Sunday, September 8, 2024
Homeઓપન સ્પેસવ્યગ્રતાનો યુગ અને નવયુવાન

વ્યગ્રતાનો યુગ અને નવયુવાન

  • લે. ખાન મદીહા અંબર

આજના યુગમાં નવ-યુવાનોને જે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે તેમાંથી એક પડકાર માનસિક દુર્દશા (Distraction) છે. આ યુગમાં નવી ટેકનોલોજીએ વિકાસ અને પરિવર્તનની ગતિ ઝડપી બનાવી દીધી છે. દરેક ક્ષણે ફેરફાર તથા તબ્દીલી અને આધુનિક પ્રચાર-પ્રસાર દ્વારા માહિતીની સતત પ્રાપ્તિના કારણે માનવ-મસ્તિષ્ક સહેલાઈથી અસ્તવ્યસ્ત કે છિન્ન-ભિન્ન થઈ જાય છે. આધુનિક સંસાધનો, સોશ્યલ મીડિયા અને ઇન્ટરનેટનો મોટાપાયે અને નિઃસંકોચ ઉપયોગ નવ-યુવાનોમાં માનસિક અસ્ત-વ્યસ્તતાનું મુખ્ય કારણ છે. એક પુસ્તક “The Distracted Mind”માં ઍડમ ગેઝ્‌લ અને લૉરી ડી રોઝન લખે છે કે “આપણું મગજ એવી ડિઝાઇન કરવામાં આવ્યું છે કે આ આપણી આસપાસમાં મૌજૂદ પરિબળો પ્રત્યે બહુ જલ્દી ધ્યાનાકર્ષિત થઈ જાય છે. આથી આ સમજવું ખૂબ જ જરૂરી છે કે આપણા મગજની સંવેદનશીલતાનું કારણ ટેકનોલોજી નહીં બલ્કે સ્વાભાવિક ટેવ છે, પરંતુ ટેકનોલોજીએ સંવેદનશીલતાને મોટી હદ સુધી વધારી દીધી છે.”

જૂના જમાનામાં આસ-પાસના ચાલકબળો (Stimulus) પર સજાગ થઈ જવું માનવીને જંગલી જાનવરો, કુદરતી આફતોથી રક્ષણ અને પોતાના અસ્તિત્વ માટે આવશ્યક હતું. ડિજિટલ યુગની દેણ છે કે માનવ-મસ્તિષ્ક મોબાઇલ સ્ક્રિન પર પ્રગટ થતા નોટિફિકેશન્સ, વિભાજિત જાણકારી/માહિતીની અધિકતા અને ઝડપથી બદલાતી દુનિયાને પ્રતિક્રિયા આપતાં અસ્ત-વ્યસ્તાનો ભોગ બની જાય છે.

ઈ.સ. ૨૦૧૫માં માઇક્રો સોફ્‌ટ દ્વારા કરવામાં આવેલ એક રિસર્ચ સ્ટડી અનુસાર માનવીના ધ્યાન-કેન્દ્રીયતાનો સરેરાશ ગાળો (Attention Span) ઈ.સ. ૨૦૦૦ના વર્ષમાં ૧૨ મિનિટ હતો જે હવે ઘટીને ૮.૨૫ મિનિટ સુધી સમેટાઈ ગયો છે. નવયુવાનોમાં અધ્યયન અને વાંચનમાં ધ્યાન નહીં આપવાનું સૌથી મોટું કારણ જાેવાની કેન્દ્રીયતા (Visual Attention Span)માં ખલેલ-વિઘ્ન જાેવા મળે છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવા કે વ્હોટ્‌સએપ, ફેસ બુક, ઇન્સ્ટાગ્રામ, પ્રિન્ટ્‌રેસ્ટ, ટિ્‌વટર અને ટિક-ટૉક પર સ્ક્રોલ કરતા અને ક્રિયાશીલ તત્ત્વો જેવા શોર્ટ વીડિયો ક્લિપ્સ, સ્ક્રિન પર સતત બદલાતી જાહેરાતો અને અનેક વિગતોથી પ્રભાવિત થતા માનસ ટેવોથી મજબૂર હર-હંમેશ નવા ગતિશીલ પરિબળોની શોધમાં હોય છે. આ પ્લેટફોર્મ્સ પર એક કલાકનો સમય વિતાવવા પર પ્રસન્નતા અને ખુશીનો અહેસાસ થાય છે. (Instant Gratification Due to Dopamine Hit) જેવા કેફી તત્ત્વો અને ડ્રગ્સના ઉપયોગથી હાસલ થાય છે. સમય, ધ્યાન, અને શ્રમ માગી લેતા કામો પાર પાડતી વખતે આ ડોપામાઇન હિટ પ્રાપ્ત નથી થતા આથી અણગમા અને કંટાળાનો અહેસાસ હાવી રહે છે. છિન્ન-ભિન્નતાના આ યુગમાં નવ-યુવાનોનું પોતાના ધ્યાન અને કેન્દ્રીયતા-ફોક્સને છિન્ન-ભિન્ન થવાથી બચાવવા એ અકે મોટો પડકાર છે. નવ-યુવાનોમાં વધતી જતી માનસિક છિન્ન-ભિન્નતા ખરા અર્થમાં તો ઘટતી જતી “દૌલત” છે. કેમકે ડિજિટલ પ્લેટફોર્મ્સનું મિકેનિઝમ વપરાશકારોના ધ્યાન અને કેન્દ્રીયતાને પોતાની તરફ આકર્ષવા અને વ્યસ્ત રાખવા પર આધારિત છે. તેમનું સ્પષ્ટ લક્ષ્ય માનવ-ધ્યાન છે. ડિજિટલ પ્લેટફોર્મ્સ માનવ-પ્રકૃતિ અને માનસની છિન્ન-ભિન્નતાની પસંદગી કે મજબૂરીનો ફાયદો ઉઠાવતાં તેમને ઇચ્છિત સામગ્રી થોડાક જ સેકન્ડો અને મનોરંજક શૈલીમા પૂરી પાડે છે કે જેથી એ વૅબસાઇટ્‌સ પર લાંબા ગાળા સુધી કેન્દ્રિત કરી શકાય. આ દોટમાં કે જ્યારે દરેક પ્લેટફોર્મ માનવોનું ધ્યાન હાસલ કરવાના પ્રયાસમાં આધુનિક માનસિક અને ભાવનાત્મક હાથા કે શસ્ત્રનો ઉપયોગ કરી રહ્યું છે, પોતાના ધ્યાનને છિન્ન-ભિન્ન થવાથી બચાવવું સૌથી મુશ્કેલ કામ થઈ ગયું છે. છિન્ન-ભિન્ન માનસ માનસિક-જ્ઞાનમાં નિરર્થક માનસના રૂપમાં માનવામાં આવે છે. જીવન, સામાજિક સંબંધો, શિક્ષણ અને કેરિયરમાં અવ્યવસ્થાનું કારણ પણ ડિસ્ટ્રક્શન જ છે. માનસિક છિન્ન-ભિન્નતાના પરિણામો માનસિક ચિંતા, બેચેની, તનાવ, આંતરિક છિન્ન-ભિન્નતા, માનસિક તથા આંતરિક છિન્ન-ભિન્નતા, માનસિક તથા શારીરિક થાકના રૂપમાં પ્રગટ થાય છે.

નવ-યુવાનોમાં માનસિક છિન્ન-ભિન્નતાનું મૂળ કારણ ડિજિટલ વર્લ્ડ અને ડિજિટલ પ્લેટ ફોર્મ્સના અવ્યવસ્થિત ઉપયોગની ટેવ છે. શિક્ષણ, કેરિયર, મનોરંજન અને વેપાર સંબંધિત સમાન્ય જાણકારી મેળવવા અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓથી વાકેફ થવા સંબંધે ડિજિટલ પ્લેટ ફોર્મ્સ પ્રત્યે પાછા ફરવામાં આવે છે. આ માધ્યમો કે સાધનોથી અજાણતામાં ટેવાઈ જવું. માનવીની માનસિક સ્વસ્થતા દિમાગી કાબેલિયતના ખંડનનું કારણ છે.

મોડર્ન ટેકનોલોજી અને માનસિક છિન્ન-ભિન્નતા

કોમ્પ્યુટર, સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક સંસાધનોએ વિચારવા, સમજવા અને કામ કરવાની રીતો (Cognitive Functions)ને અસાધારણ હદ સુધી પ્રભાવિત કર્યા છે. ટેકનોલોજીના લીધે આંગળીના એક ઇશારા પર દરેક પ્રકારની ઇન્ફોર્મેશન ઉપલબ્ધ છે. અનેક વેબ સાઇટ્‌સ પર દરેક પ્રકારની માહિતીનો ઢગલો ખડકાયેલો છે. ગૂગલ સર્ચ એન્જીન એક ચાવીરૂપ શબ્દ સંબંધિત હજારોની સંખ્યામાં સામગ્રી નજરો સમક્ષ રજૂ કરી દે છે. માનવ-મસ્તિષ્ક એક સમયમાં વિવિધ પ્રકારની મુશ્કેલ અને વિશાળ કે વિસ્તૃત માહિતીઓને શોષતાં કે ગ્રહણ કરતાં છિન્ન-ભિન્નતાનો ભોગ બની જાય છે. માહિતીના મોટા ઢગલામાં માનસ-મગજ પોતાની કેન્દ્રીયતા ગુમાવી બેસે છે. સોશ્યલ મીડિયા કે સોશ્યલ વેબ સાઇટ્‌સ સ્ક્રોલિંગ પર નવી અને રુચિકર સામગ્રી પર આધારિત નજરોથી પસાર થતી રિલીઝ અને શોટ્‌ર્સ નવ-યુવાનોના કેન્દ્રીયતાના ગાળાને ઘટાડી દે છે. આના પરિણામે, વાંચન, પુસ્તકોના અધ્યયન, વિવિધ ભાષાઓને શીખવા, સ્વસ્થ પ્રવૃત્તિઓને અપનાવવામાં અથવા શ્રમ માગી લેતા કાર્યોમાં ઇચ્છિત ફોક્સની કમી રહે છે. મગજની ગ્રહણ-શક્તિ કરતાં ઘણી વધારે માહિતીની ઉપલબ્ધતા કેન્દ્રીયતાની શક્તિમાં ઘટાડાની સાથે માનસિક થાક પેદા કરે છે. આ પ્લેટફોર્મ્સ પર માહિતીપ્રદ પોસ્ટ, પોડ કાસ્ટ, મોટીવેશનલ વીડિયોઝ અને જાહેરાતની અધિકતા છે. તેને વાપરવાના લીધે નવ-યુવાનોમાં પ્રાથમિકતા નક્કી કરવામાં, નિર્ણય લેવાની કાબેલિયત તથા સર્જનાત્મક આવડતોને મોટી સંખ્યામાં ફેલાયેલા પરિબળો ખૂબ જ પ્રભાવિત કરે છે. આધુનિક સાધનો અને મોબાઇલમાં ઇન્ફોર્મેશનને સુરક્ષિત રાખવાની ટેવ યાદ-શક્તિ પર નકારાત્મક રીતે અસર નાખે છે. સરળતાને દૃષ્ટિ સમક્ષ રાખતાં મગજ સામગ્રીને નજરોથી પસાર કરતાં મગજમાં બેસાડવામાં સુસ્તીથી કામ લે છે. પરિણામ સ્વરૂપે યાદ દેવડાવવા માટે ફરીથી સ્ક્રિન તરફ વળવાની-જાેવાની નોબત આવે છે.

મનોરંજક સામગ્રીનું સૌથી મોટું સેન્સેશન નેટ ફ્લિક્‌સ બનેલ છે. એક રિસર્ચ સ્ટડી મુજબ યુનિવર્સિટીઓમાં અધ્યયન કરનારા વિદ્યાર્થીઓમાંથી ૬૪ ટકા વિદ્યાર્થીઓ નેટ ફ્લિક્‌સ અને અન્ય મનોરંજનના કાર્યક્રમોને જાેવામાં દરરોજ પોતાનો સમય વેડફે છે.

અમર્યાદિત કે નિરંતર મનોરંજક સામગ્રીનો સિલસિલો નેટ ફ્લિક્‌સ પર એકત્ર કરવામાં આવ્યો છે અને રોજે રોજ તેમાં વધારો થતો જઈ રહ્યો છે. આ પ્લેટફોર્મના વપરાશકારોમાં નવ-યુવાનોની સંખ્યા વધારે છે. વેબ સિરીઝની લત (Addiction)ના લીધે શોર્ટ મેમરીની સમસ્યાઓ સર્જાઈ રહી છે. અચેતનમાં તસ્વીરો, અવાજાે, માહિતીઓ અને ઘટનાઓની ભરમાર મગજની યાદ-શક્તિને પ્રભાવિત કરે છે. નેટ ફ્લિક્‌સ એડિક્‌ટ (વ્યસની) યુવાનો લાંબા સમય સુધી કેન્દ્રીયતા જાળવી રાખવામાં નિષ્ફળ નીવડે છે જેના કારણે સર્જનાત્મક કાબેલિયતો અને પ્રોબ્લેમ્સને ઉકેલવાની લાયકાતથી હાથ ધોઈ બેસે છે. ઇન્ટરનેટ વાપરનારા મોટા ભાગના યુવાનો એકાંત અને અસુરક્ષાના ભોગ બની જાય છે. આ પ્રવૃત્તિઓમાં વધતું જતું વલણ તેમને ઓર વધુ સમસ્યાઓના ભોગ બનાવી દે છે.

સ્નેપ ચેટ ટીન એજર્સ અને યુવાનોમાં સૌથી લોકપ્રિય એપ્લીકેશન છે. દરરોજ સ્ટ્રીક વધારવાની ચિંતા તેમને આ એપને ખોલવા મજબૂર કરે છે. તાત્કાલિક સંતોષની લાગણી મેળવવા માટે તસ્વીરો અને વીડિયો મોકલવી જ આનો મૂળ ચાલકબળ છે. મહત્ત્વના કાર્યોથી ને અત્યંત વ્યસ્તતા હોવા છતાં આ એપ પર ‘હાજરી આપવા’માં નવ-યુવાનો ખચકાતા નથી.

નવ-યુવાનો પોતાની આસપાસમાં રહેલ અડચણો અને બિન-જરૂરી ચાલકબળોથી ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યા છે. યુવાવસ્થા તેમની સર્જનાત્મક કાબેલિયત અને Cognitive Devolpmentની સાથે સમાજ, શિક્ષણ અને કેરિયરમાં પોતાની હેસિયત બનાવવાનો સૌથી શ્રેષ્ઠ સમય હોય છે. વ્હેંચાયેલ ધ્યાન અને ગૂંચવાયેલા માનસોમાં એ શક્તિ અને બળ બાકી નથી રહી જતા કે તેઓ આ ક્ષેત્રોમાં અસાધારણ ભૂમિકા ભજવી શકે. ઇચ્છિત ફાળો આપી ન શકવાના કારણે જ નવ-યુવાનો ડિપ્રેશન, તણાવ, બેચેનીનો ભોગ બની જાય છે.

માનસિક છિન્ન-ભિન્નતાની ખાનગી અને સામાજિક સંબંધો પર અસર

ખાનગી જીવન અને સામાજિક સંબંધોમાં તણાવ અને માનવતા પ્રત્યે સંવેદનશીલતાની કમી, રિશ્તા (સંબંધો)માં વિખવાદ અને મૂંઝવણો માનસિક છિન્ન-ભિન્નતાનું પરિણામ છે. સોશ્યલ મીડિયાએ સામાજિક સંબંધોના મૂલ્યોને મજાક બનાવી દીધા છે. વિવિધ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ, ખાસ કરીને ફેસબુકનો કેન્દ્રીય આઇડિયા લોકોને નજીક લાવવા અને લોકોને એકાંત અને અંતરને મટાડવાના ફરેબી એજન્ડાની પાછળ એ લોબી છે જે ઓદ્યૌગિક કંપનીઓને પોતાના ઉત્પાદન વેચવામાં સૌથી મહત્ત્વનું માધ્યમ છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર મૌજૂદ લોકોને ડેટાને એકત્ર કરવા અને તેની માનસિકતા ટેવો, વલણો તથા દૃષ્ટિકોણોની વ્યવસ્થિત તપાસ કરી આર્થિક હેતુ અને રાજકીય જાદુગરી/ચાલાકી વિવિધ દૃષ્ટિકોણો પ્રત્યે પોલોરાઇઝેશન (ધ્રુવિકરણ) દ્વારા કટ્ટરવાદને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. આના પરિણામે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સહિષ્ણુતા, પ્રેમ તથા એકતાના બદલે નફરત અને પક્ષપાત કે ભેદભાવના વાતાવરણને વેગ મળે છે. આ જ નફરતના વાતાવરણને આબાદ રાખવા અને વેગ આપવા માટે આ પ્લેટફોર્મ્સના એલ્ગોરિધમ માનવીય-માનસિકતાને ઉશ્કેરે છે. કેમકે આ પ્રકારની સામગ્રીમાં ધ્યાનાકર્ષિત કરવાની લાયકાત વધારે હોય છે. કંપનીઓના હિત લોકોનું ધ્યાન અને આ પ્લેટફોર્મ્સ પર પસાર થતા સમયની સાથે સંકળાયેલ છે. યુવા પીઢીની વ્યસ્તતા જાે સોશ્યલ મીડિયા પર આ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે તો તેમની માનસિકતા અને સામાજિક સંબંધો વિનાશના આરે ઊભેલા છે. રાજકીય, ધાર્મિક સામાજિક વિચારો તથા દૃષ્ટિકોણો અને જમીની તથ્યોને વિકૃત (Manipulate) કરવા અને માનવીય-સંવેદનશીલતા તથા સહિષ્ણુતાને ખતમ કરવાનું કામ આ પ્લેટફોર્મ્સ અને એપ્સ દ્વારા સહેલાઈથી થઈ જાય છે. નવા ઊગતા માનસોમાં આ આંતરિક છિન્ન-ભિન્નતા જન્માવે છે જેની અસરો ખાનગી અને સામાજિક જીવન પર પડે છે.

દરેક સમયે મગજમાં ચાલી રહેલા વિરોધાભાસી વિચારો વર્તમાનથી બેનિયાઝી (નિસ્પૃહિતા) તણાવ અને વ્યાકૂળતાની કૈફિયત પેદા કરે છે, જેની અસર રોજિંદા કામોની કારકિર્દી પર પડે છે. સાથે જ ઘરવાળાઓ, મિત્રો અને સાથીઓ તેમજ સગા-સંબંધીઓ સાથે વિખવાદના રૂપમાં પણ દેખાય છે.

સામાજિક સંબંધો માનવોને જાેડવા, પરસ્પરના તથા સમજવા-સમજાવવાની ભાવનાને પેદા કરવા અને એકબીજાના કામ આવવાનું માધ્યમ છે. ડિજિટલાઇઝેશનના બદલે આ બુન્યાદો જૂના જમાનાની દંતકથાઓ બની ગઈ છે. આધુનિક સાધનો માનવોના સમયમાં સવલત પેદા કરવા માટે બનાવવામાં આવ્યા હતા, પરંતુ સોશ્યલ મીડિયાના આક્રમણે સમય અને ધ્યાન બન્નેને પ્રભાવિત તથા છિન્ન-ભિન્ન કરી દીધા છે.

છિન્ન-ભિન્નતાના કાળમાં માનસિક કેન્દ્રીયતાની પ્રાપ્તિ કેવી રીતે?

  • ટેકનોલોજીથી ફરારનો માર્ગ અપનાવવો એ ન તો સમસ્યાનો ઉકેલ છે અને ન જ બુદ્ધિમત્તાવાળો નિર્ણય હોઈ શકે છે. માનસિક છિન્ન-ભિન્નતાથી બચવા માટે ટેકનોલોજી અને સોશ્યલ મીડિયાના ઉપયોગ સંબંધે કેટલાક અમલી પગલા અપનાવી શકાય છે.
  • સોશ્યલ મીડિયા એપ્સ, ઈ-મેલ્સ, શોપિંગ એપ્સ અને અન્ય મનોરંજન સંબંધિત એપ્સ કે પેજિસના નોટિફિકેશન્સને બંધ કરી દેવામાં આવે કે જેથી દખલગીરીનો સિલસિલો ઘટાડી શકાય.
  • સોશ્યલ મીડિયાની એપ્લીકેશનને મોબાઇલ પરથી ડિલિટ કરવામાં આવે કે જેથી દરેક વખતે તેમને ખોલવાની ઇચ્છા એક મુશ્કેલ કામ બની જાય. જરૂરત વખતે કોમ્પ્યુટર અને લેપટોપ પર વેબસાઇટ જાેઈ શકાય છે.
  • સોશ્યલ મીડિયા તથા અન્ય વેબ સાઇટ્‌સને જાેવા માટે સમયનું નિયમન (Time Table) અને તેના પર સખ્તાઈથી પાબંદી (પાલન) જરૂરી છે.
  • ડિજિટલ પ્લેટફોર્મ્સ પર તમારૂં ધ્યાન કયા પ્રકારની સામગ્રી લઈ જાય છે તેને જાણવું ખૂબ જ જરૂરી છે કે જેથી માનસિક ચિંતા વેર-વિખેર વિચારો અને છિન્ન-ભિન્નતાથી બચી શકાય.
  • અવાર-નવાર ડિજિટલ જગતથી સંબંધ વિચ્છેદ કરવા (Digital Detox)ના અમલને દોહરાવી શકાય છે. નિશ્ચિત મુદ્દત સુધી પ્રયાસ કરવામાં આવે કે કોઈ પણ પ્રકારની જરૂરી કે બિન-જરૂરી સામગ્રીનો ઉપયોગ કરવામાં ન આવે. પુસ્તકોના અધ્યયન, લોકો સાથે મુલાકાત કરવા, પ્રકૃતિની વચ્ચે સમય પસાર કરવા જેવી પ્રવૃત્તિઓમાં સ્વયંને વ્યસ્ત રાખવામાં આવે.
  • શોર્ટ વીડિયોઝ અને કન્ટેન્ટના બદલે લાંબી વિડિયો જાેવા અને લેખ વાંચવાની ટેવ પાડવામાં આવે. આનાથી ફોક્સ વધારી શકાય છે.
  • કલ્યાણ તથા ભલાઈના કામોથી જાેડાવું, સામાજિક સંબંધો બનાવવા, જ્ઞાન-વર્ધક તથા ચિંતન કે વૈચારિક ચર્ચાઓમાં ભાગ લેવો અને અધ્યયન કરવું, કેન્દ્રીયતાને વધારવી અને જીવનમાં ધ્યેય અને પ્રાથમિકતાઓને નક્કી કરવામાં ખૂબ જ મદદરૂપ નીવડે છે.
  • રચનાત્મક પરિબળો હાનિકારક નથી હોતા પરંતુ પ્રાથમિકતાઓનું સ્પષ્ટ હોવું અને કામોને જરૂરત મુજબ નિશ્ચિત કરવા માનસિક છિન્ન-ભિન્નતાથી બચાવે છે.
  • મનોરંજન સંબંધિત તથા રચનાત્મક પ્રવૃત્તિઓ જમીની સ્તરની હોય, જેમકે ખેલ-કૂદ, હાસ્ય-લેખન અને સાહિત્યિક પુસ્તકો/ફિક્શનના અધ્યયનની ટેવો અપનાવવી જાેઈએ. ડિજિટલ જગતમાં મૌજૂદ મનોરંજન સંબંધિત પરિબળો ખાસ કરીને ખંડનાત્મક વિ. નૈતિક સામગ્રીથી જેટલી હદે શક્ય હોય પોતાની જાતને બચાવવી જાેઈએ.
  • વર્તમાન સમયની સંપૂર્ણ સમજ, સંવેદનશીલતાને સક્રિય રાખવા અને શારીરિક, ભાવનાત્મક તથા માનસિક સ્તરે વર્તમાન ક્ષણમાં સભાનતા સાથે સામેલ રહેવું એ વર્તમાનનો સભાન અહેસાસ Mindfulness કહેવાય છે. આનો પ્રયાસ કરવો જાેઈએ.
  • ક્લાસરૂમમાં અભ્યાસ દરમ્યાન, પ્રોગ્રામ કે મહત્ત્વની પ્રવૃત્તિઓ દરમ્યાન લોકો, પરિવાર અથવા મિત્રોની મહેફિલોમાં સ્માર્ટફોનનો અને ખાસ કરીને સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવો ન જાેઈએ.
  • સૃષ્ટિમાં ચિંતન-મનનની ટેવ, સામાજિક જીવનમાં સક્રિયતા, મહોલ્લાની આસપાસ, શહેરની પરિસ્થિતિઓ અને સમસ્યાઓની સભાનતાપૂર્વકની સમજ તેમજ તેમને ઉકેલવાનો પ્રયત્ન માનસિક છિન્ન-ભિન્નતા અને તણાવને ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ નીવડે છે.
  • શારીરિક વ્યાયામ કરવો અને આધ્યાત્મિક તથા અલ્લાહથી મજબૂત સંબંધ બનાવવા માનવોને માનસિક છિન્ન-ભિન્નતા પર કાબૂ મેળવવાનું શીખવે છે.
  • આત્મ-નિરીક્ષણની ટેવ જીવન-ધ્યેયની સમજ તથા સભાનતા દરરોજ લક્ષ્ય નક્કી કરવું અને તેને સંપૂર્ણ કરવાનો પ્રયાસ એક મોટો પ્રેરકબળ પુરવાર થાત જેની સામે ખામીયુક્ત પ્રેરકબળ અને વિવિધ ડિસ્ટ્રકશન કોઈ હેસિયત નથી ધરાવતા.

યુવાવસ્થા સમય, શક્તિ લાયકાતોના ભરપૂર ઉપયોગથી સુશોભિત છે. તેની રક્ષા અને સાચી દિશામાં તેમનો ઉપયોગ દૃષ્ટિ સમક્ષ રહેવો જાેઈએ. મજબૂત અવયવો અને અડગ ઇરાદાઓ કોઈ પણ પ્રકારની માનસિક શારીરિક અને ભાવનાત્મક છિન્ન-ભિન્નતા સામે દૃઢ પર્વત પુરવાર થાય છે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments