Saturday, September 13, 2025

પૈગંબર મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) સૌના માટે

(પુસ્તક ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો)
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપGDPથી આગળ: ભારતની ગરીબી અને બેરોજગારીના સંકટ માટેનું પ્રાચીન માળખું

GDPથી આગળ: ભારતની ગરીબી અને બેરોજગારીના સંકટ માટેનું પ્રાચીન માળખું

ઉદયમાન શક્તિની વિસંગતતા:

ભારત, જે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, જેની GDP એ ૨૦૨૩માં ૩.૭ ટ્રિલિયન ડોલરના આંકને વટાવી દીધું છે, તેને અવારનવાર નવીનતા, અબજાેપતિઓની ભરમાર અને ટેકનોલોજીકલ સંભાવનાઓની ધરતી તરીકે ઉજવવામાં આવે છે. છતાં, આ આર્થિક ચમક પાછળ એક કડવી હકીકત છુપાયેલી છે:

હજીપણ ૨૩ કરોડ ભારતીયો બહુઆયામી ગરીબીમાં જીવન વિતાવે છે. (UNDP, ૨૦૨૩).

શહેરી વિસ્તારોમાં યુવાનોની બેરોજગારી આશરે ૨૩.૨% સુધી મંડરાઈ રહી છે. (CMIE, ૨૦૨૩).

ભારતની સંપત્તિનો ૭૩% હિસ્સો સૌથી ધનિક ૧% લોકોના કબજામાં છે. (Oxfam, ૨૦૨૩).

આ આંકડાઓ એક વિભાજિત સામાજિક-આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે એટલે કે બે ભારતની કહાની. એક તરફ યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ અને વૈશ્વિક પ્રભાવનો ઉત્સવ મનાવવામાં આવે છે, જ્યારે બીજી તરફ ભૂખ, બેરોજગારી અને વધતી અસમાનતાનો સંઘર્ષ છે.

પરંપરાગત ઉપાયો જેમ કે MGNREGA અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા તાત્કાલિક રાહત આપી શકે છે, પરંતુ ગરીબી અને બેરોજગારીના ઢાંચાકીય મૂળને દૂર કરવામાં નિષ્ફળ જાય છે. ભારત માત્ર એક આર્થિક સંકટ જ નહીં પરંતુ ન્યાય અને સન્માનના સંકટનો સામનો કરી રહ્યું છે.

શું આના જવાબો ૧૫૦૦ વર્ષ જૂના નકશામાં છુપાયેલા હોઈ શકે છે જે સંપત્તિ, કામ અને સામાજિક જવાબદારીને ફરીથી વ્યાખ્યાયિત કરે છે?

રોગનું નિદાન: ચોંકાવનારા આંકડાઓ

૧. રોજગારવિહીન વિકાસ

ભારતનું GDP તો વધ્યું છે, પરંતુ રોજગાર સર્જન તેની સાથે કદમ મિલાવી શક્યું નથી:

રોજગાર સ્થિતિસ્થાપકતા (વિકાસના એક એકમ દીઠ નોકરીઓ) ૧૯૯૦ના દાયકાથી ૫૦% ઘટી ગઈ છે. (World Bank, ૨૦૨૩).

કૃષિ ક્ષેત્ર ભારતમાં ૪૨.૭% કામદારોને રોજગાર આપે છે, છતાં તે GDPમાં ફક્ત ૧૮% યોગદાન આપે છે, જેના કારણે શ્રમિકોને શહેરોમાં સ્થળાંતર કરવું પડે છે જ્યાં નવા કામદારોને સમાવવા માટે પૂરતી તૈયારી નથી.

૨. અનૌપચારિક ક્ષેત્રનો ફંદો

આશ્ચર્યજનક રીતે, ભારતના ૯૦% કામદારો અનૌપચારિક ક્ષેત્રમાં કાર્ય કરે છે, જ્યાં નથી : નોકરીની સુરક્ષા, આરોગ્ય વીમો, કાનૂની સુરક્ષા (ILO, ૨૦૨૨)

૩. જરૂરી કૌશલ્યનો અભાવ

દર વર્ષે લાખો ગ્રેજ્યુએટ્સ શ્રમિકબળમાં જાેડાય છે, છતાં ઉદ્યોગો રોજગાર માટે લાયક પ્રતિભાની ભારે અછત દર્શાવે છે: ભારતના ૬૫%થી વધુ ગ્રેજ્યુએટ્સ પાસે બજાર માટે જરૂરી કૌશલ્ય નથી. (NASSCOM, ૨૦૨૨).

૪. સતત અસમાનતા

૨૦૧૧ થી ૨૦૨૨ દરમિયાન ૧૭૧ મિલિયન લોકોને અતિગરીબીમાંથી બહાર લાવવામાં આવ્યા હતા (વિશ્વ બેંક, ૨૦૨૩), છતાં સંપત્તિ હજુ પણ ખૂબ જ કેન્દ્રિત છે: ટોપના ૧% લોકો પાસે આર્થિક રીતે નીચલા ૭૦% લોકો કરતા વધુ સંપત્તિ છે. આ માત્ર એક આર્થિક અંતર નથી આ તો એક નૈતિક ખાઈ છે.

પયગંબરી માળખું: આધુનિક ન્યાય માટેના પ્રાચીન સિદ્ધાંતો

આધુનિક અર્થશાસ્ત્રના સદીઓ પહેલા, પયગંબર મુહમ્મદ (ﷺ) એ ગરીબી દૂર કરવા અને સામાજિક એકતા વિકસાવવા માટે એક માળખું રજૂ કર્યું હતું. આ સિદ્ધાંતો ફક્ત ધાર્મિક પરિપ્રેક્ષ્ય સુધી મર્યાદિત નથી, પરંતુ તે નૈતિક, સર્વસમાવેશક અને અત્યંત વ્યવહારુ છે.

૧. સંપત્તિનું પ્રવાહન

“તે ફક્ત તમારામાંના ધનિકો વચ્ચે જ ફરે એવું ન થાય.” (કુર્આન, ૫૯:૭)

પયગંબરી માળખા પ્રમાણે સંપત્તિ વહેતી રહેવી જાેઈએ, એક જગ્યાએ અટકી રહેવી જાેઈએ નહીં.

આ અસમાનતાને વધારતા સંગ્રહખોરીને રોકે છે અને સમાજના સૌથી નબળા વર્ગો પાછળ ન રહી જાય તેની ખાતરી કરે છે.

૨. કામદારનું ગૌરવ

પયગંબર મુહમ્મદ (ﷺ) એ એક મજૂરની હાથ પર ચુંબન કર્યું અને ફરમાવ્યું: “આ હાથ અલ્લાહને પ્રિય છે.” (મુસનદ અહમદ)

કામ માત્ર જીવતા રહેવાનું સાધન નથી તે તો ઈબાદત છે.

પયગંબરી દૃષ્ટિકોણ રોજગારને ભાર નહીં પરંતુ ગૌરવના સ્ત્રોતમાં પરિવર્તિત કરે છે.

૩. સમુદાયની જવાબદારી (ફર્ઝ એ કિફાયા)

ઇસ્લામમાં ગરીબી કોઈ વ્યક્તિગત નિષ્ફળતા નથી, પરંતુ એક સામૂહિક જવાબદારી છે. જાે કોઈ પડોશી ભૂખ્યો સૂઈ જાય, તો આખો સમાજ જવાબદાર ગણાય છે.

આ સિદ્ધાંતો મળીને એક ન્યાય-કેન્દ્રિત માળખું ઊભું કરે છે, જે હંગામી દાન કરતાં પ્રણાલીગત ન્યાય અને સમાનતાને વધુ મહત્વ આપે છે.

ભારત માટે પયગંબરી ત્રિપક્ષીય વ્યૂહરચનાઓ

૧. રોજગાર: ભિક્ષાથી ગૌરવ તરફ

પયગંબર (ﷺ) એ આદેશ આપ્યો: “મજૂરના પરસેવો સૂકાય એ પહેલાં તેને તેનું વેતન આપો.” (સુનન ઇબ્ને માજહ)

આધુનિક અર્થ: અનૌપચારિક મજૂરીને ઔપચારિક બનાવવી, લેખિત કરાર, જીવનયાપન લાયક વેતન, સામાજિક સુરક્ષા.

કૌશલ્ય-સંયોજિત રોજગાર: MGNREGA જેવી યોજનાઓમાં વ્યવસાયિક તાલીમ ઉમેરવી, જેથી હંગામી કામ કાયમી જીવનોપાર્જન માટે એક પાયો બની શકે.

સાંસ્કૃતિક પરિવર્તન: ભારતમાં લાંબા સમયથી અવગણાયેલા મેન્યુઅલ વર્ક અને હસ્તકલા પ્રત્યે સન્માન વધારવું.

૨. ઉદ્યમશીલતા: નૈતિકતા જ મૂળ આધાર

પયગંબર મુહમ્મદ (ﷺ) પોતે એક વ્યાપારી હતા, જેઓ તેમની પ્રામાણિકતા અને ન્યાયપ્રિયતા માટે પ્રસિદ્ધ હતા. તેમનું માળખું નફા સાથે હેતુને જાેડે છે.

આધુનિક ઉપયોગો: મુદારબા (નફા વહેંચણી) અને મુશારકા (સાંઝા ઉપક્રમો) જેવા ઇસ્લામિક માઇક્રોફાઇનાન્સ મોડલ્સ ભારતના યુવાનો અને મહિલાઓને ઋણના ફંદા વગર સશક્ત બનાવી શકે છે.

સામાજિક ઉદ્યમશીલતા: વ્યવસાયો જે સમુદાયની સમસ્યાઓ હલ કરે છે જેમ કે સસ્તું આરોગ્યસેવન, પુન:પ્રાપ્ય ઊર્જા અને ગ્રામ્ય શિક્ષણ અને સાથે નફાકારક પણ રહે છે.

સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં પરિવર્તન: નવીનતાના કેન્દ્રમાં નૈતિકતાઓને સ્થાન આપી, સર્વસમાવેશક વિકાસ સુનિશ્ચિત કરવો.

ભારતનું MSME ક્ષેત્ર, જે ય્ડ્ઢઁમાં ૩૦% યોગદાન આપે છે અને ૧૧ કરોડ લોકોને રોજગાર આપે છે, તે ન્યાય આધારિત ઉદ્યમશીલતા માટેનું વાહન બની શકે છે.

૩. ઝકાત: કરુણાનું પ્રણાલીકરણ

ઝકાત, જે ફરજિયાત ૨.૫% સંપત્તિ કર છે, તેમાં લોકકલ્યાણને ફરી વ્યાખ્યાયિત કરવાની શક્તિ છે:

વિશ્વસ્તરે, આયોજનબદ્ધ રીતે ઝકાત એકત્ર કરવાથી દર વર્ષે ૧ ટ્રિલિયન ડોલર સુધી ઉપલબ્ધ થઈ શકે છે.(ISNA, ૨૦૨૦). માત્ર ભારતમાં જ દર વર્ષે ૨૦ થી ૨૫ અબજ ડોલર (લગભગ GDPનું ૦.૭%) એકત્ર થવાની શક્યતા છે.

ઝકાત ફંડના પરિવર્તનકારી ઉપયોગો:

  • માઇક્રો-ઉદ્યોગો માટે પ્રારંભિક મૂડી
  • વોકેશનલ અને વ્યાવસાયિક શિક્ષણ માટેની સ્કોલરશીપ
  • સમુદાયની માલિકી ધરાવતી આરોગ્ય અને શૈક્ષણિક ઢાંચાકીય સુવિધાઓ
  • મલેશિયા અને ઇન્ડોનેશિયા જેવા દેશોએ પહેલેથી જ સંસ્થાગત ઝકાત પ્રણાલીઓને ઉપયોગમાં લઈ લક્ષિત સમુદાયોમાં ગરીબીમાં ૧૫–૨૦% સુધી ઘટાડો કર્યો છે. (Islamic Development Bank, ૨૦૧૯).

ભારતના યુવાનોને જાેડવું: શા માટે આ મહત્વનું છે

  • ભારતની ૬૫% યુવા વસ્તી તેની સૌથી મોટી શક્તિ પણ છે અને સૌથી મોટો જાેખમ પણ. જાે ગૌરવપૂર્ણ નોકરીઓ અને નૈતિક ઉદ્યમશીલતાના માર્ગ ઉપલબ્ધ ન થાય, તો નિરાશા સામાજિક અશાંતિ અને ગુનાહિત પ્રવૃત્તિઓને જન્મ આપે છે.
  • પૈગંબરી વ્યૂહરચનાઓ એક મૂલ્ય આધારિત આર્થિક વિકલ્પ પ્રદાન કરે છે—જેમાં:
  • સંપત્તિ સશક્ત બનાવે છે, વિભાજિત નથી કરતી
  • મજૂરી ગૌરવ આપે છે, માનવતા છીનવી લેતી નથી
  • સમુદાયો ફૂલેફાલે છે, ફક્ત વ્યક્તિઓ નહીં
  • આ દ્રષ્ટિ સર્વવ્યાપક છે, જે ધર્મની સીમાઓને પાર કરીને ન્યાય આધારિત વિકાસ ઈચ્છતા દરેકના હૃદયમાં પ્રતીતિ કરે છે.

ન્યાય તરફનું આમંત્રણ:

ભારતની ગરીબી અને બેરોજગારી સામેની લડત માત્ર ય્ડ્ઢઁના વિકાસથી જીતી શકાશે નહીં. જરૂર છે સમૃદ્ધિને ફરી કલ્પવાની—જ્યાં:

  • કામ ગૌરવ પુન:સ્થાપિત કરે છે
  • ઉદ્યમશીલતા સમાજની સેવા કરે છે
  • સંપત્તિ વહેંચાય છે, સંગ્રહાતી નથી

પૈગંબરી આર્થિક વ્યૂહરચનાઓ કોઈ થિયોક્રેસીની માંગ કરતી નથી; તે તો ફક્ત મૂલ્યોમાં પરિવર્તનની માંગ કરે છે. તે ભારતને નૈતિકતા, ગૌરવ અને સમુદાય સશક્તિકરણ પર આધારિત સામાજિક-આર્થિક ન્યાય માટેનું એક માળખું પ્રદાન કરે છે.

આ અનંતકાળથી માન્ય સિદ્ધાંતોને અપનાવવાથી, ભારત માત્ર વધુ સમૃદ્ધ અર્થવ્યવસ્થા જ નહીં, પરંતુ વધુ ન્યાયસંગત અર્થવ્યવસ્થા ઊભી કરી શકે છે—એવી અર્થવ્યવસ્થા જ્યાં કોઈ પણ પાછળ ન રહી જાય.

References:
[1] UNDP Multidimensional Poverty Index Report, 2023
[2] Centre for Monitoring Indian Economy (CMIE) Data, 2023
[3] World Bank Economic Update, 2023
[4] Oxfam India Inequality Report, 2023
[5] International Labour Organization (ILO) India Employment Trends, 2022
[6] Islamic Development Bank, “Zakat and Poverty Reduction Models,” 2019


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments