ઉમૈયા ખાને UGC-NET Examમાં બેસવા માટે હિજાબ કાઢવાની શરતનો ઇન્કાર કરીને, તેને બદલે પરીક્ષાથી વંચિત રહેવાની શરત સ્વીકારીને, લોકતંત્રના અધિકારોની લડાઈને વધુ મજબૂત બનાવી છે. ઉમૈયા ખાને એક વિદ્યાર્થિની રહેવાની સાથે પરીક્ષા સમયે પોતાની આસ્થા અને પોતાના સંવૈધાનિક હક્કો માટે અવાજ બુલંદ કરીને એ સિદ્ધ કર્યું છે કે લોકતંત્રની લડાઈ ફકત જમીનથી સંસદ સુધીની નથી પરંતુ તેની શરૃઆત શિક્ષણ સંસ્થાઓમાં થાય છે.
આજે જો લોહિયા જીવતા હોત તો પોતાના કથનને Edit કરીને આવું કંઈ કહેતા કેઃ લોકતંત્ર ત્યારે મજબૂત થાય છે, જ્યારે જમીનથી, સંસદથી અને શિક્ષણ સંસ્થાનોમાંથી અધિકારોની અવાજ ઊભી થાય, અને ફાસીવાદના મૂળને હચમચાવી નાખે.
ઉમૈયા ખાને હિજાબ ન ઉતારીને સમાજના એલીટ સેક્યુલરવાદીઓને એ સંદેશ પહોંચાડયો છે કે અમે મહિલાઓ હવે અમારા અધિકારો માટે તમારા અવાજની રાહ નથી જોતા. ઉમૈયા ખાને હિજાબ પહેરવાના અધિકાર માટે અવાજ બુલંદ કરીને ફકત પોતાની ધાર્મિક આસ્થાનુ સંમાન નથી કર્યું પરંતુ તેણીએ આ લોકતંત્રની આસ્થાને મજબૂત બનાવાવાનુ કાર્ય કર્યું છે. જે ભાષા, જાતિ, ધર્મ અને આસ્થાના અધિકારોની ખાતરી કરી છે.
ઉમૈયા ખાન એ બધા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ માટે એક આદર્શ છે જે પોતાની આસ્થા, પોતાના ધર્મ, પોતાની સંસ્કૃિતને દાવ પર રાખીને કરીયર પસંદ કરે છે. અને છેલ્લે તેમની પાસે ન કેરીયર હોય છે, ન આસ્થા ન ધર્મ અને ન સંસ્કૃતિ…! ઉમૈયા ખાને પોતાની આસ્થાની સાથે-સાથે આ લોકતંત્રની આસ્થાને પણ બચાવી છે.
હિજાબના અધિકારો માટે ઉઠવાવાળી અવાજો ઉપર નારીવાદીઓની ચૂપકીદી બતાવે છે કે “અધિકાર”નાે પ્રશ્ન જો “અસ્થા”નો છે તો તેમની સ્ત્રી અધિકારોની વ્યાખ્યા ભાંગી પડે છે. જે તેમના વિશાળ હૃદયની સંકીર્ણતાને દર્શાવે છે. પછી કેસ હાદિયાનો હોય, ઉમૈયાનો હોય કાંતો પછી ગોવાની સફીના ખાન સોદારનો હોય.
UGC-NETની પરીક્ષામાં ઉમૈયા ખાન સાથે કરવામાં આવેલ વ્યવહાર સિદ્ધ કરે છે કે કહેવાતી રાષ્ટ્રવાદી સરકારમાં લોકતાંત્રિક સંસ્થાઓ કેટલી નબળી થઈ ચૂકી છે. આ કહેવુ ખોટું નહી હોય કે જ્યારે દેશના વડાપ્રધાન નબળા હોય છે ત્યારે લોકતંત્રની સંસ્થાઓ નબળી જ રહે છે અન પછી દેશ…
સમય અને સંજોગો કેવા પણ હોય પરંતુ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે દેશમાં જ્યા સુધી ઉમૈયા ખાન અને સફીના ખાન સોદાગર જેવી બહેનો પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવતી રહેશે ત્યા સુધી આ દેશમાં લોકતંત્ર મજબૂત થતુ રહેશે. આ બહેનોના સંઘર્ષને દિલથી સલામ…