ભાનુભાઇ પરમાર લિખિત પુસ્તક “વેદનાની ચિખ” નો વિમોચન કાર્યક્રમ આજે સુફફા હોલ, કરિશ્મા કોમ્પ્લેક્સ, જુહાપુરા ખાતે યોજાયો હતો, જેમાં દલિત સમાજના પ્રબુધ્ધ લોકોએ સારી એવી સંખ્યામાં હજાર રહી કાર્યક્રમને ખુબજ સફળ બનાવ્યો હતો.
આ પુસ્તકમાં ભાનુભાઇ પરમારે દલિત સમાજની વેદનાને ખુબ જ ભાવનાત્મક રીતે સમજાવવાનો સારો પ્રયાસ કર્યો છે. દલિત સમાજની વેદનાઓ વર્ષોથી બહેરા કાને અથળાઈ રહી હોવાથી ખુબ જ સૂચક શીર્ષક રાખવામા આવ્યું છે કે વેદનાઓની હવે ચિખ નીકળી ગયી છે. પુસ્તકમાં મહિલાઓ અને દેશની સાંપ્રત સમસ્યાઓ ઉપર પણ પ્રકાશ નાખવામાં આવ્યો છે. તેના ઉકેલ બાબતે પણ હાજરજનોએ પોતપોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. મુખ્યત્વે શિક્ષણ ઉપર વધારે ભાર આપવામાં આવ્યો હતો. અને સામાજિક પરીવર્તન માટે લોકોને જાગૃત કરવાની વાત કરી હતી. ભાનુભાઇ પરમારે સમગ્ર સમાજનો ચિતાર વ્યક્ત કર્યો હતો, અને પોતાની ચિંતાઓ વ્યક્ત કરી હતી.
કાર્યક્રમના અંતમાં જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતનાં સેક્રેટરી ઇકબાલ એહમદ મિરઝાએ ડો. બાબા સાહેબ આબેડકરના કાર્યોને બિરદાવીને જણાવ્યુ હતું કે હવે બંધારણને બચાવવું એ આપણાં સહુની સંયુક્ત જવાબદારી છે. શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો સૂત્રને સાર્થક કરવાની જરૂર છે. દલિત, SC, ST સમાજ પડોસી સમાજ છે, તેમણે પડોસી ધર્મ બજાવીને, શિક્ષણ, રોજગાર, સ્વાસ્થ્ય સંબંધે સામાજિક એલાયન્સ ઊભું કરવાની જરૂર છે. પોતાના પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ બાબતે સરકાર ઉપર ભરોષો કરીને બેસી રહેવાને બદલે સામાજિક ક્રાંતિ માટે સમગ્ર સમાજને જાગૃત કરવાની જરૂર છે.