Thursday, November 21, 2024
Homeઓપન સ્પેસભાષાથી ભવિષ્ય બનાવતા દુભાષિયા

ભાષાથી ભવિષ્ય બનાવતા દુભાષિયા

ભૂમંડલીકરણના આ યુગમાં સમગ્ર વિશ્વની કંપનીઓ એકથી વધુ દેશોમાં પોતાનું કામ-વેપાર સ્થાપિત કરી રહી છે. દેશોના પરસ્પરના રાજકીય સંબંધ પણ પહેલાંની તુલનામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને આંતરસંબંધિત થઈ ગયા છે. આના લીધે અગાઉની સરખામણીમાં હવે એક જ દેશમાં એકથી વધુ ઉચ્ચાયોગ સ્થાપિત કરવાના મામલે વૃદ્ધિ જાેવા મળી રહી છે.

આ ઉપરાંત BPO અને KPOના ક્ષેત્રે પણ વિસ્તરણ ચાલુ છે. આ તમામ લોકોને એવા લોકોની જરૂરત પડે છે કે જે ‘મૂળ દેશ’ની ભાષાની સાથે સાથે ‘લક્ષિત દેશ કે ક્ષેત્ર’ની ભાષામાં મજબૂત પકડ ધરાવતા હોય. આનો ઉદ્દેશ્ય પોતાના લક્ષ્ય, ઓડિયંસની શંકાઓનું તેમની પોતાની ભાષામાં સમાધાન ઉપલબ્ધ કરાવવાનો હોય છે. આ સિવાય પણ તમામ અન્ય ક્ષેત્ર છે કે જેમને ઘણી મોટી સંખ્યામાં દુભાષિયાઓ (ઇંટરપ્રેટર્સ)ની આવશ્યકતા હોય છે. આ રીતે દુભાષિયાઓ માટે ભવિષ્યમાં સરકારી અને બિન-સરકારી બન્ને ક્ષેત્રોમાં રોજગારની વ્યાપક તકો છે.

લાયકાત
દુભાષિયા બનવા માટે આવેદકને ઓછામાં ઓછી બે ભાષાઓના યોગ્ય કે જરૂરી જ્ઞાનની જરૂરત પડે છે. આની સાથે અંગ્રેજી પર સારી પકડ ઉમેદવારીને વધુ મજબૂત બનાવી દે છે. આના માટે વિદ્યાર્થી ૧૨મું ધોરણ પાસ કર્યા પછી વિદેશી ભાષામાં સ્નાતક અને ત્યારબાદ વિદેશી ભાષામાં અનુસ્નાતકનો અભ્યાસ કરી શકે છે. આ કોર્સ પછી કેટલાય વિશ્વવિદ્યાલયોથી પી.એચ.ડી. કરવાની તકો પણ ઉપલબ્ધ છે. જાે કે કોઈ પણ વિષયથી સ્નાતક થયા પછી રુચિની ભાષામાં ડિપ્લોમાં પણ કરી શકાય છે. કેટલાય દેશોના દૂતાવાસ પણ આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવે છે.

અવસર અને શક્યતાઓ
દુભાષિયા કે અનુવાદક માટે કામની કોઈ કમી નથી. તેઓ આમાં પાર્ટ ટાઈમથી લઈ ફૂલ ટાઈમ કેરિયર બનાવી શકે છે. ભારત સરકારના વિદેશ મંત્રાલય, વિભિન્ન દૂતાવાસો, વિદેશી કંપનીઓ, શૈક્ષણિક સંસ્થાનો તથા વિશ્વ-વિદ્યાલયો બજાર સર્વેક્ષણ કંપનીઓ વિ.માં આવા લોકોની ઘણી માગ હોય છે. સારા પગારવાળી નોકરીઓ સાથે વિદેશોમાં તૈનાતીના પણ ભરપૂર અવસર મળે છે.

આ ઉપરાંત દૂરદર્શન, ઓલ ઇન્ડિયા રેડિયો સમાચાર, સંવાદદાતાના રૂપમાં કાર્ય કરવાના વિકલ્પો પણ મૌજૂદ છે. ભારત સાથે ગાઢ સંબંધો ધરાવતા દેશોની ભાષા કે જેમાં ચાઇનીઝ, એરેબિક, રશિયન, જર્મન, સ્પેનિશ, જાપાની, ફ્રેંચ, હિબ્રુ વિ.ની પસંદગી અવસરોમાં ખબૂ જ વૃદ્ધિ કરે છે.

આવી રીતે કરો શરૂઆત
અભ્યસક્રમ દરમ્યાન કે અભ્યાસ પૂરો કરી ચૂકેલા યુવાનો પોતાની વિશિષ્ટતાવાળી ભાષાના દેશ અર્થાત્‌ એ ભાષા જે દેશમાં બોલવામાં આવે છે, એ દેશના દૂતાવાસથી સંપર્ક કરી શકે છે. ત્યાં સમયાંતરે વિભિન્ન કાર્યક્રમોનું આયોજન થાય છે અને વિદ્યાર્થીઓને સ્વયંસેવક તરીકે કામ કરવાની તકો પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત નાના નાના અનુવાદ, વાયસ ઓવર વિ.ની ચૂકવણી-મહેનતાણા સાથેના કાર્યો મળી શકે છે. આ ઉપરાંત એવા પ્રકાશકોથી પણ સંપર્ક કરી શકાય છે કે જેઓ ઉપરોક્ત ભાષાઓના પુસ્તકો તથા સાહિત્ય વિ.ને પ્રકાશિત કરે છે. ત્યાં પ્રૂફરીડિંગનું કામ મેળવી શકાય છે. સ્થાનિક ભાષાનું પ્રશિક્ષણ આપનાર સંસ્થાનોમાં પાર્ટ ટાઈમ પ્રશિક્ષક (Trainer)નું કાર્ય પણ કરી શકાય છે. એક વખત ભાષા પર પકડ અને કંઈક સંપર્ક સ્થાપિત થયા બાદ આગળના માર્ગો સરળ થઈ જાય છે.

આવક
ભાષામાં નિપુણતા પછી સ્વયં પોતાનું કામ શરૂ કરી શકો છો, અને દૂતાવાસોથી સંપર્ક કરી ઘરે બેસી ૩૦-૪૦ હજાર રૂપિયા દર મહિને કમાવી શકો છો. આ ઉપરાંત કોઈ સંસ્થા કે વિભાગમાં ફૂલ ટાઈમ નોકરી અસિમિત સંભાવનાઓ સાથે આવે છે. અને અનુભવની સાથે સાથે આવકમાં વૃદ્ધિ થતી જાય છે.

મુખ્ય સંસ્થાઓ
દિલ્હી વિશ્વ-વિદ્યાલય, નવી દિલ્હી; જવાહરલાલ નહેરૂ વિશ્વ વિદ્યાલય, નવી દિલ્હી; કાશી હિન્દુ વિશ્વ વિદ્યાલય, કોલકાતા; હૈદ્રાબાદ વિશ્વ વિદ્યાલય, હૈદ્રાબાદ; પૂણે વિશ્વ વિદ્યાલય, પૂણે; મુંબઈ વિશ્વ વિદ્યાલય, મુંબઈ; રેવા વિશ્વ વિદ્યાલય, બેંગ્લુરુ; આઈઆઈટીએમ, ગોવિંદગઢ; મણિપાલ વિશ્વ વિદ્યાલય, મણિપાલ. વિ.. –•–

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments