પ્રશ્નો પૂછવાના વલણથી કોને નફરત હોઈ શકે છે? શું ઉત્તર આપનારાઓ પાસે કોઈ નથી? જેની પાસે ઉત્તર નથી હોતો તે જ પ્રશ્નથી ચીડાઈ જાય છે, એ જ હિંસા તથા મારપીટ શરૃ કરી દે છે. હવે તો આ પણ કહેવાળ લાગ્યું છે કે ઓથોરિટીથી કોઈ પ્રશ્ન પૂછવો ન જોઈએ. આ માત્ર એક વાત નથી બલ્કે આ સામાન્ય જનતાને ચેતવણી છે. તેની હૈસિયત બતાવવાનો પ્રયાસ છે કે અમે ઓથોરીટી છીએ અને તમે કંઇ નથી. અમે જે કહીએ તમારે એ જ માની લેવાનું. સરકારના જે મંત્રીઓ આ વાત કહે છે, તેઓ ભૂલી જાય છે કે પ્રશ્નો પૂછી પૂછીને જ તેમણે સત્તા હાસલ કરી છે. જો હાલની સરકારો પણ આ જ કહે છે તો આ દેશમાં ક્યારેય સત્તા-પરિવર્તન જ ન થાત, જેનાથી નિર્ભિક થઈને ખુરશી ઉપર ગંુડા-બદમાશ બેસી જતા. મોટાભાગે સત્તા સાથે સંકળાયેલા લોકો જ શા માટે કહે છે કે કંઇ પણ પૂછવાની સ્વતંત્રતા થઈ ગઈ છે. તો શું સરકારથી પૂછીને પૂછીશું? તમે ગમે ત્યારે જોઈ લો, બહુ સ્વતંત્રતા થઈ ગઈ જેવી ધમકી એ જ આપે છે જેમની વફાદારી એ સમયની સરકાર પ્રત્યે હોય છે. આવા લોકો સરકારના પ્રતિનિધિ ગુંડા હોય છે.
પ્રશ્નો પૂછવાથી જ લોકશાહી સક્રિય રહે છે. હવે તો આ કહેવાવા લાગ્યું છે કે સતત અસંતોષ અને પ્રશ્નોની અભિ-વ્યક્તિથી વિકાસમાં અવરોધ ઊભો થાય છે. આનો અર્થ છે સરકારોએ સંકેત આપી દીધો છે કે તેઓ હવે કોઈની સામે ઉત્તરદાયી નથી. અમે ઉત્તર નહીં આપીએ. આવી વાતો સાંભળીને કોઈને પણ ડરવું જોઈએ. જો વિકાસ ઉપર પ્રશ્ન નહીં થાય તો શું થશે? શું આ વાતની ખાતરી તમે કોઈ નેતા કે સરકારથી મેળવી શકો છો કે તે જે કંઇ કરશે એ ક્યારેય ખોટું નહીં કરે? જો ૧૦ હજાર કરોડ રૃપિયાના કોન્ટ્રાક્ટમાં દલાલી થઈ ગઈ ત્યારે તો પ્રશ્ન પૂછવા બદલ સરકાર જેલમાં નાખી દેશે કે તમે તો વિકાસના વિરોધી છો. વિકાસ પ્રશ્નોથી ઉપરવટ નથી. તે એટલા માટે પણ નથી કે વિશ્વમાં વિકાસનું કોઈ પણ મોડેલ એવું નથી કે જેમાં હજારો ખામીઓ ન હોય.
શું તમે સરકાર તથા વિકાસનું કોઈ એવું મોડેલ જોયું છે, સાંભળ્યું છે, વાંચ્યું છે કે જેમાં પ્રશ્ન પૂછવાની મનાઈ છે, કેમ કે એ સરકાર કોઈ ભૂલ કરતી જ નથી. તેના વિકાસના મોડેલમાં કોઈ ગરીબ નથી હોતો. તેના વિકાસના મોડેલમાં કોઈ ખેડૂત આત્મહત્યા નથી કરતો. આ મોડેલમાં સૌથી સસ્તો ઇલાજ થાય છે. મારી જાણમાં દુનિયામાં એવું કોઈ મોડેલ નથી, એવી કોઈ સરકાર નથી.
પ્રશ્નોને લઈને અસહિષ્ણુતા વધતી જઈ રહી છે. આનું કારણ ખૂબ જ સ્પષ્ટ છે. દુનિયાના તમામ મોડેલ નિષ્ફળ નીવડી ચૂક્યા છે. એક કે બે ટકા લોકોની પાસે સમગ્ર વિશ્વની અડધીથી વધુ મિલ્કત આવી ગઈ છે. ભારતમાં પણ થોડાક જ લોકો પાસે અડધાથી વધુ વસ્તી જેટલી મિલ્કત આવી ગઈ છે. સરકારોના પ્રતિનિધિઓ એ જ થોડાક લોકોના સંપર્કમાં રહે છે. બલ્કે તેમની સહાય વિના હવે રાજકારણ શક્ય નથી. તમે જોતા જ હશો કે ચૂંટણીઓ આવવાની સાથે જ જાહેરાતોમાં કેટલા અસંખ્ય નાણા વપરાય છે. રાજકારણને ઇવેન્ટ મેનેજમેન્ટ બતાવી દેવામાં આવે છે. પ્રજા પણ તેની સાથે હોય છે.
આમ છતાં પત્રકારોનો મોટો ભાગ આમનાથી અલગ બચેલ છે. તે નવી નવી રીતે પ્રશ્નો પૂછવાનો વિકલ્પ અપનાવવાનો પ્રયાસ કરી રહેલ છે. પ્રેસની આઝાદીને લઈને સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. કોર્પોરેટ અને સરકાર બન્ને મળીને પ્રેસના ગળે ટૂંપો આપી રહ્યા છે. આ એટલા માટે થઈ રહ્યું છે કે પ્રજા હવે પૂછનાર છે કે માત્ર બે ટકા વસ્તી પાસે ૭૦ ટકા વસ્તીનો પૈસો ક્યાંથી આવી ગયો છે? કેમ તેઓ ભૂખ્યા મરવા લાગ્યા છે? દેખીતું છે કે પ્રશ્ન પૂછવાની શક્યતા જ એક ખતરો છે. આથી તેને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, કે જેથી સામાન્ય લોકો ભૂખ, રોટી અને રોજગારથી જોડાયેલા પ્રશ્ન ન પૂછી શકે. હાલમાં જ પંજાબના એક ખેડૂતે પાંચ વર્ષના પોતાના પુત્રને છાતી સરસો ચાંપીને ન્હેરમાં છલાંગ લગાવી દીધી. તેના પર ૧૦ લાખનું દેવું હતું. તે શા માટે નહેરમાં કૂદી ગયો? કેમકે કોઈ તેના માટે પ્રશ્ન ઉઠાવનાર ન હતો. કોઈ તેની વાત સાંભળનાર ન હતો.
આથી પ્રેસની આઝાદીની રક્ષા કરવી પત્રકારથી વધુ નાગરિકની જવાબદારી છે. તમે અમારા રક્ષક છો.
સરકારોને લાગે છે કે ખૂબ જાહેરાત કરીને સામાન્ય-જનતાને પોતાના ગુલામ બનાવી લીધી છે. આ પ્રજા એ જ સાંભળશે જે તે કહેશે. સમગ્ર વિશ્વમાં નેતાઓ આ જ પ્રકારની ભાષા બોલી રહ્યા છે. તેમને લાગે છે કે સામાન્ય-જનતા પ્રેસની વિરુદ્ધ છે. પ્રેસમાં અનેક ખામીઓ હોઈ શકે છે. પરંતુ આમ-જનતા તરફથી પ્રશ્ન પૂછવાનો અધિકાર તેમનાથી કોઈ છીનવી નથી શકતું. સામાન્ય-જનતા જ પૂછી બેસશે કે સાહેબ, શું વાત છે કે તમને પ્રશ્ન પસંદ નથી.
પત્રકાર ભયભિત હશે. નહીં લખે નુકસાન નાગરિકોનું જ થશે. સરકારોનો જુલમ-અત્યાચાર વધી જશે. ગુલામ-માનસિકતા પર આધારિત પત્રકારત્વ નાગરિકોના ગળે ટૂંપો આપી દેશે. આથી પ્રશ્ન પૂછવાના વાતાવરણની હિમાયત કરો. જે કોઈ પણ આની વિરુદ્ધ છે, તેને લોકશાહીના દુશ્મન રૃપે સમજો. એક રાષ્ટ્ર પ્રેમ આ પણ છે કે અમે સામાન્ય-જનતાના રક્ષણ માટે પ્રશ્ન કરીએ. પ્રશ્નો પૂછવાથી જ રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત બને છે. ઉત્તર મળવાથી જ લોકો પોતાને સુરક્ષિત સમજે છે. જો ઉત્તર નહીં મળે તો સામાન્ય-જનતા પોતાને અસુરક્ષિત અનુભવશે. તો કોઈ દેશ પોતાને સુરક્ષિત નહીં અનુભવે. સામાન્ય-જનતા અસુરક્ષિત રહેશે તો દેશ સુરક્ષિત નથી રહી શકતો. સીમા ઉપર લશ્કરી-જવાનો આપણી રક્ષા કરે છે અને મર્યાદાની અંદર પત્રકારો સરકારોને પ્રશ્ન પૂછીને નાગરિકોની રક્ષા કરે છે. આથી પત્રકારને કલમનો સિપાહી કહેવામાં આવ્યો છે. વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પ્રજાનો સેવક કહેવામાં આવે છે. અમો પ્રશ્ન પૂછનારા રક્ષક છીએ કે જેથી સેવકો પ્રજાથી બળવો ન કરે.
સાભાર: mazameen.com