Friday, November 22, 2024
Homeઓપન સ્પેસપુસ્તક સમીક્ષા - 'ગુજરાત ફાઇલ્સ ; એનાટોમી આેફ આ કવર અપ'

પુસ્તક સમીક્ષા – ‘ગુજરાત ફાઇલ્સ ; એનાટોમી આેફ આ કવર અપ’

“અન્યાય સામે અવાજ બુલંદ કરવામાં અને તેની વિરુદ્ધ પગલાં ભરવામાં મોટો તફાવત હોય છે, જેઓ પગલાં લે છે તેઓ ઘણાં ઓછા હોય છે, રાના ઐયૂબ તેમાંના એક છે.”

ફેબ્રુઆરી ૨૦૦૨ કે જ્યારે મારી ઉંમર લગભગ ૯ વર્ષની હતી. બાળપણનું મગજ રમતગમતમાં મસ્ત હોય છે. આ ઉંમરે પરિસ્થિતિની સમજ નથી હોતી. જો કે આ ઉંમરથી બૌદ્ધિકતાનો વિકાસ શરૃ થઈ જાય છે અને બાળક આસપાસની ઘટનાઓને મેહસૂસ કરવા લાગે છે તેથી મને આજે પણ ગુજરાતના હુલ્લડોના તે ‘કાળો દિવસ’ યાદ છે જ્યારે ચારેય બાજુ ભયનો માહોલ, ચીસો અને અસ્તવ્યસ્તની પરિસ્થિતિ હતી. તે પછી જીવન ધીમે ધીમે ટ્રેક ઉપર આવવા લાગ્યું. પરંતુ હૃદયના એક ખૂણામાં તે ‘કાળો યુગ’ છુપાયેલો છે અને ક્યારેક ક્યારેક યાદ પણ આવી જાય છે. એ જ પ્રકારની લાગણી ફરી એકવાર તીવ્રતા સુધી પહોંચી જ્યારે મેં ‘GUJARAT FILES – ANATOMY OF A COVER UP’ પુસ્તકનું નામ સાંભળ્યું. આ પુસ્તકના શીર્ષકથી મને એ અભ્યાસ કરવાનું ઘણું મન થયું અને છેલ્લે આ પુષ્તક મને મળી ગયું.

આ પુસ્તક “તહેલકા”ના ભૂતપૂર્વ સંપાદક રાના ઐયૂબની આઠ મહિનાની વ્યથા છે જે તેમણે ગુજરાતના રમખાણોનો પર્દાફાશ કરતી વખતે મૈથિલી ત્યાગીના નામથી ગુજરાતમાં વસવાટ કર્યો હતો.

સામાન્ય રીતે ૨૦૦૨ના ગુજરાત રમખાણોનું કાવત્રું એક ઓપન સિક્રેટ છે જેનાથી લગભગ દરેક વ્યક્તિ વાકેફ છે. એક વાજબી વ્યક્તિ આ સમગ્ર ઘટના ઉપર એક નજર નાખે તો સરળતાથી આ પરિણામ સુધી પહોંચી જશે કે હુલ્લડો પાછળ કોણ છે અને તેનાથી કોને ફાયદો થયો હતો. પરંતુ આ બધી વાતો ફકત અવલોકનો અને તર્કની હદ સુધી સીમિત રહી જાય છે. જેના આધારે વિશ્વાસ તો પેદા થાય પરંતુ બૌદ્ધિક પરિપક્વતા ઓછી હોય છે. આ પુસ્તકે આ એહસાસ અને ચેતનાને અત્યંત મજબૂત કર્યા છે અને અવલોકનો અને તર્કથી આગળ વધી આ રમખાણોમાં સામેલ લોકો અને તેમાં સફળતા પ્રાપ્ત કરવાવાળા લોકો વિરુદ્ધ પુરાવાઓ એકઠા કર્યા છે. આ પુસ્તકમાં ન ફકત ગુજરાતના હુલ્લડોનો ખુલાસો કરવામાં આવ્યો છે બલ્કે ગુજરાતમાં થયેલા એન્કાઉન્ટર્સ અને ગુપ્ત હત્યાઓ (હરેન પંડયા)નું પણ વર્ણન કરવામાં આવ્યું છે. સાથે જ આ વાત પણ સ્પષ્ટીકરણ સાથે સામે આવી છે કે કેવી રીતે ઉચ્ચ અધિકારીઓ એવા કાર્યો કરવા માગતા નથી તો પણ રાજકીય દબાણના કારણે કરી બેસે છે અને થોડા સમયે પછી પછતાવો પણ થાય છે. આનાથી વિપરીત એવા અધિકારીઓનો પણ ઉલ્લેખ છે જે રાજકીય દબાણ હોવા છતાં પણ પોતાના અંતરાત્માના અવાજ ઉપર અડગ રહ્યા હતા.

આ પુસ્તકનું એક ખાસ પાસું છે જેને અવગણી શકાય નહીં. તે રાના ઐયૂબનું વ્યક્તિત્વ છે. પુસ્તકના અભ્યાસ કર્યા પછી દરેક વાચક આ અંદાજો લગાવી શકે છે કે રાના ઐયૂબે આ પડધા પાછળની હકીકતોને પ્રાપ્ત કરવામાં કેવી મુશ્કેલીઓ, થાક અને ભયની પરિસ્થિતિમાંથી પસાર થઈ હતી અને કેટલી નિર્ભિક, હોંેશિયાર અને મહત્વાકાંક્ષી પત્રકાર છે. સામાન્ય રીતે દરેક મનુષ્ય માટે અને ખાસ કરીને દરેક પત્રકાર માટે જુલ્મ-દમનના વિરુદ્ધ કાર્ય કરવાવાળામાં રાના ઐયૂબ એક ઉત્તમ વ્યક્તિત્વ છે.

આ પુસ્તકના અભ્યાસથી આપણા દેશના દરેક શાંતિ-ચાહક, માનવ મિત્ર અને દેશપ્રેમીની આંખોમાંથી ક્રૂર અને ઘાતકી રાજકીય પડદો હટશે અને આ લાગણી ઉત્પન્ન થશે કે આપણો દેશ કયા પ્રકારનના ‘કાળા રાજકારણ’ના ચુંગલમાં ફસાઈ ગયો છે. આ માટે દરેક ગંભીર નાગરિકને જોઈએ કે આ ‘કાળા રાજકારણ’ને સમજે અને પ્રથમ ફુરસદમાં આ પુસ્તકનો અભ્યાસ કરે. /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments