Monday, February 3, 2025
Homeઓપન સ્પેસજૂઠનો ઇલાજ

જૂઠનો ઇલાજ

  • તબાના નૂરી

સામાન્ય રીતે જૂઠનો જન્મ કોઈ આધ્યાત્મિક કે નૈતિક કમજાેરીના કારણે થાય છે, એટલે કે કયારેક ક્યારેક એવું થાય છે કે વ્યક્તિ દુઃખ અને નિસહાયતાની બીકથી, બીજા લોકો દ્વારા તેને એકલો છોડી દેવાના કારણે અથવા પોતાની સ્થિતિ અને પદની રક્ષા માટે જૂઠ બોલે છે. ક્યારેક ક્યારેક ધન, પદ અને અન્ય ઇચ્છાઓની ગંભીર સમસ્યા તેને જૂઠ બોલવા માટે મજબૂર કરી દે છે, તો તે એ જગ્યાઓ પર જૂઠનો સહારો લઈને પોતાની ઇચ્છા પૂરી કરવા ચાહે છે.

એવું પણ થાય છે કે કોઈ વ્યક્તિનો કોઈ વ્યક્તિ કે સમૂહ પ્રત્યેનો પ્રેમ કે નફરત તેને સામાવાળી વ્યક્તિ કે સમૂહની તરફેણમાં કે વિરોધમાં તથ્યોથી વિપરીત કંઈક કહેવા માટે મજબૂર કરી દે છે. જાે સામાવાળી વ્યક્તિ કે સમૂહ તેનાથી પ્રેમ કરે છે તો આ જૂઠી વ્યક્તિ તેને લાભ પહોંચાડવા ચાહે છે અને જાે એ શત્રુ છે તો સ્પષ્ટ રૂપે એ તેને નુકસાન પહોંચાડવા ચાહે છે. વ્યક્તિ ક્યારેક ક્યારેક વૈજ્ઞાનિક, સામાજિક, રાજકીય, વ્યાપારિક વિગેરે કોઈ પણ દૃષ્ટિકોણથી પોતાને મોટો બનાવીને બીજાઓની સામે રજૂ કરવા માટે જૂઠ બોલે છે. સત્ય તો આ છે કે તમામ બૂરાઈઓ જે જૂઠના કારણે પેદા થાય છે, વ્યક્તિની આધ્યાત્મિક-નૈતિક કમજાેરી, વ્યક્તિત્વની કમજાેરી અને વિશ્વાસની કમજાેરીના કારણે પેદા થાય છે. જે લોકો પોતાના પર વિશ્વાસ નથી કરતા અથવા આધ્યાત્મિક અને નૈતિક રૂપે કમજાેર હોય છે તેઓ પોતાના લક્ષ્યને હાંસલ કરવા અને નુકસાનથી બચવા માટે દરેક પ્રકારના જૂઠ અને બહાનાઓને પોતાનું પ્રથમ અને અંતિમ શસ્ત્ર માને છે, જ્યારે કે જે લોકોમાં આત્મવિશ્વાસ હોય છે તો પોતે પોતાના બળે જ આગળ વધે છે. અને કોઈ ખોટા કામ કે રીતથી ફાયદો નથી ઉઠાવતા.

આવી જ રીતે જે લોકો ઈશ્વરની મહાન શક્તિમાં વિશ્વાસ ધરાવે છે, તેઓ પણ પોતાના ઇરાદાઓમાં તમામ પ્રકારની સફળતા, વિજય અને ઉન્નતિ ચાહે છે અને ઈશ્વરની શક્તિને તમામ પ્રકારની શક્તિઓથી ઉચ્ચ અને મહાન માને છે. આથી આવા લોકો પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે અથવા થનારા નુકસાનથી સ્વયંને બચાવવા માટે કોઈ પણ સ્થિતિમાં જૂઠ કે ખોટું બોલવાનો સહારો નથી લેતા.

હા, ક્યારેક ક્યારેક આવું પણ થાય છે કે કેટલાક લોકો જૂઠના નુકસાન અને સત્યના મહત્ત્વથી અજાણ હોવા કે વાતાવરણની ખરાબીથી આ ખૂબ જ ખતરનાક બૂરાઈના શિકાર બની જાય છે. એક બીજું મહત્ત્વનું કારણ આ પણ હોય છે કે માનવી કોમ્પ્લેક્ષના લીધે પણ જૂઠને પોતાની ટેવ બનાવી લે છે. જે લોકો કોમ્પ્લેક્ષના શિકાર કે ભોગ બને છે તેમનો પ્રયાસ હોય છે કે કોઈ પણ જૂઠ કે ખોટું બોલીને તેના દ્વારા પોતાના એ કોમ્પ્લેક્ષને ખતમ કરી શકે.

આ બૂરાઈનું મૂળ કારણ બતાવ્યા પછી આ રોગનો ઇલાજ સહેલો લાગે છે. આ નૈતિક રોગથી બચવા માટે નિમ્નલિખિત વાતોનું પાલન કરવું જરૂરી છે.

સૌ પ્રથમ આ જરૂરી છે કે આ ખતરનાક રોગથી ગ્રસ્ત લોકોને આના ખતરનાક આધ્યાત્મિક-નૈતિક સાંસારિક અને વ્યક્તિગત તથા સામાજિક નુકસાન અને પ્રભાવો વિષે બતાવવામાં આવે. આના પછી આ પુરવાર કરવું જાેઈએ કે જૂઠ બોલનારના માનસિક ફાયદાની તુલનાએ તેના જૂઠથી થનારા વ્યક્તિગત સામાજિક અને નૈતિક નુકસાનો અને ગુમરાહી સાથે કરી શકાય નહીં.

આવામાં આ રોગમાં સપડાયેલા લોકોને આ પણ યાદ દેવડાવવું જાેઈએ કે જાે કેટલીક જગ્યાએ આ કેટલાક ફાયદા છે તો આ ફાયદા અસ્થાયી અને ક્ષણિક છે, કેમકે તમામ સ્થિતિઓમાં માનવ સમાજની સૌથી મોટી તાકાત એક-બીજા પર ભરોસો જ છે. જાે સમાજમાં જૂઠનું ચલણ સામાન્ય કે પ્રચલિત થઈ ગયું તો સમાજમાં જાેવા મળતો પરસ્પરનો વિશ્વાસ પણ સમાપ્ત થઈ જશે.

કેટલાક લોકો વિચારી શકે છે કે જાે એવું જુઠ્ઠાણું બોલવામાં આવે કે જે ક્યારેય સામે ન આવી શકે તો એમાં શું વાંધો છે. સ્પષ્ટ છે કે આવામાં સમાજનો પરસ્પરનો વિશ્વાસ પણ જળવાઈ રહેશે. સત્ય તો આ છે કે આ વિચાર એક મોટી ભૂલ છે, કેમકે અનુભવથી પુરવાર થયું છે કે જૂઠ મોટાભાગે છૂપું નથી રહી શકતું. આનું કારણ આ છે કે જ્યારે પણ સમાજમાં કોઈ ઘટના ઘટે છે તો એ ઘટના ક્યાંક ને ક્યાંક, કોઈ ને કોઈ રૂપમાં અન્ય લોકોથી જાેડાયેલ હોય છે અને અંતે સત્ય સામે આવી જ જાય છે.

દા.ત. હઝરત અલી રદિ.ના જમાનામાં એક માણસ ઘણો બધો માલ લઈને વ્યાપાર કરવા ગયો. તેની સાથે કેટલાક મિત્રો પણ હતા, પાછા ફરવા પર તેના મિત્રોએ તેના મૃત્યુના સમાચાર આપ્યા. આ લોકો જ વાસ્તવમાં તેના હત્યારા હતા. હઝરત અલી રદિ.એ એ વ્યક્તિની બીમારી, મૃત્યુ, કફન અને દફન વિ. અંગે પ્રશ્નો પૂછવા શરૂ કરી દીધા. ટૂંકમાં જ એ લોકો ચુપ થઈ ગયા અને પોતાના અપરાધનો સ્વીકાર કરી લીધો. આનું કારણ આ છે કે તેમણે પરસ્પર નિશ્ચય કર્યો હતો કે પાછા ફરીને તેઓ કહેશે કે તે બીમાર પડી ગયો અને મૃત્યુ પામ્યો. પરંતુ ક્યાં, કેવી રીતે, ક્યા સમયે, કોણે ગુસ્લ આપ્યું, કોણે કફન આપ્યું, ક્યાં દફન કરવામા આવ્યો વિ. વિ. પ્રશ્નોનો એ લોકોની પાસે કોઈ ઉત્તર ન હતો. સત્ય તો આ છે કે આટલા નાના નાના પ્રશ્નો પર તેમનું કોઈ ધ્યાન ગયું જ ન હતું. આથી શક્ય છે કે ચાલાકથી ચાલાક વ્યક્તિનું જૂઠ પણ થોડીક ઉલટ-તપાસ અને પ્રશ્નો બાદ ખુલ્લું પડી જશે, અને તેણે જૂઠનો સ્વીકાર કરવો પડશે.

ખાસ કરીને માણસ પોતાના જૂઠના તાણા-વાણા ગૂંથે છે એ તેના સ્મરણમાં નથી રહી શકતા કેમકે તેમાં કોઈ સત્ય નથી હોતું. આથી જાે કોઈ તેમાં કોઈ જૂઠી વ્યક્તિથી થોડાક સમય બાદ પ્રશ્ન પૂછવામાં આવે તો તેના ઉત્તરમાં કેટલીય ખોટી વાતો ઉદ્ભવે છે અને એ પરેશાન થઈ જાય છે, આથી કહેવામાં આવે છે કે જૂઠા માણસનું દિલ કમજાેર હોય છે.

બીજાે મહત્ત્વપૂર્ણ ઇલાજ આ છે કે રોગીને આ અહેસાસ કરાવવામાં આવે કે તે એક વ્યક્તિત્વનો માલિક છે. તેનું પણ એક વ્યક્તિત્વ છે, તેની એક ગરિમા છે. કેમકે કહેવામાં આવ્યું છે કે જૂઠના જન્મનું એક મહત્ત્વનું કારણ કોમ્પ્લેક્ષ હોવું છે. અને વાસ્તવમાં વ્યક્તિ જૂઠનો સહારો લઈને આ ભાવનાથી છુટકારો મેળવવા ચાહે છે. જૂઠા લોકો જેવા ખતરનાક રોગીઓને જાે આ અહેસાસ થઈ જાય કે તેમનામાં પણ કેટલાય હુનર છે અને તે એ હુનર દ્વારા પોતાનું ખોવાયેલ વ્યક્તિત્ત્વ, ચારિત્ર્ય અને વ્યવહાર પરત મેળવી શકે છે તો પોતે જૂઠના ટેકણ-લાકડીના સહારે આગળ વધવાની પોતાની ટેવ ખતમ કરી દેશે. આ ઉપરાંત આવા લોકોને આ પણ સમજાવવા જાેઈએ અને વિશ્વાસ અપાવવો જાેઈએ કે આવી સાચી વ્યક્તિઓ અન્ય તમામ મૂલ્યોથી વધીને છે, જેણે પોતાના સત્યથી લોકોનો વિશ્વાસ હાંસલ કર્યો છે.

સાચા મનુષ્યમાં જાેવા મળતા સામાજિક વ્યક્તિત્વ જેવા મૂલ્યની તુલના કોઈ અન્ય મૂલ્યથી નથી કરી શકાતી, અને એ પોતાના આ મૂલ્યના માધ્યમથી પોતાના કાર્યોને પણ સારી રીતે પૂરા કરી શકે છે. આવો સાચો માણસ ફકત લોકોની નજરોમાં સ્થાન બનાવે છે એટલું જ નહીં, બલ્કે ઈશ્વરના દરબારમાં પણ ઉચ્ચ સ્થાન મેળવે છે.

આ રોગથી પીડિત લોકોના વિશ્વાસને મજબૂત કરવા અને તેમને આ સમજાવવાનો પ્રયાસ કરવો જાેઈએ કે ઇશ્વરની શક્તિ અન્ય તમામ શક્તિઓ કરતાં વધુ મહાન છે. ઈશ્વરની શક્તિ એટલી વિશાળ છે કે એ તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન કરી શકે છે. કમજાેર વિશ્વાસવાળા લોકો પોતાની સમસ્યાઓનું સમાધાન શોધવા માટે જૂઠનો સહારો લે છે અને ઈમાનદાર લોકો કઠણાઈઓ અને પરેશાનીઓનો સામનો કરવા માટે ઈશ્વર પર ભરોસો કરે છે.

જૂઠના કારણો જેમકે લાલચ, ભય, સ્વાર્થ અને બહુ વધારે પ્રેમ અને નફરત વિ.ને દૂર કરવા જાેઈએ કે જેથી માનવીમાં આ ખતરનાક બૂરાઈ પેદા ન થઈ શકે.

આવા લોકો સાથે ઊઠવા-બેસવાથી બચવું જાેઈએ અને જે લોકોમાં આ બૂરાઈ જાેવા મળે છે તેમને અવશ્ય દૂર કરી દેવા જાેઈએ.

હંમેશાં સત્ય બોલવાનું શિક્ષણ બાળકોને નાનપણથી આપવું જાેઈએ. નિઃશંક જાે માતા-પિતા સત્ય બોલવાવાળા છે, અને તે એટલે સુધી કે પોતાના બાળકોથી કરાયેલા નાના-નાના વાયદઓમાં પણ, તો તેમના બાળકો ક્યારેય પણ જૂઠ બોલવાની ટેવવાળા નહીં હોય.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments