Friday, November 22, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપમુક્તિની શોધમાં

મુક્તિની શોધમાં

તમારો આ પ્રશ્ન કે શું ઇશ્વર છે? વાંચીને જાણ થઇ કે તમે એક વિચારશીલ વ્યક્તિ છો. જે આનંદની બાબત છે. માનવીની વિચાર-શક્તિ જ ઇશ્વરને માન્યા વગર સંતુષ્ટ નથી થતી જ્યારે આપણને સ્વયંના હોવા બાબતે કોઇ સંદેહ નથી તો ઇશ્વર વિશે આપણને સંદેહ કેમ હોય, શું એટલા માટે કે આપણે પ્રત્યક્ષ સ્વરૃપે તેને જોઇ નથી શકતા. પરંતુ વિચારવાની બાબત છે કે શું માનવીને બધુ એક સાથે પ્રાપ્ત થઇ જાય છે કે પછી દરેક વસ્તુના પ્રાપ્ત થવાનો ઉચિત અને નિશ્ચિત સમય હોય છે. પછી ઇશદર્શનના સંદર્ભમાં આપણે કેમ આને ભુલી જઇએ છીએ. ઇશ્વરને પ્રત્યક્ષરૃપે જોવાની શક્તિ આજે આપણામાં નથી પરંતુ તેની નિશાનીઓ અને લક્ષણોને તો આપણે ખુલ્લી નજરોે જોઇ રહ્યા છીએ. આ વિરાટ બ્રહ્માંણ શું ઇશ્વરના અસ્તિત્વનું એક મોટું પ્રમાણ નથી ? દૂર જવાની જરૃર નથી. શું સ્વયં આપણું અસ્તિત્વ ઇશ્વરના અસ્તિત્વનું સૌથી મોટુ પ્રમાણ નથી? જ્યારે આપણે સ્વયં આપણા સૃષ્ટા નથી તો પછી કોઇક તો આપણો સૃષ્ટા હશે. સૃષ્ટિની કલ્પના સૃષ્ટા વગર સંભવ જ નથી. આપણામાં ચેતના છે. માત્ર નિર્જીવ પદાર્થ તો ચેતનાનું ઉદગ્મ ન હોઇ શકે તેથી કોઇ ચેતન સત્તાનું હોવું અનિવાર્ય છે. અને એ જ ચેતન સત્તા ઇશ્વર છે. આપણે સૃષ્ટ (સર્જન) છીએ જન્મ્યા છીએ. જો આપણે સદૈવથી હોત તો આ વાત આપણાથી ગર્ભિત ન રહેત. આપણે આપણી વાસ્તવિક્તાથી સંપૂર્ણ પણે અવગત હોત. આજે આપણી સ્થિતિ આ છે કે સ્વયં આપણી ચેતનાના રહસ્યને પણ સંપૂર્ણપણે નથી જાણતા. એટલા માટે માનવું પડે છે કે આપણો આધાર કોઇ બીજો છે. તેને જ આપણે ઇશ્વરના નામે યાદ કરીએ છીએ. ઇશ્વરને માનવા ન માનવાનું ઉદાહરણ એવું છે. જાણે એક વ્યક્તિ આ સ્વીકાર કરતી હોય કે આંખ જોવા માટે બનાવવામાં આવી છે અને બીજી વ્યક્તિ એમ માનતી હોય કે આંખ જોવાને માટે બનાવવામાં નથી આવી બલ્કે સંયોગવશ તે જોવાનું કાર્ય કરી રહી છે. આંખના બનવામાં કોઇની બુદ્ધિ સામર્થ્ય, સંકલ્પનો જરાય યોગદાન નથી અને ન જ આ જોવા માટે બનેલી છે. બલ્કે સંયોગવશ તે જોવા માટે ઉપયોગી સાબિત થઇ રહી છે. હવે તમે સ્વંય વિચાર કરી શકો છો કે આ બેે ધારણાઓમાંથી કઇ ધારણા બુદ્ધિસંગત છે! શું આંખની બનાવટ પોકારી પોકારીને નથી કહી રહી કે તે જોવા માટે જ છે. જ્યારે આંખ જોવા માટે જ છે તો અવશ્ય તેની પાછળ કોઇ આશય અને નિશ્ચયનો હાથ છે.

ઇશ્વર વિશે આ પ્રશ્ન નથી થતો કે તેનો સૃષ્ટા કોણ છે કારણ કે તે સૃષ્ટ (સર્જન) છે જ નહિ. તે તો સદૈવ છે જે સદૈવથી હોય તેના માટે કોઇ સૃષ્ટાની આવશ્યક્તા જ નથી હોતી.

આ બ્રહ્મમાંડમાં અન્યાય ક્યાં છે. આ વિચારવાની વાત છે. સૂર્ય, ચંદ્ર, ધરતી અને નક્ષત્રો પોતાના નિશ્ચિત માર્ગ ઉપર ચાલી રહ્યા છે. તેમના માટે જે માર્ગ નિશ્ચિત કરી દેવામાં આવ્યો છે. શું તે ન્યાયસંગત નથી? છે કોઇ જે આ બાબતે કોઇ ત્રુટિ તરફ સંકેત કરી શકે? જો સૂર્ય અથવા ચંદ્ર જરાક પણ પોતાના સ્થાનથી ખસી જાય. તો તેનું પરિણામ કેટલું ભયંકર હશે? જે તમે કોઇપણ નક્ષત્ર વિજ્ઞાાનના નિષ્ણાંતથી પુછી શકો છો. બ્રહ્માંડની રચનામાં બીજું બધુ તો જવા દો માત્ર આ બાબતે જુઓ કે આમાં જે ગણિતનો પ્રયોગ થયો છે તે કેટલું દૃઢ અને સાચું છે. શું આનાથી બ્રહ્માંડની પાછળ એક મહાન ગણિતીજ્ઞાનું કાર્યશીલ હાથ નથી દેખાતો? તમે જો માત્ર શરીરની રચના ઉપર જ વિચાર કરો, તો જોશો કે શરીરનું એક એક અવયવ સૃષ્ટાના અપાર સામર્થ્ય અને ન્યાયનો પરિયાચક છે. માનવ સમાજમાં જો ક્યાંય અન્યાય થાય છે તો તેનું કારણ સ્વંય માનવ છે. જે ઇશ્વરે આપેલી સ્વતંત્રતાનો દુરૃપયોગ કરીને ન્યાયની પ્રતિષ્ઠાનો ભંગ કરતો રહે છે. ઇશ્વરએ તેને કેટલીક સ્વતંત્રતા આપી છે કે જેથી તે સ્વતંત્રરૃપે ઇશ્વરનો આજ્ઞાાકારી બને. જનસેવાના કાર્યો કરે અને સ્વેચ્છાપૂર્વક પોતાનો પ્રેમભાવ ઇશ્વરને અર્પણ કરે અને આ રીતે તેના ચરિત્રનું નિર્માણ થઇ શકે. હવે જો તે તેની સ્વતંત્રતાનો દુરૃપયોગ કરે છે તો તે તેને આના માટે થોડી તક તો ચોક્કસ મળી શકે છે પરંતુ તેનું પરિણામ સ્વયં તેના પક્ષમાં પણ સારૃ નહી હોય. એક તરફ આનાથી તે સ્વયંને અધમતામાં ગ્રસ્ત કરી લેશે અને બીજી તરફ જો તે સંસારમાં સજાથી બચી પણ ગયો તો શું થયું? પરલોકમાં તે નિશ્ચિતરૃપે દંડનો ભાગીદાર ઠરશે. પરલોકનો દિવસ આના માટે જ છે કે અપરાધીઓને પૂરેપૂરો દંડ આપી શકાય અને સંસારમાં જેમને ન્યાય ન મળ્યો હોય તેમને ન્યાય મળી શકે. ભૌતિક નિયમો અંતર્ગત જો કોઇને શારીરિક માનસિક અથવા આર્થિક નુકશાન થયું હોય તો પરલોકમાં તેને તેના બદલામાં સારૃ વળતર આપી શકાય. પરંતુ શરત આ છે કે તે યથાસંભવ પોતાના કર્તવ્યોને પૂરા કરવામાં સત્યથી કામ લે અને સંસારમાં ઇશ્વરીય ઇચ્છાનો સંપૂર્ણ પણે આદર કરે.

ઇશ્વરે સૃષ્ટિની રચના કરી. આ તેના સ્વભાવ અંતર્ગત થયું આપણું વાસ્તવિક પ્રયોજન ઇશ્વરની પ્રાપ્તિ ઉપરાંત કોઇ જ નથી. ઇશ્વર આપણને સ્વરૃપે પ્રત્યક્ષ કરાવે છે. વિભિન્ન છતાં પણ તે રહસ્ય જ છે. આપણું કર્તવ્ય છે કે સૃષ્ટિ અને જીવનમાં તેના જેટલા સંકેત મળે તેનો સંચય કરીએ અને આ પ્રકારે ઇશ સંબંધી પોતાના જ્ઞાાનને સંપૂર્ણ બનાવતા રહીએ. આ જ રીતે તો આપણે તેને જાણી શકીશું. શું કોઇ બાળક છમ્ઝ્રથી પોતાના અભ્યાસની શરૃઆત કરીને એક જ દિવસમાં ઉચ્ચ ગ્રંથોને વાંચનાર અને તેનો માર્ગ જાણનાર બની શકે છે? કદાપી નહિ. કારણ કે ઉચ્ચ ગ્રંથોને સમજવા માટે ઘણુ બધંુ શિખવાની અને અધ્યયન કરવાની આવશ્યકતા હોય છે. શું ઇશ્વર એક ગ્રંથથી પણ ઓછો છે? આપણે તેને સંપૂર્ણપણે તરત જ જાણી શકીએ.

પછી તેની સાથે આ પણ આવશ્યક છે કે માનવીએ પોતે શોધેલ જ્ઞાાનને પોતાના વ્યવહારમાં લાવે કે જેથી જ્ઞાન માત્ર જ્ઞાાન ન રહે અને જીવનનું રૃપ ધારણ કરી લે અને જીવન અને જ્ઞાાનની વચ્ચે ભિન્નતા બાકી ન રહે. એક જ ધ્વની દરેક દિશાઓથી સંભળાવવા લાગે. માનવીએ સંપૂર્ણ જીવનથી ઇશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત કરવું જોઇએ. તેના વગર જીવનની વાસ્તવિક સાધના પૂર્ણ નથી થઇ શકતી. જીવનના મૂળ તત્વને પ્રાપ્ત કરી લીધા પછી જ માનવી અમરત્વનો અધિકારી બની શકે છે. આ જ મૂળ રૃપે સુખનું મૌલિક કારણ છે. *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments