Sunday, December 22, 2024
Homeમનોમથંનસંવાદ સેતુ

સંવાદ સેતુ

ભારત દેશને કૃષી-પ્રધાન દેશ માનવામાં આવે છે અને વાત સત્ય પણ છે. પરંતુ આની સાથે હું માનું છું કે ભારત એક ધર્મ-પ્રધાન દેશ છે. ભારત એક એવું દેશ છે જ્યાં દુનિયાના દરેક ધર્મના માનનારા લોકો વસે છે. આ વિશેષતા ફકત ભારતને જ પ્રાપ્ત છે કે આટલી વિવિધતા હોવા છતાં ભારતવાસીઓ પ્રેમ અને ભાઈચારાથી રહેવાનું પસંદ કરે છે. પરંતુ પ્રેમ અને ભાઈચારાથી રહેવું અમુક દુષ્ટ લોકો પસંદ નથી આવતું. આપણે જોઈ રહ્યા છીએ કે લવજિહાદ, ચાર બાળકો કે દસ બાળકો, ઘર વાપસી, બહુ લાવો-બેટી બચાઓ વગેરા મુદ્દાઓ છેડી શાંતિ અને ભાઈચારાને પલીતો આપવાનો પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આવા પ્રયત્નો ઘણું જ ખતરનાક સાબિત થઈ શકે છે. ફકત ખાસ કોમને નિશાન બનાવી બદનામ કરવામાં આવી રહ્યા છે અને લોકોમાં એના પ્રતિ નફરત અને ગેરસમજ પેદા કરવામાં આવી રહી છે. હવે એવું લાગે છે કે તેઓ સફળ પણ થઈ રહ્યા છે. એ જાણીલો કે આ નફરતની રાજનીતિથી ભારત દેશને બહુ જ નુકસાન થયું છે. આને રોકવામાં નહીં આવે તો વિકાસ અને સુપરપાવર બનવાના જે સ્વપ્નો આપણે જોઈ રહ્યા છીએ એ ફકત સ્વપ્ન જ બનીને રહી જશે. આ વિકાસ યોજનાના બૂમબરાડા ત્યાંને ત્યાં પડયા રહેશે. એવું પ્રતિત થવા લાગ્યું છે કે ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ ફકત ‘એક જુમલો’ જ હતો.

આ નફરતની રાજનીતિથી બહાર નિકળવા માટે શું કરવું જોઈએ? સૌથી પહેલું કામ એ છે કે બધાને ઘેટ્ટોને બહાર નિકળવું પડશે. આ હિન્દુનું નગર, આ મુસ્લિમોની નગર જેવી માનસિકતાને નાબૂદ કરી હળીમળીનેથી રહેવું પડશે. આપણે એક બીજાના ધર્મ અને આસ્થાને વાંચવું અને સમજવું પડશે. આના માટે એક સંવાદ-સેતુ બનાવવાની જરૃર છે.

આ વાતાવરણને બદલવાની સૌથી મોટી જવાબદારી આપણા કોલેજ-કેમ્પસ એટલે શૈક્ષણિક સંકુલોની છે. કેમકે આ તે જગ્યા છે જ્યાં દરેક ધર્મ, સંપ્રદાય અને જ્ઞાતિના લોકો એક સાથે હોય છે. જોકે આ સંકુલોને પણ કોમવાદી બનાવવા પ્રયત્નો થઈ રહ્યા છે. કોલેજ કેમ્પસના વિદ્યાર્થીઓ સાથે મળી આ બાબતે ગંભીર ચર્ચા કરે અને સમાજ વચ્ચે એક સેતુનું નિર્માણ કરવા પ્રયત્ન કરે. કેમકે તેઓ કાલે ત્યાંથી બહાર જઈને સમાજના ભાગ બનવાના છે.

બીજું આપણા ધાર્મિક અને સામાજિક સંગઠનોને પણ પોતાનું યોગદાન આપવું પડશે. તેમણે એવા કાર્યક્રમોનું આયોજન કરવું પડશે કે જેથી વિવિધ ધર્મોના લોકો એક બીજાથી સંવાદ કરવા એક મંચે એકઠા થાય. એક બીજાને સમજ્યા વગર ગેરસમજો દૂર કરી શકાશે નહીં.

મુસલમાનોની પણ જવાબદારી છે બલ્કે તેમની ધાર્મિક ફરજ છે કે તેઓ ભલાઈનો આદેશ બીજા લોકો સુધી પહોંચોડે. કુઆર્નમાં છે,

“તમારામાંથી કેટલાક લોકો તો એવા જરૃર હોવા જોઈએ જેઓ નેકી (સદાચાર) તરફ બોલાવે, ભલાઈની આજ્ઞા આપે અને બૂરાઈઓથી રોકતા રહે. જે લોકો આ કામ કરશે, તેઓ જ સફળતા પામશે.” (સૂરઃ આલે ઇમરાન-૧૦૪) “હે નબી ! કહો, ”હે ગ્રંથવાળાઓ ! આવો એક એવી વાત તરફ જે તમારા અને અમારા વચ્ચે સમાન છે…” (સૂરઃ આલે ઇમરાન-૬૪) અને જે આપણા વચ્ચેની કોમન સમસ્યાઓ છે તેને આધાર બનાવી એક સાથી કામ કરી શકાય. આ બાબતે કુઆર્નનો આ અટલ સિદ્ધાંત છે કે, ” જે કાર્યો સદાચાર અને તકવા (ઈશપરાયણતા અને સંયમ)ના છે તેમાં સૌના સાથે સહયોગ કરો અને જે ગુના અને અત્યાચારના કાર્યો છે તેમાં કોઈના સાથે સહયોગ ન કરો.” (સૂરઃ માઇદહ-૨)

લોકો સાથે બેસીએ. તેમની સાથે ચર્ચાવિચારણા કરીએ. આપણા લોકોની જે સમાન સમસ્યાઓ છે તેના ઉપર હળીમળીને કામ કરીએ અને સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્નો કરીએ અને સમાજમાં પ્રવર્તમાન સમસ્યાઓના નિરાકરણ માટે એક બીજાનું સાથ-સંગાથ લઈને કામ કરવું યોગ્ય જ નથી સરાહનીય છે. આજે આપણને ‘રામસેતુ’ની કે ‘આદમસેતુ’ની જરૃર નથી આપણને ‘સંવાદ-સેતુ’ની જરૃર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments