Tuesday, December 30, 2025

પૈગંબર મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) સૌના માટે

(પુસ્તક ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો)
HomeસમાચારSIO ગુજરાત દ્વારા “ઉડાન” ચિલ્ડ્રન ફેસ્ટિવલ-2025નું શાનદાર આયોજન

SIO ગુજરાત દ્વારા “ઉડાન” ચિલ્ડ્રન ફેસ્ટિવલ-2025નું શાનદાર આયોજન

અહમદાબાદ: સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (SIO) ગુજરાત દ્વારા દર બે વર્ષની પરંપરા મુજબ રવિવાર, ૨૮ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ વંદે માતરમ પાર્ટી પ્લોટ, સારસપુર ખાતે “ઉડાન” ચિલ્ડ્રન ફેસ્ટિવલનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. “અપના સારા યે આસ્માન કરને કો – હમ હૈં તૈયાર અબ ઉડાન ભરને કો” ના નારા સાથે યોજાયેલા આ ફેસ્ટિવલમાં અહમદાબાદની વિવિધ શાળાઓના ૧૦ થી ૧૪ વર્ષની વયના ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ફેસ્ટિવલનો મુખ્ય હેતુ “Exploring Talents with Edutainment” દ્વારા બાળકોની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો હતો.

ફેસ્ટિવલ દરમિયાન મંચ પ્રદર્શન, કળા અને રમત-ગમત વિભાગમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં કોથળા દોડમાં કુરેશી એજાઝ પ્રથમ, મિર્ઝા અઝીમ દ્વિતીય અને મન્સૂરી યાસીન તૃતીય ક્રમે રહ્યા હતા. લીંબુ ચમચીમાં અન્સારી રિમશા સાજિદ અલીએ પ્રથમ, શેખ ઝૈનબ ઝુબેરે દ્વિતીય અને પઠાણ અફિયા અબ્દુલ કય્યુમે તૃતીય સ્થાન મેળવ્યું હતું. ૧૦૦ મીટર દોડ (છોકરાઓ) માં અછવા સાદ સમીર પ્રથમ, સૈયદ ઝકી મુહમ્મદ રઝ્ઝાક દ્વિતીય અને અન્સારી તલ્હા અશરફઅલી તૃતીય રહ્યા હતા, જ્યારે ૧૦૦ મીટર દોડ (છોકરીઓ) માં મુલતાની મસિરા મોહસીન પ્રથમ, પઠાણ સારા પરવેઝ ખાન દ્વિતીય અને આમિના ઇમ્તિયાઝઅહેમદ મેમણ તૃતીય ક્રમે વિજેતા થયા હતા. ૩ લેગ રેસમાં અરફાહ અરશદ લાલીવાલા અને આયના મુહમ્મદ ઉમર મલિકની જોડી વિજેતા બની હતી. કબડ્ડીમાં રહીમ કુરેશી, પઠાણ ફરહાન, શાહિદ અહેમદ, પઠાણ ઝૈદ, અન્સારી નૂર હસન, અલી અમજદ પઠાણ અને આદમની ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે કબડ્ડીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટીમમાં રાજપૂત અલી, રાજપૂત ફહાદ, અન્સારી મો. બિલાલ, શેખ અસદુલ્લાહ, પઠાણ રેહાન, પઠાણ અકીલ, અન્સારી મો. ફૈઝલ અને અન્સારી મો. રય્યાનનો સમાવેશ થયો હતો.

બૌદ્ધિક અને કલાત્મક પ્રતિભા દર્શાવતી સ્પર્ધાઓમાં હિફ્ઝમાં હબીબુલ્લાહ રાશિદ હુસેન પ્રથમ, અન્સારી જુવેરિયા દ્વિતીય અને અન્સારી ઉમ્મે મારિયા તૃતીય રહ્યા હતા. તરાનામાં શેખ આરિત્ઝે પ્રથમ, મુલતાની અમીને દ્વિતીય અને હફસા ભટ્ટીએ તૃતીય સ્થાન મેળવ્યું હતું. ચિઠ્ઠી ઉઠાઓ અને બોલોમાં પઠાણ આમીના પ્રથમ, બેલીમ અકશા દ્વિતીય અને અલ્વિના શેખ તૃતીય વિજેતા બન્યા હતા. સંવાદ (Debate) માં બાગા રુમેશા ઉશામા અને મિનાપુરા આયમન જાવેદની જોડી વિજેતા રહી હતી. ક્વિઝમાં ઝારા અજમેરી, ઉમ્મે હાની અને કિરાત વરૈયાની ટીમ વિજેતા બની હતી. પેન્ટિંગમાં બેલીમ અકશા પ્રથમ, અન્સારી ઈશાન દ્વિતીય અને શેખ અર્શિયા તૃતીય રહ્યા હતા. કેલીગ્રાફીમાં મણિયાર મુબશ્શિરા પ્રથમ, અન્સારી જુવેરિયા દ્વિતીય અને અન્સારી મો. ફૈઝલ તૃતીય ક્રમે રહ્યા હતા. મોડલ મેકિંગમાં અન્સારી લાયબા નૂર અહેમદ પ્રથમ, પઠાણ અફિયા દ્વિતીય અને અમ્માર અકીલ કાડિયાવાલા તૃતીય રહ્યા હતા. વેસ્ટમાંથી બેસ્ટમાં અરફાહ અર્શદ લાલીવાલાએ પ્રથમ, રાજપૂત શયાને દ્વિતીય અને ઝુનેરા આફરીને તૃતીય સ્થાન મેળવ્યું હતું, જ્યારે અન્સારી તલ્હા અને રાજપૂત અલીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતે આયોજિત ઇનામ વિતરણ સમારંભમાં SIO ગુજરાતના પ્રમુખ મુનવ્વર હુસૈને સંગઠનનો પરિચય આપતા જણાવ્યું હતું કે, આજના ડિજિટલ યુગમાં જ્યારે યુવા પેઢી ભૌતિકવાદનો શિકાર બની રહી છે, ત્યારે SIO તેમને સાચી દિશા આપવાનું કાર્ય કરે છે. GIO ગુજરાતના ઉપપ્રમુખ આસિમા અન્સારીએ પણ પ્રાસંગિક માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ અને જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના પ્રમુખ ડો. મુહમ્મદ સલીમ પટીવાલાએ બાળકોને સંબોધતા જણાવ્યું હતું કે, “આ ઉડાનની માત્ર શરૂઆત છે, હવે પોતાની ક્ષમતાઓને સાચી દિશામાં વિકસાવી અટક્યા વગર આગળ વધવાનું છે.” તેમણે વાલીઓને પણ બાળકોના ઉત્સાહવર્ધન માટે આહ્વાન કર્યું હતું અને સમયની કદર કરી દરેક કાર્યમાં નિપુણતા લાવવા પર ભાર મૂક્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન SIO ગુજરાતની ટીમ દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments