અરબી ભાષામાં એક કહેવત છે “હું તો એ જ દિવસે કતલ થઈ ગયો હતો જે દિવસે સફેદ બળદ કતલ થયો હતો.”
આની વિગત કંઇક આવી છે કે કોઈ વનમાં બે બળદ રહેતા હતા. એક રાતો ને એક ધોળો. જેમની પરસપર ગાઢ મૈત્રી હતી. સાથેસાથે હરવું ફરવું ને સાથે જ ઘાસ ચારો ચરવા જતાં.
તેમની આવી દાખલારૃપ મૈત્રીના કારણે વનનો રાજા સિંહ પણ તેમની ઉપર હુમલો કરી શકતો ન હતો અને તેણે જ્યારે પણ તેમના પૈકી કોઈ એક પર હુમલો કર્યો તો બન્ને મળીને તેની એવી તો દુર્ગત કરી દેતા કે સિંહને જીવ બચાવવો પણ ભારે પડી જતું.
સિંહે એક યુક્તિ અપનાવી. રાતા બળદથી લોભામણી વાતો કરી અને ઉજળા ભવિષ્યના સ્વપ્ન દેખાડ્યા. રાતો બળદ તેની વાતોમાં ફંસાઈ ગયો. તેને બળદની મૈત્રી કરતાં સિંહની મૈત્રીમાં વધુ સુરક્ષા દેખાઈ રહી હતી.
રાતો બળદ જ્યારે સિંહથી મળી ગયો અને ધોળો બળદ એકલો પડી ગયો તો થોડાક દિવસો પછી સિંહે તેના શિકારની યોજના ઘડી. અને તેની ઉપર હુમલો કરી દીધો. પહેલાં તો બન્ને બળદ મળીને સિંહને તગેડી મૂકતા હતા. પણ હવે એકલા બળદ માટે સિંહનો મુકાબલો કરવો મુશ્કેલ બની ગયો.
ધોળા બળદે પોતાના સાથી બળદને ઘણો સાદ આપ્યો. પોકારી પોકારી થાક્યો. જૂની-પુરાણી મૈત્રીની દુહાઈ આપી અને બળદ હોવાના નાતે ભાઈચારાનો એહસાસ અપાવ્યો. પણ સિંહની મિત્રતાના નશામાં ઓતપ્રોત રાતો બળદ કહો કે એક ડગ પણ વધે. અને પોતાના વંશ-જાતિના એક જીવને સિંહનો શિકાર થતો જોતો રહ્યો.
આજે તે પ્રસન્ન અને સંતુષ્ટ હતો કે સારૃં થયું કે હું તેની સાથે ન હતો, નહીં તો મારૃં પણ કાસળ તેની સાથે નીકળી ગયું હોત.
થોડાક જ દિવસો પસાર થયાં હતા કે સિંહે તેનો પણ શિકાર બનાવવાની યોજના ઘડી. જ્યારે સિંહે તેની ઉપર હુમલો કર્યો ત્યારે રાતા બળદે ડકાર ખાતાં જંગલવાસીઓને એ સંદેશ આપ્યો કે … હું તો તે જ દિવસ વધ થઈ ગયો હતો જે દિવસે ધોળો બળદ કત્લ થયો હતો.
મુસ્લિમ ઉમ્મત પણ આજકાલ આવી સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. બધા સિંહની મૈત્રી ઉપર ખુશ છે અને સંતોષ કરી બેઠાં છે. આ વિશ્વાસ કરીને બેઠાં છે કે બીજાનો વારો તો આવી રહ્યો છે પણ અમારો વારો નહીં આવે. કેમકે અમે તો જંગલના રાજાના મિત્રને નિકટતમ છીએ.
જે મૂર્ખાઓને આ સાવ સીધી બાબત સમજાતી નથી કે શિકારી અને શિકારની વચ્ચે પ્રકૃતિ વિરુદ્ધનો સંબંધ હોઈ જ ન શકે. આપણે એક પછી એક અફઘાનિસ્તાન, ઇરાક, યમન, ફલસ્તીન, સીરિયા, બોસ્નિયા, ચેચેન્યા, બર્મા, સોમાલીયા અને ભારતના અનેક રાજ્યોમાં મુસલમાનોના લોહીમાં તરબોળ લાશોને તરફડતી જોઈ હલબ અને અદલબ ઉપર રાસાયણિક બોમ્બના હુમલા જોયા. ફલસ્તીની મુસલમાનોના જનાઝા ઉપર બોમ્બ વર્ષા જોઈ. ઇરાકમાં મુસલમાનોને કતલ કરવાની નવી નવી યુક્તિઓ જોઈ. એક વખતે સદ્દામનું બહાનું બનાવીને બીજી વખતે દાઇશને, જ્યારે કે સદ્દામ પણ તેમનો જ પોષેલો હતો અને દાઇશ પણ તેમણે પોતે જ ઊભી કરી. બર્માના મુસલમાનોને જીવતા બાળવા અને તેમના શરીરના ભાગોને કાપી કાપી ફેંકતા દૃશ્યમાન થાય છે. અફઘાનિસ્તાન ઉપર કોરેટ બોમ્બમારોથી લઈ બોમ્બની ‘મા’નો આક્રમણ જોયો પણ એ ખુશી અન્વયે ચુપકી સાધી સંતોષી થઈ બેઠાં છે કે તે બધાંનો વારો તો આવ્યો છે પણ આપણો વારો નહીં આવે.
જરાક વિચારો કે ભાઈ આપણાં બધાં પણ રાતા બળદ તો નથી બની ગયાને ક્યાંક?
અલ્લાહ ન કરે આપણા ભાગે દિલગીર થવાનો એક ક્ષણ આવી જાય જ્યારે આપણે પણ અનાયાસે એ કહેવા ઉપર મજબૂર થઈ જઈએ કે, હું તો એ જ દિવસે કતલ થઈ ગયો હતો જે દિવસે ધોળા બળદ કતલ થયો હતો.
હવે સમય પાકી ગયો છે કે બધા મુસલમાનો એકત્ર થઈ એક સર્વ-સામાન્ય યોજના અમલમાં મૂકે. નહીં તો પોતાના વારાની રાહ જુએ અને અપમાનિત થવા તૈયાર થઈ જાય.
ઉસકે કત્લ પર મેં ભી ચુપ થા
મેરા નંબર અબ આયા
મેરે કત્લ પર આપ ભી ચુપ હૈં
અગલા નંબર આપકા હૈ
ભલાઈના કામમાં અગ્રતા