(સામાજિક ચિંતન)
મારા એક મિત્રે જીવનસાથી (મોમિના) વિશે તેની પસંદ જણાવી. તેણે કહ્યું, “તે તકવાવાળી (સંયમી) સ્ત્રી હોવી જોઈએ. હિજાબ કરવાવાળઈ પરંતુ પરદાની અંદર તે પાતળી, લાંબી, સુંદર, મોર્ડન, ચતુર અને સરસ અંગ્રેજી બોલવાવાળી તેમજ આધુનિક વસ્ત્રો પરિધાન કરતી હોવી જોઈએ…” મેં જવાબ આપ્યો, “ઓહ, તમે પરદાની અંદર બાર્બી ટાઈપની સિન્ડ્રેલા શોધી રહ્યા છો.”
અંગ્રેજીમાં કહેવાયું છે … એક વ્યક્તિ અમન અને શાંતિની શોધમાં આખા વિશ્વમાં ફરે છે અને તેને મેળવીને જ પાછો આવે છે. જો આપણે આ આ બાબતે કુઆર્નનું દૃષ્ટિકોણ જોવુ હોય તો તે આ પ્રમાણે છે, “અને તેની નિશાનીઓમાંથી એ છે કે તેણે તમારા માટે તમારી જ સહજાતિથી પત્નીઓ બનાવી, જેથી તમે તેમના પાસે મનની શાંતિ મેળવી શકો અને તમારા વચ્ચે પ્રેમ અને દયા પેદા કરી દીધાં. નિઃશંક આમાં ઘણી નિશાનીઓ છે તે લોકો માટે જેઓ વિચાર કરે છે.” (સૂરઃ રૃમ-૩૦ઃ૨૧). તમે તેમનામાં ‘સુકૂન’ શોધી શકો છો. ‘સુકૂન’ શબ્દનો અર્થ અમન, શાંતિ થાય છે. માટે મકાન બાંધવું હોય તો તેના માટે ઈંટોની જરૃર છે પરંતુ જો ઘર બનાવવું હોય તો તે દિલોથી બંધાય છે. ઉપરોકત આયતમાં વિગતવાર રજુઆત કરવામાં આવી છે કે અલ્લાહ તેમની વચ્ચે ‘મુવદદતુન વ રહમા’ પેદા કરી. મુવદદતુન એટલે પ્રેમ, સ્નેહ, દેખભાળ તથા રહમા એટલે દયા. આ ગુણો કોઈ વર્કશોપ કે સેમીનારમાં સીંચવી શકાય નહીં. આ અલ્લાહનો ઈજારો છે કે તેણે આ ગુણો દિલમાં મુકયા છે. કોઈ ગોળી કે સીરપ એવી નથી કે જેનાથી ‘કુન-ફ ય કુન’ (થઈ જા અને તે થઈ જાય) જેવું થાય.
ચાર ગુણો એવા છે જે અલ્લાહ કોઈને આપે તો તેને દુનિયા અને આખિરતની શ્રેષ્ઠ વસ્તુ મળી તેમ કહી શકાય. એક આભર વ્યક્ત કરવાવાળુ હૃદય, બીજુ એ જીભ જે અલ્લાહની યાદમાં પરોવાયેલી હોય, ત્રીજું એ શરીરજે મહેનતી અને સહનશીલ (મનોવૈજ્ઞાનિક, શારીરિક, આર્થિક તથા લાગણીમય) અને ચોથુ ‘મોમિના’ (ઇશ્વરની આજ્ઞાકારી જીવનસાથી). આ ચારેય ગુણો લગ્ન પછીના જીવનને પણ સુખી કરવા માટે જરૂરી છે. જો તમે તમારી પત્નિને બીજાની દૃષ્ટિએ જોશો અથવા ભૌતિક માપદંડ ઉપર પારખશો તો તમે આભારી હૃદયથી વંચિત થશો. અને પછી તમે લગ્નજીવનમાં દુખી રહેશો.
જો તમને અલ્લાહ યાદ ન હોય અને તમે તમારી જવાબદારી અદા ન કરતા હોવ તો તમે માનવો પ્રત્યે પણ ક્યારેય આભાર વ્યક્ત કરવાવાળા નથી બની શકતા. જો તમે દુખના સમયે તમારા જીવનસાથી જોડે દૃઢતાપૂર્વક જોડાયેલા ન રહી શકતા હોવ તો તમે જીવનમાં ઘણું ગુમાવી શકો છો.
આ જરૂરી છે કે તમારી પત્નિ ‘મોમિના’ (ઇશ્વરની આજ્ઞાકારી જીવનસાથી) હોય. ઉપરોક્ત જણાવ્યા અનુસાર ‘મોમિના’ને સમજીએ. અલ્લાહે આપણા પ્રિય પયગમ્બર (સલ્લ.)ને તે સમયની સૌથી શ્રેષ્ઠ સ્ત્રીઓ આપી હતી. તેમની દરેક પુનિત પત્નિમાં ઉમ્મત માટે અનોખો દાખલો છે.
જ્યારે અમુક લોકોએ ઇસ્લામ અંગિકાર કર્યો હતો તેના સમયમાં ખદીજા (રદિ.)એ તેમની ધન-દૌલત અલ્લાહના માર્ગમાં ગરીબો ઉપર ખૂબજ ખર્ચ કરી. તે મહાનતાનું એવું અનોખું કાર્ય હતું કે જિબ્રાઈલ (મુખ્ય ફરીશ્તા) આવીને તેમને શુભેચ્છા પાઠવી હતી! અલ્લાહના પયગમ્બર મુહમ્મદ (સલ્લ.) હઝરત આઈશા (રદિ.)થી ખુબજ ખુશ હતા. તેમણે એકવાર કહ્યું, “આઇશા! દુનિયા અને આખિરતમાં મારી પત્નિ”. પયગમ્બર મુહમ્મદ (સલ્લ.) પછી આઈશા (રદિ.) સહાબા અને તાબઈનની શિક્ષિકા હતી. તેમણે મૃત્યુ પામેલના વારસા સંબંધી જ્ઞાનને આવતી પેઢીઓ માટે પુરૃ પાડયું. ઝૈનબ બિન્તે ખુઝૈમા (રદિ.) સૌથી દાન કરવાવાળી સ્ત્રી હતી. તેમને ‘ઉમ્મુલ મુસ્તહકીન’ (નિર્ધનોની માતા) કહેવામાં આવતી.
એક હદીસનો ભાવાર્થ છે કે એક સારી પત્નિ તે છે જેને જોઈને તેનો પતિ ખુશ થઈ જાય. હવે, પતિના મુખ ઉપર ખુશીની મુસ્કાન ક્યારે દેખાશે? વિચારો, જ્યારે એક પતિ હારેલી, થાકેલી, તનાવપૂર્ણ દિવસથી અને ટ્રાફિકથી સંઘર્ષ કરતો ઘરે પાછો ફરે છે અને તેની પત્નિ ગુસ્સાની સાથે જ બાળકો, તેની માતા અને પાડોશીઓની શિકાયતોનો ભંડાર લઈને બેસી જાય છે. અને તે પણ પ્રતિદિનની ક્રિયા બની ગઈ હોય. આવી પજવતી સ્ત્રી કે ચિડીયા પતિના મોઢે ખુશીની મુસ્કાન જોઈ શકો? એવો મિથ્યા આડંબરયુક્ત પતિ હંમેશા તેની પત્નિના વસ્ત્ર પરિગ્રહણની ટીકા કરશે કેમકે તે ઓફિસમાં વેલ ડ્રેસ યુવતીઓને જુએ છે. આવી વ્યક્તિને પત્નિમાં આકર્ષણ દેખાતુ નથી. તે ભાજન તેમજ બીજી વસ્તુઓ પ્રત્યે પણ એદખાઈ થઈ જાય છે. લગ્નસંબંધી જીવનમાં ખુશી પેદા કરવામાં સૌથી મોટી અડચણ આપણે ઘડેલા કાલ્પનિક માપદંડો છે જે ગ્લેમર અને પૈસાદારોની આધુનિક સંસ્કૃતિથી લીધેલા છે.
એક સુખડ જીવનસાથી નીચેની આયતમાં બંધબેસે છે, સૂરઃ તૌબા-૯ઃ૭૧ – “મોમિન (ઈમાનવાળા) પુરુષો અને મોમિન (ઈમાનવાળી) સ્ત્રીઓ સૌ એક-બીજાના મિત્રોે છે. ભલાઈની આજ્ઞા આપે છે અને બૂરાઈથી રોકે છે, નમાઝ કાયમ કરે છે, ઝકાત આપે છે અને અલ્લાહ અને તેના રસૂલનું આજ્ઞાપાલન કરે છે. આ તે લોકો છે જેમના ઉપર અલ્લાહની રહમત (કૃપા) જરૃર ઊતરીને રહેશે, નિઃશંક અલ્લાહ સૌના ઉપર વર્ચસ્વ ધરાવનાર અને તત્ત્વદર્શી છે.”
આપણા જીવનસાથીને ઉત્સાહિત કરીએ છીએ કે પાછળ ધકેલીએ છીએ? શું આપણે તેને આરામથી રોકીએ છીએ કે પછી તેને પજવવા તેની શિકાયત માતા, બહેન કે મિત્રોથી કરીએ છીએ.
સાર – જો આપણે સુંદર જીવનસાથી ઇચ્છીએ છીએ અને તે દરેકનો અધિકાર પણ છે. તો આપણી પોતાની અંદર શોધો અને પોતે એવા જીવનસાથી બનવા પ્રયત્ન કરો જે દરેક મોમિન કે મોમિના ઇચ્છે છે.