અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે
“તમારામાંથી કેટલાક લોકો તો એવા જરૃર હોવા જોઈએ જેઓ નેકી (સદાચાર) તરફ બોલાવે, ભલાઈની આજ્ઞા આપે અને બૂરાઈઓથી રોકતા રહે. જે લોકો આ કામ કરશે, તેઓ જ સફળતા પામશે.” (કુઆર્ન – ૩:૧૦૪)
સમાજમાં વિવિધ પ્રકારના લોકો હોય છે; બુરાઈને ફેલાવવાવાળા ખરાબ લોકો. બુરાઈ ન ફેલાવવાવાળા ખરાબ લોકો. ભલાઈ ફેલાવવાવાળા ખરાબ લોકો. બુરાઈ ફેલાવાવાળા સારા લોકો. ભલાઈ ન ફેલાવાવાળા સારા લોકો અને ભલાઈ ફેલાવવાવાળા સારા લોકો.
અલ્લાહની નજરમાં સૌથી ખરાબ એ લોકો છે જે પોતે ખરાબ હોય છે અને બુરાઈઓ પણ ફેલાવે છે અને એ લોકો સૌથી સારા છે જે પોતે પણ સારા હોય છે અને બીજાઓને ભલાઈ તરફ આમંત્રણ આપે છે, બુરાઈથી બચવામાં અને ભલાઈના કામો કરવામાં તેમની મદદ પણ કરે છે.
બુરાઈને રોકવા અને ભલાઈને ફેલાવવા માટે એક મનુષ્યના સંઘર્ષની જગ્યાએ ઘણા લોકોનું સંગઠિત સંઘર્ષ વધારે અસરકારક હોય છે. જ્યારે એકલો માણસ કોઈ મોટી બુરાઈને રોકવાનો પ્રયત્નો કરે છે તો તેને નુકસાન થવાનો ખતરો વધુ હોય છે. ગ્રુપ બનાવીને ભલાઈને ફેલાવવામાં સફળતાની આશા વધુ હોય છે અને નુકસાનનો ખતરો ઓછો.
હઝરત મુહમ્મદ સ.અ.વ.એ ફરમાવ્યું, “બુરાઈને થતી જુઓ તો તેને હાથથી રોકો નહીંતર જીભથી રોકો અથવા તેને હૃદયમાં ખોટું સમજો.”
વ્યક્તિ આ ત્રણેય સ્થિતિમાંથી કોઈ એક સ્થિતિમાં હોય છે. ક્યારેય વધારે તાકાતવાળો હોય છે ક્યારેક ઓછી તાકાતવાળો અને ક્યારેક બિલ્કુલ તાકાત નથી રાખતો. ક્યારેક વ્યક્તિ ત્રીજી સ્થિતિમાં હોવા છતાં પહેલી સ્થિતિ મુજબ કાર્ય કરે છે અને પરિણામે નુકસાન વેઠે છે. હકીકતમાં સારૃં કામ એ હોય છે જે પરિણામ જોઈને કરવામાં આવે.
લાંબા સમય સુધી કોઈ બુરાઈને સહન કરવાથી ખોટું પરિણામ નિકળે છે અને બુરાઈ મજબૂત થતી જાય છે. બુરાઈનો સ્વિકાર કરી લેવામાં આવે છે અને બુરાઈને બુરાઈ સમજવાનો અહેસાસ પણ ધીમે ધીમે ખતમ થઈ જાય છે.
વ્યક્તિનું બુરાઈ કરવાનું ખરૃં કારણ આ છે કે તે પોતે પોતાના દુનિયામાં રહેવાના થોડા સમયને મુસાફરીની પરિસ્થિતિમાં હોય તેવું બતાવે છે. પરંતુ તેની કામગીરીથી એવું લાગે છે કે તે હંમેશા ધરતી પર રહેશે અને એ જ તેનું લક્ષ્ય છે. જો અત્યાચારી પોતાની તાકાતને હંગામી સમજે અને દુનિયાને પરિક્ષાખંડ તો તે અત્યાચાર ન કરે.