વિદ્યાર્થી રાજનીતિ લોકશાહીની શાળા છે. ઇતિહાસ સાક્ષી છે કે કોલેજ પરિસરની રાજનીતિથી નિકળેલા વિદ્યાર્થીઓએ રાષ્ટ્રની રાજનીતિમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. અને એ પણ એવા સમય કે જ્યારે રાજનીતિ પરિવારના રાજ-શાસનનો ગઢ બની ચૂકી હતી.
આ વિદ્યાર્થી નેતાઓ આવા રાજનીતિને પોતાના તળાના હાડકા સમાન દેખાવા લાગ્યા. આથી કેટલાય વિશ્વવિદ્યાલયોમાં વિદ્યાર્થીસંઘની ચુંટણીઓ પર પ્રતિબંધ લગાવીને વિદ્યાર્થી રાજનીતિને સમાપ્ત કરવાના ષડયંત્ર થઇ રહ્યા છે.
જ્યાં વિદ્યાર્થી સંઘ પર પ્રતિંબંધ લગાવવા પર રાજકીય પક્ષોની હિંમત નથી ચાલતી ત્યાં વિદ્યાર્થી નેતાઓ ઉપર જુઠા આરોપો લગાવીને પોલીસ કાર્યવાહી દ્વારા અત્યાચાર ગુજારવામાં આવે છે. સ્કોલરશીપને લઇને, Occupy UGC ના આંદોલનથી લઇને દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્માહત્યાના વિરોધમાં ઉઠેલા આંદોલને સરકારના મૂળીયા હલાવી દીધા છે.
આ આંદોલનોથી ગભરાયેલી સરકાર વિદ્યાર્થી ચળવળનો બદલો લેવાની તાકમાં હતી કે અફઝલ ગુરૃની વરસી પર જે.એન.યુ. માં આયોજિત કાર્યક્રમ તેમના માટે સોનેરી અવસર બની ગયો. જેનો લાભ ઉઠાવી લેવામાં તેમણે કોઇ કચાશ રાખી નથી.
પરંતુ આ વિચારીને ભૂલ ખાઇ બેઠા કે પોલીસ કાર્યવાહીથી જે.એન.યુ.ના વિદ્યાર્થીઓ ડરી જશે. વિદ્યાર્થી નેતા કનૈયાકુમાર, ઉમર ખાલીદ, આસુતોષ કુમાર, અનિરભાન વગેરેની ધડપકડથી વિદ્યાર્થી ચળવળ દબી નહીં પરંતુ તેમાં નવો જોશ ઉત્પન્ન થયો જેના ઉપર હાફીઝ મેરઠીએ કહ્યું હતુંઃ
“આબાદ રહેંગે વીરાને, શાદાબ રહેગી જંજીરે
જબતક દિવાને જીંદા હૈં, ફુલેગી ફલેગી જંજીરે
આઝાદીકા દરવાજાભી,અબ ખુદહી ખોલેગી જંજીરેં
ટુકડે ટુકડે હો જાયેગી,જબ હદસે બઢેગી જંજીરે”
આશ્ચાર્યજનક વાત છે કે જે વિચાધારાએ દેશની એક્તા અને અખંડિતાને બરબાદ કરવામાં મુખ્ય ભાગ ભજવ્યો છે આજે એજ રાષ્ટ્રવાદી અનેે દેશદ્રોહીના સર્ટિફિકેટ વહેંચી રહ્યા છે. બાબરી, કંધમાલ, ગુજરાતથી લઇને મુઝફ્ફરનગર સુધી કોમી હુલ્લડો અને સાંપ્રદાયિક દ્વૈષભાવ ફેલાવનારા આજે સત્તા સ્થાનેથી એમનાથી બદલો લઇ રહ્યા છે. જેઓએ આ નફરતની રાજનીતિના વિરોધમાં અવાજ ઉઠાવ્યો હતો.
ભારતના વિરોધમાં અને પાકીસ્તાન જિંદાબાદના નારા લગાવનારાઓની ખોજ કે તપાસ કર્યા વગર જ વિદ્યાર્થીસંઘના પ્રમુખ અને અન્ય વિદ્યાર્થીઓની ધરપકડ કરીને સરકાર અને પોલીસે મુર્ખતાનું પ્રમાણ પુરૃં પાડયું છે.
‘યુ ટયુબ’ પર ઉપસ્થિત વીડિયો આ વાતનો સ્પષ્ટ નિર્દેશ કરી રહ્યો છે કે નારો લગાવનારા એબીવીપીના સભ્યો હતા. પરંતુ મીડિયા અને પોલીસ આ પાસા તરફ જાણી જોઇને દુર્લક્ષ સેવી રહ્યા છે. અને અત્યંત વિસ્મીયજનક તર્ક-વિતર્ક ધરીને મુદ્દાને બીજી દિશામાં લઇ જવાના પ્રયાસો કરી રહ્યા છે.
છેલ્લા ત્રણ દિવસોથી દેશના ધનકુબેરો અને તેમના મીડિયાવાળાઓ મહેણા-ટોણા મારી રહ્યા છે કે ટેક્ષ ભરવાવાળાના પૈસા જે.એન.યુ. ના વિદ્યાર્થીઓ દેશવિરોધી કાર્યોમાં વેડફી રહ્યા છે. આ દલીલ સ્પષ્ટરૃપે સામંતશાહી માનસિક્તાનું પ્રદર્શન છે, જે એવું ઇચ્છે છે કે તેેમના ટેક્ષ પર પોષાઇને વૃધ્ધિ પામી રહેલા વિદ્યાર્થીઓ તેમના ગુલમ બનીને ફક્ત એજ બોલે જે તેમને પસંદ હોય. અને એજ કરે જે તેમને ઠીક લાગે. એક લોકશાહી દેશમાં આવી માનસિક્તા ફક્ત અમાનવીય જ નહીં પરંતુ અયોગ્ય પણ છે.
શું આ દર્શાવવાની જરૂરત છે કે એક લાખ ચૌદ હજાર કરોડ રૃપિયાનું સરકારી બેન્કોનું દેવું માફ કરવામાં આવ્યું છે!!. જે જાહેર કરે છે કે આખા દેશના શૈક્ષણિક બજેટથી ઘણુંજ વધારે છે. જો લોકો ટી.વી. ચેનલો દ્વારા ગર્જી-ગર્જીને ગરીબ વર્ગને આ મહેણા-ટોણા મારે છે, તે શું આ પુછવાનો પ્રયત્ન કરશે કે સરકારી બન્કોમાં એક લાખ ચૌદ હજાર કરોડ રૃપિયા કોના હતા? આમ જ તમોએ આ ક્યા હિસાબે જોડી દિધું કે દેશનું શિક્ષણ તમારા ટેક્ષની ભીક્ષા પર નભી રહ્યું છે, અને તમારા ઉદ્યોગો ફક્ત તમારી મહેનતની કમાણી ઉપર ચાલી રહ્યો છે? તમે દેશને શું આપી રહ્યા છો! અને વિદ્યાર્થીઓ દેશને શું આપી રહ્યા છે? આપ આ સવાલોમાં જવાની કોશીશ કરશો નહીં.
જો સરકાર લોકોની, લોકો માટે અને લોકો દ્વારા ચાલે છે તો દેશના તમામ ઉદ્યોગપતિઓને લાખો કરોડો રૃપિયાની સુવિધઓ કોડીની કિંમત પર આપી દેવાની કવાયત!!!
દેશની જનતા પણ આ કહેવાનો અધિકાર જણાવે છે કે મારી સંપત્તિ પર તમારો ઉદ્યોગ પાંગળી રહ્યો છે, તેનો એક ભાગ અમને પણ મળવો જોઇએ. કેટલીયે ખાનગી હોસ્પિટલોને આવું કહીને જમીનો આપી દેવામાં આવી છે કે તે અમુક ગરીબોનો પણ ઇલાજ કરશે. કેટલીક મોટી ખાનગી વિદ્યાપીઠોનો અને ખાનગી વિશ્વવિદ્યાલયોને પણ સુવિધાઓ અને જમીનો આપવામાં આવી છે. જેથી તે સામાન્ય પ્રજાજનો માટે પણ કઇંક કરે. આ કહેવાની જરૃર નથી કે ત્યાં કોણ લાભ ઉઠાવી રહ્યું છે અને કોણ નથી ઉઠાવી રહ્યું.
શું જે.એન.યુ. અને અન્ય વિદ્યાપીઠોમાં અભ્યાસ કરવા માટે આ શરત જરૂરી છે કે તેઓ રાજકારણના મુદ્દાઓ ઉપર પોતાનો મત સાચો અથવા ખોટો રાખી શકશે નહીં? તેઓ સરકારી નીતિઓ ઉપર પોતનો અભિપ્રાય આપવાના અપરાધમાં દેશદ્રોહી ઠેરવવામાં આવશે? આપણી શિક્ષણનીતિના બંધારણમાં આ લખેલું છે કે સ્કોલરશીપ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીએ દરેક પરિસ્થિતિમાં સરકારની નીતિઓ સાથે સંમત થવું આવશ્યક છે?
અને સૌથી માટી વાત આ કોણે અને કેવી રીતે નક્કી કરી દીધું કે દેશના વિશ્વવિદ્યાલય, મુખ્યત્વે કથિતરૃપથી દેશદ્રોહી ગતિવિધિયોઓનો અડ્ડો ઠરવવામાં આવેલ જે.એન.યુ.માં સરકારી પૈસાની બરબાદી અને ટેક્ષ આપનારાઓના પૈસાનો દુરૃપયોગ થઇ રહ્યો છે?
શું ગ્રંથોનો અભ્યાસ કરવો અને ગ્રંથોમાં આલેખાયેલ વાતોને પોતના જીવનમાં પ્રયોગ કરવો અને તેના સંદર્ભમાં દેશ અને સમાજને સવાલ કરવો એ વ્યર્થ છે? જો હા તો ફાયદો શામાં છે?
ક્યાંક એવું તો નથી કે આપણે આપણી રાજકીય હાર-જીતના માટે કોઇ પણ હદને ઓળંગી દેવાનો નિર્ણય કરી દીધો છે? પછી ભલે આખા વિદ્યાર્થી સમાજને દરેક પ્રશ્ન કરવાવાળા વ્યક્તિને, દરેક ગ્રંથ વાંચવાવાળા વ્યક્તિને, ખુલ્લા મનથી ચિંતન-મનન કરનાર માણસને આપણે દેશદ્રોહી ઠરાવી દેવો પડે!
નફો અને નુક્શાનની દૃષ્ટિથી શિક્ષણ ક્ષેત્રમાં પૈસાનું રોકાણ કરવાવાળા ઉદ્યોપતિઓને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં સામાજીક અને રાજનીતિક ચિંતા કેટલી હોય છે તે જણાવવાનીજરૃર નથી પરંતુ બહુ જ દુર્ભાગ્યપુર્ણ છે કે આજે શૈક્ષણિક સંસ્થાઓમાં ખુલ્લા વાતાવરણમાં વિચાર મિમર્શ કરવો, ચર્ચાઓ કરવી અને પોતના મત ઉપર ચિંતન કરવાની બાબતને નફા-નુકશાનરૃપે જોવામાં આવી રહ્યું છે. આ માનસિક્તા કે દેશના બધા જ લોકો એક પ્રકારે વિચાર કરે, એક પ્રકારની વિચારધારાના બાધ્ય હોય, એક જ રાજનીતિક વિચારસરણીનું અનુકરણ કરનારા હોય અને જો આવું ન હોય તો એવી શૈક્ષણિક સંસ્થાઓને તાળા મારી દેવામાં આવે. આવી વિચારધારા ફાસીવાદી વિચારધારા નથી તો બીજું શું છે?
આપણે આ ભુલવું ન જોઇએ કે આ જ વિદ્યાલયના વિદ્યાર્થી નેતૃત્વએ કટોકટીના કાળમાં સડકો ઉપર લાઠીઓનો માર ખાધો હતો. અહીંથી ઉઠેેલ ચળવળ દેશમાં ગરીબ અને પછાત વર્ગના હક્કોની લડાઇને સડકો પરથી પુસ્તકો સુધી અને પુસ્તકોથી સંસદ સુધી અને સંસદથી નિતિ-નિર્માણ સુધી પહોંચાડવામાં યોગ્દાન આપ્યું છે.
જ્યારે મોડી રાત સુધી કોઇ હાસ્ટેલમાં ગરીબી અને નિરક્ષરતા ઉપર ચર્ચા થઇ રહી હોય છે તો ટેક્ષનો ટોણો મારતવાળા ઘણા-બધા લોકો નિરાંતે ઉંઘતા હોય છે. જ્યારે મજુરોના હક્કો માટે અહીંના વિદ્યાર્થીઓ દૂર-દૂર સુધી ગામડાઓમાં પ્રવાસ ખેડતા હોય છે તો નફા-નુકસાનના ચશમાથી જોવામાં લોકોના માટે આ એક વ્યર્થ કામ લાગે છે.
તે બધા મીડિયા કર્મિઓ જે ગર્જી-ગર્જીને આ વિશ્વવિદ્યાલયને દેશ વિરોધી ગતિવિધીઓનો અડ્ડો બતાવી રહ્યા છે. તેમણે અમુક સમય આ સંસ્થામાં જરૃર પસાર કરવો જોઇએ. અને સત્ય વાત એ છે કે આ દેશ એટલો નિર્બળ નથી કે અફઝલગુરૃ અને યાકુબમેમણની ફાંસીને ખોટી માનવા અને સમજવા માત્રથી તેની એક્તા અને અખંડિતતા ભિન્ન થઇ જાય.
જો ભારતમાતામાં બોલવાની શક્તિ હોત તો જરૃર આજે સૌથી પહેલા પોતાના સ્વયંભુ ભગવા રાષ્ટ્રવાદીઓને ધિક્કારતી હોત. જે પોતના એક અબજ સંતાનો પૈકી કેટલાકને દેશદ્રોહી, કેટલાકને આતંકવાદી, કેટલાકને દલિત,કેટલાકને મુસલમાન બતાવીને જીવતા બાળવા, મારી નાંખવા, અત્યાચાર ગુજારવા અને જેલોમાં ઠાંસવાનો ખેલ સત્તાસ્થાને બેસીને ખેલી રહી છે. જો ભારત દેશ એક માતા છે તો તેના એક અબજથી વધારે સંતાનોનો પણ એક સમાન અધિકાર છે. જો કોઇ આ માતા ઉપર પોતની પસંદ અને નાપસંદને થોપવાનો પ્રયત્ન કરશે તો અમને પણ અમારી માતૃભુમિની અસ્મિતા અને તેની આઝાદીની રક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે.
હે માં! બોલ કે તારા સિના ઉપર દલિતો,આદિવાસીઓ અને મુસલમાનોને જીવતા બાળવાવાળા દેશદ્રોહી છે. બોલકે તારા બાળકોને આત્મહત્યા માટે મજબૂર (વિવશ) કરવાવાળા જ તારા વિરોધી છે.. એ માતૃભૂમિ તુ બોલ કે ટી.વી. ઉપર ત્રાડોે પાડી-પાડીને કનૈયાકુમારને જેલમાં ધકેલવાવાળા તારા અપરાધી છે, બોલકે રોહિત વેમુલાને મારવમવાળા તારા અપરાધી છે.
(કાશિફ અહમદ ફરાઝ, એક માનવઅધિકાર-લીગલ એક્ટિવિસ્ટઅને એસોસિએશન ફોર પ્રોટકશન ઓફ સિવિલ રાઈટ્સ (APCR)થી જોડાયેલા છે.)