મનુષ્યને પ્રાણીથી અલગ પાડતી વસ્તુ નૈતિકતા જ છે. ધર્મનો ઉદ્દેશ્ય અને ચારિત્ર્યવાન વ્યક્તિત્વનું નિર્માણ છે. માનવીય જીવનમાં નૈતિકતાનું દર્શન સંબંધોમાં થાય છે. આધુનિક ટેકનોલોજીની પ્રગતિએ માનવીય સંબંધોના નીત-નવા સ્વરૃપો પેદા કર્યા છે અને તેના દાયરાને પણ વિશાળ કર્યો છે. આ પ્રગતિમય સ્વરૃપોમાંનો એક ઓનલાઇન સોશ્યલ નેટવર્કિંગ પણ છે. ઇન્ટરનેટ જગતથી સંબંધ ધરાવતી દરેક વ્યક્તિ ફેસબુક, ટ્વીટર, લિંકડિન, ટમ્બલર, યુટ્યુબ, માય-સ્પેસ, ફ્લીકર વિગેરેથી ન માત્ર વાકેફ હોય છે બલ્કે આ વેબસાઇટ્સના સ્વરૃપમાં જોવા મળતી એક બીજી વર્ચ્યુઅલ દુનિયાનો નાગરિક પણ હોય છે. તેના દિવસ-રાત્રિનો મોટા ભાગનો સમય આ જ દુનિયામાં વ્યતિત થાય છે. આ વર્ચ્યુઅલ જગતમાં દરેક ક્ષણે પ્રગતિ થઇ રહી છે અને અહિં નવા-નવા નૈતિક પડકારો ઉભા થતા રહે છે. સોશ્યલ મીડિયાની નૈતિકતાોનો સંબંધ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સનો ઉપયોગ કરનારી વ્યક્તિ સાથે છે. તેમજ તેમને બનાવતા અને ચલાવતા લોકો તથા કંપનીઓ સાથે પણ છે. અહિં ગુનાના વર્તુળમાં આવતા કૃત્યો પણ થાય છે અને અપરાધના દાયરામાં આવતા કર્મો પણ. કેટલીક નૈતિક ત્રુટિઓ છે જે માનવીય જીવનમાં પહેલાથી જ જોવા મળે છે પરંતુ વર્ચ્યુઅલ દુનિયામાં એક નવા સ્વરૃપમાં તે સામે આવી રહી છે અને કેટલીક નૈતિક સમસ્યાઓ છે જે સોશ્યલ મીડિયાના કારણે જન્મી છે.
સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સનો જ્યાં ભલાઇના ફેલાવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યાં જ ક્યારેક બેદરકારીથી અને ક્યારેક જાણી જોઇને (ઇચ્છાપૂર્વક) દૂષણ ફેલાવવા માટે પણ તેનો ઉપયોગ થઇ રહ્યો છે. યુટ્યુબ જેવા મીડિયા શેરિંગ સાઇટ્સ દ્વારા બૌદ્ધિક, શૈક્ષણિક, ધાર્મિક અને સામાજીક વિષયો પર વીડિયો મુકવામાં આવી રહ્યા છે ત્યાં જ અશ્લીલતા અને નિર્લજ્જતા, અધાર્મિકતા, ઘૃણા, પક્ષપાત, કોમવાદી શત્રુતા અને સાંપ્રદાયિક ટકરાવને પણ ખૂબ ફેલાવો થઇ રહ્યો છે. સામાન્ય મીડિયાના મુકાબલામાં સોશ્યલ મીડિયા વધારે પ્રાયોગિક અને વધારે કાર્યશીલ છે. અહિં દરેક વ્યક્તિ તેના વિચાર બીજા લોકો સુધી સરળતાથી પહોંચાડી શકે છે. આ પરિસ્થિતિએ એક બાજુમાં સામાન્ય માણસને સશક્ત કર્યો છે ત્યાં જ તેના માટે નૈતિક પડકારો પણ ઉભા કરી દીધી છે. આ ક્ષેત્રનો પરાજિત વ્યક્તિ ૧૦ મીનિટની સસ્તી લોકપ્રિયતા માટે ફેસબુક પર સ્ટેટસ અપડેટ કરે છે. જ્ઞાન અને સંશોધન વગર બાબત અને અફવાને ફેલાવે છે. ન્યાય અને સમતુલાના સિદ્ધાંત પર ખરા ઉતરવાને બદલે ‘Likes’ અને ‘Shares’ની Politicsનો ભોગ બને છે. પોતાની બૌદ્ધિક અને વૈચારિક શ્રેષ્ઠતા સાબિત કરવા ‘Comments’ લખે છે. નિર્લજ્જ ચિત્રો અને અશ્લીલ જોક્સ શેયર કરે છે. પબ્લિક ફોરમમાં સામુહિક ચાડીનો સ્વાદ માંડે છે. મઝાક અને મશ્કરીની દલીલોથી અલિપ્ત થઇ બૌદ્ધિક અને વૈચારિક વિવાદોમાં કુદી પડે છે. વાસ્તવિક દુનિયામાં નૈતિક અદ્યઃપતનથી ગ્રસ્ત વ્યક્તિ વર્ચ્યુઅલ દુનિયામાં પોતાની આ જ નૈતિક ખરાબીઓને એક નવા અંદાજમાં રજૂ કરે છે. તેનાથી ઉલ્ટુ વાસ્તવિક દુનિયામાં ઉચ્ચ ચારિત્ર્યની વ્યક્તિ સારા અને ઉચ્ચ ઉદ્દેશ્ય માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરે છે. સોશ્યલ મીડિયાએ જે સમસ્યાઓ પેદા કરી છે તેમાં સોશ્યલ મીડિયાની લત એક મોટી સમસ્યા છે.
ફેસબુકના વર્ચ્યુઅલ ચોકમાં માણસ તેનો કિંમતી સમય વેડફી દે છે. આ જનૂન શિક્ષણ કાર્યમાં એકાગ્રતા અને ઉત્પાદનને ઘણુ ઓછુ કરી દે છે. આ રોગનો રોગી વ્યક્તિ તેના રોજિંદા જીવનની નાની મોટી વાતો ફેસબુકના મિત્રોની ‘Likes’ અને ‘Comments’ પ્રાપ્ત કરવા મુકે છે. એવું લાગે છે કે તેના સમગ્ર જીવન ડિસ્પેલમાં છે. તેનું જીવનમાં ઇશભય હોવાના બદલે પોતાની જાતની ધરી પર ભ્રમણ કરતી સ્વછંદતા અને બીજાનું ધ્યાનાકર્ષિત કરવાની જનમતને આધીન થઇ જાય છે. તે જાણે અજાણે લોકો સામે સોશ્યલ મીડિયા વડે પોતાના વ્યક્તિત્વને અલગ તારવાની લ્હાયમાં જ લાગી જાય છે.
સોશ્યલ મીડિયા વડે વ્યક્તિ કેટલાક સમય ઓળખના ફેલાવામાં સરી પડે છે. તે બેવડા વ્યક્તિત્વ સાથે જીવે છે. વાસ્તવિક દુનિયાનું વ્યક્તિ હોય છે બીજુ વર્ચ્યુઅલ દુનિયાનું રિફઆઇન્ડ વ્યક્તિત્વ જેનો સર્જક તે પોતે હોય છે. કેટલાક લોકો એમાથી આગળ જઇ સવિશેષ ભાગ ભજવવા લાગે છે. વર્ચ્યુઅલ દુનિયામાં છોકરાઓ છોકરીઓના નામ અને સુંદર ચિત્રો મુકી અકાઉન્ટ ખોલી તેનો રોલ ભજવે છે અને તેનાથી વિરૂદ્ધ છોકરીઓ છોકરાઓનો રોલ ભજવે છે. કદરૃપી છોકરીઓ સુંદર છોકરીઓનો રોલ ભજવે છે અને વૃદ્ધ યુવાનનો રોલ ભજવે છે. પોતાના વાસ્તવિક વ્યક્તિત્વની અદેખી કરી કાલ્પનિક વ્યક્તિત્વના સર્જનમાં મગ્ન રહે છે.
સોશ્યલ મીડિયાના કારણે અંતર નાબૂદ થયુ છે. પરંતુ તેણે નજીકના લોકોને દૂર કરવાનું કાર્ય પણ કર્યું છે. સોશ્યલ મીડિયા વડે જ્યાં ઘણા બધા લોકો સમાજના નવનિર્માણનું કાર્ય કરી રહ્યા છે. ત્યાં જ તેણે ઘણા બધા લોકોના લાગણી ભાવને કચડી દીધુ છે. સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સના માધ્યમથી અશ્લીલતા અને નગ્નતાનો પ્રસાર, બ્લેક મેલિંગ, સાયબર બુલિંગ જેવા સાયબર ક્રાઇમ પણ આચરવામાં આવી રહ્યા છે.
સોશ્યલ મીડિયાએ ખાનગી અને જાહેરના ફરકને મટાડી દીધુ છે અને અંગત અને જાહેરજીવન ખત્મ કરી દીધું છે. કહેવાય છે કે ઓનલાઇન પ્રાઇવેસી જેવી કોઇ વસ્તુ નથી. સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર મુકાયેલી વ્યક્તિગત જાણકારી, સંદેશાઓ, ચિત્રો વગેરેનો વ્યવસાયિક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કંપનીઓ ગ્રાહકની પસંદ-નાપસંદનો અંદાજ તેમના ફેસબુક એકાઉન્ટથી કાઢે છે. નોકરી માટે અરજી કરનાર વ્યક્તિની ઓનલાઇન મોનીટરીંગ કરવામાં આવે છે અને તેમના વિષેની બધી હકીકતો એકઠી કરી લેવામાં આવે છે. જાહેરાત અને માર્કેટીંગ માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધી વસ્તુઓમાં નૈતિક સીમાઓનું ઉલ્લંઘન કરવામાં આવે છે. નૈતિક મુલ્યોને પોતાની ઓળખ બનાવી સોશ્યલ મીડિયાનો રચનાત્મક ઉદ્દેશો માટે ‘Click Right, Be Ethical’ પોતાના નૈતિક અસ્તિત્વ માટે સજાગ વ્યક્તિ માટે જરૂરી છે કે તે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરે.