રાષ્ટ્રીય સ્તરે સક્રિય રિફાહ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ આજે એક વિશેષ સમારોહમાં અરવલ્લી જિલ્લાના પ્રતિષ્ઠિત વેપારીઓ અને ઉદ્યોગપતિઓને આમંત્રિત કર્યા હતા, જેમાં પ્રોગ્રામના અંતે ચેમ્બરે અરવલ્લી જિલ્લાની પોતાની શાખાની સ્થાપના કરી હતી. વેપાર અને વાણિજ્યને પ્રોત્સાહિત કરવાના હેતુથી સ્થાપિત કરવામાં આવેલ ચેમ્બરે આજે જિલ્લા કક્ષાની કમિટીના સભ્યોની નિમણૂક કરી હતી.
આ કમિટીમાં સલીમભાઇ દાદુ, નઇમભાઈ મેઘરેજી, સલીમભાઇ સુથાર, મેહમુદભાઈ શેઠ, અયાઝભાઈ આખુનજી, રઇસભાઈ સુથાર, અ.રજ્જાકભાઈ મેમણ, અદનાનભાઈ દુધમલ, બાબુભાઈ ખાલક, ઇબ્રાહીમભાઇ પટીવાલા, અમ્મારભાઈ શેઠ, મોસુફભાઈ ઝાઝ અને ઝૈદભાઈ મલેકની સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી હતી.
ચેમ્બરના ગુજરાત ચેપ્ટર વતી સોહેલ સાચોરા, વાસિફ હુસૈન, સૈયુમ ખાન અને ઉમર વ્હોરા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.