Thursday, July 31, 2025
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપમાનવ સમાનતા અને હજ્જતુલ વિદાનું પ્રવચન

માનવ સમાનતા અને હજ્જતુલ વિદાનું પ્રવચન

આજની વૈશ્વિક પરિસ્થિતિ અને માનવતાની જરૂરિયાત

આજ આપના ભારત દેશ પર જ નહીં, પણ સમગ્ર વિશ્વ પર નજર કરવામાં આવે તો એવું લાગે છે કે માનવતા હવે તેના અંતિમ શ્વાસ લઈ રહી છે. ભ્રષ્ટાચાર, દુશ્ચરિત્રતા, વિશ્વાસઘાત અને આતંકવાદથી દુનિયા થાકી ગઈ છે. હવે દુનિયા વિશ્વાસ અને ઈમાનદારીની શોધમાં ભટકી રહી છે. આજે ખૂબ જ આવશ્યકતા છે કે માનવતાને વિનાશથી બચાવવામાં આવે, તેને સાચો અને ખરો માર્ગ દર્શાવવામાં આવે, ઉલુહી (ઈશ્વરીય) માર્ગદર્શન (અલૌકિક માર્ગદર્શન)થી તેને પરિચિત કરાવવામાં આવે.

વિડંબના એ છે કે માનવ સમાનતા અને માનવ મહિમાના ઊંચા નારા આપવામાં આવે છે, પણ તે બધાં ખોખલાં સાબિત થઈ રહ્યા છે. હકીકત એ છે કે આજનો માણસ પોતે માનવ હોવાનાં અર્થથી અજાણ થઈ ગયો છે અને અંધકારમાં ધક્કાઓ ખાઈ રહ્યો છે. અલ્લાહ એક છે, માનવજાતિ એક છે અને જીવન એક છે – પણ આજે આ ત્રણેય સિદ્ધાંતોથી માનવજાતિ દૂર થઈ ગઈ છે.

ખુત્બા એ હજ્જતુલ વિદા – વૈશ્વિક સંવિધાન

આજની તાત્કાલિક જરૂરિયાત છે કે ફરીથી પયગંબર હઝરત મુહમ્મદ ﷺનું તે શ્રેષ્ઠ ઉપદેશ, જે 9 ઝિલહિજ્જ, 10 હિજરીના દિવસે આરફાત પર્વત પર, 124,000થી વધુ સાથીઓની હાજરીમાં આપવામાં આવ્યું હતું – તેને સ્વીકારવામાં આવે અને વૈશ્વિક બંધારણ તરીકે અપનાવવામાં આવે.

આ પ્રવચન (ઉપદેશ) માનવ અધિકારો માટે શ્રેષ્ઠ ચાર્ટર છે, માનવ સમાનતા માટે સંરક્ષક છે, શાંતિ સ્થાપનાનું સૂત્ર છે, આર્થિક અસમાનતા માટે માર્ગદર્શન છે અને જીવનના દરેક ક્ષેત્રમાં સાચી દિશા દર્શાવતું ઇલાહી સંદેશ છે.

આ સંદેશ માત્ર સૈદ્ધાંતિક નહોતો, પણ સંપૂર્ણ રીતે વ્યવહારુ હતો. જ્યારે પયગંબર ઉપદેશ આપી રહ્યા હતા, ત્યારે તેમના સૌથી નજીક બે સ્વતંત્ર કરી દેનાર દાસ (ગુલામ) હતા – હઝરત બિલાલ (રદિ), જેઓએ આપના ઊંટની લગામ પકડી રાખી હતી અને બીજા હઝરત ઉસામા બિન ઝૈદ (રદિ.) –જેમણે આપણી ઉપર એક ચાદરનો છાંયડો કરી રાખેલ હતો. આહઝરત બિલા તે જ ચ્હે જેમને હઝરત ઉમર રડી. (બીજા ખલીફા) ‘ મારા માલિક’ કહીને બોલાવતા હતા.

આ ખુત્બા-એ-હજ્જતુલ-વિદા તરીકે ઓળખાતો ઉપદેશ છે, જેના મહત્વપૂર્ણ ભાગો હદીસના પુસ્તકોમાં ઉલ્લેખિત છે. આ ઉપદેશમાં, અલ્લાહની પ્રશંસા કર્યા પછી અને તેની સાથે ગાઢ સંબંધ રાખવા અને તેનું સંપૂર્ણ પાલન કરવાની સલાહ આપ્યા પછી, માનવ સમાનતા અને માનવીય ગૌરવના કેટલાક મોતીસમ  ઉપદેશો જોવા મળે છે. આ વિખરેલા મોતી તમારી સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યા છે.

હઝરત મુહમ્મદ ﷺ એ કહ્યું: કદાચ આપણે ફરી ક્યારેય મળીશું નહીં: “હે લોકો! અલ્લાહની કસમ, મને ખબર નથી કે હું આજ પછી આ સ્થળે તમને મળી શકીશ કે નહીં. અલ્લાહ તેના પર દયા કરે જે આજે મારી વાત સાંભળે છે અને પછી તેને સાચવે છે અને બીજાઓ સુધી પહોંચાડે છે.” (સુનન દાર્મી) તેમણે વારંવાર કહ્યું, “મારા શબ્દોને સંપૂર્ણ ધ્યાનથી સાંભળો, તેને સમજો, તેને યાદ રાખો અને યાદ રાખો કે હું તમને સલાહ અને માર્ગદર્શન આપી રહ્યો છું.”

  1. જીવન અને સંપત્તિની સુરક્ષા

પયગંબર મુહમ્મદ ﷺએ ફરમાવ્યું: “હકીકતમાં, તમારું લોહી (પ્રાણ), તમારું માલ અને તમારી માન-મર્યાદા (આદર) પરસ્પર પવિત્ર અને આદરણીય છે, જેમકે આજનો હજ્જનો દિવસ, આ હજ્જનો મહિનો અને આ પવિત્ર શહેર મક્કા પવિત્ર અને આદરણીય છે.”

આનો અર્થ એ છે કે માનવીના જીવ અને માલનો હક્ક કા’બાની પવિત્રતા જેટલો મહાન છે. પયગંબર મુહમ્મદ ﷺએ આ ઉપદેશ અંતે ફરમાવ્યું:

 “કોઈ મુસલમાન માટે એ યોગ્ય નથી કે પોતાના ભાઈ પાસેની માલમત્તા મેળવી લે, સિવાય કે તે પોતે ખુશીથી આપે. તેથી પોતાના પર જુલ્મ ના કરો.”

તેમણે એવો પણ ચેતવણી ભર્યો સંદેશ આપ્યો:

“તમે જલ્દીથી તમારા રબ સામે હાજર થશો અને તે તમારા કાર્યો વિશે પૂછશે. સાવચેત રહો! મારા પછી અંધકાર યુગમાં પાછા ન ફરતા કે જેમાં તમે એકબીજાના ગળા કાપતા થાઓ.”

 “જે લોકો હાજર છે તેઓએ આ સંદેશ તેમને પણ પહોંચાડવો જોઈએ જે હાજર નથી.”

આમાં સ્પષ્ટ છે કે કોઈના જીવન, માલ અથવા ઇજ્જત સાથે રમવું એ વિનાશ અને નુકશાન તરફ લઈ જાય છે – અને અલ્લાહની દરગાહમાં એની જવાબદારી તેને આપવામાં આવશે.

2. ધરોહર અને વિશ્વાસનું રક્ષણ

પયગંબર મુહમ્મદ ﷺએ ફરમાવ્યું: જેના પાસે કોઈની અમાનત છે, તેણે એ હિફાજત સાથે તેના માલિકને પાછી આપવી જોઈએ.” (મુસનદ અહમદ)

વિશ્વાસ – એ ઈમાનનું મથાળું છે. અમાનત ફક્ત પૈસા નથી, પણ પદ, જ્ઞાન, વિચાર, મત અને બુદ્ધિ પણ  આ આમાનતનું  જ એક સ્વરૂપ છે.  જ્યાં વિશ્વાસ છે ત્યાં શાંતિ છે. અને જ્યાં વિશ્વાસઘાત છે ત્યાં શોષણ, દુશ્મનાવટ અને વિનાશ છે.

3. જૂના રિવાજો અને શત્રુતાઓનો અંત

પયગંબર મુહમ્મદ ﷺએ કહ્યું:  “સાંભળો! ઈસ્લામ પહેલાંના તમામ અંધકારયુક્ત રિવાજો અને રકતપાતો હું આજે મારા પગ તળે દબાવી દઉં છું.”

તેઓએ કહ્યું કે પહેલાં જે ખૂન થયું હતું એમાંથી સૌથી પહેલાં હું મારા સંબંધીઓના બાળક રબીઅહ બિન અલ-હારિસના ખૂનને માફ કરું છું – જેને જૂની શત્રુતાવશ એક જનજાતિએ મારી નાખ્યો હતો.

તેમણે આપઘાતી અંધકારયુક્ત રીતિ-રિવાજો , જાતિવાદ, અંધશ્રદ્ધા, અને અશ્લીલતા ને પૂર્ણરીતે જાકારો આપી દીધો.  અને ભાઈચારો, પ્રેમ અને સમજદારી પર આધારિત સમાજ ઊભું કર્યું

4. મહિલાઓના અધિકારો

પયગંબર મુહમ્મદ ﷺએ ફરમાવ્યું:  “હાં, મહિલાઓ સંબંધે અલ્લાહથી ડરો, કારણ કે તમે તેમને અલ્લાહ પાસેથી એક અમાનત રૂપે મેળવ્યા છે અને અલ્લાહના હુકમ દ્વારા જ તેમને તમારા માટે હલાલ બનાવવામાં આવી છે. તમારું ફરજ છે કે તેમનું ભોજન અને કપડાનું આયોજન કરો.” (સહીહ મુસ્લિમ)

અને: “મહિલાઓ વિશે મારી સાચી સલાહને માનો, કારણ કે સ્ત્રીઓ તમારાં સહાયકો છે.” (સુનન તિરમિઝી, ઇબ્ને માજા)

આ ઉપદેશનો અર્થ એ છે કે:ઇસ્લામે મહિલાને જીવવાનો અધિકાર આપ્યો. તેમને દાસપણાંમાંથી મુક્ત કર્યાં.આ પેલા અંધકાર યુગમાં સ્ત્રીઓ સાવ ઉપેક્ષિત વર્ગ હતો તેમણે સમાજમાં સમ્માન અને માનવાધિકારો આપ્યા.

પુરુષો પર તેમની દરેક જરૂરીયાતોની જવાબદારી રાખી છે – એટલે કે પુરૂષ જ તેમના ભોજન, કપડાં અને આશ્રય માટે જવાબદાર છે. ઈસ્લામે મહિલાઓને કમાવાની ફરજ સોંપી નથી.

પયગંબર મુહમ્મદ ﷺએ તેમના અધિકારોની રક્ષા કરવાનો હુકમ આપ્યો અને કહ્યું કે તેઓ તમારું પરિવાર સંચાલન કરશે. તેમના વગર તમારું ઘર અધૂરું છે.

ઉપરોક્ત ઉદાહરણો પરથી સ્પષ્ટ થાય છે કે આ પ્રવચન માનવ અધિકારો, માનવ સમાનતા અને માનવીય ગૌરવનો ચાર્ટર છે જેના વિશે આજનું કહેવાતું સભ્ય વિશ્વ વિચારી પણ શકતું નથી. એ પણ વિડંબના છે કે મુસ્લિમ સમાજ અને મુસ્લિમ શાસકો પણ તેને લગભગ ભૂલી ગયા છે. પરંતુ આજે પણ જો આ સિદ્ધાંતોને સમાજમાં પુનર્જીવિત અને અમલમાં મૂકવામાં આવે, તો માનવતાને તેના મૃત્યુમાંથી બચાવી શકાય છે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments