અપમાનજનક #SulliDeals સાઇટના છ મહિના પછી, 1 જાન્યુઆરી, 2022નાં રોજ ફરીથી મુસ્લિમ મહિલાઓને નિશાન બનાવતી ‘બુલ્લી બાઇ’ વેબસાઇટ વિવાદ સામે આવી.
‘બુલ્લી બાઈ’ જેવા અપમાનજનક શબ્દ સાથે મુસ્લિમ મહિલાઓને નિશાન બનાવતા કેટલાંક પત્રકારો, સામાજિક કાર્યકરો અને વિદ્યાર્થીનીઓની તસવીરો ‘બુલ્લી બાઈ’ નામની એપ પર અજાણ્યા જૂથ દ્વારા ‘ગિટહબ’નો ઉપયોગ કરીને અપલોડ કરવામાં આવી હતી.
આ કેસમાં ગુનેગારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં એક-એક એફઆઈઆર નોંધવામાં આવી છે. જે રીતે પ્રશાસને ‘સુલ્લી ડીલ્સ’ને હળવાશથી લીધી હતી તે જ રીતે આ કેસ પણ દેખાઈ રહ્યો છે.
@bullibai_ નામના ટ્વિટર હેન્ડલ દ્વારા પણ ‘બુલ્લી બાઈ’ને પ્રમોટ કરવામાં આવી રહી હતી. (જોકે એકાઉન્ટ હવે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે) અને તસવીરો સામે આવી રહી હતી કે આ એપ પરથી મહિલાઓ બુક કરી શકાશે.
વધુ દુઃખદ અને ચિંતાજનક વાત એ છે કે આ તસવીરમાં એક માતા (મુસ્લિમ મહિલા)ની તસવીર પણ શેર કરવામાં આવી છે જે પોતાના પુત્ર માટે ન્યાય માટે અવાજ ઉઠાવી રહી છે.
સવાલ આ છે કે અસામાજિક તત્વો દ્વારા મહિલાઓને હેરાન કરવાનું આ સિલસિલો ક્યાં સુધી ચાલશે? મુંબઈ પોલીસે કહ્યું છે કે તેઓ મામલાની તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં કાર્યવાહી કરશે. અમને આશા છે કે ગુનેગારોને સજા થશે.