Wednesday, January 15, 2025
Homeઓપન સ્પેસમુસ્લિમ મિલ્લતની એકતા

મુસ્લિમ મિલ્લતની એકતા

આખી દુનિયાના મુસલમાન ઈમાનના સંબંધથી જોડાયેલા છે. તેમનો આ સંબંધ તેમનો પોતાનો બનાવેલ નથી. બલ્કે જે ખુદા ઉપર આસ્થા ધરાવે છે, જે રસૂલની ઉમ્મત છે તેમણે તેને એક બીજાનો ભાઈ ઠેરવ્યો છે. અલ્લાહનો કથન છે, “ઇન્નમલ મોમિનૂના ઇખવા” સૂરઃહુજુરાત – નિસંદેહ બધા મોમિન ભાઈ ભાઈ છે. આજ બાબતને રસૂલુલ્લાહ સ.અ.વ. આ શબ્દોમાં વર્ણવી કે “અલ મોમિન અખુવુલ મોમિન” – મોમિન મોમિનનો ભાઈ છે. આની વ્યાખ્યા કરતાં આપ સ.અ.વ. કહ્યું કે, એક મુસ્લિમ બીજા મુસ્લિમની જીભ અને હાથથી સુરક્ષિત હોય છે. મુસ્લિમોનું આ દીનની દૃષ્ટિનો સંબંધ અન્ય બધા સંબંધોથી મજબૂત અને પ્રમાણિક છે. જોકે ઇસ્લામી શરીઅતમાં કૌટુંબિક સંબંધો અને અન્ય માનવીય સંબંધો પ્રત્યે સનમાનની શિખ આપી છે.

ઉમ્મતની એકતા દાનવ શક્તિઓના માર્ગમાં સૌથી શક્તિશાળી અડચણરૃપ રહી છે. આ જ કારણે દરેક યુગના ફિરઔનોએ મુસલમાનોની એકતાને ખંડીત કરવા માટે એડીચોટીનો દમ લગાવતા રહ્યાં છે. આજે પણ પશ્ચિમી સામ્રાજ્યવાદની સર્વપ્રથમ પસંદગી આ જ છે કે મુસ્લિમોને રંગભેદ, ભાષાવાદ, પ્રાંતવાદના વર્તુળમાં વિભાજીત કરી દિધો છે. બલ્કે અજ્ઞાનતાપૂર્ણ જાતિવાદના સિમીત ખાનામાં જેટલી હદે કેદ કરી શકાતુ હતું કેદ કરી દિધો છે. પાછલા બે સૌકાઓથી ઉમ્મતે મુહમ્મદી ઉપર પ્રહાર ઉપર પ્રહાર કરાતા રહ્યાં છે. આ બાબત ઉપર ઉપરી રીતે દૃષ્ટિપાત કરતાં જે એ વાત સમજાઈ જાય છે કે જો ઇસ્લામી મિલ્લત એક થઈ જશે તો તે એક એવી પ્રબળ શક્તિનું રૃપ ધારણ કરી લેશે. પછી તેને માત આપવી અશક્ય થઈ પડશે. પ્રથમ વિશ્વ યુદ્ધમાં સરસાઈ મેળવ્યા પછી પણ એ બાબતને ચલાવી ન લીધી કે નામની પણ ઉસ્માનીયા ખિલાફત કાયમ રહે. આપણે જોયું કે નાદાન તુર્કોના હાથે ખિલાફતની જર્જરીત હાલતને પણ વેર વિખેર કરી નાખી. આટલું કરવા છતાં તેમને ચેન ન પડયો અને છલ કપટ નીતિ હેઠળ આયોજીત રીતે કામ આદર્યું. અને મુસ્લિમો જો ક્યારેય ઉમ્મતનો સ્વરૃપ ધારણ ન કરે તેવા પ્રયત્નો કર્યે રાખ્યાં. પિરણામે મુસલમાન દુનિયાભરમાં વહેચાયેલા ને વહેંચાયેલા હાર અને પડતીમાં ધકેલાતા રહ્યાં. એક બાજુ એમ દર્શાવતા રહ્યાં કે ખિલાફત વ્યવસ્થાથી અમને કોઈ દુશ્મની કે નફરત નથી અને બીજી બાજુ એવી ચાલ શરૃ રાખી કે મુસલમાનોમાં ખિલાફતના અમલનો તો ખ્યાલ પણ ફેલાવવા ન પામે.

મિલ્લતની એકતામાં અડચણ રૃપ મોટો પત્થર સામ્રાજ્યવાદી તો છે જ પણ એનો એવો અર્થઘટન કરવો કે આપણી હરોળમાં કોઈ ખામી કે ખરાબી નથી જેણે આપણને વેરવિખેર છીન્ન-ભિન્ન કરી દીધા છે. મિલ્લતની એકતા માટે અડચણ રૃપ બાંધા રૃપ હોય. બલ્કે આગળ વધી એમ કહીએ તો વધુ યોગ્ય કહેવાશે કે આપણી આંતરિક ખરાબીઓ અને ક્ષતિઓ જ સૌથી મોટું કારણ છે. જે આપણને એક થવા દેતી નથી. મિલ્લતની એકતા અખંડિતા અંગે ચિંતા કરતા બધા જ લોકોએ આ બાબત ઉપર ગહન વિચાર કરવો પડશે. આ બધી બાબતો ઉપર વિચારવું પડશે. કોઈ મહાન ને ઉચ્ચ ધ્યેય માત્ર ઇચ્છા કરવાથી પાર પડી શકાતો નથી. અને કોઈ મોટી ખરાબી-ખામી ઉપર છલ્લે પ્રયત્ન કરવાથી દૂર થતી નથી.

સામાન્ય મુસ્લિમો પર દૃષ્ટિપાત કરીએ તો મોટી ખરાબી આ છે કે મુસલમાનોનો ઇસ્લામ સાથે સંબંધ રિવાયતી પ્રકારનો થતો જઈ રહ્યો છે. તો જે દીન પર આસ્થા ધરાવે છે માને છે તેને જાણવા-સમજવાની જરૃર ઓછી જ અનુભવે છે. તે એકેશ્વરવાદમાં તો માને છે પણ તેની હકીકત તેના તકાદાઓથી પુરેપુરા જાણકાર નથી.

આ પંક્તિમાં સાચું જ કહ્યું છે,

વહી તૌહીદ જો એક ઝિંદા હકીકતથી કભી

આજ કયા હૈ ફકત એક મસ્લએ ઇલ્મ વ કલામ

મુસલમાન, અલ્લાહના આજ્ઞાપાલનનું એકરાર તો કરે છે પણ ગેરૃલ્લાહની આજ્ઞાપાલન અને હુકુમતનો થિગડો પણ મારે છે. આખિરતના અકીદા ઉપર શ્રદ્ધા ધરાવે છે. પણ દુનિયા પરસ્તીનો રોગ તેમને ઉધઈની જેમ તેમનો આખેરત પ્રત્યેની શ્રદ્ધાને ચાવી ખાઈ રહ્યો છે. દુનિયાપરસ્તીના મૂલ્યોને માપદંડ મુસલમાનોની સમાજ વ્યવસ્થા અર્થ વ્યવસ્થા પર છવાયેલા છે. આ તેમની હાલત એક જ સમયમાં બે હોડીઓમાં સવાર જેવી થઈ ગઈ છે. તેઓ જે ગ્રંથના અમીન અને રખેવાળ હતા તેની જ વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે અને તેમને તેનું ભાન પણ નથી. અને એથી પણ અજાણ છે કે દિશાનો આ ફેરબદલ તેમને કયા પરિણામ પર પહોંચાડશે. તેઓ જે નબી-રસૂલના નામ ઉપર જીવનું બલીદાન આપવા તૈયાર છે તેના સંપૂર્ણ જીવનના અનુકરણને બદલે માત્ર કેટલીક બંદગીની રીત રસ્મો અને કેટલાંક સામાજિક રિવાજો સિવાય બીજું બધુ જ અનુકરણ અદૃશ્ય છે. ટુંકમાં મિલ્લતની એકતાનો સ્વપ્ન સેવવા છતાં ઝેરને ગાળવામાં જરાયે ખંચકાતા નથી. જે તેમના મિલ્લી અસ્તિત્વને ખતમ કરનારૃ છે. તેમના પૈકી બહુ જુજ લોકો જ આ રહસ્યને જાણે છે કે જો તેઓ પોતાની મૂળ ફરજ પ્રત્યે અજાણ અને અજ્ઞાન રહેશે તો પછી કોઈ માર્ગ એવો રહેતો નથી જેના પર ચાલી તેઓ સફળ અને પ્રસન્ન થઈ શકશે એટલે કે પોતાની મિલ્લતને અન્ય કોમો સાથે સરખાવી સ્વંયને ગઠીત કરનારી મુસ્લિમ કોમ ન તો ખુદને પિછાણી શકશે અને ન જ ખુદાને.

અપની મિલ્લત કો કયાસ અકવામે મગરિબ પર ન કર

ખાસ હૈ તરકીબ મેં કૌમે રસૂલે (સ.અ.વ.) હાશમી

મુસલમાનોની એકતાનો આધાર તેમની કોમી પ્રશ્નો અને મુશ્કેલીઓ ન બની શકે. બલ્કે જે સ્થાન પર તેમને સત્તારૃઢ કરવામાં આવી છે જે ખૈરે ઉમ્મતનું બિરુદ્ધથી તેમને નવાજવામાં આવ્યો છે તેના પર આચરણ જ નહીં અલ્લાહની મદદનો હક્કદાર પણ બનાવી શકે છે. આમ અલ્લાહની રસ્સીને પકડવાથી જ તેમને ભેદભાવ વેરવિખેર થવાથી સુરક્ષિત રાખી શકે છે. /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments