ગત કેટલાંયે દિવસોથી સમાચારપત્રો અને ન્યૂઝ ચેનલો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશને શરમમાં મૂકે અને માનવતાના માટે કાલીમા હોય પોતે એવા કાળા કર્મોથી લદાયેલ જાવા મળે છે. ક્યારેક કાશ્મીર તો ક્યારેક ઉન્નાવ, ક્યારેક સૂરત તો ક્યારેક રાજકોટ જેવા એક પછી એક વિવિધ પ્રદેશોમાં બળાત્કારની ઘટનાઓ શર્મનાક અને ભયભીત કરે તેવી છે. વધુમાં મોટાભાગના કિસ્સાઓમાં પિડિતા નાબાલિગ બાળાઓ છે. બળાત્કાર આમ તો એ માનસિક રોગ છે. મનોવૈજ્ઞાનિકોના મત પ્રમાણે જે માણસો બાળપણથી પુખ્તવયના ઉછેર દરમ્યાન કોઈક અજુગતા બનાવોના શિકાર બન્યા હોય તો અથવા તેમના આસપાસનું વાતાવરણ તેમને આ પ્રકારના દુષ્કર્મો કરવા પ્રેરે છે. બળાત્કાર મુખ્યત્વે બેકારણોનું પરિણામ છે. એક, નિરંકુશ શારીરિક ભૂખ સંતોષવા અને બીજુ સામેવાળી વ્યÂક્ત/ કુટુંબ/ કોમની દુશ્મનાવટમાં હિંસાના ભાગરૂપે.
જમ્મુના કઠુઆમાં કુમળી વયની આસિફા સાથે બનેલ જઘન્ય બનાવ માત્ર બળાત્કારની ઘટના અંતર્ગત મૂલવી શકાય તેવો નથી. આ બાળકી કોમવાદી અસુરક્ષાથી પીડિત દુશ્મનાવટનો ભોગ બની છે. ઘટના પર ટિપ્પણી કરતા પહેલા ઘટનાક્રમ પર એક નજર નાંખીએ.
સાંજીરામ ૬૦ વર્ષનો વયોવૃદ્ધ રિટાયર્ડ આૅફિસર હવે કઠુઆ જિલ્લાના રસાણા વિસ્તારમાં આવેલ એક મંદિરના સંચાલક અને પુજારી તરીકે ફરજ બજાવે છે. મુહમ્મદ યુસુફની ૮ વર્ષની દિકરી આસિફા તેના ઘરની આસપાસના વિસ્તારમાં તેના ટટ્ટુઓ અને પાલતુ પ્રાણીઓને ચારો ચરાવવા લાવતી હતી. સાંજીરામે આ નિર્દોષ બાળાના અપહરણ અને હત્યાની યોજના તેના નાબાલિગ ભત્રીજા અને સ્પેશિયલ પોલીસ ઓફિસર દિપક ખુજરીયા સામે મુકી, ૧૦ જાન્યુઆરીએ ભત્રીજા અને તેના મિત્ર મન્નુ (પરવેશ કુમાર)એ આસિફાને તેના ઘોડા શોધવામાં મદદ કરવાને બહાને તેને થોડે દૂર જંગલ સુધી દોરી ગયા. ત્યાં તેને અંકુશમાં લઈ મનાર નામના નશીલા દ્રવ્ય પીવડાવી બેહોશ કરી. સાંજીરામના ભત્રીજાએ એ જ અવસ્થામાં બાળા સાથે દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ પરવેશ કુમારે પણ બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો, પણ તે ન કરી શક્યો. ત્યારબાદ બાળકીને મંદિરની એક ઓરડીમાં પૂરી દેવામાં આવી. આસિફાને નિદ્રામાં રાખવા તેને ‘ક્લોનાઝેપામ’ નામની ગોળીઓ પીવડાવતા. બીજા દિવસે સાંજીરામના ભત્રીજાએ તેના મિત્ર વિશાલને મેરઠથી તેડાવ્યો અને તેને પણ આવીને ત્યાં મંદિરમાં આસિફા સાથે દુષ્કર્મ કર્યું. પાંચ-દિવસ સુધી નરાધમોએ બાળકીને ભૂખ્યાપેટે નિદ્રાધીન અવસ્થામાં મંદિરમાં ગોંધી રાખી, અને ૧૫ જાન્યુઆરીના દિવસે તેની હત્યાપૂર્વે પોલીસ ઓફિસર દિપક ખજુરીયાએ તેની પર બળાત્કાર ગુજાર્યાે. અંતે બાળાને પથ્થર પર તેનું માથુ પછાડીને મોતને ઘાટ ઉતારી દીધી અને લાશ જંગલમાં ફેંકી દીધી. ૧૭ જાન્યુઆરીના રોજ તેની લાશ પોલીસના હાથ લાગતાં તપાસ શરૂ થઈ. તપાસમાં આ હૃદયદ્રાવક ઘટનાક્રમ ઉજાગર થયો.
કઠુઆ જિલ્લામાં ડોગરા હિંદુ જાતિ બહુમતીમાં છે. બકરવાલ નામે, વિચરતી મુÂસ્લમ જાતિના વસતિ થોડાઘણાં પ્રમાણમાં વસે છે. આ જાતિના લોકો ગરમીના દિવસોમાં ટેકરીઓમાં વસવાટ કરે છે. જ્યારે ઠંડીમાં પાછા પોતાના વતન કઠુઆમાં વસે છે. કઠુઆ અને અન્ય જમ્મુના વિસ્તારોમાં કેટલાક કોમવાદી તત્વો વારે તહેવારે ત્યાંના બહુમતી જનસમુહને ઉશ્કેરતા રહે છે કે કાશ્મીર ખીણમાંથી આ લોકો સ્થળાંતર કરી જમ્મુમાં વસશે તો તેઓ લઘુમતિમાં આવી જશે. ધર્મ અને જાતિના નામે ઉશ્કેરણી વિવિધ સમુદાયને એકબીજાના દુશ્મન બનાવી રહી છે. સાંજી રામ પોતે પણ આ વિચારધરાનો પ્રચારક રહ્યો છે. તે ત્યાંની આસપાસની જનતાને હંમેશા બકરવાલ જ્ઞાતિ વિરુદ્ધ ઉશ્કેરતો રહેતો હતો. છેવટે આ દુશ્મનાવટની પરાકાષ્ઠાએ તેને નાની કુમળી બાળાનો હત્યારો બનાવ્યો. વાસ્તવમાં કોમવાદી અને ધર્મઝનૂની માનસિકતા જેનો કેટલાંક સત્તાલાલસુ સત્તાધિશો પ્રચાર કરી રહ્યા છે તેઓ વર્ષો સાથે વસતી વિવિધ કોમોને એકબીજાના દુશ્મન બનાવી રહ્યા છે અને જનસમૂહને હત્યારી ભીડમાં પરિવર્તિત કરી રહ્યા છે.
વધારે આશ્ચર્યજનક તો તે છે કે આટલી ક્રૂરતાના પ્રદર્શન પછી પણ કેટલાય લોકો જાણે તેના આડકતરી રીતે બચાવ કરી રહ્યા હોય તેમ સવાલ કરતા જાવા મળે છે કે આવા બળાત્કારના કિસ્સા તો પહેલા પણ બન્યા છે ત્યારે કેમ ઉહાપોહ ન કરવામાં આવ્યો. માણસોની માણસાઈ ક્યાં મરી પરવારી છે? આસિફાની વકીલ દીપીકા સીંઘ રાજાવત કાશ્મીરી પંડિત છે. જે કાશ્મીરી પંડિતોના બહાના હેઠળ ઉન્માદી ત¥વો રાજકારણ કરી રહ્યા છે. તેમણે જ તેમના વિભાજીત રાજકારણને નકાર્યું છે, તે સરાહનીય અને બિરદાવવા લાયક છે.
આ બનાવોની વચ્ચે દેશમાં લોકો દ્વારા બળાત્કારીઓનો મૃત્યુદંડની સજા અપાવવા અવાજા બુલંદ કરવામાં આવી રહ્યો છે પરંતુ શું માત્ર કાયદાઓ અને સજાની જાગવાઈઓ આ પ્રકારના દુષ્કર્મો રોકી લેશે? આ સ્થાને મને પયગંબર મુહમ્મદ સ.અ.વ.નું એ કથન યાદ આવે છે જ્યારે તેમણે કહ્યું કે તમે જાશો કે “એક †ી સન્આ થી હજરલમોત સુધી પોતાના હાથમાં ઘરેણા ઉછાળતી સવાર થશે અને તેને કોઈનો ભય નહીં હોય સિવાય કે ઇશભય” અને થોડાં જ વર્ષોમાં ઇતિહાસે આવા સમયની સાક્ષી પૂરી છે. શું આપણે કાશ્મીરથી કન્યાકુમારી સુધી એકલી †ીની સફર સુરક્ષિત કોઈના ભય વિના કલ્પના કરી શકીએ છીએ? અને આવા સમાજની રચના કરવા કેટલા કટિબદ્ધ છીએ? •