Tuesday, January 21, 2025
Homeઓપન સ્પેસજાતીય ભેદભાવ તથા પક્ષપાત અને ઇસ્લામની દા'વત

જાતીય ભેદભાવ તથા પક્ષપાત અને ઇસ્લામની દા’વત

આંબેડકર જયંતી પ્રસંગે આ વર્ષે રામપૂરમાં વાલ્મીકી સમાજના ૮૦૦ લોકોએ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. રામપુરના ડી.એમ. સી.પી. ત્રીપાઠીના મતાનુસાર આ લોકો ન્યાયાલયમાં કેસ હારી ગયા હતા. એટલા માટે તેમને હટાવીને કાશીરામ નગરમાં વસાવવામાં આવશે. રામપુર શહેરના તોપખાના રોડ ઉપર આવેલ વાલ્મીકી વસ્તીના ૫૦થી વધારે મકાનોને ગેરકાયદેસર કબ્જો ઠેરવીને તેને તોડી પાડવા માટે નિશાની કરી ગયા હતા. તે લોકોના ઘર એક નિર્માણ થઈ રહેલા શોપિંગ મોલ સુધી જનારા માર્ગને પહોળો કરવામાં અવરોધરૃપ હતા. એ લોકોનું કહેવું હતું કે મુસલમાનોની વસ્તીમાં આનાથી પણ સાંકળા રસ્તાઓ હોય છે પરંતુ ત્યાં ક્યારે પણ અત્યાચાર કરવામાં નથી આવતો. એટલા માટે તેમના સમીપ પોતાના ઘરને બચાવવા માટે ઇસ્લામ ધર્મને અંગીકાર કરવો અંતિમ માર્ગ છે. એ લોકોએ આ નિર્ણયનો ચાર દિવસ સુધી દેખાવો કર્યા છતાં તંત્રએ નરમ વલણ ન બતાવવા અને એડીશનલ ડિસ્ટ્રીક્ટ ઓફિસરની લેખિતમાં બાંહેધરી આપવાના ઇન્કાર પછી કર્યો.

પાંચ મહિના અગાઉ આ સમાચાર અખબારોમાં આવ્યા હતા અને ભુલાઈ ગયા. આ બાબતે ધ્યાન આકર્ષિક કરવામાં આવ્યું છે ઉત્તરપ્રદેશમાં મુલાયમસિંહ યાદવના સુપુત્ર શાસનની ધુરા સંભાળી રહ્યા છે. જે મુસલમાનોને રાજી રાખવાના પ્રયત્નો કરતા રહે છે. કારણ કે રામપુર ઉત્તરપ્રદેશના દબંગ મુસ્લિમ નેતા આઝમખાનનો વિસ્તાર છે. એટલા માટે ત્યાં મુસલમાનોનો પ્રભુત્વ છે. જેના કારણે વાલ્મીકીઓએ આ પગલુ ઉઠાવ્યું વગેરે. પરંતુ આ ઘટનાના ચાર માસ પછી હરિયાણાના ૨૫૦ કુટુંબો દિલ્હીની અંદર કલ્મો પઢીને ઇસ્લામના વર્તુળમાં દાખલ થઈ ગયા. આ લોકો કહેવાતા ઉચ્ચ વર્ણના હિંદુઓના અત્યાચારથી ત્રસ્ત થઈને ઇસ્લામમાં દાખલ થઇ ગયા. આ એક લાંબી લડાઈનું સુખદ પરિણામ છે.

૧૨ મે ૨૦૧૨ના રોજ હિસ્સાર જીલ્લાના ભગાનામાં સવર્ણો સાથે દલિતોનો ઝગડો થઈ ગયો હતો. ત્યાર પછી ૫૨ થી વધારે દલિત કુટુંબોને ગામ છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા. તેથી ગામ છોડવું પડયું. ઝગડાની શરૃઆત જમીનના કબ્જાને કારણે થઇ જેના પછી દલિતોનો હુક્કો પાણી બંધ કરીને તેમને ગામ છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા. આ ઘટનાના બે વર્ષ પછી ૨૩ માર્ચ ૨૦૧૪ના રોજ ભગાનામાં ચાર સગીર વયની બાળકીઓનું અપહરણ અને સામુહિક બળાત્કારની ઘટના બની પરંતુ ત્યાર પછી પણ સરકારી તંત્રની આંખો ઉઘડી નહીં. ૨૫ ઓગષ્ટ ૨૦૧૪ના રોજ ફાયરીંગની ઘટના બની પરંતુ આ વખતે પણ તંત્રએ દબંગોને કાબુમાં કરવાની બાબતને અવગણી.

અત્યાચારોની વિરુદ્ધ આ લોકો પાછલા ત્રણ વર્ષોથી ન્યાયની ખાતર અહીંતહીં ભટકતા રહ્યા. ન્યાયની ઝંખના તેમને હરિયાણાથી દિલ્હી લઇ આવી અને તેમણે જંતર-મંતર પર આવીને પડાવ નાંખ્યો. આશરે એક વર્ષે સુધી દેખાવો કરવા છતાં અહીં પણ કોઈએ તેમની ફરિયાદ સાંભળવાની તસદી ન લીધી. ત્યારબાદ તેમના માર્ગદર્શક જગદીશ કાજલાએ જાહેરાત કરી દીધી કે હવે અમે રાહ જોઈને થાકી ગયા છીએ. વડાપ્રધાન અને પોલીસ દ્વારા વચનો સિવાય કંઇ નથી મળ્યો. કોઈએ કંઇ નથી કર્યું. એટલા માટે અમે હિંદુ ધર્મનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો. જગદીશ મુજબ આવા સમાજ સાથે જોડાઇ રહેવાનો શુ અર્થ હોઈ શકે છે કે જે માત્ર પોતાના સ્વાર્થને માટે અમારી પાસે આવ્યા અને જ્યારે અમને ખરેખર જરૃર પડી તો મોઢુ ફેરવી લીધું. હિંદુ ધર્મના વલણ તરફ ઇશારો કરતા તેમણે જણાવ્યું કે જ્યારે અમે તકલીફમાં હોઈએ છીએ તો કોઈ અમારી મદદ માટે આગળ નથી આવતો. અમારી સાથે પશુઓ જેવો વ્યવહાર કરવામાં આવે છે.

વિશ્વ હિંદુ પરિષદએ આ ધર્મ પરિવર્તનને દલિતોનું શોષણ જણાવતા સંસદની પાસે બનેલી આ બળજબરીપુર્વકની ઘટના બાબતે આશ્ચર્ય વ્યક્ત કર્યું. જો આ સમયે સંસદ ભવનમાં ઇસાઇ સોનિયાના ઇશારે શિખ મનમોહન શાસન કરી રહ્યા હોત અને અબ્દુલ કલામ અધ્યક્ષની ખુરશી ઉપર બિરાજમાન હોત તો વી.એચ.પી.ની ચિંતા સમજી શકાય. પરંતુ અત્યારે તો સોનિયાની જગ્યા મુંછો વાળા ભાગવતે લીધી છે. મનમોહનની ખુરશી ઉપર હિંદુ હૃદય સમ્રાટ નરેન્દ્ર મોદી બિરાજમાન છે અને અધ્યક્ષની ખુરશી પ્રણવ દાની પાસે છે. શું આમ છતાં પણ બળજબરી શક્ય છે? અને જો છે તો હિંદુત્વવાદીઓએ ઢાંકળી ભર પાણીમાં ડુબી મરી જવું જોઈએ. હરિયાણા રાજ્ય (જ્યાંથી આ દલિત કુટુંબોનું સંબંધ છે) ન તો મુસ્લિમ તરફી ઓળખાતી સમાજવાદી પાર્ટીનું શાસન છે અને ન જ હિસ્સારનો વિધાનસભ્ય આઝમ ખાન જેવો મુસલમાન છે. વર્તમાન સમયમાં હિસ્સારનો પ્રતિનિધિત્વ બીજીપીના ડો. કમલ ગુપ્તા કરી રહ્યા છે અને મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર છે. તેમ છતાં પણ આ બધું કેવી રીતે થઇ ગયું? વીએચપીના દાવાની વિરુદ્ધ ઇસ્લામ કબુલ કરનારા નવ-મુસ્લિમ આનું કારણ આ જણાવી રહ્યા છે કે ઇસ્લામ જ એ ધર્મ છે જ્યાં ઉચ્ચનીચના ભેદભાવનો આધાર માત્ર આચરણ (કર્મ) ઉપર છે. આ જવાબમાં ઇસ્લામના દાઇઓ માટે અનેક પ્રશ્નો છે. તેના માધ્યમથી તેઓ પોતાના શ્રોતાઓના મન મસ્તિષ્ક સુધી પહોંચી શકે છે.

ભારતીય સમાજ જાતિ-ભેદભાવમાં જે રીતે ગ્રસ્ત છે તેના માટે માત્ર અને માત્ર સંઘ પરિવારને જવાબદાર ઠેરવી દેવું પણ યોગ્ય નથી. આ ઉદાહરણને પણ જોઈએ તો જે સમયે ઝગડાની શરૃઆત થઇ તે સમયે હરિયાણામાં સાંપ્રદાયિક નહીં બલ્કે કોંગ્રેસના ભુપેન્દ્રસિંહ હુડાનું શાસન હતું અને હિસ્સારથી પણ કોંગ્રેસની સાવિત્રી દેવી વિજેતા થઇ હતી. તેમ છતાં પણ એ બન્નેએ શોષિતોની મદદ કરી ન હતી. એ સમય દરમ્યાન કેન્દ્રના કોંગ્રેસ શાસન તરફથી પણ કોઈ હસ્તક્ષેપ કરવામાં આવ્યો ન હતો. આ ઘટના પછી પોલીસે ઇસ્લામ અંગીકાર કરનારા કુટુંબોના કેમ્પમાં તોડફોડ કરી અને તેમને નિર્દયી હિંસાનો ભોગ બનાવાયા જેના પરિણામે સાત લોકો ઘાયલ થઇ ગયા. એક અસરગ્રસ્ત મહિલા મુજબ મહિલાઓને પણ પોલીસે છોડી ન હતી અને તેમની સાથે પણ નિર્દયતાપુર્વક મારઝુડ કરવામાં આવી હતી. નવ-મુસ્લિમો સાથે આવો વર્તન નવો નથી. કોંગ્રેસ અને સ્થાનિક સંગઠનોના શાસનમાં પણ આવા ઉદાહરણો જોવા મળે છે.

ભારતની ભૂમીમાં સદીઓથી દલિત સમાજ સવર્ણોના હિંસાનો ભોગ બનતા આવ્યા છે. હરિયાણાની અંદર ઓમપ્રકાશ ચોટાલાના સમયમાં છજ્જર જીલ્લામાં હિંદુ સાંપ્રદાયિક સંસ્થા વિશ્વ હિંદુ પરિષદના કન્વિનરેે પાંચ દલિતોને ગાયના કતલ કરવાના આરોપમાં મારી નાખ્યા હતા. ભયની એ સ્થિતિ હતી કે કોઈ ફરિયાદ કરવાને માટે પણ હિંમત કરી શકતું ન હતું અને કોઈ પ્રસાર માધ્યમમાં પણ આની નોંધ લેવામાં આવી ન હતી. ખુબજ મુશ્કેલીથી બીબીસીના પ્રતિનિધિએ ભોગ બનેલા રવિન્દ્રની માતા રામવતીથી સંપર્ક કરવામાં સફળતા મેળવી લીધી. રામવતીએ પોલીસ અને રાજ્ય સરકાર ઉપરાંત પ્રસારણ માધ્યમમાં પણ ફરિયાદ કરી. રવિન્દ્રની વિધવાએ સ્પષ્ટ કહ્યું કે, રાજ્યની ઓમપ્રકાશ ચોટાલા સરકાર ઉપર જરાય વિશ્વાસ નથી અને ન્યાયનો તકાદો આ છે કે તેના પતિના હત્યારાઓને પણ આ જ રીતે મૃત્યુદંડ આપવામાં આવે. રવિન્દ્રની વિધવાનું આ સ્વપ્ન એ સમય સુધી સાચુ ઠરી શકતુ નથી જ્યાં સુધી આ દેશમાં દીનની સ્થાપના ન થઇ જાય અને અહીંની અદાલતોના ચુકાદા ઇસ્લામી શરીઅત મુજબ ન થવા લાગે.

એ સમયમાં પૂર્વ આઈએએસ અધિકારી ઉદિત રાજ તેમની સંસ્થા ઓલ ઇન્ડિયા દલિત કન્ફેડ્રેશનનું માર્ગદર્શન કરતા હતા. ઉદિત રાજએ કહ્યું હતું કે હિંદુ સમાજમાં ઉચ્ચ વર્ણના લોકોએ ક્યારેય પણ દલિતોને ગળે લગાવવાના પ્રયત્નો કર્યા નથી. ઉદિત રાજને ફરિયાદ હતી કે આઝાદીના પચાસ વર્ષ પછી પણ સરકારી નોકરીઓમાં દલિતોને એ પ્રતિનિધિત્વ નથી મળતુ જેના તેઓ ખરેખર હકદાર છે. હિંદુ ધર્મમાં દલિતોની સાથે ભેદભાવપુર્ણ વ્યવહારનું વલણ રહ્યું છે. દુઃખ આ વાતનો છે કે પાંચ દલિતોને ફકત આ જ કારણથી મારી નંખાયા કે એમની વિરુદ્ધ ગૌહત્યા કરવાનો આરોપ હતો. આથી જાહેર થાય છે કે હિંદુઓ માટે ગાય જેવો જનાવર વધુ પ્રિય છે અને માનવોના પ્રાણનું કોઈ મુલ્ય નથી. સત્તા પરિવર્તને ક્રાંતિકારી ઉદિતરાજે પણ બદલી નાંખ્યા. હવે તેઓ બીજેપીની છત્ર છાયામાં જઇ ચુકયા છે. ઉદિત રાજને ગાય-માતાની ભક્તિએ સંસદ સભ્ય બનાવી દીધા છે.

વંશીય હિંસાનો ક્રમ આમ તો હંમેશથી ચાલુ જ રહ્યો છે. પરંતુ આમા કટ્ટરતા તે વખતે આવી જાય છે જ્યારે બે વિભિન્ન જાતિના લોકો પરસ્પર લગ્ન ગ્રંથીથી જોડાઈ જાય છે અને લીમડા ઉપર કારેલાની બેલ ચડે તેમ તેમાં ખાપ પંચાયતનો હસ્તક્ષેપ પણ શામેલ થઇ જાય છે. આ પ્રકારનું લજ્જાસ્પદ ઉદાહરણ પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં બાગપતના સાંક્રોદ ગામમાં જોવા મળ્યું. અહીં દલિત અને જાટ બિરાદરીના યુગલને લઇને ખાપ પંચાયતે એક એવું ફરમાન જારી કર્યું જેનો કોઈ પણ સુસંસ્કૃત સમાજમાં કલ્પના પણ મુશ્કેલ છે. ગત માસમાં દલિત ધરમપાલનો પુત્ર ગામની એક જાટ યુવતિને લઇને ભાગી ગયો. તેમણે બંનેને બોલાવીને પોલીસને હવાલે કરી દીધા. એટલા માટે કે યુવક પર હુમલાની આશંકા હતી. ત્યાર પછી યુવતિના કુટુંબીજનોના કહેવા ઉપર ખાપ પંચાયતે આબરૃનો બદલો લેવા માટે ધરમપાલની બે પુત્રીઓની આબરૃ લુંટવા અને તેમને નિર્વસ્ત્ર કરીને ગામમાં ફેરવવાનો આદેશ આપી દીધો. ધરમપાલની પુત્રીએ ખાપ પંચાયતના આ નિર્ણયની વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમાં રજૂઆત કરી અને એ ધ્રુણાસ્પદ ફરમાનની વિરુદ્ધ સુપ્રીમકોર્ટએ પોલીસનો જવાબ માગ્યો.

આ બર્બરતાપુર્ણ, ગેરકાયદેસર મન ફાવે તેવી સજાની વિરુદ્ધ પ્રચારતંત્રમાં પડેલા પડઘાએ સમગ્ર દુનિયાનું ધ્યાન તેની તરફ આકર્ષિત કર્યું. માનવઅધિકારને માટે કામ કરનારી આંતરરાષ્ટ્રીય સંસ્થા એમનેસ્ટી ઇન્ટરનેશનલ કાર્યાંન્વિત થઇ ગઇ. તેમણે બંનેને સાંભળ્યા પછી આરોપ લગાવ્યો કે સ્થાનિક પોલીસે અસરગ્રસ્ત યુવતિને મદદ કરી ન હતી. અને તેના કુટુંબને પણ હેરાન કરવામાં આવી રહ્યા છે. સુપ્રિમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં યુવતિએ ફરિયાદ કરી છે કે તેમને બેઘર કરી દેવામાં આવ્યા છે. એટલા માટે તે પોતાની કુટુંબની સાથે ગામમાં પરત નથી ફરી શકતી. તેના ભાઈને પહેલા તો કેફીદ્રવ્યોના આરોપમાં ફાંસવામાં આવ્યો. પરંતુ પછીથી યુવતિના માધ્યમથી પોલીસમાં આ ફરિયાદ કરવામાં આવી કે નોકરી અપાવવાના બહાને યુવક તેને દિલ્હી લઈ ગયો હતો. જ્યાં તેની લાજ લુંટવામાં આવી હતી. યુવતિ વિવાહિત હોવાના કારણે તેના ઘરવાળાઓએ દલિત યુવકની વિરુદ્ધ યુવતિને ફોંસલાવવાનો આરોપ પણ લગાવ્યો. ઉત્તરપ્રદેશમાં કોઈ જાટ યુવતિનો નોકરીને માટે દલિત પુરુષની સાથે નીકળી જવું અને લાજ લુંટયા પછી પણ પોતાના કુટુંબીજનોથી મદદ ન માંગવી વ્યવહારીક રીતે અશક્ય છે. પરંતુ જો સરકારી તંત્ર તરફેણ કરવા પર ઉતરી આવે તો કોઈ તેનું શુ બગાડી શકે છે. સુપ્રીમ કોર્ટે ૨૦૧૧ની અંદર એક મહત્ત્વનો ચુકાદામાં ખાપ પંચાયતોને ગેરકાયદેસર ઠેરવી દીધી હતી. પરંતુ અપરિચિત લોકોના નામે કતલને ઉત્તેજન આપનારી આ ખાપ પંચાયતો આજે પણ નીચલા સ્તરે કામ કરી રહી છે. ખાપ પંચાયતોના મહિલાઓ તેમજ પછાત જાતીઓની વિરુદ્ધ એક તરફી નિર્ણયો માત્ર મુળ સુધી પહોંચી ગયા છે. બલ્કે મજબૂત થતા જઇ રહ્યા છે. તેની વિરુદ્ધનું અવાજ ઉઠાવવાની હિંમત કોઈ પણ રાજકીય પક્ષમાં નથી. પોતે સોનિયા ગાંધીએ આ વિષય ટીકા કરવાની અવગણના કરી છે. અફસોસજનક વાત આ છે કે આ પ્રથમ ઘટના નથી જ્યારે ઇજ્જત લુંટવી કોઈ અપરાધ વિરુદ્ધ હાથો બનાવવામાં આવ્યું હોય. પોલીસના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ભારતમાં પણ આવી ઘટનાઓ નોંધવામાં આવી છે જેમાં શારીરિક સંબંધો બાંધવાના આરોપમાં લાજ લુંટવાની સજા સંભળાવવામાં આવી છે. આથી જણાય છે કે રાષ્ટ્રીય પ્રસારણ માધ્યમમોમાં વધુ પડતા સમાચારો ઉત્તર ભારત સંબંધે આવે છે. પણ આ કૃત્યુએ સમગ્ર દેશમાં પોતાની જાળમાં ફસાવી દીધો છે.

આ અવૈધ ખાપ પંચાયતોના નિર્ણયો ફકત દલિતો વિરુદ્ધ નથી હોતા બલ્કે સવર્ણોમાંથી પણ અગર જો કોઈ એક ગૌત્ર (વંશ-વર્ણ)ની યુવતિ અને યુવક પરસ્પર લગ્નથી જોડાઈ જાય તો તેને અવૈધ સમજવામાં આવે છે અને બંનેને પાઠ ભણાવનાર કડક સજા ફટકારવામાં આવે છે. એ સિવાય જે ગૌત્રના લોકો વચ્ચે ભાઈચારાનો સંબંધ હોય છે તેમના લગ્નેત્તર સંબંધોને પણ બરદાસ્ત કરવામાં આવતા નથી. ઇ.સ. ૨૦૦૭માં હરિયાણાના કરોરા ગામમાં વિનાવલા ખાપ પંચાયતે બબલી અને મનોજ વિરુદ્ધ ફરમાન જારી કર્યું હતું, એટલે કે બંનેનો સંબંધ એક જ ગૌત્રથી હતો. આની સજા એવી રીતે આપવામાં આવી કે બબલીની સામે મનોજનુ ગળુ દાબી દેવામાં આવ્યો અને ત્યાર પછી બબલીના ભાઈએ બબલીને ઝેર આપીને મારી નાંખી. ચંદીગઢના ન્યાયાલયે આ બંનેને પોલીસ રક્ષણમાં સોંપ્યા હતા. તેમ છતાં પણ આ નિર્દયી હત્યાને રોકવા માટે વ્યવસ્થાતંત્રએ યોગ્ય પગલાઓ લીધા નથી. ઇ.સ. ૨૦૦૮માં ગર્ભવતી સુનિતા અને એના પતિ પર તેના પિતા ઓમપ્રકાશે ટ્રેકટર ચલાવી કચડીને બંનેને મારી ઝાડ ઉપર લટકાવી દીધા હતા. જેથી બીજા આ પરિણામથી બોધ લે. તેઓ એક ગૌત્રના તો ન હતા પરંતુ બિરાદરીના ગૌત્રથી સંબંધિત હતા.

આ અત્યાચારોથી નિપટવા માટે લોકશાહી તંત્રમાં જે કંઇ કરી શકાતુ હતુ તે બધુ અજમાવીને જોઈ લેવાયું છે. પીરીયાર અને કાશીરામએ બ્રહ્મણો વિરુદ્ધ જબરદસ્ત આંદોલન ચલાવ્યા પછી રાજકીય સંગઠન બનાવ્યું. પરંતુ સમયની સાથે તેની અસરો લુપ્ત થઇ ગઇ. તામિલનાડુમાં ડીએમકે ના કેટલાય વર્ષો સુધી લાગલગાટ અને યુપીમાં બીએસપી બે વખત સત્તામાં આવ્યા છતાં છુતછાતની ઘોર ખોદવામાં નિષ્ફળ રહ્યા. ઇ.સ. ૧૯૯૨માં પંચાયત રાજની સ્થાપના અમલમાં આવી. જેના હેઠળ ૩૩ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત કરાઈ. બલ્કે પંચાયતના નેતૃત્વમાં પણ મહિલાઓ માટે વિશેષ જોગવાઈના પ્રયત્નો કરાયા. દલિતો માટે પણ કેટલાય ગામો અનામત ઘોષિત કરાયા. તેમ છતાં જોઈએ તેવા પરિણામો પ્રાપ્ત થઇ શકયા નથી. ન્યાયાલય અને પ્રસારણ માધ્યમોએ પોતાનું જોર લગાવીને જોઈ લીધું. પરંતુ તેમને પણ કોઈ મોટી સફળતા મળી નહીં. ખાપ પંચાયત જ્યારે કોઈ નિર્ણય લે છે તો તેની આગળ કોઈની ચાલતી નથી.

વર્ણભેદ (ભેદભાવ)થી છુટકારો પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી ઇ.સ. ૧૯૫૬માં છ લાખ દલિતોએ ડો. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં બોદ્ધ ધર્મ અંગિગાર કર્યો હતો. પરંતુ તેનો પણ કોઈ ખાસ લાભ પ્રાપ્ત થયો નથી. અનામતનો લાભ ઉઠાવીને ઉચ્ચ સરકારી હોદ્દા ઉપર પહોંચ્વા છતાં જ્યારે ઉદિત રાજને સમાનતાનો વ્યવહાર ન મળ્યો તો તેમણે પણ હિંદુ ધર્મનો ત્યાગ કરીને કેટલાક વર્ષો પહેલા બૌદ્ધ ધર્મ અપનાવી લીધું. પરંતુ આ યુક્તિ પણ હવે સદંતર નિષ્ફળ થઇ ચુકી છે. ઇ.સ. ૧૯૮૧માં તામિલનાડુ રાજ્યમાં ૧૫૦ લોકોના સામુહિક ધર્મ પરિવર્તને તોફાન મચાવી મુક્યું, કે જેથી વિશ્વ હિંદુ પરિષદને પહેલાં ગંગાજળ, ભારતમાતા અને પછી રામમંદિર આંદોલન ચલાવીને તેને રોકવું પડયું. હિંદુત્ત્વના પુનરૃત્થાન તરફી તો આ વાતથી સારી પેઠે પરિચિત છે કે ઇસ્લામ જ વંશીય આધારો પર સ્થાપિત સદીઓ પુરાણા અત્યાચારી સમાજવ્યવસ્થાના પ્રભુત્વને ખતમ કરી શકે છે. પરંતુ અફસોસ છે કે ઇસ્લામને માનનારાઓને આ બાબતનો અહેસાસ નથી.

આજના સમયમાં અલ્હમદુલિલ્લાહ મુસલમાનોની અંદર દાવતે દીનની જવાબદારીની સમજ પેદા થઇ છે પરંતુ કેટલાક લોકોએ દાવતે દીનના નામે ફકત બિનમુસ્લિમોથી સંબંધો બનાવવા માટે અને ગેરસમજોના નિવારણને બધુ જ સમજી લીધું. કેટલાક અન્ય લોકો આનાથી આગળ વધીને ફકત આસ્થાઓની વાતચીત ઉપર સંતોષ માની બેઠા. એવા લોકો પણ છે જેમની પ્રવૃત્તિ રાતદિવસ ખેંચતાણ કરીને હિંદુશાસ્ત્રો અને ઇસ્લામી શિક્ષણ વચ્ચે સમાનતા શોધી રહ્યા છે અને તે બિચારા આ ગેર સમજના શિકાર છે કે દા’વતે દીનનીઆ જ સૌથી અસરકારક પદ્ધતિ છે. એની સામે અંબિયાની દા’વતમાં આ વાત સ્પષ્ટ જોવા મળે છે કે તે લોકોએ મનુષ્યો અને અલ્લાહની વચ્ચે આડે સૌથી મોટી રુકાવટની ઓળખ કરીને તેના પર વાર કર્યુ છે. આપણા સમાજની સૌથી સળગતી સમસ્યાને ઉજાગર કરી.

હઝરત ઇબ્રાહીમ અલૈ. અને હઝરતે મુસા અલૈ.નો નમરૃદ તથા ફિરઓનના જુલ્મ અને દમનને પડકાર આપવું અને હઝરત શુએબ અલૈ.નો તોલ-માપની બુરાઈ વિરુદ્ધ ધ્વજ ઊંચુ કરવું. આ ડહાપણયુક્ત કાર્યનીતિનો પ્રતિબિંબ છે. એવી જ રીતે હઝરત લૂત અલૈ.નો સમલૈંગ્ગિકતા વિરુદ્ધ ઉભા થઇ જવું, આ જાહેર કરે છે કે જ્યાં સુધી કોઈ સમાજના સૌથી મોટા બુતને ધ્વસ્ત કરવામાં નહીં આવે, ત્યાં સુધી દા’વતે દીનનો તકાદો પુરો થઇ શકતો નથી. તાજેતરના ભારતીય સમાજમાં વંશીય ગૌરવ જ જુલ્મ-દમન અને અત્યાચારનું સૌથી મોટો સ્ત્રોત છે. આ જ કારણ છે કે હાર્દિક પટેલ જેવો નવયુવાન અને અજાણ્યો વ્યક્તિ પણ જાતી આધારીત કોઈ આંદોલન ચલાવે તો સંઘ પરિવાર જેવા શક્તિશાળી વૈચારિક આંદોલના મુળિયા હચમચાવી નાંખે છે.

માનવીય સમાનતા ઇસ્લામની સૌથી મોટી વિશેષતા છે અને તેના દ્વારા જ વંશીય ભેદભાવનું નિર્મુલન શક્ય છે. જ્યાં સુધી ઉમ્મતે મુસ્લિમા વાણી અને વર્તન દ્વારા આ અત્યાચાર અને શોષણ વિરુદ્ધ મજબૂત રીતે ઊભી નહીં થાય ત્યાં સુધી તે ભારતીય ધરતી ઉપર દા’વતે દીનની જવાબદારીથી ફારેગ થઇ શકે નહીં. દલિતો વચ્ચે કામ કરનાર એક પ્રસિદ્ધ બુદ્ધિજીવી માનનીય પ્રકાશે પાછલા દિવસોમાં બીબીસી પર કબુલ્યું હતું કે ઇસ્લામનો પ્રસાર કરનારા હઝરત મુહમ્મદ સ.અ.વ.એ હંમેશ સૌની સાથે એક સમાન વ્યવહાર કરવાનું શિક્ષણ આપ્યું છે અને આ જ વસ્તુ દલિતો અને અન્ય ન્યાય પ્રિય બિનમુસ્લિમોને મોટા પાયે ઇસ્લામ પ્રત્યે આકર્ષિત કરી શકે છે. ઇસ્લામ જો કે કેટલીક આસ્થાઓનું નામ નથી બલ્કે સંપૂર્ણ જીવન વ્યવસ્થાનું નામ છે. તો તેની દા’વત પણ આંશિક નથી બલ્કે સંપૂર્ણ પ્રાકૃતિક હશે અને તે પોતાના સમાજના સૌથી મોટા અસત્યની વિરુદ્ધ વિદ્રોહ ધ્વજ ફરકાવીને તેને મૂળથી ઉખાડવાની તનતોળ મહેનત કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments