જાવેદઆલમ કુરૈશી વર્ષ 2021-22 માટે સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (એસ.આઈ.ઓ.) ગુજરાત ઝોનના પ્રદેશ અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા છે. 12 ડિસેમ્બર, 2020, શનિવારના રોજ જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના પ્રમુખ શકીલઅહમદ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાયેલ એસ.આઈ.ઓ. ગુજરાતની પ્રદેશ સલાહકાર સમિતિ(ZAC)ની બેઠક દરમિયાન તેઓ અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. જાવેદઆલમ કુરૈશી તેમના સંગઠાત્મક જીવનમાં વિવિધ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. તેઓ એસ.આઈ.ઓ. ગુજરાતના ઝોનલ એડવાઇઝરી કાઉસિલના સભ્ય, જોઈન્ટ સેક્રેટરી, જનરલ સેક્રેટરી તરીકે ગત વર્ષોમાં પોતાની જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. જાવેદઆલમ કુરૈશી વીઝનરી લીડર, એક સારા વકતા, અને એમ.એ. ઇતિહાસના વિષયના વિદ્યાર્થી છે.
એસ.આઈ.ઓ. ગુજરાતની ઝોનલ એડવાઇઝરી કાઉન્સિલે એમ.એડ.ના વિદ્યાર્થી મુનવ્વર હુસૈનને સંગઠનના જનરલ સેક્રેટરી તરીકે નિયુકત કર્યા છે. અન્ય હોદ્દોદારોમાં ખાલિદકુરૈશી (સીટી ઓગ્રેનાઇઝર,અહમદાબાદ),મોમિન સરફરાઝ (દઅવત સેક્રેટરી), ઇબ્રાહીમ શેઠ (એકસપાનસન સેક્રેટરી) અને હન્નાન મિર્ઝા (કેમ્પસ સેક્રેટરી) તરીકે નિયુક્ત થયા છે.