અબ્દુલ્લાહ પોતાના ચાર મિત્રો સાથે રમી રહ્યો હતો. તેણેે એક વૃદ્ધ મહિલાને પાણીનો ઘડો ભરતા જોઈ. તે વૃદ્ધ મહિલાનું ઘર ત્યાંથી ઘણુ દૂર હતું. અબ્દુલ્લાહને ઘણુ આશ્ચર્ય થયુ. તે વૃદ્ધ મહિલા પાસે ગયો. “શું તમારી વસ્તિમાં પાણી નથી આવતું?” વૃદ્ધ મહિલાએ ઉત્તર આપ્યો, “નહીં. હું રોજ આવી જ રીતે પાણી ભરવા માટે આટલી દૂર આવું છું.” આમ કહીને તે ચાલી નીકળી.
અબ્દુલ્લાહને ઘણો અફસોસ થયો. તેણે પોતાના મિત્રોથી પૂછયું કે તેમની પાસે પાણી આવે છે કે નહીં? બધાએ હા માં ઉત્તર આપ્યો. અબ્દુલ્લાહએ પોતાના મિત્રોથી કહ્યું, “ફારૃક, હું તમને છોડમાં પાણી આપતા દરરોજ જોવું છું, તમે ઘણંુ પાણી વેડફી નાંખો છો. અહમદ તમે પણ તમારા પિતાની ગાડી સાફ કરતી વખતે પાઈપનું પાણી કલાકો સુધી આમ જ ખુલ્લું છોડી રાખો છો. ફુરકાન કાલે તમને પણ તમારા નાના ભાઈ સાથે પાણીથી રમત રમતા જોયા હતા. હું પોતે પણ સ્નાન અને બ્રશ કરતી વખતે પાણી વેડફી નાંખું છું. મિત્રો આપણે તો પાણી એમ જ વેડફી નાખીએ છીએંે. અને તેનું પરિણામ આ થાય છે કે તે વૃદ્ધ મહિલાને પાણી નથી મળતું…” અબ્દુલ્લાહની આંખોમાં આંસુ આવી ગયા.
તે દિવસથી અબ્દુલ્લાહ અને તેના બધા મિત્રોએ આ નક્કી કર્યું કે હવે ક્યારે પાણીને બરબાદ નહી કરીશું. અલ્લાહ અને તેના રસૂલ સ.અ.વ.એ પાણી વ્યર્થમાં ખર્ચ કરવાથી મનાઈ ફરમાઈ છે.