વિદ્યાર્થી સંગઠન સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (SIO)એ ત્રિપુરામાં મુસ્લિમ વિરોધી હિંસાને તાત્કાલિક રોકવાની માંગ કરી છે.
ગત દિવસોમાં દુર્ગા પૂજા પ્રસંગ દરમ્યાન બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા ફેલાઈ હતી, જેનાં પરિણામે ઘણાં મંદિરો સહિત હિન્દુ ધાર્મિક સ્થળો પર હુમલાઓ થયાં હતાં. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહિત અનેક સંગઠનોએ બાંગ્લાદેશની સરહદે આવેલા ત્રિપુરા રાજ્યમાં આ ઘટનાની નિંદા કરીને દેખાવો શરૂ કર્યા. પરંતુ આ દેખાવોએ રાજ્યના મુસ્લિમો સામે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે.
ઉનાકોટી, પશ્ચિમ ત્રિપુરા, સિપાહીજાલા અને ગોમતી ત્રિપુરા જિલ્લામાં મુસ્લિમ વિરોધી હિંસા થઈ છે. મસ્જિદોમાં તોડફોડ, મકાનો પર પથ્થરમારો અને મુસ્લિમ ફેરી વાળાઓને વિસ્તાર છોડવા માટે મજબૂર કરવાના બનાવો બન્યા છે.
આ બધામાં મુખ્યમંત્રી અને રાજ્યનું વહીવટીતંત્ર સંપૂર્ણપણે મૂક પ્રેક્ષક બનેલું છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થી સંગઠન SIO અને એસોસિયેશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ (APCR) શુક્રવારે ઉનાકોટીના જિલ્લા કલેકટર અને SPને મળ્યા અને તેમને એક મેમોરેન્ડમ સોંપ્યું અને સમગ્ર રાજ્યના મુસ્લિમોની સુરક્ષા અને શાંતિની પણ માંગ કરી. એસપીએ આશા વ્યક્ત કરી કે તેમના દ્વારા ટૂંક સમયમાં નક્કર પગલાંઓ લેવામાં આવશે અને જિલ્લા કલેકટરે કહ્યું કે કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે કૈલાશહર અને કુમારઘાટમાં બેઠક યોજવામાં આવશે.
SIOના રાષ્ટ્રીય અધ્યક્ષ સલમાન અહમદે કહ્યું, “ત્રિપુરામાં પરિસ્થિતિ ઝડપથી બગડી રહી છે. બાંગ્લાદેશમાં હિન્દુ વિરોધી હિંસા ત્રિપુરામાં મુસ્લિમો સામે હિંસક બની રહી છે અને રાજ્ય સરકાર દ્વારા આને સંપૂર્ણપણે અવગણવામાં આવી રહી છે. અમે હિંસા બંધ થાય તેવી માંગ કરીએ છીએ. તેને રોકવા માટે , રાજ્ય સ્તરે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.