકીય માળખાની દ્રષ્ટિએ બેંકીંગતંત્રને બે મોટા સમૂહમાં વહેેંચી શકાય છે.

(અ) કૉમર્શીયલ બેંકીંગ ઃ- આને પણ અન્ય બે ગ્રુપમાં વહેંચી શકાય છે. (૧) રાષ્ટ્રીયકૃત બેંકીંગ (૨) પ્રાઇવેટ સેકટર બેંકીંગ. રાષ્ટ્રીયકૃત બેંકીંગ એ ભારત સરકાર હસ્તક, નિરીક્ષણ અને નિયંત્રણ હેઠળ ચાલે છે. રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા,સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા, તેના હસ્તક તેની અન્ય શાખાઓ અને વીસ (૨૦) મોટી કૉમર્શીયલ બેંકો આ ગ્રૂપમાં સામેલ છે. અને સામાન્યતઃ બેંકીગ બિઝનેસનો ૯૦ ટકા આ ગ્રૂપને મળે છે. પ્રાઈવેટ સેકટર બેંકો બે ભાગમાં વહેંચાયેલી છે.શેડ્યુલ બેંક અને બિન શેડયુલ બેંક. શેડ્યુલ બેંકોં રીઝર્વ બેંક ઓપ ઇન્ડીયા સાથે જોડાણના એ ધોરણો પરિપૂર્ણ કરે છે જે રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ નક્કી કર્યા છે.જેના કારણે તેમને ઘણી સવલતો, લાભો અને હક્કો પ્રાપ્ત છે.તેમજ શેડ્યુલ બેંકો વધારાની જવાબદારીઓ પણ અદા કરે છે. જે બિન અધિકૃત બેંકોને પ્રાપ્ત નથી. આવી બેંકો જોઇન્ટ કંપની તરીકે રજીસ્ટર્ડ છે.

(બ) કો-ઓપરેટીવ બેંક ઃ- આવી બેંકો પરસ્પર સહકારના એવા બુનિયાદી નિયમો અને કાયદા હેઠળ સ્થાપિત છે જે સભ્યો દરમ્યાન તેમના આર્થિક લાભોમાં વૃદ્ધિ અને મુદ્દત બાબતે પરસ્પર સહકાર ઉપર ભાર મૂકે છે. આપણી કો-ઓપરેટીવ બેંકો બે ભાગમાં વહેંચાયેલી છે. શહેરી અને ગ્રામીણ, જેનો આધાર તેમના કાર્યક્ષેત્ર ઉપર છે.પરસ્પર સહકાર આધારિત શહેરી બેંકોની આંકડાકીય માહીતીમાં, તે એવી બેંકોની, વેતનવર્ગ એટલે કે નોકરો અને અધિકારીઓની પરસ્પર સહકારી લોન આપતી સંસ્થાઓની માહીતી સામેલ છે. ગ્રામિણ વિસ્તારો માટે ટૂંકી મુદ્દત અને લાંબાગાળાની પરસ્પર સહકાર આધારિત બેંક વ્યવસ્થા છે. ટૂંકી મુદ્દત માટે સ્ટેટ કૉ-ઓપરેટીવ બેંક સૌથી વધારે આર્થિક ભંડોળ ધરાવતી સંસ્થા છે. જેના તાબા હેઠળ જીલ્લા સ્તરે સેન્ટ્રલ કો.ઓપ.બેંક તેમજ ગ્રામીણ સ્તરે પ્રાયમરી લેવલે પરસ્પર સહકારલક્ષી સંસ્થાઓ કાર્યરત છે. ટૂંકી મુદતવાળુ માળખું આનો એક સ્વતંત્ર ભાગ છે. પરસ્પર સહકારવાળી બેંકીગની વિશેષતાઓ, તેનું ક્ષેત્રીય અસંતુલન અને વિવિધ દરજ્જાઓ છે, એટલે કે અમૂક રાજ્યોમાં આ દ્વિસ્તરીય છે અને અમુક રાજ્યો ત્રિસ્તરીય છે.

વચગાળા તેમજ લાંબાગાળાની મુદત માટે આર્થિક જરૂરીયાત અને મૂડીની ઉપલબ્ધિ માટે ઘણી સંસ્થાઓ કાર્યરત છે. તેમને પ્રગતિલક્ષી બેંક કહેવામાં આવે છે. એટલે કે, ઔદ્યોગિક પ્રગતિલક્ષી બેંક ઓફ ઇન્ડીયા ઇન્ડસ્ટ્રીયલ ક્રેડીટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા (ICICI) યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડીયા (UTI) વિગિરે આ બધી સંસ્થાઓ એકઠી થઇને મૂડી બજારનું નિર્માણ કરે છે.ટૂંકા વચગાળા અને લાંબાગાળા માટે મૂડી રોકારણ અને મૂડીની ઉપલબ્ધિમાં ખૂબ જ નિકટનો સંબંધ છે.માટે રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાની આ ગૌણ શાખાઓ દ્વારા તેમાં પરસ્પર સહકાર રહે છે. આ રીતે આ શાખાઓ એક વિશાળ બેંક વ્યવસ્થા પૂરી પાડે છે.
(અ) મૂડી:
(બ) વિવિધ જનસમૂદાય (વર્ગ) અને રોજગારલક્ષી યોજનાઓ ને પરોક્ષ સેવાઓ. પરંતુ આ બધું વ્યાજ આધારિત યોજનાઓ છે. બેંકીંગના દેશના પવર્તમાન નિયમો, (બેંકીંગ રેગ્યુલેશન એકટ, નેગોશિયબલ ઇન્સ્ય્રુમેન્શન એકટ, કૉ.ઓપ.સો.એકટ) વ્યાજલક્ષી યોજનાઓ આધારિત જ છે.
આ પ્રકારની પરંપરાગત વ્યવસ્થા આર્થિક પૂરવઠાની પોતાની ભૂમિકાને કારણે દેશની આર્થિક અંસંતુલનની સ્થિતિ માટે જવાબદારછે. એના કારણે ધન-રાશિની પ્રમાણિકતા અને નિખાલસતા લુપ્ત થઈ ગઈ છે. અને Equily અથવા સામ્યતાની સમસ્યાઓ પેદા થઈ ગઈ છે. બીજું એ કે આ વ્યવસ્થામાં ડીપોઝીટરો તેમજ ઉધાર લેનાર વિવિધ વર્ગો સાથે વર્તન-વ્યવહારમાં અસમાનતા અને અન્યાય પેદા થઈ ગયો છે.સેવાઓ પૂરી પાડવા અંગે પણ સર્વિસ ચાર્જીસમાં અસમાનતા છે. ટૂંકમાં મૂડીની ખોટી મર્યાદાઓ બાંધવામાં આવી છે. રાષ્ટ્રીયકૃત કર્યા પછી સેવાનું સ્તર નીચૂં ગયું છે. અને કાર્યપ્રણાલિકા પણ બદતર થતી જાય છે જેના કારણે ફાયદો ઓછો થઈ ગયો છે.

વ્યાજરહિત આર્થિક વ્યવસ્થાના હેતુઓ અને કાર્યક્ષેત્ર ઃ- વ્યાજ રહિત આર્થિક વ્યવસ્થા સામાન્ય રીતે સમગ્ર દેશ અને ખાસ કરીને મુસ્લીમ સમાજ જેવા નબળા વર્ગોની જરૂરીયાતો સંતોષી શકશે.આ વાત સ્વીકાર કરી લેવામાં આવી છે કે, રોજગાર અને સામાજિક રીતે મુસ્લીમો પછાત છે, જો કે તેઓની સંખ્યા દેશની કુલ વસ્તીના ૧૨ ટકા જેટલી છે. તેમ છતાં તેઓ પછાત જ્ઞાતિઓ અને આદિવાસીઓની સાથે-સાથે સમાજનો સૌથી નબળો અને પછાતવર્ગ છે. આ હકીકતને નજર સમક્ષ રાખીને જ સરકારે તેમના માટે ૧૫ મુુદ્દા અને વીસ (૨૦) મુદ્દાના કાર્યક્રમો જેવી પ્રગતિલક્ષી યોજનાઓ તૈયાર કરી છે. કેન્દ્રમાં સરકારે લઘુમતીઓનાં કમીશનની રચના કરી છે. કેટલીક રાજ્ય સરકારઓએ પોતાના રાજ્યમાં માઈનોરીઝીટ કમીશનની સાથે-સાથે માઇનોરીટીઝ ફાઇનાન્સ કોર્પોરેશનની રચના ઉપરાંત મુસ્લીમોની રોજગારલક્ષી સ્થિતિને વધુ સારી બનાવવા માટે અન્ય ઘણી યોજનાઓ પણ શરૃ કરી છે. આ તમામ યોજનાઓ અને કમીશનો હોવા છતાં મુસ્લીમો ભારતીય સમાજમાં સૌથી કમજોર અને પછાતવર્ગ તરીકે જીવે છે. દેશની ધંધા-વ્યાપાર અને ઉદ્યોગની પ્રગતિમાં તેઓનો ફાળો નજીવો જ છે. અલબત અત્યંત નાના અને ખૂબજ મામૂલી પ્રકારનાં ધંધાના ઉદ્યોગની પ્રગતિમાં તેમણે કંઈક ભાગ અવશ્ય લીધુંછે. તેેમ છતાં તેમનો આ ફાળો ખૂ બ જ ઓછું અને નજીવા પ્રકારનો છે.એક અંદાજ મુજબ છ લાખ યુનિટમાંથી મુસલમાનોની માલીકીના ફક્ત ૧૪,૦૦૦ યુનિટ છે. જે કેવળ ૨.૩ ટકા જેટલો ભાગ છે. ઉલ્લેખનીય વાત એ છે કે, ઉમદા અને ઊંચી ગુણવત્તાવાળી વસ્તુઓની તૈયારીમાં મુસ્લીમ કારીગરોએ હંમેશા અસરકારક અને આગવી છાપ ઉભી કરી છે.એ હજી પણ પોતાનો ઉલ્લેખનીય ભાગ ભજવી રહ્યા છે. આનાં અમૂક વિશિષ્ટ અને મહત્વના ઉદાહરણોમાં અલીગઢ (તાળાનો ઉદ્યોગ, વારાણસી (કાપડવણાટ અને ઝરદોઝી), મુરાદાબાદ (વાસણ બનાવવું), ફિરોજાબાદ (કાચનો સમાન અને બંગળીઓ) આપણી સામે છે.વાત એ છેકે ઉપરોકત ઉદ્યોગ ક્ષેત્રોમાં મુસ્લીમો અને અન્ય કારીગરો તેમની વચ્ચે રહેલો વ્યક્તિ અથવા વચેટીયા દ્વારા શોષણ થઈ રહ્યું છે. જેના કારણે તેઓ ધીરે-ધીરે પોતાનુ સ્થાન ગુમાવી રહ્યા છે. દા.ત.એક સર્વેક્ષણ પ્રમાણે ૧૯૬૦માં ફિરોઝાબાદમાં કાચના સાધનો અને બંગડીઓના ૯૫ ટકા કારખાનાઓ મુસ્લીમો પાસે હતા. જે ૧૯૮૫માં આ આંકડો ઘટીને ફક્ત ૧૫ ટકા થઈ ગયો. આનું કારણ ફક્ત એ છે કે માધ્યમો નથી.

ઉક્ત ઉદાહરણ ઉપરથી સ્પષ્ટ થાય છે કે મુસલમાનો કારીગરી અને કાર્ય-કુશળતાની બાબતમાં પાછળ પડતા નથી. એમનામાં કાર્ય-કુશળતા (મહારત)ની કોઈ જ કમી નથી. પરંતુ તેમને આર્થિક સ્ત્રોતની ઉણપની સાથે માર્કેટીંગ અને પાયાની સવલતો ઉપલબ્ધ નથી. જો તેમને કોઇ સંસ્થા તરફથી સહાય મળત તો તેઓ ચોક્કસ પ્રગતિ કરી શકત. અહિયાં એ વાતનો ઉલ્લેખ કરવો ઉચિત ગણાશે કે આઝાદી પછી દેશ રોજગાર લક્ષી દરેક ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ સાધી છે, કુલ રાષ્ટ્રીય આવક અંતર્ગત બચત અને મૂડીરોકાણની ટકાવારી અહિયાં દુનિયામાં સૌથી વધારે છે. આર્થિક બચતો દા.ત.કૉમર્શીયલ બેંકોમાં ડીપોઝીટ (થાપણ) નેશનલ સેવિંગ સર્ટિફીકેટ અને બચતની અન્ય બાબતોમાં મૂડી રોકાણ વધતુ જાય છે. જો કે આ વિષયમાં આંકડાઓ ઉપલબ્ધ નથી,પરંતુ અંદાજ એવો છેકે સરેરાશ આવકની ટકાવારી કરતા સરેરાશ બચતની ટકાવારી મુસ્લીમ કુટંુબોમાં ઓછી છે. આના ઘણાં કારણો હેાઈ શકે છે. જેમ કે શિક્ષણ અને આવડતની ઉણપ, ગરીબી, બજારની પરિસ્થિતિ, મૂડીરોકાણના માધ્યમોથી અજાણ હોવું, વિગેરે. બે અગત્યના કારણો જેની અવગણના કરી ન શકાય તે એ છે કે, ઘણાં મુસ્લીમ પરિવારો કે જેઓ બચત કરી શકે છે, તેઓ એવી બેંકો કે સંસ્થાઓમાં પોતાની બચતના નાણાં રોકવા નથી ઇચ્છતા જેઓ વ્યાજ આપે છે. એવું પણ જોવા મળે છે કે ભારત અને અન્ય દેશોમાં પણ બચતને એવા સ્વરૃપમાં કરવાનો રિવાજ વિકાસ પામી રહ્યો છે કે જેના વડે વધુમાં વધુ નફો મળે. દા.ત.ખુદ ભારતમાં કરંટ ખાતામં જેમાં કોઇ વ્યાજ નથી મળતું તેમા કમી થતી જાય છે. મુદ્દતી રોકાણ કે જેમાં વ્યાજ (નફા)નું ધોરણ ઊંચુ હોય છે તેમજ એવી અન્ય ડીપોઝીટોમાં કે જેમાં નફો વધુ મળે છે, તેમાં રોકાણ કરવાનો રિવાજ વધતો જાય છે. ભારતીય મુસલમાનોનો રોજગાર અને તેના પરિણામ સ્વરૃપે દેશના અર્થતંત્ર ઉપર તેની ખૂબ જ મહત્વની અસર થઈ છે. ભારતીય મુસલમાનોના બચતના વલણનાં વિકાસમાં વધારો કરી શકાયછે. તેમજ બચતની મર્યાદા પણ વધી શકે છે. આનાથી પણ વધુ મહત્વની વાત એ છેકે, બચતના એક મોટા ભાગને કોઇ આર્થિક સ્વરૃપમાં એટલે કે સંસ્થાઓના બેંક ડીપોઝીટ વિગેરેમાં મૂકી શકાય છે. અને એવા પ્રકારના માધ્યમો ઉપલબ્ધ કરી શકાય છે અથવા ઊભા કરી શકાય કે જેનાથી મુસલમાનોનાં ધાર્મિક આદેશો મુજબ તેમના વલણ અને લાગણીઓને સંતોષી શકાય. આમ, જો કે મુસ્લીમ કારીગરોમાં કુશળતા પણ મોજૂદ છે, તેમજ કારોબારી આવડત પણ છે, પરંતુ એમનાથી ઘણા લોકો બેંકોમાંથી ફક્ત એટલા માટે લોન લેવાનુ ટાળે છે કે એના સામે એમને વ્યાજ ચૂકવવુ પડે છે. જેની ધાર્મિક દ્રષ્ટિએ મનાઇ છે.

ઉપરોકત સર્વેક્ષણથી સાબિત થાય છે કે એવી આર્થિક સંસ્થાઓની રચના કરવાની સખત જરૃર છે. જે મુસ્લીમ બચતકારો તેમજ મૂડીરોકાણ કરનારાઓની જરૂરીયાત અને પ્રેરકબળોમાં વૃદ્ધિ કરી શકે. બલ્કે હકીકત એ છે કે, આવી સંસ્થાઓ બચતકારો અને મૂડીરોકાણ કર્તાઓની આર્થિક જરૂરીયાતોને વર્તમાન કાર્યરત આર્થિક સંસ્થાઓની તુલનામાં વધુ સારી સંતોષી શકશે.આ વાત સર્વસ્વીકૃત છે કે દેશનુ પ્રવર્તમાન આર્થિક માળખૂં નફાકારક અને સંતોષકારક રોજગારલક્ષી તેમજ આર્થિક પ્રવત્તિઓને પ્રોત્સાહન આપવામાં તદ્દન નિષ્ફળ ગયું છે. અને જ્યાં સુધી સરકાર કાર્ય પ્રણાલીનો પ્રશ્ન છે , તે બિલકુલ વ્યર્થ સાબિત થયું છે. તેનો પુરાવો ખોટ તેમજ ધીરણ (લોન)ની મોટી સંખ્યામાં બિન વસૂલાત અથવા બિનવસુલાત પાત્ર ધીરાણના સ્વરૃપમાં આપણી સમક્ષ છે. આ વિકટ પરિસ્થિતિને નાથવા માટે આજે વ્યાજરહિત આર્થિક સંસ્થાઓ સ્થાપવાની તાતી જરૂરીયાત છે.

દેશમાં આવી આર્થિક સંસ્થાઓ આજે પણ કાર્યરત છે.એમાથી કેટલીક સફળતા સાથે ચાલી રહી છે અને કેટલીક ને આંશિક સફળતા પ્રાપ્ત થઇ છે. અહિયાં આ વાત સ્પષ્ટ કરી દેવી જોઇએ કે એક વ્યાજ રહીત આર્થિક સંસ્થાની રચના કરવી અને તેનુ ધાર્મિક કાયદા મુજબ સંચાલન કરવુ એક જુદી વાત છે અને તેને સમકાલીન બજારના નિયમોને આધીન ચલાવવુ અને તેનો વિકાસ કરવો જેથી તે શક્તિશાળી, મજબૂત અને વેગવંતુ,અસરકારક અને ઉમદા તુલનાત્મક માળખા તરીકે આપણી સમક્ષ આવે એ એક જુદી વાત છે. એવી સંસ્થાઓનો હેતુ એ હોવા જોઇએ કે, એનાથી દેશના નબળા વર્ગો સવિશેષ મુસલમાનોમાં આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થાય,કામકાજ (મજુરી) વિગેરને પ્રોત્સાહન મળે, તેમને આર્થિક માધ્યમો મળી રહે તેમજ વ્યવસ્થાપન અને માર્કેટીંગ વિગેરની બાબતોમાં તેમને મરચન્ટ બેંકની સુવિદ્યાઓ હાંસલ થાય, આપણને આવી જ સંસ્થાઓની સખત જરૃર છે.

આ વાતની સ્પષ્ટતા જરૂરી છે કે, નફાકારક સ્થાયી અને મજબૂત આર્થિક પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ કરવા માટે મૂડીની ઉપલબ્ધિ આવશ્યક શરત છે. છતાં જનતાના જીવન ધોરણને ઊંચુ લાવવા તેમજ જીવનને બેહતર અને સંતોષકારક બનાવવા માટે આ શરત પૂરતી નથી.આ હેતુ માટે અન્ય લાભદાયી પ્રવૃત્તિઓની પણ જરૃર હોય છે. જેમાં ખાસ કરીને શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજીક કલ્યાણકારી યોજનાઓ સામેલ છે. ઉપરોકત આર્થિક સંસ્થાઓને ક્ષેત્રે પોતે અથવા સહકારી સંસ્થાઓના માધ્યમથી આ જરૂરીયાતો પૂરી પાડવી જોઇએ. છેવટે એ કે, આ સંસ્થાઓનો ભારતના કાયદા અને નિયમોના વર્તુળની અંદર રહીને કામ કરવું મહત્વની વાત છે. પરંતુ એક સંપૂર્ણ ઇસ્લામી બેંકીંગ વ્યવસ્થાનું આધૂનિક કાયદાકીય માળખામાં કાર્યરત રહેવું મુશ્કેલ છે. માટે સરકારી અધિકારી તેમજ પ્રતિનિધિઓ ઉપર દબાણ કરવામાં આવે છે કે તેઓ કાયદામાં યોગ્ય ફેરફાર કરે, પરંતુ આ દરમ્યાન એ રીતો અને કાર્યપદ્ધતિ જ અખત્યાર કરવી પડશે કે જે આધૂનિક બેંકીગ નિયમો અનુસાર હોય.આશા છેકે આ સંદર્ભામાં વડાપ્રધાને રચેલી ઉચ્ચકક્ષાની સત્તા ધરાવતી કમીટી આ મુદ્દાઓની સમીક્ષા કરી શકશે.

(ઇસ્લામીક ફિકહ અકાદમીની કમીટીના રીપોર્ટ પર આધારિત) *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments