નવી દિલ્હી,
ઉત્તર-પૂર્વ દિલ્હીના હાલના તોફાનથી પીડિત લોકો સાથે પોલીસના દાદાગીરી ભર્યા વલણની જમાઅતે ઇસ્લામી હિન્દએ નિંદા કરી.
એક પ્રેસ વ્યક્તવ્ય માં જમાઅતે ઈસ્લામી હિન્દના સેક્રેટરી મલિક મોહતસીમખાને કહ્યું કે દિલ્હી પોલીસ ઉત્તર-પૂર્વ દિલ્હીના હુલ્લડ ગ્રસ્ત લોકો સાથે દુર્વ્યવહાર કરી રહી છે જયારે કે તેને અંજામ આપવા વાળા છૂટથી ફરી રહ્યા છે. પોલીસના આવા દાદાગીરી ભર્યા વલણ થી પીડિતો માં ભયનો માહોલ છવાયેલો છે અને તેઓ તુફાનિઓ સામે એફઆઈઆર નોંધાવા આગળ આવવામાં ખચકાટ અનુભવી રહ્યા છે. અહીં એક ખાનગી શાળા નું ઉદાહરણ પ્રસ્તુત છે, જેને તોફાનીઓએ ભારે નુકસાન પહોંચાડેલ અને તેના માલિકને જ પોલીસે પુરી દીધેલ છે. શાળાને સીલ પણ મારી દીધું છે, જેનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષા સમયે ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. જે મસ્જિદ ને પ્રતાડીત કરાઈ હતી તેના ટ્રસ્ટીઓ સાથે પણ જાણે કે તે ગુનેગાર હોય તેવો વ્યવહાર પોલીસ કરી રહી છે.
જમાઅતના રાષ્ટ્રીય સેક્રેટરીએ કહ્યું કે અમો આ બાબતને લઈ દિલ્હી હાઈકોર્ટમાં એક હેબીઅસ કોરપસ ફાઈલ કરીશું, કારણકે પોલીસે એવા ઘણા બધા લોકોને જેલમાં પૂરી દીધા છે જેમનો હિંસા કે તોફાનો સાથે કોઈ સંબંધ નથી. જમાત બીજા સમાન માનવ હક્કો માટે લડતા સંગઠનો જેમકે, APCR વગેરેની સાથે રહી FIR કાયદાકીય રીતે નોંધાવવા અને પીડિતો ને વળતરના ફોર્મ ભરાવવામાં મદદરૂપ થઈ રહી છે. તથા તેમને જામીન મળે તે સારુ અને અને પીડિતોની ફરિયાદ નોંધાવવા સારુ પ્રયત્ન કરી રહી છે.